રાખડી - એક પ્રસંગ કથા..️️️️️ Prashant Vaghani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાખડી - એક પ્રસંગ કથા..️️️️️

જીવનમાં અવાર નવાર ઘણા બધા પ્રસંગો બનતા રહે છે, જેમાના ઘણા બધા પ્રસંગો આપણા સ્મૃતિ પટ પર ઊંડી અસર છોડી જાય છે, તો ઘણા પ્રસંગો આપના વ્યક્તિત્વ અને વિચારોને ધરમૂળથી પરિવર્તિત કરી નાખે છે, મારી સાથે બનેલો આવો જ એક પ્રસંગ મારા સ્મૃતિપટ પર હાલ પડખા ફરી રહ્યો છે.
ચોક્કસ તારીખ તો યાદ નથી પરંતુ એ 2014નું રક્ષાબંધન હતું. અમે મિત્રોએ એ દિવસે ડુંમ્મસ ફરવા જવાનું નક્કી કરેલું પણ રક્ષાબંધનના દિવસે અમારે સુરતમાં ટ્રાફિક ખૂબ હોવાનાં કારણે અમે રક્ષાબંધન પછી ફરવા જવાનું રાખ્યું.
રક્ષાબંધનના પછીના દિવસે અને કુલ 7 મિત્રો👨‍👨‍👦‍👦👨‍👦‍👦 ત્રણ બાઇલ🏍️🛵🏍️ લઈને સવારે 10🕚 વાગ્યે આખો દિવસ ફરવાનું નક્કી કરીને નીકળ્યા. હવે અમારા કમ નસીબ ગણો કે લાપરવાહી ત્રણ માંથી કોઈ પણ બાઇક ચાલકે હેલ્મેટ નહિ પહેર્યો અને ઉપરથી એક બાઇકમાં ત્રણ બેસેલા, અઠવા ગેટ પાસે ત્રણ સવારી વાળી બાઇક ટ્રાફિક પોલીસે પકડી પાડી ને 300 રૂપિયાની રસીદ ફાડી, યુવાનીનું થોડું જોશ ત્યાંજ ઠલવાઇ ગયું😄😄.
અમે ડુમ્મસ ગામ પહોંચી ગયા, દરિયા કિનારો🌊🌊 હવે થોડો જ દૂર હતો. તેની મહેકથી અમારી ઉત્સુકતા વઘી રહી હતી, તેવામા જ મારી નજર એક સ્ત્રી🤰 પર ગઈ જે રોડ પર તડકામાં તેના એક નાનકડા છોકરા👶 અને 4 થી 5 વર્ષની એક છોકરી 👧 સાથે બેસીને રાખડી વેચી રહી હતી. ખૂબ જ ગરીબ લાગતી એ સ્ત્રીના ખોળામાં બેઠેલું બાળક નગ્ન અવસ્થામાં હતું અને બાજુમાં બેઠેલી છોકરીએ પણ અત્યંત ગંદો અને ફાટેલો તેનાથી કોઈ મોટા છોકરાનો મોટી સાઇઝનો શર્ટ પહેર્યો હતો.
આ સ્ત્રીને રક્ષાબંધન પછીના દિવસે પણ રાખડી વેચતી જોઈને મને વિચાર આવ્યો કે હવે આ રાખડી કોણ લેવાનું ? રક્ષાબંધન તો ગયું!...મારી જિજ્ઞાસાવૃત્તિ મને તે સ્ત્રી પાસે ખેસી ગઈ.. હૃદયમાં કરુણા અને દયાના ભાવો મોજાની જેમ ઉછળવા લાગ્યા. મારા મિત્રો પણ મારી પાછળ પાછળ ત્યાં આવ્યા. ત્યાં જઈને મેં કહ્યું.. માસી! તમને ખબર છે ? રક્ષાબંધનનો તહેવાર જતો રહ્યો હવે આ રાખડીઓ કોઈ નહિ ખરીદે!! થોડી ક્ષણ મારી સામે જોયા બાદ ગળગળા અવાજે તે સ્ત્રી બોલી ; હા દીકરા મને ખબર છે રક્ષાબંધન તો ગયું, પણ શુ કરૂં મારી સઘળી મૂડી આ રાખડીઓમાં છે, હાલ મારી પાસે એક પણ રૂપિયો નથી મારા આ છોકરાઓએ કાલનું કંઇજ ખાધું નથી, કદાચ ઉપરવાળાની મહેરબાનીથી કોઈ આવે ને રાખડી ખરીદે તો આ ભૂખ્યા છોકરાવને કઈ ખવ.... આટલું બોલ્યા ત્યાં તો ધડ ધડ એનમી આંખો માંથી આંસુ પડવા લાગ્યા. મારું હૃદય પણ ધ્રુજી ઉઠ્યું ને આંખે ભીનાશ બાજી😢. તરત જ મેં ખિસ્સામાંથી પાકીટ કાઢયું ને થોડા રૂપિયા💰 કાઢી તેમને આપ્યા અને છોકરા સહિત પોતે પણ જમી લેવા કહ્યું. પણ તે સ્ત્રી તો સ્વાભિમાની🙍 નિકળી.. આંસુ લૂછતાં લૂછતાં એ સ્ત્રી બોલી ; ભિખથી જ પેટ ભરવું હોત તો આ તડકામાં રાખડીઓનો વેપાર લઈને ના બેઠી હોત. આટલું સાંભળતા જ હું તે સ્ત્રીના વ્યક્તિત્વ ને સમજી ગયો અને રાખડી ખરીદી તેને પરોક્ષ રીતે મદદરૂપ થવાનો વિચાર કર્યો. મેં કહ્યું ; માસી હું ભીખ નથી આપતો મારે તો રાખડી ખરીદવી છે, ચાલો મને આમાંની સૌથી મોંઘી રાખડી બતાવો. એ સ્ત્રીના હાઉભાવ ફરી ગયા અને ચહેરા પર એક સંતોષકારક સ્માઈલ સાથે તેને મને એક બોક્સ આપ્યું જેમાં 50 રૂપિયા વળી 6 રાખડીઓ હતી. તેને મને 6 માંથી પસંદ પડે તે એક રાખડી લેવા કહ્યું, પણ મેં તો કહ્યું મને 6 એ 6 પસંદ છે માટે મને આખું બોક્સ આપી દો અને હજી એક બીજી રાખડી આપો મારે કુલ સાત રાખડી જોવે છે. તેમણે મને કુલ સાત રાખડી આપી મેં તેને 350 રૂપિયા આપ્યા. મારા મિત્રો આ બધું જોઈ રહ્યા હતા. તેમને મેં લાઇનમાં ઉભા રહેવા કહ્યું ! અને પેલી સાત રાખડીઓ તે સ્ત્રીની નાની છોકરીના હાથમાં આપી અને કહ્યું ચાલ બાંધી દે બધા ને એ કઈ સમજી નહિ પણ પછી તેની મા એ થોડા સંકોચ સાથે તેમને ઈશારો કર્યો કે તરત ઉભી થઇ અને હસતી હસતી અમને સાતેય મિત્રોને રાખડી બાંધી ગઈ. આસ પાસના લોકો પણ આ નજારો જોઈ રહ્યા હતા. રાખડી બાંધીને એ છોકરી ફરી તેની મા ની બાજુમાં બેસી ગઈ, મેં બધા મિત્રો ને બહેન ને ભેટ સ્વરૂપે 100-100 રૂપિયા આપવા કહ્યું ; બધા આપવા તૈયાર પણ થઈ ગયા પણ પેલી સ્વાભિમાની સ્ત્રી તે સ્વીકારવા તૈયાર ન થઈ , મારા ખૂબ સમજાવવા છતાં પણ એ ના માની તે ના જ માની, અંતે મેં મારા મિત્રોને પણ રાખડીઓ લેવા કહ્યું અને એકબીજા ને બાંધી દેવા કહ્યું.. બધા જ મિત્રો એ પોત પોતાને ગમતી રાખડી લઈ એક બીજા ને બાંધતા હતા ત્યારે હું નજીકની દુકાન માંથી નાસ્તો🍔🌯🌮🍦🍥 લઈ આવ્યો અને મારી બેન ને આપ્યો, માં કઈ કહે એ પહેલાં જ એ 1 દિવસની ભૂખી મારી બહેન ખાવા લાગી અને પોતાની માને પણ આપ્યું ત્યારે ફરી તે સ્ત્રીની આંખમાં આંસુ આવ્યાં પણ આ વખતે એ આંસુ કઈક અલગ હતા. ત્યારે ત્યાં ઉભેલા અને અમને જોતા લોકોમાંથી પણ ઘણા લોકોએ પણ રાખડી ખરીદી.
પછી ત્યાંથી અમે દરિયા કિનારે ગયા ને ખૂબ જ મસ્તીને 🕺🏃🚶મજા કરીને 3 -4 કલાક પછી અમે પાછા આવ્યા ત્યારે પણ એ સ્ત્રી ત્યાં જ બેઠી રાખડીનો વેપાર કરતી હતી, અમને જતા જોઈને તે સ્ત્રીએ અમને હાથ જોડીને નમન🙏 કર્યા અને ઝાકળભીની આંખો સાથે એક મસ્ત સ્માઈલ આપી. એ ચેહરો આજે પણ મારી આંખોની સામે છે..