બંને મિત્રો પછી મહોલ્લાના મેદાન માં પહોંચી ગયા, ત્યાં ચિન્ટુ અને એનો ભાઈ જેનું નામ રોહિત છે, એ પહેલેથી જ ક્રિકેટ રમી રહ્યા હતા. આર્યને જોઇને બંનેના મુખ પર એક લુચ્ચું હાસ્ય છલકાઈ આવ્યું.
અરે આર્ય ધ હીરો આવી ગયો પાછો પોતાની મજાક બનાવવા, આર્ય ની મજાક ઉડાવતા ચિન્ટુ બોલ્યો અને હસવા લાગ્યો.
અરે ચિન્ટુ ભાઈ યાર હીરો તો તમે છો, હું કાલે ખોટું તમારી જોડે લડી પડ્યો, સોરી યાર હવે એવું નઈ થાય. રોહિત જે ચિન્ટુ નો મોટો ભાઈ છે એને પણ આર્ય કાન પકડી સોરી કહે છે અને બોલે છે રોહિત ભાઈ તમે તો શું સિકસર લગાઓ છો હુતો તમારો મોટો ફેન બની ગયો છું મને પણ તમારા જેમ ક્રિકેટ રમતા શીખવાડો ને પ્લીઝ.
આર્યના મોથી પોતાના વખાણ સાંભળી બંને ભાઈઓ થોડાં ગર્વથી બીજા બાળકો સામે જોઈને આર્યને કહે છે જા માફ કર્યો તને કાલ માટે, પણ હવે અમારી સામે થવાની હિંમતના કરતો.
ત્યારબાદ બધા ક્રિકેટ રમવાનું સ્ટાર્ટ કરે છે, થોડીવાર પછી રોહિતની બેટિંગ આવે છે, આર્ય રાહુલને ઈશારો કરે છે એટલે રાહુલ પોતાનો પ્લાન સ્ટાર્ટ કરી દે છે અને પોતે બોલિંગ લઇ લે છે, જેવો રાહુલ ફર્સ્ટ બોલ નાખે છે રોહિત ચોગ્ગો મારે છે, વાહ રોહિત ભાઈ શું ચોગ્ગો માર્યો તમે તો કમાલ કરી હો, એમ કહી તાળીઓ પાડી આર્ય રોહિતને પોરસાવે છે પણ રોહિત અને ચિન્ટુને ક્યાં ખબર હતી કે આ એલોકોને ફસાવવાનો પ્લાન છે. હવે રાહુલ બીજો બોલ એકદમ ઇઝી નાખે છે અને રોહિત એક બહુ મોટી જોરદાર સીક્સ માટે છે.
અને હવે આવ્યો ટ્વીસ્ટ, બોલ જઈ ને સીધો સામે આવેલા ઘરની બાલ્કનીની સ્લાઇડર વિંડો પર જઈને અથડાય છે અને એના આલીશાન લાગતા કાચના ટુકડે ટુકડા થઈ જાય છે.
મર્યા હવે યાર, રોહિત અને ચિન્ટુ ગભરાઈ જાય છે કેમકે એ ઘર બીજા કોઈનું નહિ પણ મહોલ્લામાં આવેલા સૈાથી માથાભારે માણસ, જે પોલીસમાં હોય છે એનું હતું.
મહોલ્લામાં બધા લોકોમાં એ પોલીસવાળા ભાઈની ધાક રહેતી.
રોહિતની દશા તો સાવ ખરાબ થઈ જાય છે એક બાજુએ માથાભારે પોલીસનો ડર, ને બીજી બાજુ હવે કાચ તૂટ્યો એના પૈસા પણ આપવા પડશે એટલે ઘરે પપ્પા ની ધોલધપાટ પડશે એ અલગ.
ત્યાંજ આર્ય એક હીરોની અદાથી રોહિત પાસે જઈને કહે છે દોસ્ત તમે ડરશો નઈ હું છું ને, તમે ચિંતા ના કરો આ પોલીસ વાળાને તો હું શંભાળી લઈશ, તમે ખાલી દૂર રહેજો એમને ખબર ના પડવી જોએ કે આ કાચ તમારા કારણે તૂટ્યો છે.
રોહિત વિચારવા લાગ્યો આ વળી શું કરી લેશે, પણ એની વાત માન્યા વિના છૂટકો નથી.
એટલામાં એ ઘર માંથી પેલા પોલીસ વાળા ભાઈ હાથમાં બોલ લઇ બહુ જ ગુસ્સામાં બહાર આવતા દેખાય છે, એટલે આર્ય દોડતો દોડતો એ ભાઈ પાસે પહોંચી જાય છે. જેમ જેમ આર્ય એમની સાથે વાત કરવા લાગે છે એ ભાઈ ગુસ્સો પણ ઓછો થતો લાગે છે એમ દૂર થી બાકીના છોકરાઓ જોઈ રહે છે. થોડીજ વાર માં એ ભાઈ હસતા હસતા આર્યની સાથે હાથ મિલાવી ને ઘરમાં જતા રહે છે.
બધા છોકરાઓની તો આંખો પહોળી થઈ જાય છે, અને રોહિત અને ચિન્ટુ તો ફાટી આંખે દેખતાજ રહી જાય છે, જેવો આર્ય બોલ પાછો લઈને આવે છે બધા એને ઘેરી વળે છે.
યાર આર્ય તે કેવીરીતે આ સૂતળી બોમ્બ ને ઠંડો કર્યો યાર, તું તો ગજબ નીકળ્યો બોલતો રોહિત આર્યને ભેટી ને કહેવા લાગ્યો અને મનમાં જ વિચારવા લાગ્યો આ આર્ય જરૂર મોટી માયા છે નહીતો અવડા મોટા પોલીસવાળા ભાઈને કઈ રીતે મનાવી લીધા, માટે હવે એની સાથે પંગો લીધા વગર દોસ્તીથી રહેવું પડશે.
અરે ભાઈ તમે આમ ખાવાથી મતલબ રાખને ગુટલીઓના ગણો. આર્ય રોહિત સામે હીરોની અદામાં બોલ્યો અને પાછળ ઉભેલા રાહુલને આંખ મારી.
પછી રોહિત અને ચિન્ટુ આર્યને ગળે લગાવી ઠેન્ક્યું કહી જતા રહે છે.
બધાના ગયા પાછી રાહુલ અર્યની પાસે આવીને કહે છે, જબરદસ્ત યાર તે એવું તો શું કર્યું કે પેલો પોલીસ બોમ્બ, બ્લાસ્ટ થવાની જગ્યા એ શાંત થઈ ગયો અને કોઈ ને કહ્યા વગર પાછો બોલ આપી પણ દીધો, તે એવો તો શું મંત્ર ફૂંક્યો??
અરે યાર કઈ નઈ આ પોલીસ અંકલ મારા મામાની અંડરમાં પોલીસ ખાતામાં કામ કરે છે એટલે મારા મામાનું નામ સાંભળીને એ ઠંડા પડી ગયા અને કોઈને કઈ લડ્યા વિના જતા રહ્યા. જોયો મારો કમાલ, હવે જો આ ચિન્ટુ અને એનો ભાઈ હવે કેવા મારા પગ પકડી રહે છે.
યાર ભારે કરિહો તું એકદમ કમાલનો છે, રાહુલ બોલી પડ્યો અને બેઉ મિત્રો હસી પડ્યા.
આખા મહોલ્લાના બાળકોમાં એ દિવસ પછી આર્યનો ડંકો વાગી ગયો. ચિન્ટુ અન રોહિત તો એના ખાસ દોસ્ત બની ગયા અને ત્યારબાદ બધા બાળકો હળીમળી રહેવા લાગ્યા.
****** સમાપ્ત ******
તો મિત્રો કેવો લાગ્યો આર્ય નો આ મજેદાર કિસ્સો??
શું તમે આર્ય ની હોંશિયારી અને બહાદુરીના બીજા કિસ્સા વાંચવા માંગો છો?? તો જરૂર થી તમારો પ્રતિભાવ આપશો.
***********************
Dhruti Mehta (અસમંજસ)