“ અને ના લીધું હોઈ તો લઇ આવજે અને લાગે હાથ મારા માટે પણ એક...” અરુણે પોતાની ચાલ ચાલ્યો. ભૂ એ પણ અમારે સાથે એન્ટ્રી મારી હતી અને એણે જ કદાચ અરુણને કહ્યું હશે કે ફોર્મ લેવા મને મોકલી દે.
‘ત્રણનું..”ભૂ એ એક ઝટકે જવાબ આપ્યો.
“તો તો એક ભૂ માટે પણ લઇ આવીશ કાઢ દસ રૂપિયા.” મેં અરુણને કહ્યું. અરુણે તરત જ દસની નોટ આપી દીધી અને બોલ્યો.
“બાપુ, દસ રૂપિયાનો સવાલ નથી, વાત તો કઈ જુદી જ છે જે તમને ત્યાં જઈને ખબર પડશે અરમાન સર..”
ત્યાંથી એ બંને ક્લાસરૂમ તરફ આગળ વધી ગયા અને હું સ્ટુડન્ટ ડીપાર્ટમેન્ટ તરફ આગળ વધી ગયો. જેવો હું સ્ટુડન્ટ ડીપાર્ટમેન્ટ પહોચ્યો તો ચોકી ગયો. ત્યાં એક લાંબી લાઈન લાગેલી હતી. તો કેટલાક સ્ટુડન્ટ પ્યુન પાસે ઉભા રહીને કોઈ જુગાડની વેતરણમાં હતા કે જેથી તેનું કામ જલ્દી થઇ જાય. પરંતુ ,મેં એવું કહી જ ના કર્યું સીધો જઈને લાઈનમાં ઉભો રહી ગયો.
“એક્સક્યૂઝ મી....“ મારી સામે વાળી છોકરીએ બહુ જોરથી કહ્યું અને પાછળ ફરી. તેણે જોઇને હું બિલકુલ ચુપ થઇ ગયો અને મને જોઇને એ પણ ચુપ થઇ ગઈ. આંખોથી આંખો મળી એના દિલની તો મને ખબર નહિ પરંતુ મારી છાતીમાં ડાબી બાજુમાં એક લાલ કલરની વસ્તુ કે જેને લોકો દિલ કહે છે એ ધડકી ઉઠ્યું. ધડકન એને જોયા પેહલા પણ ચાલુ જ હતી દિલ પેહલા પણ ચાલુ જ હતી પરંતુ જયારે એને એક પળ માટે તેણે મને જોયો તો મને મારી ધડકનોનો એહસાસ થયો. ત્યારે મને થયું કે એ આમ જ મને જોતી રહે અમે બંને એક બીજાની નજદીક આવીએ અને હું એને ધીમેથી કહું,
“આઈ..”
“હેલો મિસ્ટર પેહલા ધક્કો મારો છો અને પછી પાસા ઉપરથી લાઈન મારો છો.” એ છોકરી બોલી. એ મને સવાલ કરી રહી હતી અને હું તેણે એકી ટશે જોઈ રહ્યો હતો. ખબર નહિ સાલું એ છોકરીમાં એવું તે શું હતું કે હું તેની સાથે લાઈફ ટાઇમ સ્ટ્રોંગ બોન્ડ બનાવવા માંગતો હતો.
‘ઓયે આઈ એમ ટોકિંગ ટુ યુ...”મને જોરથી ઝાટકતા એશ એ કહ્યું.
“શું થયું?” હોશમાં આવતા જ મેં સવાલ કર્યો.
“થોડી વાર પેહલા તે મને ધક્કો માર્યો.” એશ એ આગ બબુલા થઈને કહ્યું.
“તો શું?” મેં પણ કહ્યું.
“તે જાણી જોઇને મને ધક્કો માર્યો.” એશ એ ફરી નાક ચડાવતા કહ્યું.
“જો એવું કહી નથી આટલી મોટી લાઈન લાગેલી છે તો થોડીઘણી ધક્કામુક્કી થઇ જાય, રીલેક્સ.” મેં શાંતિથી જવાબ આપ્યો.
“પરંતુ, તે મને જાણી જોઇને ધક્કો માર્યો એટલે સોરી બોલ.” ફરી એશ એ અહમ બતાવતા કહ્યું.
“કઈ વાતે સોરી બોલું યાર” મેં કહ્યું. લાઇવ ફાઈટ જોવાવાળાની કમી નથી હોતી એમાં પણ જો એક છોકરો અને એક છોકરી હોઈ તો દર્શકોની કમી ક્યાં હોય જ છે. ત્યારે પણ એવું જ થયું બધા લાઈનમાં તો ઉભા હતા પરંતુ અમારી ફાઈટની મજા પણ લઇ રહ્યા હતા.
“હું કહી રહી છુ ને એટલે સોરી બોલ” ફરી એશ ગુસ્સામાં બોલી.
“જા નથી બોલતો.” મેં પણ ગુસ્સામાં કહ્યું. પેહલા તો એ ખીજાઈ અને પછી ગુસ્સાથી ભરી ભૂરી આંખોથી ધમકી આપી પરતું તો પણ હું ના માન્યો તો પોતાના પગ પછાડતા એ આગળ ફરી ગઈ. ન જાણે કેમ પરતું મને એશને છેડવાની મજા આવતી હતી અને એ જયારે છંછેડાઈ ને પાછળ ફરતી તો હું હસી દેતો. એ ફરી વધુ છંછેડાય ને આગળ ફરી જતી.
“યાર આ ભીડ આટલી જલ્દી કેમ ઓછી થતી જાય છે.” ટૂંકી થતી લાઈનને જોઇને હું અંદરને અંદર ચીખો. એ સમયે બધાથી ઉલટું હું વિચારતો હતો કે આ લાઈન આરામથી બે ત્રણ કલાક ચાલે અને પછી પૂરી થઇ. કેમ કે હું દર પાંચ મિનિટે કઈક એવું કરતો અને એ પાછળ ફરીને જોતી અને દરવખતે એક શબ્દમારી જીભ ઉપર આવતો પણ છેલ્લે સુધી હું એ કહી જ ના શક્યો. હું ડર વખતે આઈ ઉપર આવીને અટકી જતો તો બીજી બાજુ એશ આ લાંબી લાઈન માંથી જેમ બને એમ જલ્દી છુટકારો મેળવવા મથતી હતી. એ જેમ બને એમ જલ્દી પોતાનું નોમીનેશન ફોર્મ ભરીને અહી થી છુટકારો મેળવવા માંગતી હતી. અજાણતા પણ હું જેમ બને તેમ તેની નજીક આવા માંગતો હતો અને એ મારાથી દુર જવા માગતી હતી. અને એજ કદાસ અમારુ, અમારું નહિ મારું નસીબ હતું.
“તે હમણાં મને શું કહ્યું?” દરવખતની જેમ ફરી એક વખત નાક ઉપર ગુસ્સો લાવતા પાછળ ફરીને એશ એ મને કહ્યું.
‘મેં કશું જ નથી કહ્યું હું તો એ પણ ભૂલી ગયો હતો કે તું અહી ઉભી છો.” મેં કહ્યું.
“મેં સાંભળ્યું, તે મને કહ્યું કે આ મારી એન્જલ છે.” એશ એ ગુસ્સા સાથે કહ્યું.
“આને કેમ સાંભળી લીધું એતો મેં ખુદને કહ્યું હતું.” મેં ખુદની સાથે વાત કરતા કહ્યું અને જયાએ મને કશું જ ના સમજાણું તો હું મોટેથી હસવા લાગ્યો.
“એતો હું ફોનમાં વાત કરી રહ્યો હતો.” મેં કહ્યું.
“ખોટું ના બોલ.” એશ એ ગુસ્સામાં લાલ થતા કહ્યું.
“હદ છે યાર હું કોઈને કોલ પણ ના કરું કેમ કે તું મારી પાસે છો નજદીક છો તો.” મેં હસતા કહ્યું.
“ઇટ્સ ઓક.." એ ફરી પાછી ફરી ગઈ અને મારા દિલના ટુકડા થઈને ફરી જોડાઈ ગયા.
“હેલો ગૌતમ..’ પોતાનો કોલ રીસીવ કરતા એશ એ કહ્યું.
“આ બીસી એ શુ કામ કોલ કર્યો હશે.” હું બબડ્યો.
