breakup - beginnig of self love - 1 books and stories free download online pdf in Gujarati

બ્રેકઅપ - બિગિનિંગ ઓફ સેલ્ફ લવ - 1

દિવસ આથમી રહ્યો હતો. આકાશમાં સંધ્યા ખીલી ઉઠી હતી. પંખીઓ માળામાં જઈ રહ્યા હતા. ચારેકોર શાંત વાતાવરણ અને એમાં ધીમો ધીમો મંદિરના ઝાલરનો અવાજ આવી રહ્યો હતો. એ ઝાંખા પ્રકાશમાં ચાર યુવાનો મેદાનમાં બનાવેલા ડામરના રોડ પર દોડી રહ્યા હતા. “હા બસ હવે એક રાઉન્ડ અને પછી બધા ઘરે જઈએ. ચાલો જલ્દી પૂરું કરો. જલ્દી.” કોઈકે જોરથી બૂમ પાડી. એ સાંભળી યુવાનોએ તેમની દોડવાની ગતિ વધારી અને આખા મેદાનનો રાઉન્ડ પૂરો કર્યો અને ચારેય સોસાયટી તરફ ધીમે ધીમે ચાલતા થયા. રોડની બાજુમાં આવેલા ટેકરા પર બે યુવાનો આ ચારેયને દોડતા જોઈ રહ્યા હતા.

“આ ચારેય આવા સમયે કેમ દોડવા આવતા હશે?”

“એ બધા સવારે ભેગા નથી થઇ શકતા એટલે આવા સમયે દોડવા આવે છે. બધા આર્મીમાં ભરતી થવા માટે તૈયારી કરી રહ્યા છે. મને આ કરવાનો કદી ખ્યાલ જ ન આવ્યો. આવી ગયો હોત તો આજ મને જિંદગીથી ફરિયાદ ન હોત.”

“તને શું થયુ છે વિજય? આજ કેમ આવી વાતો કરે છે?”

“હમ્મ… હવે શું થાય? છોડને યાર.” વિજયે ધીમા અવાજે કહ્યું.

“એટલે તુ કહેવા શું માંગે છે? છેલ્લા ચાર કલાકથી તારી સાથે છું પણ તુ શું થયુ છે તેની સ્પષ્ટતા કરતો જ નથી. જો વિજય હું સંજય છું કૃષ્ણ નથી કે સુદામાના કીધા વગર મિત્રનું દુખ સમજી જઈશ. હવે છેલ્લી વખત પૂછું છું. પ્લીઝ મને જણાવ કે હમેશા હસતો વિજય આજ આટલો ઉદાસ કેમ છે?”

“સાચી વાત છે તુ છેલ્લા ચાર કલાકથી મારી સાથે છે પણ મેં તને મારું દુખ કે મારી ચિંતાનો ભાગીદાર બનવા નથી બોલાવ્યો. મારું છોડ પહેલા મને એ જણાવ કે સીસ સાથે આજે વાત થઇ?”

“વિજય તારી સીસના ટોપિક પર આપણે પછી વાત કરશું પહેલા મારી વાતનો જવાબ આપ.”

“યાર આટલો બધો ઈમોશનલ ન થા. આઈ એમ ઓકે. આ તો બસ ઓગણીસ વર્ષનો થઇ ગયો છું છતાય નવરો ફરું છું એ વિચારીને યાર ખૂબ દુખ થાય છે. યાર મારી ઉંમરના છોકરા કમાતા થઇ ગયા છે અને હું મિત્રો સાથે ટાઈમ પાસ કરું છુ. બસ એ વિચારીને જ પોતાના પર ગુસ્સો આવે છે અને શરમ પણ આવે છે. બસ આ જ વાત છે. બીજું કંઈ નથી.”

“ચિંતા ન કર. તારી કોલેજ ચાલુ છે અને સમયે બધું જ થઇ જશે. કઈક એવુ જુઠ બોલ જે મને સાચું લાગે. બોલ હવે શું થયું છે? અને આ વખતે મારે બસ સાચું સાંભળવું છે.”

“યાર હું ખોટું નથી બોલતો.”

“એટલે તુ સાચું નહિ બોલે એમને? ઓકે રહેવા દે નથી જાણવું મારે. તુ મને મિત્ર માનતો હોત તો તુ મારાથી કોઈ વાત છુપાવત નહિ. આનો અર્થ એ જ થાય છે કે હું તારો મિત્ર નથી. ઠીક છે કામ પડે ત્યારે કોલ કરજે. ગુડ બાય.” સંજય ઉભો થઈને ત્યાંથી જવા લાગ્યો.

“શું કહું યાર તને? શું તને એમ કહું કે હવે તારો મિત્ર જિંદગીથી થાકી ગયો છે? નથી જીવવું મારે સંજય નથી જીવવું. હવે કંઈ નથી જીવવા જેવું..” વિજયની આંખમાં આંસુ હતા.

“એય વિજય. મારી સામે જો. આ શું તુ રડે છે? છાનો રહી જા. યાર રડવાનું બંધ કર. હું તારી પાસે છું તારે ચિંતા કરવાની કંઈ જરૂર નથી. આ મરવા-બરવાની વાત તારા મનમાં આવી જ કઈ રીતે? ચુપ થઇ જા પ્લીઝ.”

સંજય વિજયના ચહેરા પરથી આંસુ લૂછતાં કહેવા લાગ્યો,

“વિજય શું તુ પણ બાળકની જેમ રડવા લાગ્યો. આજ તને શું થઇ ગયુ છે? બસમાં તુ કારણ વગરનો બારીની બહાર જોઈ હસ્યા કરતો હતો અને ઘરે આવતા જ તારા ચહેરાના રંગ અચાનક ક્યાં ખોવાઈ ગયા? વિજય તુ પ્લીઝ જણાવ મને તને શું થયું છે? કોઈ તને હેરાન કરે છે તો બોલ તેને ઠેકાણે લગાવી દવ.”

“સંજય એવુ કંઈ નથી. બસ હવે…” વિજય બોલતા અટકી ગયો.

“બસ હવે શું વિજય? બોલ આગળ બોલ.”

“બસ હવે હું એકલો પડી ગયો છું. આઈ એમ જસ્ટ અલોન.”

“કઈ રીતે તુ એકલો પડી ગયો વિજય? હું તારી સાથે છુ, તારી ફેમેલી તારી પાસે છે, તારા મિત્રો તારી પાસે છે અને ખાસ તારી બેબી સોરી આઈ મીન નિશા તારી પાસે છે. તો પછી પોતાને એકલો શા માટે સમજે છે? યાર તને ખબર છે તુ કેટલો લકી છે! હવે તો તારી લાઇફમાં કોઈક ખાસ આવી ગયુ છે. જેના તુ વર્ષોથી સપના જોઈ રહ્યો હતો આજ એ હકીકત છે! ફાઈનલી હવે તારી પણ એક ગર્લફ્રેન્ડ છે. તો યાર ખુશ રેને.”

“હા હું એકલો જ છું બીકોઝ માય બેબી ઇઝ નો મોર.” વિજયની આંખમાંથી ફરી આંસુ આવવા લાગ્યા.

“એટલે તુ કહેવા શું માંગે છે? શું થયું છે નિશાને? તે ઠીક છે ને?”

“હા તે ઠીક છે. નિશાને કંઈ નથી થયુ.”

“હમણાં તે કીધું કે બેબી ઇઝ નો મોર. યાર તુ કહેવા શું માંગે છે?” સંજય ગુસ્સે થઈ ગયો.

“એમ કે નિશાને કંઈ જ નથી થયું પણ હવે… હવે… એ મારી નથી રહી.”

“એટલે શું તમારું બ્રેકઅપ થઈ ગયું?”

“ખબર નહી.” વિજયની આંખમાંથી આંસુઓ ટપકવા લાગ્યા.

“વિજય પ્લીઝ યાર. પ્લીઝ રડ નહિ. યાર હું તને રડતા નથી જોઈ શકતો. પ્લીઝ… તને મારા સમ છે.” સંજય વિજયની પીઠ પર હાથ ફેરવતા બોલી રહ્યો હતો.

“સોરી સંજય. બટ અંદરથી એટલો બધો દુખી છુ કે આ આંસુઓ બંધ જ નથી થતા.” વિજય પોતાના આંસુઓ લુછવા લાગ્યો.

“વિજય અત્યારે તુ એકદમ રિલેક્ષ થઈ જા. પહેલા શાંત થઇ જા આપણે આ ટોપિક પર આરામથી વાત કરશું અત્યારે ચાલ. રાત થવા આવી છે અને પપ્પાના બે કોલ આવી ગયા છે અને રાતે રિક્ષા પણ જલ્દી નથી મળતી. તને ખબર છેને કે નવ વાગ્યા પહેલા હું ઘરે નહિ પહોંચું તો પપ્પા કેવી રીતે મારું સ્વાગત કરશે?” સંજય હસવા લાગ્યો.

“હા સાચી વાત છે. ચાલ.” વિજય હસતા હસતા તેના ચંપલ પહેરવા લાગ્યો.

બંને મિત્રો ત્યાંથી સોસાયટી તરફ ચાલવા લાગ્યા. ચાલતા ચાલતા સંજયે પૂછ્યું, “યાર મને એ ન સમજાયું કે તુ આજે બપોરે બસમાં એકલો એકલો કેમ હસતો હતો? શું બારી બહાર કંઈ હસવા જેવુ હતુ? તને જોઇને મારી પાસે ઉભા હતા એ બધા કહેતા હતા કે તુ પાગલ થઈ ગયો છે.”

“યા પાગલ જ થઈ ગયો હતો મારી બેબીના… છોડને હવે શું ફર્ક પડે છે? યાર હું ત્યારે ગીત સાંભળતો હતો એટલે થોડો વધારે પડતો ખુશ હતો.”

“પણ એવું તો વળી કયું ગીત હતુ કે તુ ગાંડાની જેમ ખુશી વ્યક્ત કરતો હતો?

“મસ્ત ગીત હતુ. નેનુ લોકલનું અરેરે યેકડ યેકડ.” વિજયે હસીને કહ્યું.

“યાર તુ ગુજરાતમાં ખોટો જન્મી ગયો. તારે તો તમિલનાડુમાં કે તેલંગાણામાં જન્મ લેવાની જરૂર હતી. મને એ તો કહે આ તમિલ-તેલુગુ સોન્ગ્સમાં તને શું સમજાય છે?”

“સાચુ કહુ તો કંઈ નથી સમજાતુ. મને તો ક્યારેક ગુજરાતી ગીતને સમજવામાં પણ લોચા પડે છે તો જે ભાષા આવડતી જ નથી તેના ગીતો કઈ રીતે સમજાય?” વિજય હસવા લાગ્યો.

“સમજાતા નથી તો તને એમાં મજા શું આવે છે? હું ઘણી વાર જોવ છુ કે જ્યારે તુ સાઉથના સોન્ગ્સ સાંભળતો હોય છે ત્યારે તારા ચહેરા પરથી લાગે છે કે તુ કોઈ બીજી જ દુનિયામાં ચાલ્યો ગયો છે. ક્યારેક એ ગીતો સાંભળતી વખતે પોતાના રૂમનો દરવાજો બંધ કરીને વિચિત્ર ડાન્સ પણ કરતો હોય છે.”

“એમ?” વિજય સંજય સામે એકીટશે જોઈ રહ્યો.

“આવી રીતે મારી સામે ન જો. તને શું લાગ્યું મને ખબર નહિ પડે? આ થોડા દિવસ પહેલા તુ કોઈ સાઉથના સોન્ગ પર દારૂડિયાની જેમ નાચતો હતો તેનો વિડીયો મને નીકે બતાવ્યો હતો. જો એ યુટ્યુબમાં નાખ્યો હોય તો તુ ફેમસ થઇ જા.” સંજય હસી પડ્યો.

“આ નીક પણ… તેને કીધું હતુ કે રેકોર્ડ ન કર પણ એ મારું માને?”

“જ્યારે તને ગરબા રમવા લઈ જઈએ ત્યારે તને શીખવામાં પણ શરમ આવે છે પણ આવા ન સમજાય તેવા ગીતોમાં તુ કારણ વગરનો નાચવા માંડે છે એવું કેમ?”

“એટલે તને એમ લાગે છે કે મને ગુજરાતી ગીતમાં રસ નથી એમ? હું કોઇપણ ભાષાના ગીત પર આવી રીતે નાચી શકું છુ પણ શરત એટલી જ છે કે એ ગીત મને ફિલ થવું જોઈએ.”

“એનો મતલબ તુ આ સાઉથના ગીતોને ફિલ કરી શકે છે એમ?”

