વાયરસ 2020. - 12 - છેલ્લો ભાગ Ashok Upadhyay દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વાયરસ 2020. - 12 - છેલ્લો ભાગ

વાયરસ – ૧૨
મારા અને આશિષ સિવાય આ વાતની જાણ માત્ર સરિતાને હતી.
અને સરિતાને છોડીને આશિષ તારી પાસે આવી ગયો હતો પુના.
હા, એણે મને વાત કરી ત્યારે જ મે નક્કી કર્યું હતું કે હું ડોક્ટર થાપર અને ઝુનૈદને છોડીશ નહિ. મેં કોલ કર્યો અને રૂપિયાની માંગણી પણ કરી.
ઔર તીન બાર કોલ કરને કે બાદ ભી થાપરને તેરેકો ઘાસ નહિ ડાલી. બોલા તારાથી થાય તે કરી લે.
યસ, આશિષે વેક્સીન તૈયાર કરી હતી “સ્વાહા” જે મેં ચોરી લીધી હતી આશિષ ની જાણ બ્હાર, અને આશિષ ને મળવા સરિતા આવી હતી ત્યારે..
ત્યારે તારી લેબ માં અકસ્માત થયો અને “સ્વાહા” વેક્સીન આગમાં સ્વાહા થઇ ગઈ.એવું આશિષને અને સરિતાને લાગ્યું પણ હકીકતમાં,
એ વેક્સીન મારી પાસે હતી.
જે ડોક્ટર થાપર અને ડોક્ટર ઝુનૈદનાં શરીરમાં એન્ટર કરી તે એમનું કામ તમામ કરી નાખ્યું, મુંબઈમાં જ્યારે વર્લ્ડ ડોક્ટર સેમિનાર હતો ત્યારે તું અહિયાં આવેલો. અને એ વખતે સેમિનારમાં માત્ર એક કલાક હાજરી આપીને તું ગયો હતો મિસ્ટર થાપરને મળવા એમની લેબમાં..બહાનું હતું આશિષ ને મળવાનું.
હા,મારા નસીબ સારા કે બંને એક જ જગ્યાએ મળી ગયા, ક્લોરોફોમ હું સાથે જ લઇ ગયો હતો, લેબમાં બાથરૂમ જવાનું બહાનું કાઢી રૂમાલ પર ક્લોરોફોમ નાખીને હું બ્હાર નીકળ્યો કે સામે જ ડોક્ટર થાપર મળ્યા અને મેં ગભરાટમાં અચાનક એમને રૂમાલ સુઘાડી બેભાન કર્યા, એ તો સારું હતું કે ત્યારે ડોક્ટર ઝુનૈદ કેબીનમાં કામ કરી રહ્યા હતા, એ કોઈ ફાઈલ વાચી રહ્યા હતા. પાછળથી મેં એમના મોઢે રૂમાલ દબાવી એમને પણ બેભાન કર્યા.બન્નેમાં સ્વાહા વાયરસ ઈન્જેકશનથી ઈન્જેકટ કર્યા.
અને ત્યાંથી પુના નીકળી ગયો.
નાં, હું ત્યાં જ હતો, એ બન્નેને તરફડતા જોવા માટે, જેમ જેમ વાયરસ શરીરમાં આગળ વધતો હતો અને જે જે અંગ માં ફેલાતો હતો એ અંગ ખોટા પડતા જતા હતાં, ડોક્ટર થાપર નાં હાથ સાવ ઠંડા પડી ગયા હતા અને જીભ થોથવાતી હતી, એમણે મોબાઈલ ઉપાડી લીધો હતો પણ એ ડાયલ ન કરી શક્યા આંગળીઓ ખોટી થઇ ગઈ હતી, ભાનમાં આવતા જ ડોક્ટર ઝુનૈદે મારા ઉપર એટેક કર્યો પણ એ મારા સુધી પહોચે એ પહેલા જ એ પડી ગયા.એમના પગ ખોટા થઇ ગયા હતા. એની આંખોમાં ગુસ્સો હતો મને ઓળખી ગયા હતા કે હું એ જ માણસ છું જે એમને બ્લેકમેઈલ કરતો હતો. મારી નજર સામે જ બન્ને તરફડી તરફડી ને મર્યા છે.
કમિશ્નરનું ધ્યાન મારા ઉપર ગયું.
અરે ડોક્ટર ત્રિવેદી સાભળ્યું તમે?
બંને ડોક્ટરનું ખૂન મારા મિત્ર સંજીવે કર્યું છે એ મારા માન્યામાં નહોતું આવતું.
કમિશ્નર સાહેબ ઇસકા કબુલનામા રેકોર્ડ કિયા હૈ.
હજુ પણ જે જે માહિતી આપે એ બધું ઓકાવી લ્યો.
કમિશ્નર સાહેબ બ્હાર આવ્યા. ગરમીથી પરસેવે રેબઝેબ થયેલા પેન્ટનાં ખિસ્સામાંથી રૂમાલ કાઢી મોઢું લૂછતાં મારી બાજુમાં આવીને બેઠા અને એક ઊંડો શ્વાસ લીધો.
મેં કહ્યું હતુંને કે અસલી ગુનેગાર બહુ જલ્દી હાથમાં આવી જશે.
પણ સંજીવ અહિયાં મુંબઈમાં?
પુના હતો. નસીબ સારા અમારા કે સમયસર મળી ગયો. નહીતો કદાચ હાથમાં આવતા વાર લાગત.ડોક્ટર તમને વિચાર થતો હશે કે આના પર શંકા કેમ થઇ?
હા.
તમે પુના ગયા અને તમારી ઈમોશનલ સ્ટોરી આને કરી.આની આખી કુંડળી કઢાવી આ પહેલા પણ આ રૂપિયા માટે કોઈને ધાક ધમકી આપી ચુક્યો છે.એટલે શંકા તો હતી જ અને એના કોલ ટ્રેસ કર્યા સાથે ડોક્ટર થાપરનાં મોબાઈલની ડીટેઇલ મંગાવી જેમાં એક નબર અનનોન આવતો હતો અને આ સંજીવ અજ્નાયા નંબર પરથી જ ડોક્ટર થાપરને કોલ કરતો હતો. મુંબઈમાં વર્લ્ડ ડોક્ટર સેમિનાર વખતે આવ્યો હતો. અને એ જ દિવસે કામ પતાવી નીકળી ગયો હતો.
સર, ચેપ્ટર ક્લોઝ. સબ ઉગલ દિયા હૈ.
કમિશ્નરે મારી સામે જોયું. સ્મિત સાથે મારા ખભે હાથ મુક્યો અને બોલ્યા.
કોન્ગ્રેચ્યુલેશન, ભારત દેશ ને કોરોનાનો જડબાતોડ જવાબ આપવા બદલ. કહેતા કમિશ્નર સાહેબ ઉભા થયા અને મારી સાથે હાથ મિલાવ્યો.હું એમની આંખોમાં જોઈ રહ્યો મારી આંખો ભીની હતી અને અચાનક એ મને ભેટી પડ્યા.
સરિતા તમારી રાહ જુએ છે.
સરિતા ? અત્યારે ?
હા બ્હાર ગાડીમાં છે.
સર, મને આજે મોટી જેલમાં લઇ જવાનું કારણ સમજાયું નહિ.
સામાન્ય રીતે લોકઅપમા કેડી ને ત્રણ ચાર દિવસ રાખી શકાય એના બાદ એને મોટી જેલમાં શિફ્ટ કરવામાં આવે. એક્ચ્યુલી તમને પરમદિવસે શિફ્ટ કરવાના હતા. બધી તૈયારી થઇ ગઈ હતી પણ સરિતા અને કર્નલ સાહેબની રીક્વેસ્ટ હતી કે તમને ત્યાં રાખવામાં ન આવે. પણ હા ત્યાની ફરજ પૂરી કરવા તમને મોકલવા જરૂરી હતા. જેલર સરાફે તમારું બયાન લઇ ઓફીશીયલ એન્ટ્રી કરી અને તમને છુટા કર્યા. બીજું કઈ પૂછવું છે ?
નાં સર થેન્ક્સ.
અરે ઇટ્સ માય જોબ તમારા જેવા નિષ્ઠાવાન વૈજ્ઞાનિકની આ દેશ ને જરૂર છે અને હા , વન મોર થિંગ, હું સરકારને વિનંતી કરીશ કે ડોક્ટર થાપર અને ડોક્ટર ઝુનૈદને આપેલ ઈલકાબ રદ્દ કરી અસલી કોરોના ફાઈટર ને એનો હક્ક મળે.લ્યો મેડમથી વધુ રાહ ન જોવાઈ..સોરી,સરિતા..
ઇટ્સ ઓકે સર.
સામે જ સરિતા ઉભી હતી જે મને જોઈ આંખમાં પાણી સાથે મોઢે સ્મિત હતું. મેં કમિશ્નર તરફ જોયું અને એમણે ને જવાનો ઈશારો કર્યો. અને હું દોડીને સરિતાને ભેટી પડ્યો.
સમાપ્ત