“સ્ટુડન્ટ ડીપાર્ટમેન્ટની સામે...” એશ એ કોલ ડીસકનેક્ટ કર્યો અને ફરી એક વાર એ પાછળ ફરીને મને જોવા લાગી. એ મને જલાવવા માંગતી હતી પરંતુ હું શાંત ઉભા ઉભા બીજી બાજુ જોતો રહ્યો. અને ત્યાં સુધી જોતો રહ્યો કે જ્યાં સુધી એ આગળના ફરી ગઈ.
“હાઈ..” ગૌતમે એશ ને જોઇને દુરથી પોતો હાથ હલાવ્યો અને એશનો પોઝિટિવ રિસ્પોન્સ જોઇને ગૌતમ આ બાજુ આવવા લાગ્યો. એશની પાછળ મને જોઇને ગૌતમ ગુસ્સામાં લાલ થઇ ગયો અને સીધો મારી બાજુ આવવા લાગ્યો.
“ચાલ નીકળ ...” મારી સામે આવતા ગુસ્સામાં મને કહ્યું.
“વ્હાય...’ મેં એની આંખોમાં આંખો મેળવતા કહ્યું.
“બસ મેં કહ્યું કે નીકળ તો નીકળ.” એને આગ બબુલા થતા કહ્યું.
“ગૌતમ રીલેક્સ, તું કેવી રીતે ગમે તેની સાથે લડી શકે કઈક તો પોતાના સ્ટાન્ડર્ડનો ક્યાલ રાખ.” એશ એ ગૌતમને શાંત કરતા કહ્યું.
“તે સાચું કહ્યું આવા બધાના મોઢે ના લાગવું જોઈએ, તું એ કહે કે વ્હોટ આર યુ ડુઈંગ હિયર???” ગૌતમે એશને કહ્યું.
“નોમીનેશન ફોર્મ..” એશ એ જવાબ આપ્યો.
“આ બધું આના જેવા લોકો માટે છે તું સીધી ખુરાના અંકલનું નામ લઈને અંદર કેમના જતી રહી.” ગૌતમ એશ સાથે લાગેલો હતો. ઝગડાના મૂડમાં તો હું પણ હતો પરંતુ લાઈન આગળ જતી રહી હતી તો મારે તેની સાથે આગળ જવું પડ્યું અને આમ પણ સીડારે મને કંટ્રોલમાં રેહવાનું કહ્યું હતું. જયારે હું ફોર્મ લઈને બહાર આવ્યો તો ત્યાં જ બાજુમાં ઉભા રહીને એશ અને ગૌતમ હજુ વાતો કરતા હતા. થોડી વાર એ બંને ને સાથે જોઇને પોતાનું દિલ બાળતો રહ્યો અને જયારે સહન શક્તિની બહાર ગયું તો મેં ત્યાંથી નીકળી જવું બેહતર સમજુ.
“બહાર, બહાર, બિલકુલ બહાર..” દમ્મોરાણી એ મારા આઈ કમ કેહતા પેહલા જ કહી દીધું.
“મેમ, ફોર્મ લેવા ગયો હતો આજે લાસ્ટ ડેટ હતી એટલે..” મારા હાથમાં રાખેલા ફોર્મ બતાવતા મેં કહ્યું.
“તો હું શું કરું, આવી રીતે કરશો તો કેમ ચાલશે.” ગુસ્સામાં મેમ એ કહ્યું.
“લાસ્ટ ટાઇમ મેમ, સોરી” મેં માફી માંગતા કહ્યું.
“કમ ઇન..” મેમ એ કહ્યું.
“થેન્ક યુ, મેમ..” મેં કહ્યું અને ક્લાસમાં અંદર ચાલવા માંડ્યો.
‘નેક્ટ વિક તમારા લોકોની ફસ્ટ ક્લાસ ટેસ્ટ છે” હું હજુ મારી જગ્યા એ સરખો બેઠો પણ નહોતો કે દમ્મોરાણી એ કહ્યું. જેને સાંભળીને હું ચોકી ગયો.
“બીજા ટીચર કહેશે નહિ પણ હું કહું છું મારે મારા વિષયમાં 20 આઉટ ઓફ 20 જોઈએ..” ફરી દમ્મોરાણી તાડૂકી.
“યસ મેમ..”માત્ર બે લોકોને છોડીને બધા એ કહ્યું. એક તો જુનો જાણીતો હું જ હતો અને બીજો બીજું કોઈ નહિ મારો ખાસ દોસ્ત હતો.
“શું કહે છો આવી જશે તારે 20..” અરુણે મને પૂછ્યું.
“ મને તો ટોપિક સુધ્ધા ખબર નથી હું ટેસ્ટ કેવી રીતે આપીશ.” મેં જવાબ આપ્યો.
“સાલી એ ગળું કાપીને રાખી દે છે અને પાછી કહે છે કે એમ કેમ ચાલે.” અરુણે કહ્યું.
“બીસી હજુ કોલેજ આવ્યાને થોડો જ ટાઇમ થયો છે અને અત્યારથી જ ટેસ્ટ” બોર્ડ પર જે ટોપિક લખેલો હતો એ પોતાની બુકમાં ઉતરતા મેં કહ્યું.
“ચિંતાના કર બધું એક રાતમાં કરી લઈશું.” અરુણે હસતા કહ્યું.
“હા હવે તો એ જ કરવું પડશે ને.” મેં ઊંડો શ્વાસ લેતા કહ્યું.
એ દિવસે જેટલા પણ ટીચર આવ્યા બધા એ એ જ કહ્યું કે નેક્ટ વિક ટેસ્ટ છે અને હું એક તમને કહું છું બાકી બીજા કોઈ તમને કેહશે નહિ. રિસેસના સમયે ભૂખ લાગી તો હું અને અરુણ કેન્ટીનની તરફ ગયા અમે એ જાણતા હતા કે કેન્ટીનમાં સીટીવાળા સિનિયર્સની મોટી ભીડ હશે.
“કઈ લફડું થશે તો?” કેન્ટીનમાં ઘુસતા જ મેં અરુણને કહ્યું,
“તારી પાસે હોસ્ટેલવાળા સિનિયર્સના નંબર તો છે ને?” મેં અરુણને ફરી પૂછ્યું.
“અરે ચિંતા શુકામ કરે છો છે ને“ એક ટેબલ પર હું અને અરુણ બેસી ગયા.
“ આ જો તારા સપનાની રાણી તેના સપનાના રાજકુમાર સાથે ટેબલ ઉપર બેસીને ફેમીલી પ્લાનિંગ કરે છે “ અરુણે મને બતાવતા કહ્યું.
“કોણ એશ?” મેં ચોકતા કહ્યું.
“હા ...” અરુણે કહ્યું. તો મેં પાછું વળીને જોયું તો સાચે જ એશ ત્યાં હતી પરંતુ તેની સાથે ગૌતમ પણ હતો.
‘એ અહિયાં જ આવે છે.” ત્યારે હું આગળ ફરીને પેટ ભરવા લાગ્યો તો અરુણે કહ્યું.
“ચાલ નીકળી જઈએ નહીતર માર ખાવો પડશે આજે..” અરુણે ડરતા ફરી કહ્યું.
“અબ્બે રુક ક્યાય નથી જવું.” મેં અરુણનો હાથ પકડીને બેસારી દીધો ત્યાં સુધીમાં ગૌતમ અમે જે ટેબલ ઉપર બેઠા હતા એ ટેબલ પર આવી ગયો અને ચેર લઈને એ ટેબલ પર જ બેસી ગયો. ગૌતમના બેસી ગયા પછી સૌથી પેહલા મારી નજર એશ પર ગઈ હું જોવા માંગતો હતો કે એશ નું રીયેક્શન શું છે. અને તે ગૌતમની આ હરકત થી ચિંતિત હતી અને તે પોતાના હોઠને દાતથી દબાવતી હતી. એની આંખોમાં પરેશાનીનું એજ સબબ હતું કે જેને લીધે તો હું એશનો દીવાનો હતો. હું મારા ખ્યાલો માં જ ઉભો થયો અને એશના હોઠ ઉપર એક કિસ કરતા કહ્યું ડોન્ટવરી એવરી થિંગ ઇસ ઓકે.
“ત્યાં શું જુએ છો આ બાજુ જો.” ગૌતમે મારું માથું પકડી પોતાની તરફ ફેરવતા કહ્યું,
“તે તારું નામ શું બતાવ્યું હતું?” ગૌતમે ફરી બોલતા કહ્યું.
“આજ સવાલ તારા ગુરુ વરુણને પૂછ એ મારુ નામ સારી રીતે બતાવશે વિથ ડીસક્રીપ્શન...’ મેં તાવ માં જવાબ આપતા કહ્યું.
“તું કોલેજની બહાર હોસ્ટેલવાળા ને સાથે લઈને ગમે તેને મારી શકે છો પણ આ કોલેજ છે” કેન્ટીનના બાકી છોકરાઓ તરફ ઈશારો કરતા ફરી કહ્યું.
“આ બધા બેઠા છે ને એ બધા તું જ્યારથી અહી આવ્યો છો ત્યારથી તને જ જુએ છે.”
‘તમે લોકો તો ખાલી જોઈ શકો છો બાકી કરવાનું છે એ હું જ કરીશ, જો તમારા માંથી કોઈએ પણ મને હાથ લગાવ્યો છે તો એજ ગ્રાઉન્ડમાં લઇ જઈશ કે જ્યાં વરુણ અને તેના દોસ્તો ને લઇ જઈને માર્યા હતા અને પછી તેની ગર્લફ્રેન્ડને બોલાવીને અ વોક ટુ ધ જંગલ કરીશ અને પછી જંગલમાં મંગલ.” મેં સામે ધમકી આપતા કહ્યું.
“તું એવું કેહવા માંગે છો કે પેહલા તું મને મરીશ અને પછી એશ સાથે જંગલમાં મંગલ..” ગૌતમે કહ્યું.
“આમારી કોલેજમાં થોડાક ગે જેવા છોકરાઓ પણ છે જે તારી સાથે પણ જંગલમાં મંગલ કરશે સમજો” ત્યાં સુધીમાં અરુણ પણ ફોર્મમાં આવી ગયો અને ગૌતમ તરફ તાવથી જોતા કહ્યું.
“આવી જાઓ મુરઘો ફસાઈ ગયો છે, બસ હવે એને હલાલ કરવાની વાર છે” ગૌતમે ત્યાં બેઠેલા સિનિયર્સની તરફ ઈશારો કરતા કહ્યું અને તેનો ઈશારો જોઇને ત્યાં દસ થી પંદર છોકરાઓએ ટેબલને ઘેરી લીધી કે જે ટેબલ પર અમે ત્રણેય બેઠા હતા.
“એશને અહિયાથી મોકલી દે’ મેં ગૌતમને કહ્યું.
“કેમ તને છોકરીઓ સામે માર ખાતા બીક લાગે છે?” ગૌતમે ચીખતા કહ્યું.
મેં જોયું કે કેન્ટીનનો ગેટ ગૌતમના ઇશારાથી પેહલા જ બંધ થઇ ગયો હતો અને ઉપરથી કેન્ટીન કોલેજના મેઈન બિલ્ડીંગથી અટેચ પણ નહોતી એટલે કોલેજના સ્ટાફને પણ અહી પહોચતા વાર લાગે એમ હતી. આટલા બધા છોકરાઓને પોતાની પાસે જોઇને કોઈ પણ ડરી જાય હું પણ ડરી ગયો હતો. પરંતુ હું ગૌતમ સાથે વાત એવી રીતે કરી રહ્યો હતો કે મને કોઈ ફર્ક જ ના પડતો હોય.
“ગૌતમ, આ બધું બંધ કરો.” વાતને આગળ વધતા જોઇને એશ એ આગળ આવીને કહ્યું.
“એશ તું કાન માં હેડ ફોન નાખીને બેસીજા” ગૌતમે એશને કહ્યું.
“પણ ગૌતમ.” એશ કશું કેહવા જતી હતી કે ગૌતમે વચ્ચેથી રોકતા જ કહ્યું.
“એશ જા..” એશ જેવી ત્યાંથી ગઈ એટલે ગૌતમ પોતાના પગ ટેબલ ઉપર લંબાવતા કહ્યું.
‘થોડા દિવસ પેહલાની એક ઘટના હું તને કહું છું એક તારી જ જેવો છોકરો હતો. સીટી બસમાં મેં એના વાળ પકડીને ચાલુ બસે બહાર ફેકી દીધો હતો, એને તો મેં કોઈ મોકો નહોતો આપ્યો પરંતુ હું તને આપું છું. તું મને સોરી બોલ અને ચુપચાપ અહીંથી નીકળ,નહીતર....” ગૌતમે ડરાવતા કહ્યું.
“નહીતર..”મેં ઠંડે કલેજે કહ્યું.
“નહીતર એનાથી ખરાબ હાલત કરીશ હું તારી.” એકદમ સીધા બેસતા એણે કહ્યું. પેહલા તો એવો વિચાર આવ્યો કે સોરી કહી દઉં અને વાતને આહી જ પૂરી કરું પરંતુ એવું મેં કશું જ ન કર્યું અને મેં ગૌતમને કહ્યું.
“જયારે હું ૯મા ક્લાસમાં હતો તો ૧૧મા ક્લાસના એક છોકરાએ મને ખૂન માર્યો અને મેં એ જ જુગાડમાં આખું વર્ષ કાઢી નાખ્યું કે હું તેને કેવી રીતે મારું. અને ૧૦માં આવી ગયા પછી મેં શું કર્યું જાણે છો એ છોકરા સાથે...”
“શું કર્યું?” ગૌતમે પૂછ્યું.
“જાન થી મારી નાખ્યો મેં એને અને જે ચાકુ મેં એના પેટમાં ઘૂસેડી દીધું હતું એ ચાકુ એની સાથે લડતા મને હાથમાં વાગ્યું હતું એનું નિશાન હજુ પણ છે.” મેં મારું શર્ટ પાછળ કર્યું અને સાઇકલ ઉપરથી પડવાના લીધે જે નિશાન પડ્યું હતું એ મેં બતાવતા કહ્યું.
“ અને મને લાગે છે કે આવું બીજું એક નિશાન જલ્દી જ મારા શરીર ઉપર લાગવાનું છે.અને અહી કેન્ટીનમાં આવતા પેહલા જ મેં સીડારને મેસેજ કરી દીધો હતો કે હું કેન્ટીનમાં છું, એ હિસાબથી તો પાંચ મિનિટ પછી એ બધા હોસ્ટેલવાળા છોકરાઓને લઈને આવી જશે. તમે લોકો અમને બંનેને માત્ર પાંચ મિનિટ મારી શકશો એના પછી તો તમને બધાને ગ્રાઉન્ડમાં લઇ જઈને સારી એવી ધુલાઇ કરીશ.” મેં ફરી ધમકાવતા કહ્યું.
આ વખતે મેં મારા પગ ટેબલ ઉપર લાંબા કરી દિશા અને ટેબલ ઉપર પ્લેટમાં રાખેલું સમોસું ખાવા માંડ્યો. ડર તો ત્યારે પણ લાગી રહ્યો હતો કે ક્યાંક આ લોકો મારવાનું ચાલુંના કરી દે કેમ કે ના તો મેં સીડારને કોઈ મેસેજ કર્યો હતો અને નતો પાંચ મીનીટમાં કોઈ હોસ્ટેલના છોકરાઓ આવવાના હતા.
“રીલેક્સ ફ્રેન્ડ વી નીડ અ પ્લાન” ગૌતમે તેના દોસ્તોને કહ્યું.
“એક જૂની કેહવત છે..” અરુણે પોતાના બંને પગ ટેબલ ઉપર લંબાવતા કહ્યું,
“પ્લાન તો એ લોકો બનાવે જેને ખુદ પર ભરોસો ના હોય.”
“બહુ જલ્દી તમને લોકોને ભરોસો થઇ જશે.” ત્યાંથી ઉભા થઈને એશની તરફ જતા ગૌતમે કહ્યું.
“નાઈસ પ્લાન બકા..” અરુણ સમોચું ખાતા બોલ્યો,
“મારી તો ફાટી રહી હતી.”
“ફાટી તો મારી પણ હતી પરંતુ,” અરુણના હાથમાં જે સમોચું હતી તેનો અડધો ટુકડો તોડતા મેં કહ્યું.
ક્રમશઃ