to ae prem chhe books and stories free download online pdf in Gujarati

તો એ પ્રેમ છે..️️️️.

વિરહની રંગીલી રાતોમાં શાશ્વત લાગણીઓનું મિલન હોય ,
અનેરું અને લાંબા સમયનું સંગાથે અકબંધ એક જીવન હોય,
તો એ પ્રેમ ♥️ છે..... (1)

તમારા થકી એનું અને તેના થકી તમારૂ સઘળું હોય,
તમારા ધબકારમાં તેનું અને તેના ધબકારમાં તમારું સપનું હોય,
તો એ પ્રેમ ♥️છે..... (2)

અસીમ ઊર્મિઓ સાગરના મોજા માફક ઉછળતી હોય,
તેને મહેસુસ કરી હૃદયે લાગણીની બાષ્પ ઉકળતી હોય,
તો એ પ્રેમ ♥️છે..... (3)

એકલવાઈ જ મૌન રહે એવી સ્મરણની અદ્ભુત તરંગો હોય,
સાથ ગહન યાદોના લાગણી ચંછેડતા અમાપ નિજ આંનદો હોય,
તો એ પ્રેમ ♥️છે..... (4)

વિલીન થાય એકમેકમાં ને ભૂલાવે દુનિયા કેરું ભાન એવું વળગણ હોય,
એમ મેકના સમર્પણમાં લાગણીઓનું સધળું બંધન અર્પણ હોય,
તો એ પ્રેમ ♥️ છે..... (5)

એ સંબંધમાં એક પણ ના સ્વાર્થ ભરી માંગણીઓ હોય,
બસ વહેતી રહે અવિરત એવી નિઃસ્વાર્થ ભરી લાગણીઓ હોય,
તો એ પ્રેમ ♥️છે..... (6)

અંતર આત્માંનું લાગણીએ બંધાયેલું સંપૂર્ણ એવું સમર્પણ હોય,
તેના ઊંડાણની પરાકાષ્ઠા આપતો અરપારનો એક દર્પણ હોય,
તો એ પ્રેમ ♥️ છે..... (7)

એક એક ક્ષણનો હિસાબ એકબીજાની ભેળો હોય,
સમયાન્તરે વધુ ને વધુ નવપલ્લવિત થતો ઊર્મિઓનો મેળો હોય,
તો એ પ્રેમ ♥️છે..... (8)

સ્નેહના અમૃતબિંદુઓની અમર્યાદિત સરવાણી હોય,
આંખો અને લાગણીઓ એકમેકમાં ભળીને હરખાણી હોય,
તો એ પ્રેમ ♥️છે..... (9)

હૃદયનાં ઊંડા મહાસાગરમાં લાગણીના બનતા દિવ્ય મોતી હોય,
એ મહાસાગરમાં ડૂબકી મારી આંખો હમેશા એને શોધતી હોય,
તો એ પ્રેમ ♥️છે..... (10)

હૃદયની લાગણીઓ પરસ્પરની સંવેદનાઓથી ગૂંથાતી હોય,
એ જ લાગણીના તાંતણે બન્નેની જીવનકળા બંધાતી હોય,
તો એ પ્રેમ ♥️છે.....

કશા પણ સ્વાર્થ વગર ક્ષણ ક્ષણ વધતો જતો સ્નેહ હોય,
એવો હૃદયના મધ્યે પારસ્પરિક વિસ્તરતો જતો મેહ હોય,
તો એ પ્રેમ ♥️છે.....

આત્મિયતાનું સદૈવ મૈત્રીમાં પરિણમતું સ્નેહનું અખંડ ઝરણું ખળ ખળ વહેતુ હોય,
એ વહેતુ ઝરણું તેના વહેણ અને પ્રવાહમાં હૃદયની વાતો કહેતું હોય,
તો એ પ્રેમ ♥️છે.....

નટખટ ને તોફાની મિજાજે હૃદય પર નામ એનુ ઘૂંટાતુ હોય,
મશકરીઓને લઈ સંગાથે પરસ્પર હાસ્ય રોજે અપાતું હોય,
તો એ પ્રેમ ♥️છે.....

નિરખી કોઈને સમગ્ર સમય પણ ક્ષણવાર થંભી જતો હોય,
મધુર સંગીતનો અવાજ વારંવાર કાને અથડાય જતો હોય,
તો એ પ્રેમ ♥️છે.....

કશું ન જોઇએ મને તારી છીવાય એવી અનોખી માગણી હોય,
પારસ્પરિક કુરબાન થઈ જવાની એકમેક પ્રત્યે લાગણી હોય,
તો એ પ્રેમ ♥️છે.....

તમારી સઘળી સૃષ્ટી કોઈ એકમાં જઇને સમાણી હોય,
જિંદગી સાથે વિતાવવાની ઇચ્છાઓની લ્હાણી હોય,
તો એ પ્રેમ ♥️છે.....

ખુશીઓ ખજાનો અપારને સાથે થોડાં ઓછા વત્તા આંસુ હોય,
હોઠો ઓર સ્મિતને સાથે વળી દર્દ પણ એવું ખાસુ હોય,
તો એ પ્રેમ ♥️છે.....

એક એક શ્વાસમાં કોઈ પરનો અતૂટ વિશ્વાસ ભળતો હોય,
એ વિશ્વાસ વડે પળ પળ અને અવિરત સ્નેહ મળતો હોય,
તો એ પ્રેમ ♥️છે.....

લાગણી ભરી ફરજો સાથે મળતા દરેક પ્રકારના જો હક હોય ,
સંવેદનાના એ મેળામાં એક મેક પર થોડો પણ ના શક હોય,
તો એ પ્રેમ ♥️છે.....

‘તું નથી’ ની ક્ષણભંગુર વાસ્તવિક્તા બહુ જ કષ્ટ દેતી હોય,
શ્વાસો શ્વાસની ક્રિયામાં પણ માત્ર લાગણીઓ જ વહેતી હોય,
તો એ પ્રેમ ♥️છે.....

શેષ રહેતો એ હૃદયમાં દૂર ગયા પછી પણ ભાગ પૂરો હોય,
દૂર સુધી પણ સંભળાયા કરે એવો રાગ એનો અધુરો હોય,
તો એ પ્રેમ ♥️છે.....

પ્રાણવાયુ બની શ્વાસમાં ને આસ બની વિશ્વાસમાં કોઈ નિસ્વાર્થ ભાવે વહેતું હોય,
એકમેક માટે પરસ્પર છુપચાપ થઈ કોઈ દુઃખ દુનિયાના સહેતું હોય,
તો એ પ્રેમ ♥️છે.....

રાત આખી કોઈના વિરહમાં આંખો કોઈની પલળતી હોય,
મિલન થાય ત્યારે લાગણીઓ હૃદયની ખૂબ જોરમાં ઊછળતી હોય,
તો એ પ્રેમ ♥️છે.....

તારી મારા પર અને મારી તારા પર કોઈ અનોખી એવી અસર હોય,
એક વિના બીજાને ત્યાં નિજ કલ્પનાનો રૂડો અવસર હોય,
તો એ પ્રેમ ♥️છે.....

થોડા એવા ડરની સાથે દુનિયા સામે લડી લેવાની હિંમત હોય,
અબજોમાં પણ ના ખરીદી શકાય એવી મોંઘી એની કિંમત હોય,
તો એ પ્રેમ ♥️છે.....

કઈ લખવા કોઈ માટે કાગળ ને કલમ બધા જ ટુંકા લાગતા હોય,
કોઇ માટે લાગણીથી તરબોળ શબ્દો પણ બધા જ સુકા લાગતા હોય,
તો એ પ્રેમ ♥️છે.....

વગર વાંકે પણ માફી માંગીને જો તૂટતા સંબંધો સંધાતા હોય,
એકમેકના સપનાઓ જો એક જ તાંતણે બંધાતા હોય,
તો એ પ્રેમ ♥️છે.....

એક મેકના હૃદય તરફ ગતિ કરતી જીવનભરની યાત્રા હોય,
માપી ના શકાય કદી પણ એવી અમાપ એની માત્રા હોય,
તો એ પ્રેમ ♥️છે.....

સંવેદનાના ચક્રના વીંટાતો બે માંથી એક થયાનો અહેસાસ હોય,
દૂર હોવા છતાં એ હર એક પળ આસપાસ હોવાનો આભાસ હોય,
તો એ પ્રેમ ♥️છે.....

પરસ્પરની લાગણીઓ ગંગાજળ સમાન પવિત્ર અને ઝરણાં સમાન નિર્મળ હોય,
એકમેકના હૃદયમાં ખીલેલું એ સ્નેહનું પુષ્પ અતિ કોમળ હોય,
તો એ પ્રેમ ♥️છે.....

લાગણીઓના પુર સદાકાળ માટે શાશ્વત અને હંમેશ માટે સ્થિર હોય,
સાથે એક મેકમાં એ ચાતક પક્ષીની માફક ગમગીર હોય,
તો એ પ્રેમ ♥️છે.....

વાત કંઈ પણ ન હોય તે છતાંયે વાત કરવાની આખી રાત હોય,
જિંદગીમાં એવી સુંદર સલૂણી સ્નેહના પટોળાની ભાત હોય,
તો એ પ્રેમ ♥️છે.....

ન હોય એ જો આસપાસ તો પણ સર્વત્ર એના વિચાર હોય,
ડગર ડગર પર નજર નજર પર બધે જ એનો ચિતાર હોય,
તો એ પ્રેમ ♥️છે.....

દરેક સ્મરણ અને સ્મૃતિપટ પર માત્ર કોઈ એકની જ છબી હોય,
આખી દુનિયા તમારી કોઈ એકની ઉપર જ નભી હોય,
તો એ પ્રેમ ♥️છે.....

મસ્ત મોજીલી જિંદગી સાથે એકમેકની ઘણી બધી ફિકર હોય,
વખત આવ્યે કોઈના કાજે મરવાની પણ ગજબ એવી જિગર હોય,
તો એ પ્રેમ ♥️છે.....

‘હું અને તું’થી ‘આપણે’ સુધી પહોંચવાની સંવેદનાની નાનકડી કેડી હોય,
કદર, ચિંતા અને ઝંખનાને ભેળવેલી લાગણીઓને એમાં રેડી હોય,
તો એ પ્રેમ ♥️છે.....

અશ્રુઓના શણગાર સાથે મીઠા-મધુરા સ્મિત ચારેકોર રેલાતા હોય,
વ્હાલ ભરી ઝાકળની બુંદો સાથે યાદોના બીજ ચારેકોર વેરાતા હોય,
તો એ પ્રેમ ♥️છે.....

અંતરના ઊંડાણમાં મૌન ઊર્મિનો અલભ્ય ધમધમાટ હોય,
હૃદયના દરવાજે પળ પળ જોવાતી કોઈની વાટ હોય,
તો એ પ્રેમ ♥️છે ....

ઉઠે એવી ઊર્મિઓ જેને મઢવાને શબ્દો પણ ઓછા હોય,
સામે આવે એ ત્યારે ફફડતા હોઠે નીકળતા શબ્દોમાં પણ લોચા હોય,
તો એ પ્રેમ ♥️છે.....

મિલન બાદ પણ તરત જ જો મિલનની એક પ્યાસ તરતી હોય,
એક ટૂંકા મિલન પછી તરત જ એની યાદો આસપાસ ફરતી હોય,
તો એ પ્રેમ ♥️છે.....

મેઘધનુષી રંગો સાથે લાગણીની અવિરત વાદળી વરસતી હોય,
અપેક્ષાઓના વાદળોમાં વાયદાઓની વીજળી ગરજતી હોય,
તો એ પ્રેમ ♥️છે.....

વ્હાલના વાદળા કમોસમે પણ માવઠું બની વરસતા હોય,
મેળવવા એક મેક ને બન્ને જન્મો જન્મથી તરસતા હોય,
તો એ પ્રેમ ♥️છે.....

મળે ભલે ને, દુ:ખ વિરહનું પણ કાળજે ઠંડક ભર્યું વાતાવરણ મહેકતું હોય,
અસ્તિત્વ આ લાગણીનું સ્વં તત્વને ભુલાવી રોજે રોજ બહેકતું હોય,
તો એ પ્રેમ ♥️છે.....

લાગણીની શાહીથી બન્નેની જીવનગાથા એકસાથે લખાતી હોય,
હોઠ હોય ચૂપ પણ સઘળી બાબતો આંખોમાં જ વંચાતી હોય,
તો એ પ્રેમ ♥️છે.....

અપેક્ષાઓની પૂર્તિ સાથ રગ રગમાં કોઈ નશો વહેતો હોય,
અનોખો હોય નશો જેનો અને કઈ અલગ જ દમ ચડતો હોય,
તો એ પ્રેમ ♥️છે.....

પ્રથમ હોય કે આખરી પણ મુલાકાતે નજરો ઘવાયેલી હોય,
પાનખર ઋતુમાં પણ જો હૃદયે લીલોત્રી છવાયેલી હોય,
તો એ પ્રેમ ♥️છે.....

ચાંદનીની શીતળતામાં કોઈની યાદોના બીજ ફૂટેલા હોય,
એ ફૂટતા બીજની કૂપળમાં પ્રણયના ચિતાર મુકેલા હોય,
તો એ પ્રેમ ♥️છે.....

રાત્રિના અંધકારમાં ખુલી આંખો યાદો કોઈની પંપાળતી હોય,
મીઠી યાદની પૂનમે ફરી ફરીને આવતી ભરતી કોઈની યાદોમાં ડુબાડતી હોય,
તો એ પ્રેમ ♥️છે.....

સંબંધ ભાવનાઓ, સંવેદનાઓ અને સમજદારીથી છલોછલ ભરેલો હોય,
સાથ એ સ્નેહ, રક્ષણ, હૂંફ અને આદરની તીવ્ર લાગણીઓને વરેલો હોય,
તો એ પ્રેમ ♥️છે.....

વાંચી આ રચના મારી આપનું હૃદય કોઈને મળવાની ચાહમાં હોય,
અને જેને મળવાની ચાહમાં છો એ પણ તમારી રાહમાં હોય,
તો એ પ્રેમ ♥️છે.....

✍️,prASHAnt..♥️🌳♥️

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED