હું તારી યાદમાં 2 - (ભાગ-૧૪) Anand Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હું તારી યાદમાં 2 - (ભાગ-૧૪)

મને પણ સમજાઈ નહોતું રહ્યું કે અમારા વચ્ચે હવે ફક્ત મિત્રતા રહી હતી કે વંશિકા પણ મારા પ્રત્યે આકર્ષિત થઈ રહી હતી. અમે લોકો અહીંયા બેઠા એને ૧ કલાક જેવો સમય થી ગયો હતો. મેં મારી ઘડિયાળમાં જોઈને આ વસ્તુ નોટિસ કરી. સાંજના સાત વાગી ગયા હતા. મેં વંશિકાને કહ્યું.
હું : વંશિકા, ૭ વાગી ગયા…
વંશિકા : હા, યાર ઘરે જવા માટે નીકળવું પડશે હવે.
હું : હા, ચાલો હવે નીકળીએ.
વંશિકા : વાતો-વાતોમાં ક્યારે સમય જતો રહ્યો એની ખબર ના પડી.
હું : હા, ચાલ હવે જલ્દી નીકળીએ. તને પણ મોડું થતું હશે.
વંશિકા : હા, હજી મારે ઘરે જઈને રસોઈ પણ બનાવવી પડશે.
હું : ખૂબ સરસ,
હું અને વંશિકા ઉભા થયા અને બહાર નીકળ્યા. અમે બંને ધીરે ધીરે ચાલી રહ્યા હતા. અમે એસકેલેટર પાસે પહોંચ્યા
હું અને વંશિકા પાસે-પાસે ઉભા હતા. થોડી ભીડ હોવાથી વંશિકાની પાછળ અડોઅડ કોઈ માણસ ઉભો હતો. મારી નજર તેના પડી પહોંચી. મેં વંશિકા તરફ જોયું તે થોડું ઓડ ફિલ કરી રહી હતી. મને સમજાઈ ગયું તે માણસ વંશિકા ને ટચ થઈને ઉભો હતો જેના કારણે વંશિકા ઇનસિક્યોર ફિલ કરી રહી હતી. હું એક સીડી ઉપર ચડ્યો અને વંશિકાને આંખથી ઈશારો કરીને બાજુમાં જતા રહેવા માટે કહ્યું અને એ થોડી દૂર ખસી ગઈ અને હું વંશિકાની જગ્યા પર જઈને ઉભો રહ્યો. વંશિકા મારો ઈશારો સમજી ગઈ. વંશિકાએ મારી સામે એક સ્માઈલ કરી જાણે એ મને થેન્ક યુ કહી રહી હોય. ગ્રાઉન્ડ ફ્લોર પર પહોંચીને અમે લોકો ઉતરી ગયા અને ચાલવા લાગ્યા. મોલની બહાર નીકળીને વંશિકાએ કહ્યું.
વંશિકા : થેન્ક યુ રુદ્ર.
હું : થેન્ક યુ ની જરૂર નથી. તારા માટે આટલું તો કરી જ શકું છું હું.
વંશિકા : હા, થેન્ક યુ એટલા માટે કહ્યું કે તમે વગર કીધે જ ફક્ત મારી આંખો જોઈને સમજી ગયા.
હું : હા, હવે આરામથી ઘરે જવા નીકળો મેડમ. લેટ થાય છે તમારે.
વંશિકા : હા, ચાલો બાય. મળીયે પછી.
હું : ઓકે બાય.
હું અને વંશિકા અહીંયાંથી છુટા પડ્યા. એ એની એક્ટિવા લઈને એના ઘર તરફ ગઈ અને હું મારું બાઈક લઈને મારા ઘર તરફ જવા લાગ્યો. મારુ ઘર ત્યાંથી ૧૦ મિનિટના અંતરે પડતું હોવાથી ટ્રાફિકમાં પણ હું વહેલો પહોંચી ગયો હતો. હું ઘરે પહોંચ્યો ત્યારે અવી-વિકી મારી રાહ જોઇને બેઠા હતા. મને આવીને જોઈને તે લોકો બોલ્યા.
અવી : આવી ગયા સાહેબ તમે ?
હું : હા, આવી ગયો.
વિકી : કેવી રહી તમારી મિટિંગ ?
હું : ખૂબ જ સરસ, ઘણી બધી વાતો પણ કરી અમે.
અવી : સરસ, તો હવે જલ્દી આ ફ્રેન્ડશિપને રિલેશનશિપમાં ફેરવો હવે.
હું : હા, જરૂર પણ એના માટે થોડો સમય જોઈએ. પહેલા અમે બંને એકબીજાને સરખી રીતે જાણીએ અને સમજીએ પછી વાત આગળ વધારાય. અને એકબીજાને જાણવા અને સમજવા માટે હજી કેટલીય મિટિંગ કરવી પડે અને સાથે સમય વિતાવવો પડે. એકબીજા સાથે કેટલીય વાતો કરવી પડે ત્યારે આ મિત્રતા સંબંધમાં ફેરવાય છે.
વિકી : સાચી વાત છે, હું તારી સાથે સહમત છું.
હું : હા, અને એ કહો હવે જમવાનું શુ છે ?
વિકી : અરે, આવી ગયું છે. બસ થોડીજ વાર થઈ આંટી ટિફિન આપી ગયા.
હું : સરસ, તો ચાલો જમી લઈએ યાર મને ખુબ ભૂખ લાગી છે.
અવી : મને પણ લાગી છે, અમે તારીજ રાહ જોઇને બેઠા હતા. અમને પેલા લાગ્યું તું બહાર એની સાથે જમીને જ આવીશ પણ તેની સાથે હતો એટલે તને કોલ કરીને ડિસ્ટર્બ ના કર્યો.
હું : અરે એવું થોડું હોય, તમારો કોલ તો કોઈપણ પરિસ્થિતિમાં રિસીવ થઈ શકે અને એવું હોય તો તમારે લોકોને જમી લેવાય.
વિકી : ના ભાઈ, વર્ષોથી સાથે જમવાની પ્રથા આપણે બદલવી નથી. જે છે એ જ સારું છે યાર સાથે જમવાની જ મજા આવે છે.
હું : હા, તારી વાત સાચી છે. હવે વાતો બંધ કરીએ અને જમવાનું શરૂ કરીએ.
અવી : હા, ચાલો જલ્દી.
અમે લોકો જમવા માટે બેઠા. જમીને ઉભા થયા ત્યારે રાતના ૦૮:૧૫ જેવું વાગી ગયું હતું. આમ તો દરરોજ અમારે 9 વાગી જતા હતા પણ આજે થોડું વહેલું થઈ ગયું હતું.
થોડીવાર વાતોના ગપ્પા માર્યા પછી સુવાનો સમય થઈ ગયો. હું મારા બેડ પર પડ્યો-પડ્યો મોબાઈલનો ઉપયોગ કરી રહ્યો હતો. આજે મને કોઈ આશા નહોતી કે રાતે કદાચ વંશિકાનો મેસેજ આવશે કે નહીં કારણકે આજે અમારે ઓલરેડી મિટિંગ થઈ ગઈ હતી અને અમે સાંજે ૭ વાગ્યેજ છુટા પડ્યા હતા એટલે વાત થશે કે નહીં એવો કોઈ ચાન્સ નહોતો. હજી રાતના ૧૦:૩૦ વાગ્યા હતા. હજી મને ઊંઘ નહોતી આવી રહી. હું મારા વોટ્સએપ પર ઓનલાઈન હતો એટલામાં વંશિકાનો મેસેજ આવ્યો.
વંશિકા : હાઈ..
હું : હાઈ…
વંશિકા : જમી લીધું તમે ?
હું : હા અને તે ?
વંશિકા : હા, અત્યારે જ જમીને કામ પતાવ્યું થોડું અને ફ્રી થઈ.
હું : હું ખૂબ સરસ.
વંશિકા : પહેલા મને લાગ્યું તમે સુઈ ગયા હશો પણ પછી વોટ્સએપ ઓન કર્યું અને ચેક કર્યું તો તમને ઓનલાઈન જોયા એટલે મેસેજ કર્યો.
હું : અચ્છા, કેટલા વાગ્યે પહોંચી હતી ઘરે ?
વંશિકા : ૮ વાગ્યે પહોંચી ગઈ હતી. પછી જમવાનું મમ્મીએ બનાવવાનું શરૂ કરી દીધું હતું. મેં થોડી હેલ્પ કરી એમને અને જમીને ફ્રી થઈ.
હું : ઓકે, હું પણ હમણાં ૯ વાગ્યે જ ફ્રી થયો.
વંશિકા : હા, એ તો હવે ધીરે ધીરે તમારો રૂટિન ખબર પડવા લાગી છે મને.
હું : અચ્છા, શુ શુ ખબર છે મારા વિશે ?
વંશિકા : તમે કેટલા વાગ્યે જાગો અને કેટલા વાગ્યે સુવો અને એ સુવાય ઘરનો રૂટિન જે સમય તમે શું કરો છો એ બધું.
હું : બહુ જલ્દી ઘણો બધો જાણી લીધો તે મને.
વંશિકા : હા, તમે એટલા સરસ માણસ છો કે લોકોને જાણવાની સામેથી જ ઈચ્છા થાય.
હું : ઓકે ઓકે, પણ હું હજી તને એટલી બધી નથી જાણતો.
વંશિકા : કાંઈ વાંધો નહિ, આરામથી જાણજો.
હું : હા, એ તો છે.
વંશિકા : હા, તમારા જેવો સારો બેસ્ટફ્રેન્ડ નસીબદાર લોકોને જ મળે.
હું : એવું કાંઈ નથી. બધાના વિચારો અલગ હોય છે. કોઈની નજરમાં આપણે સારા લાગીએ અને કોઈની નજરમાં આપણે ખરાબ હોઈએ છીએ. ફક્ત વિચારો અલગ અલગ હોય છે.
વંશિકા : વાહ, તમે ખૂબ જ જ્ઞાની છો. હા, પણ મારી નજરમાં તમે બેસ્ટ જ છો. કારણકે મેં આજે તમને મોલમાં જ મારી નજરથી પારખી લીધા છે.
હું : અચ્છા ક્યારે ?
વંશિકા : જ્યારે તમે મને તમારી જગ્યા પર આવી જવા માટે ઈશારો કર્યો ત્યારે હું તમને ઓળખી ગઈ. તમે ખુબજ સારા મિત્ર તરીકે સાબિત થાવ છો.
હું : વાહ, હવે બહુ તારીફ ના કરશો મારી.
વંશિકા : કેમ ?
હું : કારણે કે મને આદત નથી. અત્યાર સુધી કોઈએ તારીફ નથી કરી ને એટલે…હા…હા…હા…
વંશિકા : હા, તો એમાં શું પ્રોબ્લેમ છે. આદત પડી દયો. હું તારીફ કરીશ હવેથી તમારી…
હું : સરસ, આમ તો નહીં કરે તો પણ ચાલશે કારણકે જરૂરી નથી કે ફ્રેન્ડશિપમાં તારીફ હોય જ.
વંશિકા : અચ્છા, એવું એમ ?
હું : હા, બાય ધ વે કેવો રહ્યો આજનો દિવસ ?
વંશિકા : ખૂબ જ સરસ, આજની મોમેન્ટસ બેસ્ટ હતી હો તમારા સાથેની ?
હું : અચ્છા, એવું છે એમ.
વંશિકા : હા, ખૂબ મજા આવી ઘણી વાતો પણ થઈ અને નવા માણસ સાથે મુલાકાત પણ થઈ.
હું : કોણ નવો માણસ ?
વંશિકા : મી. ઓથોર, હા…હા…હા..
હું : અચ્છા. લાઈફની બધી મોમેન્ટ બેસ્ટ જ હોય છે. બસ આપણને એન્જોય કરતા આવડવું જોઈએ.
વંશિકા : હા, તમારી વાત સાચી છે. હવે નેક્સ્ટ ટાઈમ ક્યારે આવી મોમેન્ટસ એન્જોય કરવા મળશે ?
હું : અમદાવાદની ભાગ દોડ વાળી જિંદગીમાંથી સમય મળે ત્યારે.
વંશિકા : સર, સમય મળતો નથી પણ કાઢવો પડે છે.
હું : હા, તારી આ વાત સાચી છે.
વંશિકા : હા, હું તો સમય કાઢી શકીશ તમારે સમયને શોધવા માટે નીકળવું પડશે.
હું : એવું કાંઈ નથી, હું પણ સમય કાઢી શકું. આમ પણ રવિવારનો દિવસતો આપણો જ હોય છે. આખો દિવસ ફ્રી હોય.
વંશિકા : હા, એ પણ છે પણ અમારે ગર્લ્સને ઘરમાં પણ કામ હોય છે.
હું : એ પણ સાચી વાત.
વંશિકા : બાય ધ વે..વચ્ચે આપણે ૩ દિવસ સુધી વાત નહોતી થઈને હું મારા રિલેટિવસ સાથે હતી ત્યારે.
હું : હા.
વંશિકા : તો ત્યારે કેટલા વાગ્યે સુઈ જતા હતા ? ૮ વાગ્યે કે ૯…હા…હા…હા…
હું : સાચું કહું તો રાતે ૧૨ વાગી જતા હતા.
વંશિકા : ઓહહ, શુ કરતા હતા ૧૨ વાગ્યા સુધી ?
હું : કામ.
વંશિકા : ૧૨ વાગ્યા સુધી વળી શુ કામ કરતા જરા મને પણ જણાવો.
હું : અરે ઓફિસથી જ રાતના ૧૦ વાગી જતા હતા.
વંશિકા : રાતના ૧૦ એ પણ ઓફિસમાં.
હું : હા, અરે અમુક સોફ્ટવેરના કામ પેન્ડિંગમાં હતા તો અને અવી-વિકી પણ વડોદરા ગયા હતા. એ પણ ઘરે નહોતા ૩ દિવસ સુધી. મને ઘરે કંટાળો આવતો હતો તો હું ૧૦ વાગ્યા સુધી ઓફિસમાં રોકાઈને કામ કરતો. એટલે આગળ જતાં વર્કલોડ ઓછો થઈ જાય.
વંશિકા : ઓફિસમાં એકલા કંટાળો નહોતો આવતો ?
હું : ૨ દિવસ સુધી શિખા મારા જોડે હતી. એ પણ જીદ કરીને રોકાઇ હતી કે હું હેલ્પ કરાવીશ. વર્કલોડ વધુ હતું એટલે.
વંશિકા : અચ્છા, અને જમવાનું ? કે પછી એ પણ ભૂલી જતા કામ ના ચક્કરમાં ?
હું : અરે ના ના, સાંજે આવતો ત્યારે એક હોટેલ છે અમારા ઓળખીતાની ત્યાં મારુ પાર્સલ રેડી હોય એટલે લઈ આવતો અને ઘરે જઈને જમી લેતો.
વંશિકા : તો ઠીક. બહુ, હાર્ડવર્ક કરો છો મિસ્ટર.
હું : એમા શુ છે. ક્યારેક કામ હોય તો પતાવવું પણ પડે એટલે પાછળના દિવસોમાં થોડો આરામ મળી રહે.
વંશિકા : હા, પણ તબીયતનું પણ ધ્યાન રાખવાનું. પાછળના દિવસમાં આરામ લેવા માટે બહુ હાર્ડવર્ક ના કરાય.
હું : કાંઈ ના થાય, ચાલયે રાખે બધું.
વંશિકા : શુ કાંઈ ના થાય, તમને ક્યાં તમારી કોઈ ચિંતા છે જ ?
હું : હા, છે જ હો.