“ના. હું જે ગીતો સાંભળું છું એ ગીતો જ મને ફિલ થાય છે. હા તેના શબ્દો નથી સમજાતા પણ જ્યારે એ ગીતોનું સંગીત સાંભળું છું ત્યારે શરીરમાં કઈંક અલગ જ ધ્રુજારી થાય છે જાણે એ સંગીતના તરંગો સીધા મારા હૃદયને સ્પર્શતા હોય અને એટલે જ હું મારી પ્લે લીસ્ટના ગીતો વારંવાર સાંભળ્યા કરું છું. મને લાગે છે કે એ ગીતો મને ફિલ થાય છે કારણ કે તેમાં પ્રેમનું સંગીત છે, પ્રેમની વાત છે અને આખું ગીત જ જાણે એક પ્રેમનો અનુભવ છે. એ ગીતોમાં મને પ્રેમનો અનુભવ થાય છે તેથી તે ગીતોની ભાષા કઈ છે તેનાથી મને ફરક નથી પડતો કારણ કે પ્રેમની કોઈ ભાષા નથી હોતી. પ્રેમ પોતે જ એક ભાષા છે જેને દુનિયાનો કોઇપણ જીવ સમજી શકે છે અને અનુભવી શકે છે.”

“વાહ! મારા ભાઈ વાહ! ક્યાંથી લાવે છે તુ આ બધુ તારા માઈન્ડમાં!”

“એ તો ખબર નથી પણ એ જરૂર ખબર છે કે સામે તારો પાડોશી બાઈક લઈને જઈ રહ્યો છે.”

“એય ગોગીડા ઉભી રાખજે મારે આવવાનું છે.” સંજયે હાથ ઉંચો કરી બાઈકવાળાને બૂમ પાડી.

“હાલ જલ્દી મારે મોડું થાય છે. જલ્દી બેસ.” ગોગીએ બાઈક ઉભી રાખી કહ્યું.

“તને ખબર છે હું અત્યાર સુધી ગીતના ટોપિક પર કેમ ચર્ચા કરતો હતો? કારણ કે મને ખબર હતી કે તને તારા રસના વિષય પર વાત કરીશ તો તુ તેના પર મોટું જબરું લેકચર આપીશ અને તુ કોઈ વાતને લઈને દુખી છો એ ભૂલી જઈશ. જો ભૂલી ગયો ને! યાર આ જ તો સંજયનું મેજિક છે. તારી સીસ એમજ આખો દિવસ મારી સાથે વાતો નથી કરતી સમજ્યો? ચાલ કાલે મળીએ. કાલ કઈ બસમાં આવે છે? છમાં કે આઠમાં?”

“ઓય હવે કેટલી વાર? ઘરે મોડો પહોચીશ તો મારો બાપ કોઈ દિવસ બાઈક નહી આપે. જલ્દી બેસને યાર.” ગોગીએ બૂમ પાડી.

“હા બસ આવ્યો. બોલને કઈ બસમાં આવે છે? મને ઉઠવાની ખબર પડે.” સંજયે વિજયને પૂછ્યું.

“હું કાલે નથી આવવાનો.”

“પણ કેમ? ઓકે જવા દે. બપોરે હું અહીં જ ઉતરી જઈશ અને સીધો તારા ઘરે આવીશ ઓકે? ચાલ બાય અને ખોટું ટેન્શન ન લેતો તને મારા સમ છે.” સંજય વિજયને હાથ મિલાવી દોડીને બાઈકમાં બેસી ગયો.

ગોગીએ બાઈક હંકારી મૂકી…..

વિજય ઘરે આવી ગયો અને તેનો ફોન ચાર્જરમાં લગાવી બાથરૂમમાં નાહવા ગયો. તેણે ફુવારો(સાવર) ચાલુ કર્યો અને તેની નીચે આંખો બંધ કરી ઉભો રહ્યો. તે બંને હાથથી તેનો ચહેરો ધોવા લાગ્યો એવામાં તેની નજર તેના જમણા હાથ પર ચિત્રાવેલા નામ પર પડી. તેના હાથમાં ઇંગ્લીશમાં “નિશુ” લખેલુ હતુ. જાણે એ જોવાથી જ તેને નિશાની યાદ આવી ગઈ હોય એ રીતે વિજય રડવા લાગ્યો અને બાથરૂમની દીવાલમાં જોરજોરથી મુક્કા મારવા લાગ્યો અને માથુ પછાડવા લાગ્યો. તેણે તેના શરીરને એટલી હદે ઈજાઓ પહોંચાડી કે થોડીવારમાં તે બેભાન થઈ નીચે ઢળી પડ્યો અને ફુવારાનું પાણી તેના પરથી સરીને બાથરૂમની બહાર આવવા લાગ્યું…..

to be continued…..

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED