Duman dairy books and stories free download online pdf in Gujarati

દમણ ડાયરી

કોલેજ ભણવાની સાથે બાળકો ગણવા પણ જાય છે. એમાં પણ એંજિનરિંગ કોલેજ લાઈફ ઘણું બધુ શીખવી દે છે. અંહી થી જ એક ટીન એજર માંથી મેન બને છે, કેટલોક મિત્રોનો તો કેટલોક કોલેજનો પણ તેમાં હાથ હોય છે. સુરતની ખૂબ જ જાણીતી કોલેજ ડિગ્રી એંડ ડિપ્લોમાં ઇંજિનરિંગ કોલેજમાં, કોમ્પુટર ઇંજિનરિંગ, મિકેનિકલ ઇંજિનરિંગ,કેમિકલ ઇંજિનરિંગ,ઇલેક્ટ્રીક ઇંજિનરિંગ વિગેરે જેવા ડિપાર્ટમેંટ માંથી કેટલાક વિધાર્થીઓને દમણની અંદર રમતગમત સપર્ધાઑ માટે મોકલવામાં આવ્યા હતા . બધા અલગ અલગ ડિપાર્ટમેંટમાં હોવાથી એક બીજાથી અજાણ હતા. પણ પરિચય કેળવતા કેટલીવાર!અજાણ સફર પર જવા માટે નીકળેલા આ 5 ની જિંદગી કંઈક અલગ જ થવાની હતી.

પોતાનો સમાન લઈને ટ્રેઈન માં જવા માટે નીકળે છે. એક જ કોલેજ માં આ પાંચે અલગ અલગ ફિલ્ડમાં હતા . કોઈનો કોઈ જોડે કોન્ટેક ન હતો, પણ આ કોમ્પિટિશન માં પાંચ જોડે હતા બધા અલગ અલગ ફિલ્ડમાં હતા. ટ્રેન નો ભોપું વાગી ચૂક્યો હતો, ટ્રેન સ્ટેશન છોળી ચૂકી હતી. ટ્રેઈ જેમ જેમ આગળ વધી રહી હતી તેમ તેમ એક બીજા થી વાતો કરવાનું શરૂ કરે છે.

“હાય હેમા, મારૂ નામે પિયુષ છે,કેમિકલ ઇંજિનરિંગમાં છૂ” તેણે હેમા સામે હાથ મળવતા કહ્યું.

“હા હું તને જાણું છૂ, પ્રોફેસર તમારું ઉદાહરણ આપતા હોય છે. અમે તને પુસ્તકિયો કીડો જ કહીયે છીયે” કહેતા જ તે હસી પડી.

“એમાં શું મને ગમે છે હું તે જ કરું છુ. મને પુસ્તકો વાંચવા ગમે છે, આપણે જ્યાં જહી રહયા છીએ તે પણ એક એતિહાસિક જગ્યા છે. આજાદીના એક દશક પછી પણ અહી
પોર્તુગલઓનું શાસન હતો.” પિયુષએ તેના જાડા ડાબલા સાફ કરતાં કરતાં કહ્યું.

“ઓહ, વાવ ખૂબ જ રસપ્રદ હતું, મજા આવશે તારી પાસેથી ઇતિહાસ જાણવાની” હેમાએ આંખો ઉલાળતા કહ્યું.

“ અમે પણ છીએ, તમારું બનેનું પત્યુ હોય તો ?” ગોપી શરારત ભર્યા અંદાજમાં કહ્યું.

“મારૂ નામે છે, અજય પણ બધા મને ટોમથી જ ઓળખે છે. હું કોમ્પુટર વિભાગમાથી છુ.”

“હવે અમે તને ઓળખીએ જ છીયે બિલાડીના બચ્ચા, તું રહેવા જ દે! “ સુપ્રીમે હસતાં હસતાં કહ્યું.

“બધા સાથે ખૂબ મજા આવશે!” હેમાએ કહ્યું.

“તમને જોઈને લાગે છે કે આ સપ્રધાઓ આપણે જ જીતીશું” પિયુશે કહ્યું.

“વિશ્વાસ છે જીતીને જ આવીશું” ગોપી કહ્યું. દમણ આવી ગયું હતું. એક જાટકા સાથે ટ્રેન ઊભી રહી ગઈ

************

ભારતનો ઇતિહાસ વિવિધતાઓથી ભરેલો રહ્યો છે. અલગ અલગ સમયે અલગ અલગ પ્રજાઓ ભારતમા આવી છે. ભારતમાં સૌથી પહેલા પોર્ટુગીઝ આવ્યા. તેમણે 1510માં બીજાપુરનાં સુલ્તાન યુસૂફ આદિલ શાહને હરાવીને વેલ્ગા હોવા (જુનુ ગોવા) પર કબ્જો કરીને સ્થાયી કોલોની બનાવી. યુરોપિય પહેલો પ્રવાશી પણ વાસ્કો દ ગામા જ હતો. હાલનો દમણ શહેર ગુજરાતીયોનો બીજો ઘર કેવાય છે. દમણ ગંગા નદી કિનારે વસેલો આ શહેર બે ભાગોમાં વહચાયેલો છે મોટી દમણ અને નાની દમણ! મોટી દમણમાં અહી અનેક ચર્ચ આવેલા છે. તેનો એક ખૂબ જ સુંદર ચર્ચ કૈથેડરલ બોલ જેસૂ ગણાય છે. ચર્ચની દીવાલો પર ઈસા મસીહના ખૂબ જ અદ્ભુત ચિત્રો ચર્ચની દીવાલો પર જોવા મળે છે.સેંટ જેરોમ કિલ્લો નાની દમણ ખાતે ઇ. સ. ૧૬૧૪થી ઇ. સ. ૧૬૨૭ની વચ્ચેના સમયમાં બનાવવામાં આવેલો છે. આ કિલ્લાનું નિર્માણ મુગલ આક્રમણોથી સુરક્ષિત રહેવા માટે કરવામાં આવ્યું હતું. આ કિલ્લામાં ત્રણ ટાવરો આવેલા છે. થતાં એક મુર્તિ છે, તે સિવાય એક કબ્રસ્તાન અને શાળા પણ છે. દમણથી પાંચ કિલોમીટર ઉત્તર તરફ દેવકા બીચ આવેલું છે. દમણની દક્ષિણ તરફ જામપોર બીચ આવેલું છે. પોર્ટુગીઝો ભારતમાં 1510 થી જ હતા, જેથી તેની ઘણી ખરી વસાહતો જર્જરિત અવસ્થામાં દમણ અને દમણના જંગલોમાં બંધ અવસ્થામાં જોવા મળે છે. દમણમાં આવી બે બદનામ જગ્યા એટ્લે સેંટ લ્યુસી હોસ્ટેલ જેનું બાંધકામ એટલો જ જૂનો છે જેટલો ભારતમાં પોર્ટુગીઝોનો, હોસ્ટેલ વર્ષો સુધી બંધ હતી, ફરી તેને ખોલવામાં આવી છે સિવાય એક ઓરળો, આ ઓરળાનો ભેદ કોઈ જાની નથી શક્યું! અહી ઘણી બધી યુવતીઓનું કહેવું છે, તેને રાત્રે વિચિત્ર ચીંખો, કોઈના રળવાના આવજો આવતા રે છે? તો દેવકા બીચ પાસેના જંગલોમાં આવેલી જૂની હવેલીઓ પાસે પણ જવાનું લોકો ટાળે છે? આટઆટલી બદનામ જગ્યાઓ હોવા છતાં ઘણા કોઈ અણબનાવ બન્યા ના સમાચાર વર્ષોથી કોઈએ સાંભળ્યા નથી !

દમણનું સેંટ જેરોમ સ્ટેશન એક પછી એક કરીને હેમા,સુપ્રીમ, ટોમ,ગોપી અને પીયૂષ ઉત્તર્યા, ટ્રેનની લાંબી સફરનો થાક બધાના શરીર પર દેખાઈ રહ્યો હતો. એકને એક જગ્યાએ કલાકો બેસ્યા પછી શરીર અકળાઈ ગયો હતો. આસપાસ કોઈ સારી હોટેલ હશે, દમણમાં હોટેલ સારી મળી જ રહે!
આપણે હોટેલ માટે થોળું ચાલવું પળશે" પીયૂષ ફોનમાં જોતા કહીયું.

" તું ત્રિવાગો. કોમ માં જો મળી જશે હોટેલ સારી એવી" ગોપીએ કહ્યું.

“ગાઈસ આપણે કોલેજ તરફથી હોસ્ટેલમાં રહેવાનુ છે, તો આ હોટેલ્સ શોધવાનું બંધ કરીને, જોર્જ સરે જે મને ટેક્સ્ટ મેસેજમાં એડ્રેસ આપ્યું છે, તે ટેક્સીવાળા ણે જઈને પૂછીએ” ટોમએ કહ્યું

“ઓહ તો સાલા હવે કે છે?” પિયુષે કહ્યું

“તમે લોકો કોઈને બોલવાનો મોકો આપો તો ને!” ટોમએ મોટા અવાજે કહ્યું.

"ભઈ, થોડી ઠંડ રખ”

ઓટોવાળા, ટેક્સી વાળા ત્યાં ચાલવા માટે તૈયાર નોહતા, હોસ્ટેલ દમણની બહાર હતી. કોઈ કોઈ તો વળી એવી સલાહ આપીને ગયો કે તમે પણ ત્યાં નહિ જતાં, ત્યાં ભૂત છે, ભૂત.. અમે બધા પેટ પકડીને હસ્યા. ગૂગલ મેપ ના સહારે અમે હોસ્ટેલ તરફ વધ્યા, સાલું ગૂગલ તો તળાવ સામે આવીને ઊભો રહી ગયો?

“આ ગૂગલ સાલો મરાવી દેશે!” પિયુષે ગાળ બોલતા કહ્યું.

અમે હોસ્ટેલમાં પોહચ્યા તો બધુ નોર્મલ હતું!
રેક્ટર પાસે જઈને અમે અહીં પોહચવા માટે કેવી કેવી તકલીફો પળી તેની વાતો અમે માંડીને કરી અમરી સાથે એક દમણનો છોકરો અને ગુજરાતની એક બે કોલેજના બે-ત્રણ જણ બેઠા હતા.

“સાલું આ ભૂતિયા જગ્યા છે? પિયુષે કહ્યું.

“હા ઓરળા નંબર ૬૩ એનાથી જે લોકો’ ડરે છે.” રેક્ટરે કહ્યું.

“ સર તમને ડર નથી લાગતો ?” ટોમે કહ્યું.

“ લાગતો હતો ! હવે નથી લાગતો “

“કઈ સમજયું નહીં સર”ગોપીએ કહ્યું

“હું જયારે અંહી આવ્યો ત્યારે આ હોસ્ટેલ વિષે જેટલા મો તેટલી વાતો મૈ સાંભળી! આજે મને અંહી દશ વર્ષ થઈ છે, મૈં એવું કઈ જ નથી જોયું, વિજ્ઞાન શું કે છે? જ્યાં સુધી તમે પ્ર્તેક્ષ અનુભવ ન કરો ત્યાં સુધી વિશ્વાસ નહીં કરો !”રેક્ટરે કહ્યું.

“પ્ર્ત્યેક્ષ ને પ્રમાણની શું જરૂર ?”હેમાએ કહ્યું.

“આની પાછળ કોઈ કહાની તો હશે ને?” પીયૂષે કહ્યું.

“વાત કાયરની છે ખબર નહીં પણ આ હોસ્ટેલ પોર્ટુગલના સમયની છે. અંહી ઇંડિયન, બ્રિટીસ, પોર્ટુગલ એમ અલગ અલગ દેશોની યુવતીઓ દમણની અંદર ભણતી અને અંહી રેહતી હતી. તેનું નામે એના હતું. તે ખૂબ જ સુંદર હતી કે, દમણની અંદર તેની જ ચર્ચાઓ હતી, તેની આ હોટલમાં એક દિવસ રહસ્યમઇ રીતે હત્યા થઈ ગઈ હતી” રેક્ટરે કહ્યું.
“તો તેનું ભૂત થાય છે એવી અફવાઓ ક્યારથી સાંભળવા મળી?” ટોમે પૂછ્યું!

“રાત બહુ લાંભી થઈ ગઈ છે, તમે રેસ્ટ કરશો એમ પણ આખો અઠવાડિળ્યું તમે અંહી જ છો…. ચાલો ગુડ નાઈટ”

“ગુડ નાઈટ સર....” બધા એક શૂરમાં બોલી ઉઠ્યા

દરેકને ગ્રૂપમાં એક એક ઓરળમાં બે-બે ત્રણ ત્રણ જણાને જગ્યા આપવામાં આવી હતી. વાતોમાં ને વાતોમાં ખૂબ જ મોળી રાત થઈ ગઈ હતી. ટ્રાવેલિંગ કરવા છતાં પણ, કોઈને અંહી ઊંઘ નોહતી આવી રહી,મનમાં ક્યાંક અને ક્યાંક, તે ઓરડા અંગે વિવિધ વિચારો આવી રહયા હતા.

“ભૂત.....ભૂત....ભૂત....” ટોમના અવાજથી બધા સફાળા ઊભા થઈ ગયા! અત્યારે તો રસી પણ સાંપ લાગે તેવી પરિસ્થિતીનો નિર્માણ થયું હતું!

બધાને હકબકા જોઈને ટોમે કહ્યું “કેમ બધાના ચહેરા પર બાર વાગી ગયા છે?”

“ટેકનિકલ રીતે જોવા જઈએ તો બાર નહીં પણ સવા બે વાગ્યા છે તારે એમ કહવું જોઈએ!”પીયૂષે કહ્યું!

“બે, હવે એક વખત ફરી ટેકનિકલ શબ્દનો ઉપયોગ કાર્યોને, તો તારી સિસ્ટમ હલાવી દઇશ કે પછી જિદગી ભર તારા બંટીની ઘંટી નહીં વાગે સમજ્યો કે સમજવું !” સુપ્રીમે કહ્યું.

“હું જસ્ટ મજાક કરતો હતો યાર” ટોમ જોરજોરથી હસી રહ્યો હતો.

"ગાઈસ કેમ બધાની આટલી ફાટી ગઈ?"

"બિલાડીના બચ્ચા ભે*** કેમ ડરાવે છે?" પીયૂષે ગુસ્સામાં કહ્યું.

“બે આ તો જસ્ટ મજાક કર્યો એમાં તારી ફાટી ગઈ છે જો ખરેખર ચૂડેલ તારી સામે આવી જાય તો તું શું કર? સારું થયું હેમાં અંહી નથી નહિતર તારી હાલત કેવી થાત?”

"તો ભે*** આવી રાતે કોઇની મજાક કરવાની ?"

“એક કામ કરીયે હેમાં અને ગોપીને પણ અંહી બોલાવી લઈએ, તે બને જાગતી હોય તો આપણે ટ્રુથ એંડ ડેર રમીયે !” સુપ્રીમે કહ્યું.

“હા બરાબર છે!” પાંચે જાણ ગોઠવાઈ ગયા હતા! પિયુષ ગોપીને ઘૂરિઘુરીને જોઈ રહ્યો હતો!

“તું મારી સામે આવી રીતે નહીં જો મને અનકનફટેબલ ફિલ થાય છે” ગોપીએ કહ્યું.

“હા આવી રીતે ઘુરશે તો અમારે નથી રમવું!”
ના મામા કર્તા કાણો મામો સારો તે મનમાં બોલ્યો!

“સોરી! હવેથી એવું નહીં થાય !” પીયૂષે કહ્યું.

પીયૂષે તંગ થઈ ગયેલા વાતાવરણને હળવું કરવા મોબાઇલમા ધીમું સંગીત વગાળ્યું . બધા ઓરળામાં ગોઠવાઈ ગયા હતા. હેમા બીયરની ખાલી બોટેલ લઈ આવી!

“વાહ હેમાં તું તો છૂપી રૂસ્ત્મ નીકળી” પિયુષના કહેતા જ બધા જોરજોરથી હસ્યા! બોટેલે હેમાં નો રૂખ કર્યો

“ ટ્રુથ કે ડેર ?”
“ટ્રુથ!”
"તારા પહેલા પ્રેમનું નામ?" ટોમે કહ્યું.

"મારા પહેલા અને છેલ્લા પ્રેમનું નામ તરુણ છે.” હેમાંએ કહ્યું
ખાલી બીયરની બોટેલ લઈને પીયૂષે પીધેલની એક્ટિંગ કરતાં કહ્યું." અબ બસ ઇસ દુનિયા મે બસ તેરા હી સહારા હૈ”
“હટ નોતંકી નહિતર પળશે”

"દેવ બાબુ તમારું પતી ગયું હોય તો ગેમ શૂરું કરીએ ?" સુપ્રીમે કટાક્ષ કરતા કહ્યું.

હવે બોટેલનો રૂખ ટોમ તરફ હતો. તે ગોપીની આંખ તરફ જોતાં કહ્યું “ડેર! “

“ઓરડા નંબર ૬૩, મૈં સાંભળ્યુ છે કે ત્યાં તે પોર્તુગલ યુવતીની એક પેંટિંગ પળી છે, શું તે તું મારા માટે લઈને આવી શકે છે?” ગોપીએ કહ્યું

“ગાઈસ બહુ મજાક થઈ ગયો, તું પણ ગોપી કઈ સમજીને ડેર આપ!” હેમાંએ કહ્યું

“હું લઈને આવીશ, તારા માટે પેંટિંગ, તું પણ તૈયાર રહજે…..” ટોમે કહ્યું.

*****
ટોમએ ખૂબ જ સાવધાની પૂર્વક ઓરડાની પાસે ગયો, અમે પણ તેની સાથે સાથે દરવાજા શુધી આવ્યા” ગાઈસ આ કરવું જરૂરી છે?” રેમાં ચેતવણી આપતી હોય તેમ કહ્યું!

“અંહીથી જવું વ્યાજબી નથી, બધાને ખબર પળી જશે કે કોઈ આની સાથે ચેડાં કર્યા છે, હું પાછળની બારી અંદર જવાની કોશિશ કરું છુ.” ટોમે કહ્યું.
તે રૂમ ત્રીજા માળે હતો. બારીમાથી જવું જીવનો જોખમ હતો. “પ્લીસ ટોમ નહીં જા, તું કે તે હું કરીશ!” હવે તો ગોપીએ પણ કહી દીધું.

“હું દમણથી મારા માથે લૂસરનો ટેગ લઈને નથી જવા માંગતો!” ટોમે કહ્યું.

હોસ્ટેલની એકદમ પાસે ખ્રિસ્તીઓનો કબ્રસ્તાન હતું, ત્યાંથી પણ સતત જાળીઓ હલવાનો અવાજ આવી રહ્યો હતો. વાતાવરણ ખૂબ જ ભારે લાગી રહ્યો હતો. હવાના સુંસવાટા, દૂર અંધારમાં ચમકતી આંખો, એકલ દોકલ પંખીની પાંખોનો ફરફર કરતો અવાજ!

અગાશી પર આવી અમે બધા ઊભા રહી ગયા! ત્યાંથી પાઇપ વળે લટકી, ટોમ નીચે શરકી બારી પાસે જવાનો હતો.
“સાલા હજું સમજી જા, આ કોઈ ખતરો કે ખિલાડી નથી કે લોકો તને જોઈને ખુશ થસે, તું મારી જઈશ તો કોઈને કાનો કાન ખબર પણ નહીં પળે!” સુપ્રીમે કહ્યું.

“જેને ખબર પળવાની છે, તેને પળે તો પણ બહુ છે” ટોમે ગોપી તરફ જોતાં કહ્યું.

