AFFECTION - 45 Kartik Chavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

AFFECTION - 45
















રાતના બે વાગ્યા હતા અને મચ્છર સુવા પણ નહોતા દેતા...પણ પેલા લોકો ખબર નહિ કેમ સુઈ ગયા હતા..મેં એ વાતનો ફાયદો ઉપાડવાનું વિચાર્યું કે ચલો અંદર જઈને ચેક કરું કે પિયુ છે ક્યાં...આંખ ખોલીને ચારે બાજુ જોયું...પછી થયું કે જો ભૂલે ચુકે પણ ઝડપાઇ ગયો તો હવે આ લોકો નહીં મૂકે મને...એટલે કોઈપણ ઉતાવળું પગલુ ના ભરતા...હું ચાદર તાણીને સુઈ ગયો..

સવારે પાંચ વાગે તે બધા ઉઠી ગયા...અમુક પહેલવાનો અખાડામાં જઈને દેખાડો કરતા હતા..હું ઉઠ્યો...એક નોકરે દાતણ આપ્યું...હું તો દાતણ કરતો કરતો સવારમાં જ રસોડામાં ઘુસવા ગયો...અમુક સ્ત્રીઓ સવાર સવારમાં જમવાનું બનાવતી હતી...ખબર પડી ગઈ કે મોટા ભાગની સ્ત્રીઓ અહીંયા જ છે...જેમાં મને પ્રિયંકા નહોતી દેખાઈ..એટલે હું બીજી તરફ જવા લાગ્યો ત્યાં જ મારું ધ્યાન રસોડાની બાજુ તરફની ખાલી જગ્યામાં દેખાઈ ગઈ...હા પ્રિયંકા જ હતી..થોડો ચેહરો ઢાંકેલો હતો..સાડી પહેરેલી હતી..પણ અંદરથી થયું કે આ જ પિયુ હોવી જોઈએ...હું નજીક ગયો...અને એના ચેહરાને જોવા માટે સહેજ નીચે નમ્યો...અને મને લાગ્યું કે આ જ છે પ્રિયંકા તો મેં એનો હાથ પકડવા ગયો ત્યાં જ એ બોલી ,"તું જેને ગોતે છે તે ત્રીજા માળે ખૂણા વાળા રૂમમાં છે...જલ્દી જા...નહિતર અડધા કલાકમાં તો બધા જાગી જશે અને પછી તને મોકો નહિ મળે..."

હું વિચારતો હતો કે કોણ હશે?એને કેવી રીતે ખબર...પણ સમય નહોતો...હું દાતણ મોઢામાં જ રાખીને ઉપરની સીડીઓ ચડી ગયો...અને ઉપર જઈને ખૂણા વાળા રૂમમાં ગયો તો ત્યાં તો કોઈ નહોતું...પછી એની સામે વાળા રૂમમાં ગયો તો પલંગ પર પ્રિયંકા પગ લાંબો કરીને બેઠી હતી...એના સામે જોયું તો આંખો ઊંડી જતી રહી હતી..પગ એનો ખૂલ્લો રાખ્યો હતો અને હળદર લગાવી હતી...અને ત્યાં એક પાટો બાંધ્યો હતો...એનું ધ્યાન દરવાજા તરફ ગયું તો હું ઉભો હતો...એ તરત જ રડવા જેવી થઈ ગઈ...હું નજીક ગયો તો એ કાબુ ના રાખી શકી...અને બાથ ભરીને રડતા રડતા કહેવા લાગી,"કાર્તિક...જલ્દી લઈ જા અહીંયાંથી...મારે નથી રહેવું.."

એને બાથ ભરી તો મારું ધ્યાન એની પીઠ પર ગયું...એની પીઠ પર લાલ અને કાળા નિશાન પડેલા હતા...મેં એના પર હાથ ફેરવ્યો..

me : આ બધું શુ છે??પેલે તો રડવાનું બંધ કર..હું આવી ગયો છું ને હવે...પેલે જલ્દીથી બોલ કે અહીંયા આ બધું ચાલે છે શું??

હું જરાક દૂર થયો...અને એના પગ ને સરખી રીતે કરીને જોયું...ઘૂંટણ કરતા પણ ઉપર સુધી ઘાવ હતા..પીઠની હાલત ખરાબ હતી...ચેહરો જે ચમકતો હતો તે એકદમ નિસ્તેજ થઈ ગયો હતો...

તે રડતી હતી...અને એનું કારણ એના પર વીતેલી કઠણાઈ હતી..મેં એને શાંત કરી...મનમાં વિચારતા કે આખી જિંદગી મારે કોઈના આંસુ જ લૂછીને શાંત કરાવવાના..યાર...પહેલે જાનકી,પછી સનમ પણ મળે ત્યારે રડતી જ હોય...હવે આ પ્રિયંકા...સનમ તો સમજ્યા કે મારી જવાબદારી હતી...એના આંસુ લુછવા મારી ફરજ હતી.પણ આ લોકોના પણ લૂછવાના...યાર..હવે હું વધુ વિચારત તો પ્રિયંકાને કોણ સંભાળતો...

એને સમજાવી અને એ શાંત થઈ એને ભાન આવ્યું કે હું એને અહીંયાંથી લઈ જઈશ...એ હીબકા ભરતા ભરતા બોલી,"હું ઘરમાં ઉદાસ બેઠી હતી સોનગઢમાં મારા ઘરે...કારણ કે ઉપરાઉપરી મોત થઈ ગયા હતા ઘણા...ઘરમાં બધા દુઃખી હતા..ત્યારે રાતે મોડેથી આવ્યા આ લોકો અને જબરદસ્તી મને ઉપાડીને અહીંયા લઈ આવ્યા...હું તો એમને નહોતી ઓળખતી...અને લાવ્યા તે જ રાત્રે એને મને બહુ મારી અને બળાત્કાર કર્યો..."

મેં એનો હાથ પકડી એને આશ્વાસન આપ્યું...તે આગળ બોલતી જતી હતી..."બીજે દિવસે અમુક સ્ત્રીઓ આવી એમના પાસેથી ખબર પડી કે આ બધું મારા ભાઈના કરેલા કાંડના લીધે થયું છે....તે પછી રોજ આવતો રોજ અમુક વાર સિગારેટથી ટાઢા આપતો..જો આ."એમ કહીને એને એના ખભાપરથી કપડું ખસકાવીને દેખાડ્યું તો...એના શરીરની દશા બગાડી નાખી હતી....એ કહેતી હતી કે એને એનો એક મહિનો રોજ બળાત્કાર કર્યો....અને આવું તો એ કેટલીય છોકરીઓ જોડે કરી ચુક્યો છે...મેં એને એના પગ નું પૂછ્યું તો એ બોલી,"એક વાર એ બહુ ગુસ્સે હતો અને હું બહુ ડરી ગઈ હતી..તો મેં ભાગવાનો પ્રયત્ન કર્યો...કારણ કે એ બહુ પીને બેઠો હતો...તો મને થયું કે હું બચીને ભાગી શકીશ..તો એને મારા પગ પર જ દારૂનો બાટલો ફોડી દીધો...એટલે હવે હું બહુ ભાગી નથી શકવાની..હજુ અંદર કાચની કણીઓ ખટકે છે કાર્તિક....મારા ભાઈએ કરેલા ગુનાની સજા મને શું કામ આપી એ હેવાને...એ ડોશાનો છોકરો મારી ઉંમરનો છે...તો પણ એ આવું કેવી રીતે કરી શકે...રોજ મારા શરીરને ચૂંથીને એ એવું કેમ કરે છે??મારી જ નાખત તો શાંતિ થઈ જાત...આ રોજ મારી જાતને આવા માણસ દ્વારા ચુંથાતી જોઈને રોજ અંદર મારો આત્મા બળે છે..."
એની આંખોમાં હવે મુક્તિની ભીખ જોઈએ છે એવું દેખાતું હતું...એ હવે મરવા માંગતી હતી...હવે એને જોઈને મને રડવું આવતું હતું...કારણ કે આટલી નાની છોકરીનો શુ વાંક હતો...ભૂલ થઈ જાય છે એવું વિચારીને કે બળાત્કાર કરવાવાળા ઉંમર નથી જોતા..એ સરખી રીતે કપડાં પણ નહોતી પહેરી શકતી..

એને કીધું કે કાલે જ્યારે તું આવ્યો ત્યારે હું અહીંયાંથી બધું જોતી હતી..તેજો જ્યારે નીચે આવ્યો એની પહેલા તે મારા જ રૂમમાં હતો..

me : હવે તું બસ તૈયારી રાખજે...કાલ સુધીમાં સોનગઢ પહોંચાડી દઈશ...હું જીવું કે નહીં..પણ તને તો હવે અહીંયાંથી બહાર કાઢી જ દઈશ...

પ્રિયંકા : પણ કાર્તિક...આ લોકો નહીં નીકળવા દે આપણેને...

ત્યાં જ કોઈએ દરવાજો ખખડાવ્યો...પેલીને ધ્રાસકો પડ્યો...હું તરત જ બારણાની પાછળ જ લપાઈ ગયો..જોયું તો પ્રિયંકાએ એને અંદર બોલાવવા ઈશારો કર્યો અને મને બહાર આવવા ઈશારો કર્યો...અને પેલી છોકરીએ તરત જ અંદર આવીને દરવાજો બંધ કરી દીધો...

એને પોતાનો ઘૂંઘટો ઉઘાડયો તો હું તો ચોંકી જ ગયો...મેં તો કીધું અરે આ તો સેજલ છે...

એ પ્રિયંકાની બાજુમાં બેઠી...હું પાછો આવીને બેઠો...

સેજલ : કાર્તિક તું આવ્યો તો ખરેખર એક ઉમ્મીદ જાગી છે હવે...અમને બંનેને તારે જ લઈ જવાના છે...તું ગમે એ કર...

me : તું અહીંયા શુ કરે છે સેજલ?સનમ તને બોવ યાદ કરે છે....હવે જો લઈ જાવ છુ તો સનમ સાથે જ રહેજે..

સેજલ : મને પણ એમની બોવ યાદ આવે...પણ તું જતો રહ્યો પછી એમની હાલત મારાથી નહોતી જોવાતી..પછી તો એ જતા જ રહ્યા હતા એમના સાસરે..પછી પ્રિયંકાબેનના ઘરે હું રહેવા માટે જતી રહી કારણ કે સનમની માં એ મને કાઢી મૂકી હતી...તો પછી એમના ઘરે એમને આ લોકો આવીને લઈ ગયા...અને હું એમના જ ઘરે કામ કરવા આવી ગઈ...

પ્રિયંકા : સેજલ પોતાની ઈજ્જત આબરૂ ની પરવાહ કર્યા વગર મારા માટે અહીંયા આવી ગઈ..અને તેજાએ એને પણ કોરી ના મુકી..

હું સેજલ સામે જોઈ રહ્યો...એને પોતાની આબરૂ ખબર છે લૂંટાઈ જશે છતાં પણ પ્રિયંકા માટે બધું કુરબાન કર્યું...જેનું કારણ એ જ હતું કે નાનપણથી સેજલ પ્રિયંકાની અને સનમની બહેનપણી રહી હતી...અને આજકાલ તો એવી બહુ ભાગ્યે જ મળે...તેજા એ તો એનું કામ જ કર્યું આ બે ઉપર પોતાનું ધાર્યું કરાવીને...

સેજલ : હું એટલા માટે અહીંયા આવી કારણ કે નીચે બધા તને ગોતે છે કે ડોકટર ક્યાં ગયો.. તું જા નીચે..

હું હવે ફસાઈ ગયો હતો કે કરું તો શું કરું??ત્યાં જ હવે જો લાગ્યું કે નીચે જઈશ..તો બધા પૂછશે કે ઉપર શુ કરતો હતો...અને જો જવાબ માફક ના આવ્યો તો પેલો તેજો માફ નહિ કરે...હવે મારા પાસે અહીંયા હાલપુરતા પુરાઈને રહેવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નહોતો...

me : એક વાત કે મને પિયુ..કે આ તેજો હવે ઉપર ક્યારે આવશે??

પ્રિયંકા : રાતે જ આવશે પાછો..અને પાછું..

મેં એને રોકી...અને કહ્યું,"આજે એ તને નહિ ચૂંથે આજે બસ ગમે એ કરીને એને રાત્રે આવી જાય...અને તું સેજલ મને એક મસ્ત ચાકુ અને એક વજનદાર કંઈક આપી દે હથોડા જેવું..."

એ લોકો મારો પ્લાન તો સમજી જ ગયા હતા...સેજલ મને એક મોટું ચાકુ તો આપી ગઈ...પણ વજનદાર લઈને આવે તો પકડાઈ જાત એટલે એ વજનદારમાં કઈ ના લાવી..મેં પણ ચાકુથી ચલાવી લેવાનો નિશ્ચય કર્યો...

હું એક દુપટ્ટો ફાડીને બેઠો હતો કે પેલા તેજાનું મોઢું બંધ કરાવવું પડશે..કોઈ પણ અચાનક અંદર ઘુસી શકે એમ હતું એટલે હું પહેલેથી જ હવે તો પલંગ નીચે ઘુસી ગયો હતો...બહુ કચરો હતો પણ સહન કરી લીધું...ઉંદર પણ હતા પણ ચૂપચાપ લપાઈ રહ્યો...પ્રિયંકાને કોઈએ જમવાનું પણ નહોતું આપ્યું અને સેજલ સંતાઈને થોડુંક લાવી હતી પિયુ નાતે કારણ કે એનો ભાઈ વેરી હતો તેજાનો જેને લીધે પિયુને ભૂખે મારીને પણ મજા લેતો..એના છોકરાઓ અને એની વહુ ખબર નહિ કેવા હશે!!મને જોવાનો મોકો ના મળ્યો..કારણ કે આવ્યો અને અંદર છુપાઈ ગયો..હું પલંગ નીચે મોડી રાત્રે પેલા તેજાના આવવાની રાહ જોતા જોતા વિચારતો હતો કે સનમ અત્યારે શુ કરતી હશે...

*

સનમને એક તો ચેન નહોતું પડી રહ્યું...કે કાર્તિક ક્યાં હશે શુ કરતો હશે...અને ત્યાં જ મોહનભાઇ કે જેમની રેવતી ઘોડી લઈને હું અત્યારે રખડુ છુ...એમને મેં કહેલું કે મારા સમાચાર જઈને સનમને આપજો વિરજીભાઈની હવેલીએ જઈને અને તમારે જે પૈસા જોઈએ છે થોડા ઘણા તે તમને ત્યાંથી મળી જશે..એમને પૈસાની સખત જરૂરત હતી...અને એમની પત્નીના કહેવાના કારણે તે સોનગઢ આવી ગયા હતા...

પૂછતાં પૂછતાં તે હવેલી એ આવ્યા...તેમને પેલા શામજી બાપા કે જે એમની પત્ની સાથે હવેલીની દેખભાળ કરવા માટે રાખ્યા હતા એમને મળે છે...એ એમને હવેલીની અંદર લાવે છે. .કાનો ત્યારે બીજા કામથી બહાર હતો..અને સનમને બોલાવે છે...મારા દોસ્તો તો ત્યાં જ પડ્યા હતા નાછૂટકે...એટલે તે લોકો પણ બે ઘડી જે ટાઈમપાસ થયો એમ સમજીને મોહનભાઇ પાસે આવીને બેસે છે...થોડી વાત કરે છે ત્યાં જ સનમ પણ આવે છે...એનું ઉખડું ઉખડું મન લઈને..

તે આવીને સોફા પર લાંબી થઈને સુઈ ગઈ...મહેમાન આવ્યા છે તો એમના સાથે વાત કરવાનું એનું મૂડ જ નહોતું...મોહનભાઈને લાગ્યું કે આ સુંદર છોકરી જ સનમ હશે...વિરજીભાઈની છોકરી થોડી કાઈ જેવી તેવી હોય...

મોહનભાઇ : હું એટલે આવ્યો હતો કારણ કે મને કાર્તિકે મોકલ્યો હતો..

કાર્તિકનું નામ સાંભળીને પેલા બધાના કાન સરવા થયા...સનમ સુતામાંથી આંખો ખોલીને બેઠી થઈ...અને આંખો પહોળી કરીને કહેવા લાગી કે જલ્દી બોલો...

મોહનભાઇ : એ આવ્યો ત્યારે બહુ ચિંતામાં હતો..હવે એ પેલી છોકરીને લેવા ગયો છે...અને તે હાલ સુરક્ષિત છે એવું હું તને કહી દવ એવું કહીને ગયો હતો એટલે હું અહીંયા આવ્યો.

સનમ : મને તમે એને જોયો ત્યારથી લઈને જ્યાં સુધી એ ગયો ત્યાં સુધીની વાત મારે ઊંડાણમાં જાણવી છે...

મોહનભાઇ : હું બધું ના કહી શકું...સમજ...મને કાર્તિકે એટલે જ મોકલ્યો હતો કે હું તને એના સમાચાર આપું અને તું ચિંતા ના કરે...

સનમ : વાહ!!મારો હસબન્ડ ત્યાં ભૂખ્યા તરસ્યા રખડતો હોય કોકને બચાવવા અને હું એની ચિંતા પણ ના કરું...તમે મને કહેશો બસ...મારી જીદ સમજી લો...પણ કહો.

અને તે જબરદસ્તી બધુજ જાણી લે છે કે હું ક્યાં ગયો છુ...ત્યાં કેટલો ખતરો છે...તે જાણીને બહુ ચિંતામાં આવી જાય છે...એને લાગે છે કે દરેક વખતે કાર્તિકના નસીબ એટલા સારા ના હોય કે એ બચી જ જાય...મોહનભાઇ જતા હોય છે પણ સનમ એમને થોડા ઘણા રૂપિયા અને દાગીના આપે છે...કારણ કે એમને આટલે દૂર આવીને પણ એને બધું કહ્યું...મોહનભાઇ જતા રહે છે...ડોશીમા અને શામજીબાપાને ખબર હતી કે હવે સનમ નહિ ટકે ઘરમાં....તે હવે ભાગશે...

હર્ષ ,નૈતિક અને ધ્રુવ સનમની સામેવાળા સોફા પર બેસે છે...બધા એકબીજા સામે જોવે છે...અને કંઈક કરવાની યોજના ઘડવા લાગે છે...કાનો બહાર ગયો છે એ વાતનો ફાયદો હવે સનમ ઉપાડી જ લેવાની છે...કાનાને ભરોસો હતો કે એને સમજાવી દીધી છે સનમને..પણ એને ક્યાં ખબર હતી કે સનમના મનમાં પહેલેથી જ થતું હતું કે કાર્તિક પાસે જતી રહું...છતાંય માંડ શાંતિ રાખીને બેઠી હતી..

સનમ : જલ્દી પ્લાન બનાવો...પેલો કાનો આવી ગયોને તો કશું જ નહીં થાય...એમ પણ સાંજ થઈ ગઈ છે...

હર્ષ : દિમાગ કામ કરવું જોઈએ ને..

ધ્રુવ : રાત તો થવા જ દેવી પડશે ..નહિતર ગામવાળા આપણે ને જોઈ જશે...

સનમ : બધાએ નથી જવાનું કંઈ..

નૈતિક : તો પ્લાન શુ ચાલે છે તારા દિમાગમાં..

ડોશીમા અને શામજીબાપા એકબીજા સામે જોઇને હવે શું કરવું એમ પૂછી રહ્યા હતા..જ્યારે સનમ તો હવે ગમે એ કરીને કાર્તિકને લઈ આવીશ સવાર સુધીમાં..એમ વિચારીને જોશમાં આવી ગઈ હતી..

જ્યારે હવેલી પર નજર રાખતા ભવાનના માણસો જોઈ ગયા હતા પેલા મોહનભાઈને..

"હવે ટૂંક સમયમાં આપણે અંદર હમલો કરવો જોઈએ ."

"હજુ એકદમ રાત થવા દે...અત્યારે જશું તો ગામવાળા ખાલી ખોટું જોઈ ગયા તો એમને મારવા પડશે અને પેલા ભવાને ના પાડી કે બધું છુપી રીતે જ કરવાનું છે.."

"જોઈએ ક્યાંક સુધી એ અંદર રહે છે..એને બહાર આવવાની ઈચ્છા નહિ થતી હોય..અંદર જેટલા પણ છે અંદર જ રહે છે...શુ અંદર ખજાનો છે કે શું??"

એ લોકો અંદરોઅંદર હસવા લાગ્યા..

*

પાણી પણ પીધા વગરનો હું પડ્યો હતો...ત્યાં એ મહેનતનું ફળ મળ્યું...હવે તેજો આવે છે એવો ઈશારો સેજલ આપી ગઈ હતી અને...હું હાથમાં ચાકુ લઈને રેડી જ બેઠો હતો..

તેજો પોતાનું ઉઘાડું શરીર લઈને દરવાજો બંધ કરીને ઘુસી ગયો હતો રૂમમાં...મારુ દિલ ઊંચા શ્વાસ ભરી રહ્યું હતું...કારણ કે છેલ્લે જેનું ખૂન કરેલું એ તો બહુ જ ગુસ્સામાં થયેલું...હું ત્યારે કાબુમાં નહોતો...જ્યારે આજે તો હું કાબુમાં છુ..પેલા એ આવીને પહેલેજ પ્રિયંકાના પગમાં ઝાપટ મારી...અને પેલી એ દર્દથી કણસતા રાડ પાડી..મારો મગજ હવે પાછો ગરમ થવા લાગ્યો...પણ હું થોડો થોભી ગયો...

સેજલ તો હળવેકથી બહારથી પણ દરવાજો બંધ કરી દીધો હતો કે અંદરથી હવે પેલો બહાર ન નીકળી શકે..

પેલો પ્રિયંકાના નહીવત જેવા પહેરેલા કપડાં પણ કાઢતો હતો અને પેલી પાછી દર્દ વેઠતી હતી...

ત્રીજો માળ,મોટી બધી હવેલી..બહારથી દરવાજો બંધ..પલંગ નીચે ચાકુ લઈને છુપાયેલો હું,ઉપર ઈજ્જત લૂંટાઈ રહી છે એવી નાની પિયુ ,બહાર હું જીતી જાવ એવી આશા સાથે સેજલ...અને આ માળ ઉતરતા ખબર નહિ નીચે કેટલા લોકો હજુ જાગતા હશે..તેજાની એક બૂમ અને બધા પહેલવાન ઉપરના માળે...

હે ભગવાન!!

સનમ કમ સે કમ તું તો શાંત થઈને ત્યાં રહે..કોણ સમજાવે એ પાગલ છોકરીને...મેં ફોન આપ્યો છે એક વાર પણ ખોલીને નહીં જોયો હોય...અને મારા સમાચાર સાંભળીને ખુશ થવાની જગ્યાએ વધારે ચિંતા કરીને હવે અહીંયા આવવાની તૈયારી કરે છે...અને પેલી કાજલનું શુ??એ તો ગઈ એ ગઈ...રેવતી તો હશે ને એના પાસે...કે જતી રહી મોહનભાઇ પાસે...જોઈએ શુ થાય છે..

*
અમુક લોકોને લાગશે કે તેજા જેવું પાત્ર ના હોય...પણ શહેરમાં જેટલી બર્બરતા જોવા મળે છે એના કરતાં ક્યાંય વધુ બર્બરતા તો ગામડામાં પડી છે...જરૂરત છે એને બેપડદા કરવાની...આવા લોકો ગામની આબરૂ માં કલંક છે પણ સમાજ સામે ભગવાનપુરુષ બનવાનો દેખાવ કરે છે..ગામમાં અમુક સસરા પણ તેજાનું કિરદાર નિભાવતા હોય શકે કે પછી કાકા,મામા કોઈ પણ હોઈ શકે...બસ હવે કોઈ હિંમત દેખાડે તો વાત બને..અને આ તેજાનો રેશિયો નીચો આવે...

💜💜JUST KEEP CALM ND SAY RAM💜💜

On insta : @cauz.iamkartik