prem - mari daakan books and stories free download online pdf in Gujarati

પ્રેમ - મારી ડાકણ

"ઓય!! ડાકણ, ચુડેલ,ગટર ની કીડી,વાંદરી, આદિમાનવ કેમ આજે ક્લાસ માં નહતી આવી???"

"જાબે ઇમોશનલ ની દુકાન તું મારુ એક સારું નામ ના લઈ શકે જો એકી સાથે બોવ બધા બોલે??"

"ઓ ઓ ઓ ઓ !!!! કેમ તને આ હજુ નાનું લાગે છે? હવે બીજી વાર બોલાવું તયારે હજુ મોટું બોલીશ . કેમ નહતી આવી એતો કહે?"

"હોહોહોહોહો આજે કેમ એમ પૂછે છે?"

"કેમ ના પૂછી શકું??"

"ના,"

"કેમ ના? તું મારી તો સોના બાબુ,જાનુ, દિકુ છે😊"

"બસ બસ હવે ફ્લટ કરવા નું બંધ કર બોલ શું કામ છે?"

"લે,તને કેમ ખબર પડી ગઈ મારે તારું કામ છે એ,!!!"

"લાસ્ટ ત્રણ યર થી તને જેલું છું એટલી તો ખબરજ ને"

"યાર તું એક જ મારી તો આ કોલેજ ની બેસ્ટ ફ્રન્ડ છે તું નહીં સમજે તો કોણ સમજશે મને,"

"બસ હવે ઇમોશનલ ની દુકાન બોલ શું કામ છે?"

"યાર આ ડેટાબેઝ ઓપરેટીંગ સિસ્ટમ નું અસાઈમેન્ટ સબમીટ કરવાનું હજુ મારે બાકી છે તારું તો આજે થઈ ગયું પણ મારુ બાકી છે ,પ્લીઝ લાસ્ટ ટાઈમ લખી આપને..."

"આના લાસ્ટ બે પણ હજુ તારું આ લાસ્ટ ટાઈમ જ છે એમને"

"પ્લીઝ !આ લાસ્ટ એટલે લાસ્ટ પછી હું મારુ લખીશ બસ પ્રોમિસ,"

"પક્કાવાલા પ્રોમિસ??"

"ના એમ તો કયારે કયારે તારા આ મુલાયમ હાથ ને કસરત તો કરવી જ પડેને,"

"જો આ લાસ્ટ છે હવે હું જ તને નહીં લખી આપું જા"

"હા માં ડાકણ લાસ્ટ ટાઈમ બસ"

"હા એક છોકરી તો પટતી નથી બડો આયો ફેશન કરવાવાલો પટતી નથી એટલે હું ભાવ નહીં આપતો એટલે હો વરના લાઈન લાગે લાંબી "

"હા !જોયું કાલે રિયા ની સામે કોણ કોને ભાવ આપતું હતું એ"

"યાર રિયા તો એક......."

કેમ બોલતી બંધ હજુ સુધી તારું આ બંધ નહીં થયું એમ ને!!

"યાર મજા આવે ડેર લેવાની ને દેવાની "

"જોજો ડેર માં ડેર માં કોઈની જિદગી ખરાબ ના થાય એ"

"હે ડાકણમાં ...બસ હવે તમારું આ પ્રસાદ વેચવાનું બંધ કરો"

"હા હું તને એમજ ઈમોશનલ ની દુકાન નહીં કહેતી બસ કોઈ સારી છોકરી ભાવ ના આપે તયારે ખબર ને કેવું બોલે હેહેહેહેહેહેહ્હે"

"હે ભાઈ તો હીરો છે એને હિરોઈન જ મળશે જોજેતું"

હિરોઈન હેહેહેહે પેહલા તું તારી બાજુ માં બેસે એ નિશા પટાવીને બતાવ તો હું માનું"

"નિશા ને હું?? ઈમ્પોસીબલ એની સામે જોવું પણ નહીં"

"એમ તો ઇમોશનલ ની દુકાન કોઈ નહીં મળે,ક્રશ બીજો હોય ,લવ બીજી સાથે થાય ને લાસ્ટ મેરેજ તો કોઈ અજાણ સાથે જ થાય"

"કોઈ નહીં મળેતો તું છે જ ને લાસ્ટ માં મેરેજ તારી સાથે 😂😂"

"મિરર માં તારું આ ડાચું જોયું હે દેશ માં લાસ્ટ ના ના આ દુનિયા માં પણ તું લાસ્ટ એક બોય વધે તો પણ મેરેજ તારી સાથે ના કરુ"

"હા હર એક કુત્તે કા દિન આતા હે દેખલેના ..."

"એટલે કે તું તારી જાત ને એક કૂતરો જ મને એમને હેહેહેહેહે"

"ડાકણ હવે લેકચર છે તે પણ બન્ક કરવાનો છે???"

"ના ચાલ વરના માટકી ક્લાસમાં એન્ટર ની પરમીશન નહીં આપે"

"પણ મારુ અસાઈમેન્ટ લખી આપજે"

"હા,પ્યારા કુત્તાજી લખી આપીશ બસ શાંતિ!!"



**********************


( 20 વર્ષ પછી )

"પ્રિન્સેસ ક્યાં છે તું????"

"અરે શાંતિ શાંતિ અહીં રૂમ માં જ છું , તમારો આ ડેક્સ સાફ કરું'

"પ્રિન્સેસ રેહવાડેને હમણાં મંજુ માસી આવશે એટલે એ કરશે.."

"પપ્પા એમ પણ હું ઘર માં બેઠી બેઠી શું કરું??"

"બેટા તો તારા ફ્રન્ડસ ને બોલાવી પાર્ટી કર, બહાર ફરવાજા"

"પપ્પા એ બધા વેકેશન છે એટલે કોઈ ગામડે ગયું છે કોઈ ફેમેલિ સાથે બહાર ગયું છે ને નેન્સી ને ક્યાં આ બધું ગમે ... એટલે હું એકલી જ છું.."

"ઓ મારી પ્રિન્સેસ ને નથી ગમતું એમને.??"

"હા પપ્પા , પણ પપ્પા એક વાત કહું ??"

"બોલ પ્રિન્સેસ આજે હું ફ્રી જ છું"

"પપ્પા આજે હું તમારો ડેક્સ સાફ કરતી હતી તયારે એક ડાયરી મળી તે મેં વાંચી હતી"

"ઓ તે તારા હાથ માં આવીજ ગઈ એમ ને!! હા એ મારી ડાયરી છે"

"પણ પપ્પા એમાં જે ડાકણ તમે જેને કહો છો એ કોણ??

બોવજ અખરો પ્રશ્ન તારો"

"કહોને પપ્પા"

"એ મારી બેસ્ટ ફ્રન્ડ હતી હું એને ડાકણ કહેતો ને જે મારા સારા ખરાબ નું ધ્યાન રાખતી, મારા અસાઈમેન્ટ લખી આપતી,મારી નાની નાની પ્રોબ્લેમ ને સોલ કરીને મને આપતી, જો એ મારી લાઈફ ના આવી હોત તો હું આજે આ સારી એવી કંપની આજે તાર નામ ના હોય, હા એજ ડાકણ તું જેને હાર ચડાવેલા ફોટા માં જોઈને મમ્મી કહે છે એનેજ હું ડાકણ કહેતો"

"ઓ તમે મારા મમ્મી ને જ ડાકણ કેહતા "

"હા એ મારી ડાકણ હતી.( આંખ માં આંસુ લૂછતાં લૂછતાં )"

"કેમ પપ્પા રડવા લાગ્યા?? કેમ હું તમારું ધ્યાન નથી રાખતી?"

"ના પ્રિન્સેસ એવું નથી તું કોપી તારી માં પર જ ગઈ છે "

"પપ્પા તમે કેમ 2nd ટાઈમ મેરેજ નથી કરીયા?? દાદી તો હજી કહે છે મેરેજ નું"

"ના પ્રિન્સેસ લાઈફ એક જ હોય છે એમાં સાચો પ્રેમ પણ એકજ વાર થાય છે એતો તું જાતે જ સમજી જઈશ"

"હા પપ્પા એ પણ સાચું જ છે"

"તું પણ તારી મમ્મી જેવી ફિલોસોફર બની ગઈ હો"

"પપ્પા ચાલો ને આજે તમે ફ્રી તો આપડે બન્ને બહાર જાય".

"હા તું પણ તારી મમ્મી જેમ જ કરે છે"

"હા ,હું મારી મમ્મી જેવી જ છું જોવો ફોટો આ"

"હા , આ મારી ડાકણ..."



( આ વાર્તા એક કાલ્પનિક છે તમને સારી લાગે તો બધાને કહેજો ને આપના અમૂલ્ય પ્રતિભાવ આપજો, જો કંઈક ભૂલ હોય તો મને એક ને જ કહેજો 🙏 )


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED