*એક આખી જિંદગીનો નકશો* વાર્તા. ૨૬-૩-૨૦૨૦
આખી જિંદગી પરિવાર માટે તન,મન ઘસીને પણ પોતાના માટે ઘરમાં નકશો ના બનાવી શકાય કારણકે નવી અને જૂની પેઢીનું અંતર...
આ વાત છે મણીનગરમાં રહેતાં કંચનબેન ની....
નાની ઉંમરે લગ્ન થયા...
અને સાવ નાનાં ગામડાંમાં થી શહેરમાં આવ્યાં..
કંચનબેન ત્રણ ચોપડી જ ભણેલા હતા...
પણ ગુજરાતી લખતાં વાંચતાં સરસ આવડતું હતું..
ઘરમાં સાસુ સસરા અને બે દિયરો અને બે નણંદ હતાં...
કંચનબેન સૌથી મોટી વહુ હતાં...
કંચનબેન નાં પતિ મનસુખલાલ...
મનસુખલાલ ધંધામાં રચ્યા પચ્યા રહેતા...
અને મનસુખલાલ નામ પ્રમાણે જ મનનું સુખ ગમે ત્યાંથી અને ગમે તે રીતે મેળવી લેતાં અને કંચનબેન પાસે એવું બતાવતાં કે મારાં જિંદગીમાં આવનારી પહેલી અને છેલ્લી સ્ત્રી તું જ છે...
આવાં રંગીલા મનસુખલાલ હતાં...
પણ રૂપિયા કમાવા માટે એ કોઈ પણ ને દગો કરતાં અચકાતા નહીં...
આમ મનસુખલાલ બધીજ રીતે સૂરા હતાં...
જ્યારે કંચનબેન ધાર્મિક અને પતિવ્રતા એક ભારતીય નારી હતાં...
પોતાના પરિવાર ની સંભાળ અને પરિવાર નાં સભ્યો ની કાળજી એ જ એમનો જીવનમંત્ર હતો...
મનસુખલાલ કમાઈ ને કંચનબેન ને આપે...
કંચનબેન બધું ભેગું કરીને...
બે દિયરો અને બે નણંદ ને ધામધૂમથી પરણાવ્યા....
નણંદોને પાંચ પાંચ તોલા સોનું અને કરિયાવર આપી સાસરે વળાવી...
દિયરો ને બે મકાન લઈ આપ્યા અને એમને પણ અલગ રહેવા મોકલ્યા....
સસરા ને ટીબીની ગાંઠો થઈ ગઈ હતી...
દવા કરાવી પણ એ બચી નાં શક્યાં...
સાસુ કાન્તા બા રહ્યા...
કંચનબેન ને ચાર દિકરાઓ થયાં...
મોટો રવીશ...
બીજા નંબરે કરણ...
ત્રીજા નંબરે સોહમ...
ચોથા નંબરે પલાશ...
ચારેય છોકરાઓ ને ભણાવ્યા અને ગણાવ્યા...
ઉંમરલાયક થતાં બધાને વારાફરતી પરણાવ્યા...
રવીશ ની પત્ની ભારતી... કરણ ની પત્ની રૂપલ... સોહમ ની પત્ની દક્ષા... પલાશ ની પત્ની મંજરી...
આટલાં બધાં સભ્યો થયાં એટલે ઘરમાં સંકડામણ પડતાં બધાને અલગ કર્યા...
રવીશ અને ભારતીએ જુદા થવાની નાં પાડી પણ એમને કહ્યું કે એ પલાશને ભેગો રાખશે... તમે અલગ થઈ જાવ...
આમ બધાને અલગ કર્યા પછી...
પલાશ અને મંજરી વાતે વાતે કંચનબેન નું અપમાન કરતાં...
કારણકે મંજરી ને એ જૂનવાણી અને ગમાર લાગતાં હતાં...
કંચનબેન કંઈ કહેવા જાય તો પતી પત્ની અપમાનિત કરતાં...
એક દિવસ કાન્તા બા ની તબિયત બગડતાં એ પથારીવશ થઈ ગયા...
મનસુખલાલ તો આખો દિવસ બહાર રહે અને રાત્રે જ ઘરે આવતા અને જમીને પોતાનાં રૂમમાં વોટ્સએપ પર મેસેજ કર્યા કરે...
હવે તો મનસુખલાલ પણ કંચનબેન ને વાતે વાતે ઉતારી પાડે...
કંચનબેન આખાં ઘરમાં જાણે વધારાનાં હોય એમ બધાં વ્યવહાર કરે...
કંચનબેન એકલાં એકલાં રડે...
કાન્તા બા ની સેવા પણ કંચનબેન જ કરે..
મંજરી તો રૂમમાં પણ નાં આવે...
થોડા દિવસ સેવા કરાવીને કાન્તા બા પરલોક સિધાવી ગયા...
લોકાચાર અને બારમા તેરમા ની વિધિ બધી પતી ગઈ...
ત્યાં સુધી કંચનબેન ને એકલું ના લાગ્યું પણ પછી પાછા એ એકલાં થઈ ગયા...
જાણે ઘરનાં નકશામાં એમનું નામોનિશાન જ નાં હોય...
રવીશ સમજાવીને થોડા દિવસ પોતાના ઘરે લઈ આવ્યો..
પણ કંચનબેન હવે સૂનમૂન જ બેસી રહેતાં..
ભારતી એમની સાથે વાતો કરી ને એમનું મન હળવું કરાવે પણ એ બોલતાં જ નહીં...
ચારેય દિકરાઓ ને ઘરે એક એક દિકરો થયો...
પલાશ નો દિકરો દેવાંગ સતર વર્ષ નો થયો ...
દેવાંગ પોતાના રૂમમાં જઈને કંચનબેન ને બૂમ પાડી ને બોલાવે અને પગ દબાવવાનું કહે અને એમને મજબૂરીથી પગ દબાવવા પડે...
કંચનબેન ને બોંતેર વર્ષ થયા છે તો એમને પણ થાક લાગે છે પણ એમની પિડા કોઈ સમજતું નથી..
એમનાં પગ તો કોઈ નથી દબાવતુ પણ આ આખી જિંદગી ઘરનાં માટે જાત ઘસીને પણ હજુયે એ આ ઘરમાં પોતાને રહેવા માટે નકશો શોધે છે....
એકલાં એકલાં ગુમસુમ વિચારો કરે છે રે કિસ્મત...
આ આખી જિંદગી નો નકશામાં મને હજુયે ક્યાંય સ્થાન મળ્યું નહીં...
ભાવના ભટ્ટ અમદાવાદ......