વિશ્વાસઘાતી Leena Patgir દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિશ્વાસઘાતી

ખટ....ખટ....

દરવાજો ખુલે છે....

"ચીની તું??? "

"પ્લીઝ સર કેન વી ટોક જસ્ટ એ લાસ્ટ ટાઈમ??"

"ઓક્કે કમ ઈન!!"

ચીની ઉર્ફ અમદાવાદ શહેરની ખ્યાતનામ ડિટેક્ટિવ ચાંદની મહેરા. તેની સાથે વાતચીત કરનાર બીજું કોઈ નહીં પણ આજથી વર્ષો પહેલા મોટા મોટા ગુનાઓના ભેદ ઉકેલનાર ખ્યાતનામ વ્યક્તિ ઋષિકેશ વોરા જેને ટૂંકમાં લોકો આરવી કહીને સંબોધતા.

"ચા પીશ કે કોફી?? અરે સોરી હું તો ભૂલી ગયો તો તું તો લેમન ટી પીવે છે ને રાઇટ???!!" આરવીએ ચીની સામું જોતાં પૂછ્યું.

"સર પ્લીઝ એવી કોઈ ફોર્માલિટી ના કરશો. જે કામથી આવી છું એની જ ચર્ચા કરી લઈએ. " ચીનીએ આસપાસ વિખરાયેલા સામાન તરફ અપલક નજર નાંખતા કહ્યું.

"હાહાહા... " આરવી ચીનીની નજર પારખી હસી પડ્યો.

"ચીની તું હજી હાઈજેનિકનીની દુનિયામાંથી બહાર નથી આવી?!!" હસતાં હસતાં આરવીએ કહ્યું.

"સર ક્યાં સુધી આમ બંધ રૂમમાં ગોંધાયેલા રહેશો?? બહારની દુનિયા વિશે તમે જે જાણતા હતાં એવું હવે કશું જ નથી રહ્યું. " ચીનીએ ચિડાઈને જવાબ આપ્યો.

"બહારની દુનિયા ગઈ ભાડમાં!! પ્લીઝ ચીની હવે મને મારી આ જ દુનિયા પસંદ છે જ્યાં મારી પ્રેમાળ પત્ની અને મારી નાનકડી ફૂલ જેવી ઢીંગલી છે." આરવી મનોમન મલકાતો બોલી રહ્યો.

"એ હવે આ દુનિયામાં નથી રહ્યા. એ લોકો ભગવાન પાસે જતાં રહ્યા છે.આ વાત સમજવા તમે કેમ રેડી નથી!!" ચીની ઊંચા અવાજે બોલી.

"શશશશ મારી ઢીંગલી અહીંયા રૂમમાં સુવે છે. " આરવીએ પોતાની આંગળી મોંઢા પર રાખીને ચીનીને ચૂપ રહેવા કહ્યું.

ચીનીએ કંટાળીને આરવીનો હાથ પકડ્યો અને તેને ઘરનાં પાછળનાં ભાગે લઇ ગઈ.

"સર સર પ્લીઝ હકીકતનો સામનો કરો. બહારની દુનિયાને આપ જેવા હોનહાર જાસૂસની જરૂર છે ને તમે અહીં ઘરમાં બેસીને કલ્પનાનાં ખેલોમાં રાચો છો!! ધીસ ઇસ નોટ ડન!!" ચીનીએ આરવીની હાલત જોઈને ઊંચા અવાજે કહીને માથું પકડ્યું.

"મિસ ચાંદની મારી પત્નીનો દવાનો ટાઈમ થઇ ગયો છે. મારે જવું પડશે. " આરવીને જાણે ચાંદનીની કોઈ વાતની અસર ના થઇ હોય એમ નમ્રતાથી બોલતો જવા લાગ્યો.

ચાંદનીએ આગળ વધીને પોતાનાં શરીરનું બધું જોર લગાવી આરવીનાં ગાલ પર સણસણતો તમાચો ચોડી દીધો.

આરવી પોતાની કલ્પનાશક્તિને નીચે જમીન પર ખંખેરી ઉભો થયો. ચીની સામું જોઈને તેણે તેને પાછળ પડેલ હિંચકા પર બેસવા ઈશારો કર્યો.

ચીની અને આરવી બંને હિંચકા ઉપર ગોઠવાયા. ઘણી વાર સુધી એક નીરવ શાંતિ વાતાવરણમાં ફેલાઈ રહી. આરવીએ મોંઢા પર હાથ ફેરવીને સ્વસ્થ થવાનો પ્રયત્ન કર્યો.