****************

હાથમાં ગરમહાટ અનુભવાતી હતી, લોહીથી હાથ લાલ થઈ ગયા હતા. હું બારીની અંદર ઓરળમાં આવી ગયો હતો! કોઈ અજીબ દુર્ગંધ આવી રહી હતી, એક સદી પછી કોઈ માણશે અંહી પગ મૂકવાની હીમત એકઠી કરી હતી! મોબાઇલની ટોર્ચ ચાલુ કરી, અંહી ઘણું બધૂ જુનવાણી હતું! પણ તે પેંટિંગ હજું દેખાતી ન હતી ! ટોમ થોંભી ગયો, કોઈ પરછાયો તેની સામે જોઈ રહ્યો હતો!

પક્ષીઓના મધુર અવાજ આવી રહ્યો હતો! બધા જ પોતપોતાના ઓરડામાં ઊંઘી રહ્યા હતા. ગઈ કાલે તેઓએ ખૂબ ટોમની રાહ જોઈ પણ તે આવ્યો નહીં! આંખ ઊઘડતા જ ફરી ટોમને મળવા માટે ઓરળા નંબર ૬૩ની સામે આવી ઊભા રહી ગયા! રેક્ટરે ત્યાં બધાને જોઈ લીધા હતા!
“શું થયું કેમ સવાર સવાર ના અંહી ઘેરો કરીને ઊભા છો, તામ્ર ચહરાઓ કેમ પળી ગયા છે?”

“સર, ગઈ રાતે અમે બધા ટ્રુથ એન્ડ ડેર રમતા હતા, અમારા એક મિત્રને અમે અંદરથી એનાંની પેંટિંગ લઈ આવનું ડેર આપ્યો હતો તે હજું બહાર નથી આવ્યો “

“ દરવાજા પર તો તાડૂ મારેલું છે તો પછી તે અંદર કેવી રીતે ગયો?”

“તમે લોકો પણ ખરા છો !” રેક્ટરે કહ્યું.

દરવાજો તોડી દેવામાં આવ્યો! આંખા ઓરળાને ફંફોશી લીધો, ટોમ નોહતો, ન કોઈ પેંટિંગ!

“ આ ઓરળામાં કોઈ પેંટિંગ પણ હતી એવું તમને કોણે કહ્યું ?” રેક્ટરે કહ્યું,

“એક પોર્ટુગલ લેખકે તેમની એક કિતાબમાં આ વિશે લખ્યું હતું. અંહીના ગવર્નલને તે યુવતી ખૂબ જ ગમી હતી, તે કોઈના કોઈ બહાને એનાંને મળવાની કોશિશ કરતાં હતા, અને ખૂબ જ કીમતી સોગધ પણ આપતા હતા! એ સોગાધમાં આ પેંટિંગનો પણ સમાવેશ હતો!” સુપ્રીમે કહ્યું,

“ બહાદુર સાથે સાથે ચતુર પણ છો અને મૂર્ખ પણ “ રેક્ટરે કહ્યું.

“સર ટોમ ક્યાં ગયો હશે, મને તેની ચિંતા થાય છે”ગોપીએ કહ્યું.

રમત ગમતનો મજા હવે કરકરો થઈ ગયો હતો! ટોમ કાલ રાતથી જ ગાયબ હતો.

***************

દમણની અંદર આ બીજી રાત હતી! પાછલી રાત, ડીપ સ્લીપનો સમય હોય છે. કોઈ આકૃતિ હોસ્ટેલના મુખ્ય દરવાજથી અંદર પર્વેશી! ધીમે ધીમે પગઠિયા ચળી, ઓરડા નબર ૬૩ની સામે ઊભી રહી ! દરવાજો આપોઆપ ખુલ્લી ગયો! હોસ્ટેલની લાઇટો લબક જબક કરવા લાગી. પંખાનો અવાજ જોરજોરથી આવા લાગ્યો, હોસ્ટેલની અંદર તુફાન ઉપડ્યો હોય તેમ બારીઓ ધબાધબ કરવા લાગ, કોઈ કોઈ બારી તૂટતાં જ તેનો કાંચ ઓરળમાં ફેલાઈ ગયો! રેક્ટરની આંખ ખુલ્લી ગઈ, સામે કોઈ આકૃતિ ઊભી હતી, અંધારામાં તે કોણ છે ઓળખી શકવું અસંભવ હતું.

“કોણ છો? સામેથી કોઈ જવાબ આવ્યો નહીં!

“હું પૂછું છુ કોણ છો તમે ?” રેક્ટરે રીતસરની બારડ કાઢી,
એક વીજળીનો કડાકો થયો, ઓરળમાં પ્રકાશ ફરી વળ્યો, આકૃતિ જોઈને જ રેક્ટર ત્યાં જ પળી ગયો!

****************

દમણ, ગુજરાત
દિવસ-૩

“યાર ભૂલ મારી જ હતી, કે મૈં આવો ડેર આપ્યો, મૈં ડેર ન આપ્યો હોત તો તે આપની વચ્ચે હોત !” ગોપી કહ્યું.

“ તે તો રોકવાનો પ્ર્યત્ન કર્યો હતો! ટોમે જ જીદ પકળી હતી! કદાચ તે તને ઈંપ્રેશ કરવા માંગતો હતો!” પિયુષે કહ્યું.

હજુ અમે ટોમની વાત કરી રહ્યા હતા. ત્યાં જ ટોમ દરવાજાની સામે હતો!
તેના બધા જ વસ્ત્રો ફાટેલા હતા, તેનો શરીર પર રક્ત વહી રહ્યું હતું.
ટોમને જોઇને બધા ઉછળી પળ્યા, “ક્યાં હતો તું ?”

તેની આંખો મોટી થઈ ગઈ હતી, તે બસ એટલું બોલ્યો આપણે અંહીથી નીકળી જવું જોઈએ, તે મને નહીં જીવવા દે!”

“ તું કોની વાત કરે છે? કોણ તને જીવવા નહીં દે ?” સુપ્રીમે કહ્યું.

“ ભૂરા વાળ વાળો બુઢો માણશ!”

ત્યાં જ નીચેથી બૂમા બૂમનો અવાજ આવ્યો! રેક્ટરની લાસ જોઈ બધા બૂમાબૂમ કરી રહ્યા હતા! તેની આંખો ખુલ્લી હતી, ચેહરા પર ભય હતો! હોઠ પરીથી સફેદ પ્રવાહી બહાર આવી રહ્યું હતું.

“શું જોઈને તે આટલા ગભરાઈ ગયા હશે?”

“એ ભયાનક, આત્માને, હું ઓરળમાં ગયો ત્યારે મને, ખૂબ જ ડરવ્યો, પણ ત્યાં કોઈએ મારી મદદ કરી, એટ્લે હું તમારી વચ્ચે છુ! તેણે મદદના બદલામાં મદદ માંગી છે?”

“જે પેંટિંગ, આ ઓરળામાં હું સોધવા ગયો હતો, તે કબ્રસ્તાનમાં કોઈ એંથની કબર દ્ફ્નવેલી છે, તે પેંટિંગ જો આપણે અંહી હોસ્ટેલમાં લાવી શકીએ, તો એનાની આત્માને મોક્ષ મળશે! “

“તો આપણે કરીશું એનાંની મદદ ?” પિયુષે કહ્યું.

“ તે જેટલી સરળતાથી કહ્યું તેટલું સરળ પણ નથી, તે જનરલની આત્મા આપણે આવું કરવા નહીં દે” ટોમે કહ્યું.

“આપણે તેનું ધ્યાન ભટકાવીએ તો?” પિયુષે કહ્યું.

“આપણે આ જમેલાઓમાં પળવાની શું જરૂર છે?” ગોપી કહ્યું!

“જેણે ટોમની મદદ કરી છે, આપણે પણ તેની મદદ અચૂક કરવી જોઈએ,”

“હા, હું ફરીથી તે ઓરડમાં જઈશ અને તમે એંથનીની કબર પર?”

“નહી, આ વખતે, હું અને ગોપી ઓરળામાં જઈશું અને તમે ત્રણ કબર પર” સુપ્રીમે કહ્યું

***************

અમારો આગમન તેને ગમ્યો નહીં ! ઓરડા નંબર ૬૩માં જાણે તુફાન ઉપળ્યું હોય! કોઈ શૈતાની તાકાત અમને અંદર આવતા જ રોકી રહી હતી. ઓરળાની અંદર તમામ બારી દરવાજા ખૂબ જોરજોરથી ધબાધબ થઈ રહ્યા હતા. કોઈ મારી એકદમ સામે અનદ્ર્શ્ય રીતે હતું, મારો શરીર જવાબ દઈ રહ્યો હતો. ગોપી દોડીને અંદર જવા માંગતી હતી, તે હવામાં જ ફંગોળાઈ ગઈ, હવામાં જ તેનું શરીર વીછી આકારનું થઈ ગયું, તે મિનિટો શુધી હવામાં રહી, આ દ્રશ્ય ગૃત્વાકર્ષ્ણના તમામ નિયમોની ધજિયા ઉડાવી રહ્યું હતું!

સુપ્રીમનું કોઈએ ગળું પકળ્યું તેના પગ જમીનથી બે ફૂટ ઉપર આવી ગયા, ત્યાં જ કઈ તૂટવાનો અવાજ આવ્યો. ગોપી નીચે પળી, તેના શરીરમાં દર્દનું લખલખું દોળી ગયું! સુપ્રીમ પણ વોમિટ કરી રહ્યો હતો.

ઓરડમાં હવે કોઈ બીજો જ યુદ્ધ ચાલતો હતો, બે અદ્રશ્ય તાકતોનો યુદ્ધ, ઓરડાની કોઈ વસ્તુ સાથે પહાડ આથડયો હોય તેમ લાગતું હતું, આખી હોસ્ટેલમાં અતી ભારે ભૂકંપના આંચકાઓ અનુભવી શકાઈ રહ્યા હતા . આખો ઓરડો કચણઘાણ વળી ગયો હતો. ચારે તરફ તૂટેલો મલબો અને કાંચ વેરલો હતો, કોઈ સ્ત્રીનો ખૂબ જોરજોરથી રડવાનો અવાજ આવી રહ્યો હતો, ફરી કોઈ અદ્ર્શ્ય શક્તિએ મને પકળ્યો મારા હાથ પર તેણે કાંચની ધાર ચાલવાનો શૂરું કર્યો! ખૂબ જ ભયાનક દર્દ થઈ રહો હતો.

“ગોપી તું અંહીથી જા મારી ચિંતા નહીં કર !”

પણ ગોપી ચૂપ હતી “ગોપી તને કઈ થયું તો નથીને ?” આટલા શબ્દ બોલતા બોલતા મારી હાલત ખૂબ ખરાબ થઈ ગઈ

“પ્લીજ મને છોડી દયો....” સુપ્રીમના અવાજમાં ડૂમો હતો.

ત્યાં જ ત્રણે પેંટિંગ લઈને આવી ગયા, તુફાન શાંત થયો, પેંટિંગને ટોમે એક ખાલી દીવાલ પર લગાવી, પછી એનાંનો નહીં પણ તે શૈતાનનો રળવાનો અવાજ આવી રહ્યો હતો, જેણે એની આત્માને કેદમાં રાખી હતી, ફરી કોઈ યુદ્ધ શૂરું થયુ. અમને બે આકૃતિઓ દેખાણી એક એનાં અને એક કોઈ પોર્તુગલ પુરુષ, એનાં ખરેખર ખૂબ જ સુંદર હતી. તેણે તે શૈતાનને ચીરી, વિખેરી, વેતરી નાખ્યો, તે અમર થઈ ગઈ, તેણે અમારી તરફ જોયું સમાઈલ આપી, અને કોઈ સોનેરી કિરણ બની અંતરિક્ષમાં ઓજલ થઈ ગઈ!

******************

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED