સપના - હું ને ભગવાન ગુજરાતી છોકરી iD... દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સપના - હું ને ભગવાન

ભગવાન : ભગવતે , તમારા મનની વાત સમજવા માટે મન ને ખુલ્લું મુકો!!

હું : કોણ તને??

ભગવાન : કોઈ મને રામ કહે ,કોઈ શિવ કહે, કોઈ અલ્હા કહે , જેને મન માને તેમ કહે.

હું : મેતો કયારે પણ તમારી સેવા કે દુપ ધુમાડા નથી કરતી તો આજે તમે કેમ આવ્યા??

ભગવાન : ભગવતે, મન માં ને મન માં ભમતું આ પ્રશ્ન ના વીટોળા ને શાંત કરવા માટે.

હું : તમે ક્યાં રહો છો??

ભગવાન : ભગવતે,તારા મા, આજુબાજુ માં , હું જળમાં રસ છું, ચંદ્ર તેમજ સૂર્ય માં પ્રકાશ છું, બધા વેદોમાં ઓકાર છું, આકાશમાં શબ્દ અને પુરુષ માં પૂરુંષત્વ છું, અગ્નિ માં તેજ છું,તેમજ સમસ્ત ભૂતોમાં એમનું જીવન છું અને તપસ્વી ઓમ તપ છું . હું બધે જ છું

હું : બસ બસ હું સમજી ગઈ તો બધા મંદિર માં કેમ જાય છે?

ભગવાન : એતો મારુ બીજ છે.

હું : આ દુનિયા માં કોને સુખ શાંતિ છે??

ભગવાન : ભગવતે, જે પુરુષે મન અને ઇન્દ્રયો જીત્યા નથી તેનામાં નિશ્ચયાંત્મકા બુદ્ધિ નથી હોતી તેમજ એ અયુક્ત માણસના અન્ત:કરણ માં ભાવના પણ નથી હોતી તથા ભાવનાહીન માણસને શાંતિ નથી મળતી અને શાંતિ વિનાનના માણસ ને સુખ ક્યાંથી મળે??

હું : તમે બોવ જ અટપટી વાત કરી મને સમજ માં ના આવ્યું!! સુખ માટે શું કરવાનું???

ભગવાન : ભગવતે, જે માણસની બુદ્ધિ સ્થિર છે,અચળ પ્રતિષ્ઠાવાળા સમુદ્રમાં અનેક નદીઓનાં પાણી તેને વિચલિત કર્યા વિના જ સમાઈ જાય છે, તે જ પ્રમાણે સર્વ ભોગો જે સ્થિરપજ્ઞ પુરુષ માં કોઈ પણ પ્રકારનો વિકાર વિચાર કર્યા વિના જ સમાઈ જાય છે, તે જ પુરુષ પરમ શાંતિ ને પામે છે, ભોગોને ઈચ્છનારો નહીં પરન્તુ જે સઘળી કામનાઓ છોડી ને મમતા વિનાનો,અહકાર વિનાનો હોય તે શાંતિ ને પામેલો છે.

હું : તો બધા કહે છે પુનજન્મ આ શક્ય છે??

ભગવાન : ભગવતે, હસવું આવે છે મને તારા આ પ્રશ્નથી કહું જ હવે, દેવતાઓને પૂજનારા દેવતાઓને પામે છે,પિતૃઓને પૂજનારા પિતૃઓને પામે છે,ભૂતોને પૂજનારા ભૂતોને પામે છે અને મારુ પૂજન કરનારા ભક્તો મને જ પામે છે ; માટે જ મારા ભક્તોનો પુનજન્મ નથી થતો.

હું : ભગવાન તમને સમજવા બોવ જ મુશ્કેલ છે તમને સમજવા માટે મારે શું કરવા નું???

ભગવાન : ભગવતે, બસ તારું ચિત્ત ને પેહલા સ્થિર કર.

હું : કોશિશ કરીશ પણ હવે પાછો એક પ્રશ્ન " આત્મા અમર" છે??? કંઈક સમજાવો ને!!

ભગવાન : ભગવતે હા ,આત્મા અમર જ છે . જેમ માણસ જૂનાં વસ્ત્રો ત્યજી ને બીજાં નવાં વસ્ત્રો ગ્રહણ કરે છે, તેમજ જુવાત્મા જૂનાં શરીરો ત્યજી ને બીજા નવા શરીરો પામે છે . કેમકે આ માન્યતા મુજબ જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મારેલાનો જન્મ નિશ્ચિત છે, એની પાછળ શોક કરવો તમારા માટે યોગ્ય નથી.

મમ્મી : જગદમ્બા ઉભીથા ઘડિયાર માં જો આઠ વાગી ગયા છે.

હું : મમ્મી તું મારી લાઈફ માં હંમેશા ખોટા ટાઈમે જ એન્ટ્રી પાડે છે!! હજુ મારુ ભગવાન સાથે નું સપનું પૂરું નહતું થયુ હજુ તો બોવ બધા પ્રશ્ન પૂછવાના હતા ને ત્યાં જ તું આવી..

( આ કાલ્પનિક છે આ રચના માટે માતા ગીતા નો સહારો મેં લીધો છે,સારું લાગે તો બધાને કહેજો ને આપના અમૂલ્ય પ્રતિભાવ આપજો , જો કોઈ ભૂલ હોય તો મને એકનેજ કહેજો 😊. )