જિંદગી નો મજા - કેરલ ગુજરાતી છોકરી iD... દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

જિંદગી નો મજા - કેરલ

ના હવે કોઈ ઈચ્છા,
ના હવે કોઈ તમન્ના,
ના હવે ખુશી જોઈએ,

ના હવે કોઈ ગમ,


કયારેક પોતાની જાત ને ઓળખવા માટે પોતાના માટે જ થોડોક ટાઈમ આપવો પડે. આપણે પોતાને ટાઈમ તયારે જ આપીય જયારે અપડે કોઈ નાની ટુર પર જઈ. મેં પણ પોતાની જાત ને ઓળખવા માટે બેસ્ટ પ્લેસ એટલે કેરલ જવાનું વિચારીયું. તો ચાલો તમને પણ કેરલ ને મુસાફરી કરાવું.

કેરલ એટલે કે દક્ષિણ ભારતનું એક રાજ્ય..રાજ્યતો નાનું છે,પણ ધરતી પરનું સ્વર્ગ છે..

કેરલ એટલે કે ધરતી પરનું સ્વર્ગ.. બસ પોતાનામાં સમાઈ જવાની જગ્યા..કુદરતી વાતાવરણ ભગવાન એને ચીપી ચીપી ને બનાવ્યું છે..શાંતિ એટલે કેરલ રાજ્ય.. ના કોઈ પ્રદૂષણ ,ન કોઈ ઘોંઘાટ બસ જ્યાં નઝર નાખો ત્યાં હરિયાળી હરિયાળી..

કેરલના હિલસ્ટેશન ને પહાડોને પ્રકૃતિ સાથે કંઈક અલગ જ નાતો છે,તેની સુંદરતા લોકોના દિલ માં મોખરે સ્થાન ધરાવે છે..ધૂમમ્સ થી ઘેરાયલા આ રાજ્ય લોકો ને મન મોહિત કરે છે..અહીં પોતાના મન ને શીતળ શાંતિ મળે છે..આપણા મન ને મન મુકીને માણવાની ને અનુભવ ની જગ્યા એટલે કેરલ.. જંગલ માંથી એ મધુર મધુર અવાજ આત્મા ને કંઈક અલગ ફીલ કરાવે છે.. એ ઝરમર ઝરમર વરસતો વરસાદ, એ વરસાદ ના પાણીનો ટપક ટપક પડતા અવાજે મારુ મન મોહી લીધું... એ મારા એક અવાજ પરથી સામેના જંગલ પરથી મળતો પડધો કંઈક અલગ જ મજા અપાવે છે...આયુર્વેદિક દવા ની સારવાર માટે પણ કેરલ પ્રખ્યાત છે..

કેરલના જંગલોમાં લુપ્તથતી પ્રાણીઓ ની જાતિ જોવા મળે છે જેમ કે બંગાળી વાઘ જે ભાગ્યે જ બીજા જંગલો માં જોવા મળે છે.. પ્રાણીજગત અને હરીયાળી અદભુત અનુભવ કરાવે છે..
કેરલની મુન્નાર / ટેકડી કેરલ નું સ્વર્ગ ..બસ કેરલ એટલે મુન્નાર ને મુન્નાર એટલે કેરલ.. મુન્નારના દેવકુલ્મ હિલસ્ટેશન મેં મારુ મન મુકીને માણી લીધું, નાચી લીધું બસ હવે મારે કંઈક પણ ના જોય..અહીં આજુબાજુ ના પહાડો, પહાડો માંથી વરસતું એ ઝરણું મારુ મન ત્યાં વરસી ગયું.. મારા વરસતા મન ને વેગ આપતી ત્યાંની એ આહલા દાયક હવા આહાહા..અહાહાહા..આહાહાહાહા.. બસ અહીં હું ને મારુ મન..રરરરમેં મારા મનમાં કુટી કુટી ને મુન્નાર ને મારા મન માં સમાવી લીધું છે.....

કેરલ (આલુપુજા)માં બોટ હાઉસ.. કેરલની શોભામાં વધારો કરે છે..બોટ હાઉસ માં બેસીને પૂરું એલીપી જોવાની મજા જ કંઈક અલગ છે.. ખળ ખળ વહેતા પાણી ના મોજા , એ મોજા માં હલતી એ બોટ.. આજુબાજુમાં આવતા એ નારીયેળી ના ઉંચા ઉંચા ઝાડ,એ ઝાડ પર લીલા લીલા નારીયેળ ત્યાં નારીયેળી પર ચડીને બસ એને અડવાનું મન થાય છે..

કેરળ એક તટવર્તી રાજ્ય હોવાથી ,કેરળમાં બીચનો પ્રમાણ વધારે છે જેમ કે કોવલમ બીચ,વરાલા બીચ,વરકલા બીચ, વેતુકુંડ બીચ વગેરે.. બીચ પર નું એ ક્લિન ને બ્લુ એ પાણી.. બીચ ને અલગ જ દિશા આપે છે..સ્વિમિંગ માટે બેસ્ટ પ્લેસ.. બીચ પર નો ખળ ખળ વહેતા પાણીના એ મોજા ,મોજા એ પથ્થર સાથે અથડાતા નો એ થરરરરર....થરરરરરરર,એમાં રહેલી માછલીનું તડપી તડપી ને પાછું પાણીમાં જવું..એ માછલીને જોય ને અમારું મન માં ને મન માં હરખાવું. બાજુ માં જ રહેલા કાચી કેરીને તમરક વેહચતા ફેરિયા એની સાથે ની કેરલ રાજ્ય નું અલદાયક ને ચોખી ને સ્પષ્ટ એની કહાનીઓ બસ આનાથી વધારે કંઈ જ નથી જોતું મારે.

કેરલની આ ટ્રીપ મારી લાઈફની બેસ્ટ ટ્રીપ છે...મેં મારી ડાયરીમાં લખેલુંં ત્રીજું સપન પૂરું થયું.....હજુ હું કેરલ પર લખવા બેસુંતો મારા હાથ દુઃખવા લાગે..ના હજુ ટ્રીપ પુરી તો નહીં થઈ હજુ ટ્રેનમાં જ છું હજુ મારે 35 કલાક નો રૂટ કટ કરવાનો છે...