એ ખરીદેયાલો સંબંધ Bhavna Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એ ખરીદેયાલો સંબંધ

*એ ખરીદાયેલો સંબંધ*. વાર્તા.. ૩૦-૩-૨૦૨૦

લાગણીશીલ વ્યક્તિ ના બે વ્યક્તિત્વ હોય છે...
એક.... રહે છે મજબૂત હર સ્થિતિમાં પથ્થર સમાન ..
અને બીજું... કાચની જેમ વારંવાર ટૂટી પડે છે લોકે દ્ધારા લાગણીઓ ની રમતથી....
દિલવાળા સાથે દૂનિયાને કોઈ સંબંધ હોતો નથી એટલે જ
આસુંને વહાવી શું કરવું રડવાનુ હવે કંઈ ઉપાય નથી.
મજબુર થઈને હસવું પડે છે ખરીદાયેલા સંબંધ માટે એ કોઈ ને શોખ હોતો નથી પણ મજબૂરી બની જાય છે....
સંજના ખુબ જ વધારે પડતી લાગણીશીલ અને પ્રેમાળ હતી...
અને ખુબ ભોળી હતી એટલે બીજા પર ભરોસો જલ્દી કરી લેતી.....
સંજના અનાથાશ્રમમાં મોટી થયેલી એટલે એને મા ના પ્રેમ ની તરસ હતી એટલે એ એનાથી કોઈ પણ મોટી સ્ત્રીમાં મા નો પ્રેમ શોધતી રહેતી....
પણ કહેવામાં આવે છે ને કે નસીબમાં ‌ના હોય એ ગમે એટલું કરો પણ તમને એ નાં જ મળે...
એનાં માટે ઈશ્વર કૃપા જરૂરી છે.... ઈશ્વરે જે આપ્યું હોય છે એમાં સંતોષ માનીને જીવવું જોઈએ નહીંતર દુઃખી થવાનો વારો આવે છે....
સંજના નાં લગ્ન નશીબથી સારા પરિવારમાં પ્રિતેશ જોડે થયાં...
લગ્ન પછી મૈસુર, ઉટી, બેંગલોર ફરવા ગયા ત્યાં સૂરતથી એક પરિવાર પણ હતું...
દેવશ્રી બહેન અને ભાવેશભાઈ અને એમની એક નાની દીકરી કવિતા....
સંજના કરતાં દેવશ્રી બહેન પાંચ વર્ષ મોટાં હતાં...
સંજના ભાવનાઓ માં વહીને સંબંધ બાંધી બેઠી અને મોટી બહેન , મોટી બહેન કહેતી...
સંજના ને એમ કે બહેન પણ મા નું સ્વરૂપ જ કહેવાય પણ દેવશ્રી એને બહેનપણી જ માનતી હતી છતાંય સંજના પોતાની લાગણીઓ લૂંટાવી રહી...
દેવશ્રી એ સંજના પાસે થી એનાં ઘરનું સરનામું અને સંજના નો મોબાઈલ નંબર લીધો...
અને સંજના એ જયારે બહું જ જીદ કરી ત્યારે દેવશ્રીએ સૂરતનુ સરનામું અને મોબાઈલ નંબર આપ્યો...
બેંગ્લોર, ઉટી, મૈસુર ફરી ને પરત અમદાવાદ પાછા આવ્યા...
સંજનાએ આગ્રહ કરીને દેવશ્રીને પોતાના ઘરે રોકાઈ જવાનું કહ્યું...
પણ ભાવેશભાઈ ને નોકરીમાં રજાઓ નહોતી એટલે ફરી જરૂર આવીશું સંજુ એમ કહીને ગયા...
પછી તો રોજ વોટ્સએપ પર ખૂબ વાતો થતી...
દેવશ્રી મેસેજ માં સંજના પર એટલો વ્હાલ વરસાવે કે જાણે મા જણી બહેન હોય...
દેવશ્રીની દિકરી કવિતા ને વાલ્વની તકલીફ થઈ ગઈ....
એટલે એની તબિયત બગડતાં સૂરતમાં ડોક્ટર ને બતાવ્યું....
સૂરતના ડોક્ટરે કહ્યું કે આપ તાત્કાલિક અમદાવાદ લઈ જાવ...
દેવશ્રીએ સંજનાને ફોન કર્યો કે અમે અમદાવાદ આવીએ છીએ તો કોઈ હ્રદય રોગનાં સ્પેશિયલ ડોક્ટરની એપોઈમેન્ટન્ટ લઈ રાખજે....
સંજનાએ પ્રિતેશ ને વાત કરી એટલે એણે એનાં એક દોસ્ત હતાં ડોક્ટર એમને પુછીને એક હાર્ટ સ્પેશિયલ ડોક્ટરની એપોઈમેન્ટ લઈ લીધી...
સંજનાએ બે શાક, દાળ, ભાત, રોટલી, ઢોકળા બનાવ્યા અને શ્રીખંડ મંગાવી લીધો....
દેવશ્રી, ભાવેશભાઈ, અને કવિતા આવ્યા એટલે ..
સંજના દેવશ્રી ને ભેટી પડી...
દેવશ્રીએ એને અળગી કરી...
ઘરમાં જઈને હાથ, મોં ધોયાં...
સંજનાએ પાણી આપ્યું..
અને પછી બધાં સાથે જમવા બેઠા...
પછી હોસ્પિટલ ગયા...
ડોક્ટરે તપાસીને કહ્યું કે એક વાલ્વ માં નાનું કાણું છે એ બાર તેર વર્ષની થાય પછી ઓપરેશન કરીશું ત્યાં સુધી એને શ્રમ વાળું કામ કે દોડધામ, અને સીડી ચડ ઉતર નાં કરવાં દેશો અને આ દવા એને રેગ્યુલર આપશો...
દર ત્રણ મહિને બતાવી જજો....
પ્રિતેશે જ બધો ખર્ચ કર્યો કે તમે સંજનાના મોટી બહેન છો તો અમારી ફરજ છે...
એ લોકો બે ત્રણ દિવસ મહેમાનગતિ માણી અને ...
સંજના અને પ્રિતેશે અમદાવાદમાં જોવાલાયક સ્થળો બતાવ્યા...
એ લોકો પાછાં સૂરત જવા નિકળે એ પહેલાં અમદાવાદ થી નાસ્તા અને કવિતા માટે રમકડાં અને કપડાં લઈ આપ્યા...
આમ દર ત્રણ મહિને આવતાં દેવશ્રી અને એનો પરિવાર...
અને સાંજનાં અને પ્રિતેશ એટલાં જ ભાવથી આગતાસ્વાગતા કરતાં અને ખડે પગે રહીને એ લોકોને સાચવતાં....
કવિતા તેર વર્ષની થઈ અને એનું ઓપરેશન થઇ ગયું એક અઠવાડિયું અમદાવાદ રોકાણ પછી પાછાં ગયાં....
હવે તો દેવશ્રીને ખુબ સારું હતું...
એક વર્ષ થયું એટલે સંજના ને દેવશ્રીની યાદ બહું આવતી હતી એટલે એણે દેવશ્રીને ફોન કર્યો કે મોટી બહેન મને તમને મળવાનું મન થયું છે તો હું આવું....
પહેલાં હા કહી...
પછી કહે તારાં જીજાજી ને રજાઓ નથી તો હું ફરવા નહીં લઈ જઈ શકું તો પછી રાખ...
સંજના દુઃખી મને સારું મોટી બહેન મારે ફરવું નથી તમને મળવું છે ખાલી....
દેવશ્રીએ ફોન મુકી દીધો અને બે દિવસ સુધી કોઈ મેસેજ જ ન કર્યો...
આ બાજુ સંજના મનથી ખુબ દુઃખી થઈ ગઈ...
પ્રિતેશ સમજાવતો કે હશે એમને સમય નહીં હોય પછી જજે...
આમ કરતાં ત્રણ મહિના નીકળી ગયા અને દેવશ્રી નાં મોટાભાઈ ની દિકરી નાં લગ્ન લીધાં તો ખરીદી કરવા અમદાવાદ આવ્યા અને સંજના ના ઘરે જ આ બધાં હક્કથી રહ્યા અને રતનપોળ માંથી બધી ખરીદી કરી...
અને પછી એ લોકો પાછાં સૂરત ગયા...
દેવશ્રીની ભાઈ ની દિકરી નાં લગ્ન થઈ ગયાં અને એ વાત ને પણ છ મહિના થયા...
અને ફરીથી સંજનાએ દેવશ્રીને કહ્યું કે એ સૂરત આવવા માંગે છે આ વખતે દેવશ્રી કોઈ બહાનું કાઢી શકી નહીં પણ એટલું કહ્યું કે પણ હમણાં મારી તબિયત સારી નથી રહેતી...
પણ તું આવી જા...
સંજના અમદાવાદ થી એક થેલો ભરીને નાસ્તા, અને કવિતા માટે ઢગલો વસ્તુઓ લઈ ને ગઈ...
એ સવારે વહેલી નિકળી હતી તો બપોરે પહોંચી ગઈ...
હાથ પગ મોં ધોઈને જમવા બેઠા તો સંજના એ જોયું કોબિજનું શાક અને ભાખરી જ બનેલા હતાં...
એણે ચૂપચાપ જમી લીધું...
બપોરે થોડીવાર આરામ કર્યો...
સાંજે છ વાગ્યે જીજાજી આવ્યા...
દેવશ્રી સંજનાને કહે અત્યારે રીંગણનું શાક અને ભાખરી તું બનાવી દે આપણાં બધાનું...
સોસાયટીમાં બધાને દેવશ્રી એમ કહેતી કે મારી અમદાવાદ થી બહેનપણી આવી છે...
અને સંજના રોકાઈ ત્રણ ચાર દિવસ ત્યાં સુધી કપડાં, રસોઈ બધું એ જ કરતી અને દેવશ્રીથી અપમાનિત થતી રહેતી...
સંજનાનો અમદાવાદ જવાનો સમય થયો એટલે એણે દેવશ્રીને કહ્યું હું જવું છું મોટી બહેન...
દેવશ્રી કહે સારું જા...
સંજના ઘરે આવીને ખુબ રડી કે આવાં ખરીદેલા સંબંધો કદી ટકતાં નથી અને પોતાના કદી બનતાં નથી...
ભાવના ભટ્ટ અમદાવાદ.....