"બોલ ચીની કયા કામ માટે આવી છું?? " આરવીના અવાજમાંની સ્થિરતા ચીનીને પોતાનાં પહેલાંના આરવીની યાદ અપાવી ગઈ.

"સર એક કેસ વિશે હમણાં સ્ટડી કરી રહી છું પણ કોઈ જ કડી હાથ નથી લાગી રહી. બધી જ તપાસ કરાવી જોઈ પણ સસ્પેક્ટ વિશે કોઈજ ભાળ નથી મળી રહી." ચીનીએ પોતાની મૂંઝવણ રજુ કરતાં કહ્યું.

"શેની ઉપરનો કેસ છે?? "

"સર ભારતનગર સંસ્થામાં હું પોતે સમાજસેવિકા તરીકે જોડાયેલી છું. ત્યાં અનાથાશ્રમનાં બાળકો સાથે દર રવિવાર તેમનાં સાનિધ્યમાં મને એક સુકુન પ્રાપ્ત થાય છે. હમણાં છેલ્લા ઘણાં સમયથી આશ્રમમાંથી બે બાળકીઓ ગુમ થઇ છે. આશ્રમવાળા પોલીસ પાસે ગયા પણ પોલીસ ખાલી કમ્પ્લેન લખીને બેસી રહી છે. આશ્રમનાં લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે."

"સમજી ગયો. તો ત્યાં સીસીટીવી નથી લાગેલા?? "

"લાગેલા છે સર પણ જે દિવસે બનાવ બને છે ત્યારે કોઈ સીસીટીવી હેક કરી દે છે. પ્લીઝ સર તમારે હવે આ કેસમાં આવવું જ પડશે. " ચીની આંસુ સાથે હાથ જોડતા બોલી.

"ચીની મારે આ કામ છોડ્યાને દસ વર્ષ થઇ ગયા છે. અત્યારે આ લાઈનમાં ઘણાં જાસુસો છે. તું એમની પાસે જઈને કામ કરાવ પણ પ્લીઝ મારી આશા ના રાખીશ. તું જાણે છે સારી પેઠે કે જે રાતે મારી વાઈફનું લેબર પેઇનમાં ઘરમાં ને ઘરમાં મૃત્યુ થઇ ગયું, મારી દીકરી જન્મી તો ખરી પણ સારવાર ન મળવાથી તે પણ મોતને ભેટી ગઈ અને આ બધા પાછળ જવાબદાર કોણ ખબર છે ને!!"

"સર એ સંજોગ એવો રચાયો હતો એમાં તમે તમારી જાતને દોષી ના માનશો. "

"કેમ ના માનું ચીની!! સક્સેસની પાછળ દોડીને જે હું મેળવ્યો અંતે બધું શૂન્ય થઈને વહી ગયું. જે એવોર્ડ માટે મેં દિવસરાત તનતોડ મહેનત કરી હતી એ બધું એકજ દિવસમાં ખતમ થઇ ગયું. જે એવોર્ડની પાર્ટી આપણે ફાર્મહાઉસમાં કરી રહ્યા હતાં એ રાતની ભયાનકતા મારા જીવનમાં આવી તારાજી સર્જશે એ કોને ખબર હતી!! હું એ રાતની સવાર કયારેય નહીં ભૂલું જેમાં જમીન પર મારી પત્નીનો મૃતદેહ પ્રસવરકતથી ફેલાયેલો હતો. મારી બાળકી રક્તમાં રગદોળાયેલી મૃત પડી હતી. " આટલું કહેતા આરવીની આંખોમાં આંસુ આવી ગયા. ચીનીની આંખો પણ અશ્રુઓથી ભરાઈ આવી.

"સર હું જઈ રહી છું પણ જતા જતાં માત્ર એટલું કહેવા માંગીશ કે તમે તમારી દીકરીને તો ના બચાવી શક્યા પણ બીજી માસુમ છોકરીઓનો જીવ જરૂર બચાવી શકત. આ ગિલ્ટી લઈને તમારે હજુ આ ઘરમાં રહેવું છે તો તમે રહી શકો છો!! " આટલું કહીને ચીની જૂની યાદોને વાગોળતો આંસુ સારી રહ્યો હતો.

"ડેડી.... ડેડી.... પ્લીઝ સેવ મી ડેડી.... " આરવી અચાનક બેઠો થઇ ગયો. સ્વપ્નનાં ડરમાં તેને આખા શરીરે પરસેવો વળી ગયો.

બીજે દિવસે સવારે ચાંદની પોતાની ઓફિસમાં ન્યુઝપેપર વાંચી રહી હતી. ત્યાંજ દરવાજો નોક થયો.

"મે આઈ કમ ઈન?? " એક જાણીતો અવાજ ચાંદનીનાં કાને અથડાયો.

"યસ પણ બૂટચંપલ બહાર કાઢીને પ્રવેશવા વિનંતી." ચાંદનીએ નજર ઊંચી કર્યા વગર જ જવાબ આપ્યો.

"મિસ હાઈજેનીક આવી રીતે મારી સાથે વર્તીશ તો હું નહીં કરું કામ તારી સાથે!!" આરવીએ ગુસ્સો કરતાં કહ્યું.

"સર આપ. સોરી સોરી મને એમ કે... જવાં દો. બેસો સર. મને તો હજુ પણ વિશ્વાસ નથી થતો કે તમે અહીં મારી સામે બેઠા છો!!" ચાંદનીએ ગઈકાલે જોયેલા બિયર્ડમેન આરવીને ક્લીન શેવ્ડમાં જોતાં કહ્યું.

"તો વિશ્વાસ કરી લે મિસ ચીની. " આટલું કહેતા આરવી અને ચાંદની બંને ખડખડાટ હસવા લાગ્યા.

"તો કામ શરુ કરીએ?? " આરવીએ ચાંદની તરફ જોતાં પૂછ્યું.

"યસ સર પણ તમે મારી ચેર ઉપર આવી જાઓ મારા ગુરુને હું મારા કસ્ટમરની જેમ બેસતાં ન જોઈ શકું. " ચાંદનીએ આજીજી કરતાં કહ્યું.

"તું હજુ પણ બહુ જિદ્દી છું ચીની. " આરવીએ ચાંદનીનાં માથે ટપલી મારીને ચેર બદલતાં કહ્યું.

"સર આ મારું લેપટોપ છે. એમાં મેં બધો ડેટા લખેલો છે જસ્ટ વન મિનિટ. " ચાંદનીએ પોતાનું લેપટોપ ખોલ્યું અને એમાં વર્ડ ખોલ્યું.

"લુક... 20 ડિસેમ્બરે પહેલી છોકરીનું અપહરણ કરવામાં આવ્યું. એનું નામ ટીકુ બાલી હતું. ઉંમર 14 વર્ષ તેના કાકાએ તેને આઠ વર્ષની ઉંમરે આશ્રમમાં બેસાડી હતી. પોલીસે માત્ર એફઆઈઆર લખીને પસ્તી ભેગી કરી દીધી. હજુ તો આશ્રમનાં લોકો બીજું કાંઈ વિચારે ત્યાં તો 31 ડિસેમ્બરે ઝીલ સંઘવી કરીને છોકરીનું અપહરણ થયું. તેની ઉંમર 13 વર્ષની હતી. તેને તો તે જયારે એક બે દિવસની હતી ત્યારે જ આશ્રમનાં દરવાજે મૂકી ગયેલું. એ પછી આજે આઠ જાન્યુઆરી થઇ પણ હજુ કોઈ અપહરણ નથી થયું. પણ મને એવું લાગે છે સર કે ફરી થશે જ અને એ પણ બે ત્રણ દિવસમાં જ!! "

"ચીની પણ એક વખત અપહરણ થઇ ગયા બાદ આશ્રમવાળા તકેદારી તો જરૂર લેતા હશે તો પછી ઝીલનુંઅપહરણ ફરી થઇ જવું આ કોઈ શંકાજનક વાત નથી?? " આરવીએ પોતાની શેવ્ડ કરેલી દાઢી પર હાથ રાખતાં પોતાનો વિચાર રજૂ કર્યો.

"સર આશ્રમવાળા પૂરી તકેદારી લે છે તેમ છતાં રાતોરાત અપહરણ થઇ જાય છે અને સવારે આ વાતની જાણ થાય છે. "

"ચીની આપણે અત્યારે આશ્રમે જઈએ છીએ ઓક્કે. " આરવીએ ઊભાં થતાં કહ્યું.

"ઓક્કે સર. "

ચાંદની અને આરવી ચાંદનીની કારમાં બેસીને ભારતનગર સંસ્થા તરફ પ્રયાણ કરે છે. કારમાં ચુપકીદી છવાઈ હોય છે.

"સર સોરી ફોર સ્લેપ." ચાંદનીએ પોતાની દિલગીરી વ્યક્ત કરતાં કહ્યું.

"ચીની હવે આવી ફાલતું વાતો કરી છે ને તો ગાડીની બહાર નાખી દઈશ. "

"સર તમને પાછા પહેલાની જેમ જોઈને ઘણો આનંદ થાય છે. તમારી પાસે રહીને તો જાસૂસી નો જ શીખી હતી.

"તો મિસ ચીનીને કોઈ જીવનસાથી ના મળ્યો?? "

"આજસુધી એક જ વ્યક્તિને પ્રેમ કર્યો છે સર પણ અમારાં લગ્ન શક્ય નહોતા. એ પછી કામમાં એટલી ગળાડૂબ થઇ ગઈ કે કયારેય વિચાર જ ના આવ્યો. "

ત્યાં તો એ લોકો આશ્રમમાંથી ઉતર્યા.

"ચીની આશ્રમ તો ઘણો મોટો છે. કેટલું ફંડિગ આવતું હશે આશરે?? " આરવીએ આશ્રમનાં ઊંચા બાંધકામ જોતાં પૂછ્યું.

"આશરે 1-2 કરોડ તો ખરાં!! પણ આ લોકો બહુ સાચવે છે આશ્રમનાં બાળકોને!!" ચીનીએ ચાલતાં ચાલતાં જવાબ આપ્યો.

"ચીની મને અહીંયાની ઝીણામાં ઝીણી વિગત જોઈએ સમજી. આશ્રમનાં બાળકોથી લઈને રુમનંબર સુધીની બધી જ!! હું ત્યાં સુધી આશ્રમમાં આંટો મારતો આવું." આટલું કહીને આરવી આશ્રમનાં પ્લેગ્રાઉન્ડ તરફ વળ્યો.

દસબાર છોકરીઓ કબડ્ડી રમી રહી હતી. બીજી બધી ખો ખો, સંતાકૂકડી, ઈંડુ જેવી રમત રમતી હતી. એક છોકરી બાંકડે બેસીને ડ્રોઈંગ કરતી હતી. આરવીને તે છોકરી પાસે જવાનું કુતુહલ જાગ્યું.

"અરે વાહ તું તો બહુ મસ્ત ડ્રોઈંગ કરે છે!!" આરવીએ તે છોકરીની પાસે બેસીને તેની પેઇન્ટિંગનાં વખાણ કરતાં કહ્યું.

"હું અજાણ્યા લોકો સાથે વાત નથી કરતી. " તે છોકરીએ પોતાનું મોઢું વાંકુ કરતા કહ્યું.

"વાઉં આતો બહુ સરસ વાત છે. હું પણ અજાણ્યા લોકો સાથે વાત નથી કરતો. " આરવી આસપાસ નજર કરતાં બોલ્યો.

તે છોકરીએ મસ્ત સ્માઈલ આપી. "હું તૃષા "

"હું ઋષિકેશ બટ મને બધા પ્રેમથી આરવી કહે છે. "

"ઓક્કે આરવી ડન. "

"તૃષા તને હમણાં થોડા દિવસોથી કાંઈક અજુગતું લાગે છે?? કોઈના પણ વિશે?? "

બારીમાં બે જણા આરવી અને તૃષાને સતત જોઈ રહ્યા હતાં.

"આ છોકરી આપણો ભાંડો ફોડશે એવું લાગે છે. જા હમણાં જ જઈને એને રોક."

તે વ્યક્તિ તૃષા અને આરવી પાસે આવી એ પહેલાં તો આરવી ત્યાંથી નીકળી ચૂક્યો હતો.

રસ્તામાં ચાંદની અને આરવી વાતો કરી રહ્યા હતાં.

"તો સર કાંઈ ભાળ મળી તમને?? "

"ચીની આ માત્ર અપહરણનો કેસ નથી. આ જાણીજોઈને કરવામાં આવેલી સાજીશ છે. "

"કોના માટે?? "

"મારા માટે!!!"

"વ્હૉટ?? "

"યસ ડાર્લિંગ. "

"હાઉ સર?? એ તો કહો!!"

"આપણે પહેલાં ઓફિસે પહોંચીએ. ત્યાં સમજાવું. "

"સર હમણાં ક્યાંક બીજે લઇ લો. "

"કેમ શું વિચાર છે તારો?? " આરવીએ આંખ મારતાં કહ્યું.

"સર હું કહું એમ કરો. આગળ ગ્રીનલેન્ડ હોટેલ છે. ત્યાંજ લઇ લો. " આરવી મૂંઝાયો. ચાંદનીનાં સ્વભાવથી તે પરિચિત હતો એટલે વધારે કાંઈ વિચારવાનું આવતું જ નથી.

આરવીએ કારને સીધી હોટેલે લીધી.

"સર પાછળ બ્લેક એસયુવી આપણો પીછો કરે છે. " ચાંદનીએ સાઈડ મિરરમાં ઉભેલ કાર બતાવતાં કહ્યું.

"વાઉં ચીની. તારી નજરો તો ખરેખર અર્જુન જેવી છે!!" હવે જો હું આને ગુમરાહ કરું.

આરવીએ ગાડીને પાર્કિંગમાં ગોળ ગોળ ઘુમાવી. ચાંદનીએ એકજ સેકંડમાં ઉતરીને પાછળ આવતી કારનું ટાયર ગોળી છોડીને પંચર કરી દીધું. ગાડી આગળનાં થાંભલા પાસે અથડાઈને ઉભી રહી ગઈ પણ દીવાલ સાથે લાગેલો સળીયો તે વ્યક્તિના શરીરની આરપાર નીકળી ગયો.

આરવીએ તે માણસને ઉતારીને પૂછ્યું, "બોલ કોણે મોકલ્યો છે તને?? "

તે માણસ અંતિમ શ્વાસ છોડી નીકળી ગયો, કાંઈ પણ જણાવ્યા વગર!!

આરવી અને ચીની પાછા કારમાં ગોઠવાયા.

"સર અચાનક આ બધું?? -"

"ડોન્ટ વરી ચીની. હવે ખેલ શરુ થયો છે તો આપણા દુશ્મનને પણ આપણી હોંશિયારી દેખાવી જોઈએ."

"સર મને કાંઈક ખાવું છે?? કોઈ સારી રેસ્ટોરન્ટ લઇ લો. "

આરવીએ "યસ " કહી ગાડી જવાં દીધી.

**********************

આરવી ચાંદનીની કેબિનમાં એક પછી એક ડિટેલ્સ ચેક કરતો હતો. ચાંદની ફાઈલમાં માથું નાખીને સૂતી હતી.

"ચીની સાંભળ મારી વાત ધ્યાનથી. આશ્રમનું કોઈ માણસ જ આ બધું કરાવે છે. ત્યાં આટલી ઊંચી સીડી હોવી અને આપણો પીછો પણ તો આશ્રમથી જ થયો હતો. સાંભળે છે?? " આરવીએ ફાઈલથી ધ્યાન હટાવીને ચાંદની તરફ જોતાં કહ્યું.

"હમ્મ સોરી સર. એક ઝોકું આવી ગયું. શું કીધું તમે?? " ચાંદનીએ મોટું બગાસું ખાતાં પૂછ્યું.

"ચીની આશ્રમનાં ટ્રસ્ટી, હેડ એ બધાની બેન્ક ડીટેલ કઢાવ."

"ઓક્કે સર. " આરવીનો ગુસ્સો પારખતી ચાંદની ઉભી થઈને કામે વળગી.

આરવી પણ ત્યાંને ત્યાં સુઈ રહ્યો આખી રાત. ચાંદની પાછી આવી તો એ જોતી જ રહી ગઈ.

સવારે ચાંદની દોડીને આરવી પાસે આવી.

"સર, સર ઉઠો ફરી એક છોકરી મિસિંગ થઇ ગઈ!!" ચાંદનીએ આરવીને હલબલાવતાં કહ્યું.

"વ્હૉટ?? "

"યસ સર!!" ચાંદનીએ સજળનેત્રે જોતાં કહ્યું.

"સાંભળ મારી વાત ધ્યાનથી. ગઈકાલે મેં ત્યાં બેન્ચ પર કેમેરો ગોઠવી દીધો હતો. ચલ આપણે હમણાં જ જતાં આવીએ. "

"વાહ સર. આતો બહુ સરસ કામ કર્યું. ચલો હમણાંજ!!"

આરવી અને ચાંદની કારમાં ગોઠવાયા. આશ્રમ પર આવીને તે બેન્ચ પાસે ગયા તો ત્યાં કોઈ કેમેરો નહોતો લાગેલો.

"શીટ યાર આ કેવી રીતે બની શકે?? " આરવીએ બેન્ચ પર હાથ પછાડતા કહ્યું.

"સર કૂલ ડાઉન. હું અંદર જઈને બધી પૂછપરછ કરતી આવું. તમે અહીંયા બેસો. "

ચાંદની ત્યાંથી નીકળી ગઈ. એટલામાં સામેથી તૃષા અને બીજી ત્રણ ચાર છોકરીઓ બહાર આવી. તૃષા આરવીને જોઈને તેની પાસે આવી.

"હાય આરવી?? "

"હાય તૃષા!! તૃષા આ તારી ફેવરેટ બેન્ચ છે ને?? "

"યસ આરવી પણ તું મને કેમ પૂછે છે?? "

"સાંભળ મારા ગયા પછી કોઈ અહીંયા આવ્યું હતું?? "

"નો આરવી. આઈ ડોન્ટ નો!! "

"અરે વાહ તું તો મસ્ત ઇંગ્લિશ બોલે છે. કોણે શીખવાડ્યું?? "

"ચાંદનીઆંટીએ!!"

"અચ્છા કયારે શીખવાડે છે?? સન્ડે રાઇટ?? "

"નો એતો જયારે ફ્ર્રી હોય ત્યારે આવી જાય શીખવાડવા. મને પણ બહુ મજા પડે. "

"અચ્છા તું એકલી શીખે છે કે બધા?? "

"હું અને બીજી ચાર પાંચ છોકરીઓ છીએ જેમને રસ હોય એ શીખે બટ આરવી..... "

થોડીવાર બાદ આરવી અને ચીની કારમાં બેઠા જઈ રહ્યા હતાં.

"સર આશ્રમનાં લોકો બહુ જ ડરી ગયા છે. તેઓ વિચારે છે કે પોલીસ પ્રોટેકશન લઇ લે. તમે વાત કરો ને એસપી સાહેબ સાથે!!"

"ચીની મેં એકવખત સાંભળ્યું હતું કે તને ક્રાઇમ બ્રાન્ચમાંથી ઓફર આવી હતી. તો તે કેમ એક્સેપટ ના કરી?? "

"સર એવી ઑફર તો તમને પણ તો ઘણી આવી હતી. તમે કેમ નહોતા કરતાં?? "

"હું બંધાયેલો નહોતો રહેવા માંગતો. જાસૂસીમાં મન પડીએ ત્યારે કેસમાં ઇન્વોલ્વ થઇ જવાય અને મન પડે તો ગીત સાંભળી લેવાય. " આટલું કહીને આરવીએ એફએમ ચાલું કર્યો.

********************

આરવી અને ચાંદની ઓફિસમાં બેઠા કામ કરી રહ્યા હતાં.

"શું લાગે છે ચીની?? આ ક્યાં સુધી સિલસિલો જળવાઈ રહેશે?? "

"સર હવે તો પોલીસ પ્રોટેકશન આપ્યું છે તો આઈ હોપ કે ફરી આવું નહીં થાય. "

"હા પણ એક વાત કહું જે હું તને કહેવાની ભૂલી ગયો!!"

"હા બોલો સર. "

"જે પણ છોકરીઓનું અપહરણ થાય છે એ સાવ સામાન્ય લાગતી છોકરીઓ છે આઈ મીન કે આશ્રમમાં બીજી ઘણી છોકરીઓ છે જેને એ કોઈ ખરાબ રીતે ઉપયોગમાં લઇ શકે પણ એના કામ માટે આ છોકરીઓ કોઈ જ કામની નથી. ટીકુ બાલી એક હાથમાં પેરાલાઇઝ છે. ઝીલ સંઘવી જેના માથે જન્મથી ક્યાંય પણ વાળ જ નથી. ત્રીજી છોકરી થઇ ગીતા માલી એને તો દેખાતું પણ નથી ને સંભળાતું પણ નથી. આ વાત તને કાંઈક અજીબ નથી લાગતી?? "

"ના સર મને તો કાંઈ અજીબ નથી લાગતું. જે વિરોધ કરવામાં નિપુણ ન હોય એને જ કિડનેપ કરવાથી ફાયદો થાય ને!! કામમાં તો કોઈ પણ રીતે લઇ લે. "

"ઓક્કે ચલ એક એક રેડબુલ પીએ."

"યસ આઈ વોન્ટ ધીસ."

"સર એક વાત પૂછું?? " ચાંદનીએ રેડબુલનો સીપ લેતા પૂછ્યું.

"હા પૂછ ચીની. "

"સર તમારા ઘરે સિસિટીવી કેમ લગાડેલા છે?? "

"સિક્યુરિટી માટે. તું તો જાણે જ છે આપણા પ્રોફેશનમાં લાઈફનું કેટલું મોટું રિસ્ક લઈને ચાલવું પડે છે. "

"બટ સર એક વાત હું તમને કહેવા માંગુ છું. "

"હા બોલ ને. "

"સર મેં તમને કહ્યું હતું યાદ છે કે મેં આજસુધી એકજ વ્યક્તિને પ્રેમ કર્યો છે. એ બીજું કોઈ નહીં પણ તમે જ છો આરવી. " ચાંદની આરવીનાં ચહેરાની નજીક આવતાં બોલી.

"ચીની આઈ લાઈક યુ. બટ મેં તને એવી રીતે કયારેય નથી જોઈ. "

"બટ વ્હાય સર. હવે તો તમારી લાઈફમાં પણ કોઈ નથી રહ્યું તો મુવ ઓન કયારે થશો?? આ જ સમય છે. "

"નો ચીની. પ્લીઝ ડ્રોપ ધીસ ટોપિક. મેં તને બેન્ક ડિટેલ્સ કઢાવવા કહ્યું હતું. "

ચાંદની આરવીના હોઠો ને ચૂમવા લાગે છે પણ આરવી તેને ધક્કો મારીને દૂર કરી દે છે.

"ગેટ આઉટ ચીની. ઓહહ આતો તારી જ ઓફિસ છે. ઓક્કે હું જઉં છું એન્ડ હા હવે પછી મારો કોઈ કોન્ટેક ના કરતી. " આટલું કહીને આરવી ત્યાંથી નીકળી જાય છે.

આરવી ઘરે આવીને પોતાનાં સીસીટીવીમાં ફૂટેજ ચેક કરે છે જયારે ચાંદની તેના ઘરે આવી હતી. તે દ્રશ્ય જોઈને તેને પોતાની આંખો ઉપર વિશ્વાસ નથી થઇ રહ્યો હોતો.

આરવી ફરી ચાંદનીની ઓફિસે જવાં નીકળે છે. ત્યાં તો ચાંદની કાર લઈને નીકળતી હોય છે. આરવી પોલીસમાં પોતાનાં મિત્ર ધીરુભાઈને ફોન લગાવે છે.

"અપહરણ કેસ યાદ છે ધીરુ?? "

"હા ભાઈ યાદજ છે પણ શું થયું એ કહે. "

"એનો પર્દાફાશ થતો જોવો હોય તો હમણાં જ આશ્રમ પર આવી જા. "

"ઓક્કે. "

આરવી ચાંદનીની કારનો પીછો કરે છે. ચાંદનીની કાર સાથે આરવીની કાર પણ આશ્રમ તરફ જઈ રહી હોય છે. આશ્રમ પહોંચતા જ ચાંદની દબાતા પગલે ઉપરનાં માળે જાય છે. આરવી પણ તેને ખબર ના પડે એમ જતો હોય છે.

ચાંદની તૃષાનો હાથ પકડીને નીચે આવતી જ હોય છે ત્યાંજ તેની સામે ઉભેલા આરવીને જોઈને ચાંદની ચોંકી જાય છે.

"વ્હૉટ યાર ચીની... આટલાં બધા કામ સાથે કર્યા તો આ કામમાં પણ મને બોલાઈ લેવો જોઈએ ને!!"

"હું કાંઈ સમજી નહીં સર!! હું તો માત્ર તૃષાને નીચે ફેરવવા લાવી છું. "

ત્યાંજ પોલીસની સાયરન વાગે છે.

"ચીની મને તારી પરથી આવી અપેક્ષા નહોતી. તું કાંઈ કહેવા માંગે છે જતાં પહેલાં?? "

"તમે હવે બધું જાણી જ ગયા છો તો તમે જ બધું કહી દો." ચાંદનીએ શરમથી માથું ઝુકાવતાં કહ્યું.

"હમ્મ ફાઈન તો સ્ટાર્ટ કરીએ. ધીરુ પ્લીઝ રેકોર્ડ ઈટ. મિસ ચાંદની મહેરા. અમદાવાદની ખ્યાતનામ ડિટેક્ટિવમાંની એક!! તેમજ છોકરીઓને વેચતી ધંધાદારી સપ્લાયર!! બરાબર ને ચીની!! શરૂઆતથી કહું તો મારી વાઇફના મૃત્યુ બાદ મેં ખરેખર આ બધું છોડી જ દીધું હતું. પણ એક દિવસ આશરે ચાર પાંચ મહિના પહેલાં મારો મિત્ર ધીરુ મારી પાસે આવ્યો. તેણે મને બતાવ્યું કે અમદાવાદમાં રસ્તા પરથી છોકરીઓ ઉપડી રહી છે અને તેના વિશે કોઈ જ ભાળ નથી મળી રહી. આશ્રમનાં લોકો પણ પૈસા માટે છોકરીઓને એકાદ રાત માટે વેચતા હોય છે. મેં મારી રીતે તપાસ કરી તો ખબર પડી કે કોઈ મોટી વ્યક્તિ આની પાછળ છે. આશ્રમમાંથી મેં જ બે છોકરીઓનું અપહરણ કરાવ્યું જેથી જે વ્યક્તિ આ પાછળ જવાબદાર છે તેને ખબર પડે કે કોઈ એને પણ ફસાવી રહ્યું છે. એવામાં ચાંદની મારા ઘરે આવી. તેણે હાથે કરીને મને આમાં ઇન્વોલ્વ કર્યો જેથી તે જાણી શકે કે કોણ તેમને આ બધા પાછળ હેરાન કરે છે!! ચાંદનીને ગુસ્સો ખૂબ જલ્દી આવી જાય છે એટલે એ દિવસે પણ તેને ગુસ્સે કરવા હું ઉશ્કેરતો હતો. જેની ફૂટેજ હું હમણાં જ જોઈ આવ્યો જેમાં ચાંદનીનાં હાથમાં ગ્રે પિસ્તોલ હતી. એવી જ સેમ પિસ્તોલ વિશે મને તૃષાએ જણાવ્યું જયારે હું આશ્રમ ઉપર આવ્યો હતો. તેણે કહ્યું કે પિસ્તોલની બીક બતાવીને કોક આંટી આવીને લઇ જતી હોય છે. તો મિસ ચાંદની એ પણ કહી દો આ કામમાં તમને સાથ આપનાર કોણ છે?? "

"તું ખરેખર જાણીશ આરવી!! તો સાંભળ આ બધા પાછળ શહેરનાં ડીસીપી સાહેબ છે. બોલ એમને મોકલીશ મારી જેમ જેલમાં!! "

આરવી ચૂપચાપ સાંભળી રહ્યો. ધીરુને લઈને તે ત્યાંથી ડીસીપી સાહેબને પણ પૂછપરછ માટે લેતો આવ્યો જેની જાણ કોઈને પણ કરવામાં ના આવી. બે દિવસનાં રિમાન્ડ બાદ ડીસીપીએ પોતાનો ગુનો કબૂલી લીધો.

થોડા દિવસ બાદ ધીરુ આરવી પાસે આવ્યો.

"આરવી થેન્કયુ સો મચ. જો તું ના હોત તો આ કેસ વિશે મને કોઈજ ભાળ ના મળી હોત. ચાંદનીએ જ આ બધું કર્યું એ જાણીને તને પણ દુઃખ તો ઘણું થશે નહીં?? "

"ધીરુ એક જાસૂસની જિંદગીમાં તેની જાસુસી સિવાય કોઈ મોટું વિશ્વાસપાત્ર નથી હોતું. આઈ હોપ કે હવે તને મારી જરૂર ના પડે આવા કોઈ કેસ માટે!!"

"આરવી શહેરને તારી જરૂર છે પ્લીઝ તું ફરી આ ફિલ્ડમાં આવી જા. એક એક ગુનેગારને સજા અપાવશું!!"

"સોરી ધીરુ. કયારેક કયારેક લાઈફમાં અમુક વસ્તુઓ અમુક સમયે છોડી દેવી જ યોગ્ય હોય છે. " આટલું કહીને આરવી નીકળી ગયો ને ધીરુ તેના પડછાયાને પાછળથી જોતો જ રહી ગયો.