વાયરસ 2020. - 2 Ashok Upadhyay દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વાયરસ 2020. - 2

વાયરસ – ૨
મારા સપનાની રાણી મારી બાજુમાં જ હતી.જે મને જોઈ સ્માઈલ સાથે ગિયર બદલતા મારા હાથને સ્પર્શ પણ કરી લેતી હતી. મેં એની સામે જોયું અને અચાનક બ્રેક મારી...ડાબી તરફ નાં રસ્તેથી એક ગાય ગાડીની સામે આવીને ભાંભરી.અને જોરદાર બ્રેક , લગભગ ગાય ને અડતા રહી ગઈ હશે મારી ગાડી.નસીબ સારા કે પાછળ કોઈ ગાડી નહોતી નહિ તો ખબર નહિ શું થાત ? ગાય તો આંખોથી મારો આભાર માની નીકળી ગઈ પણ સરિતા ડઘાઈ ગઈ હતી.
થેન્ક ગોડ બચી ગયા.
અચાનક ગાય ક્યાંથી આવી ગઈ ખબર નહિ પડી.
ગાય હતી ?
મેં સરિતા સામે જોયું અને અચાનક બંને હસી પડ્યા, વાતાવરણને ટેન્શન ભર્યું બનાવવા કરતા એને હળવું રાખવું જરૂરી હતું. પાસેથી પસાર થઇ એકાદ બે ગાડી માંથી બારીએ બેઠેલા અમારી રસ્તાની એક તરફ ઉભેલી ગાડીમાં નજર મારી લેતા અને સ્માઈલ કરી લેતા.
ચાલો હવે, સરિતાના અવાજમાં રણકો સંભળાયો અને ગાડી સ્ટાર્ટ કરી.
આમ તો આ રસ્તે કોઈ પશુ ક્યારેય હોતા નથી, પણ આજે અચાનક કેમ..??
અપોઈન્ટમેન્ટ હશે તારી એ ગાય સાથે, એટલે અચાનક મળવા આવી ગઈ. અમે બંને ફરી હસી પડ્યા. અચાનક મોબાઈલની રીંગ સંભળાઈ. મેં પાસે જોયું તો મોબાઈલ દેખાયો નહિ. પણ રીંગ સતત ચાલુ હતી.
જો તો સરિતા મોબાઈલ ક્યાં છે..??
અહિયાં છે.તે જોરદાર બ્રેક મારી હતી ત્યારે નીચે પડી ગયો હતો. મોબાઈલ ની રીંગ હજુ ચાલુ જ હતી.
કોણ છે ?
થાપર અંકલ..
વાત કર તો..કહે એમને હું ગાડી ચલાવું છું..
એક વાતાનુકુલિત પ્રયોગશાળા માં ડોક્ટર થાપર , મારા ગુરુ સફેદ એપ્રન સાથે નાક પરના ચશ્માં સરખા કરતા મોબાઈલ કાને લગાડી અકળાતા હતા..
કદાચ ગાડી ચલાવતો હશે..
ગુડ મોર્નિંગ અંકલ..
કોણ ? સરિતા. ક્યાં છે ત્રિવેદી ?
એ ગાડી ચલાવે છે..
હતું જ મને હજુ પહોચ્યા નથી લોનાવલા ?
અંકલ તમને ખબર છે કે અમે ?
મને ન કહ્યું હોત તો અત્યારે ત્રિવેદી તારી સાથે હોત ? રજા તો એણે મારી પાસે જ માંગવી પડે ને એની વેયઝ હું વોઈસ મેસેજ મુકું છું, એને કહેજે પછી સાંભળી લે.અત્યારે લાંબી વાત કરાવી યોગ્ય નથી.અને ફોન કટ થઇ ગયો.
લેબ માં શાંતિ હતી બીકર, કસનળી, ચંબુ અને અલગ અલગ પ્રકારના પ્રયોગ સાધનો અને રસાયણો વચ્ચે એક તરફ પાંજરામાં ઉંદર પણ ખરા. કેમકે દરેક પ્રયોગ માં એમની જરૂર પડતી જ. આ લેબ માં કેન્સર, ટીબી, બર્ડ ફ્લ્યુ, જેવા અનેક જુના નવા રોગો અને વાયરસની રસી ઉપર પ્રયોગ કરતા.
ગોકુલ હોટલના પોર્ચ માં ગાડી પાર્ક કરી ત્યાં જ દરવાને ગાડી નો દરવાજો ખોલ્યો. સરિતા બ્હાર નીકળી અને બીજી તરફથી હું ઉતર્યો.મગજમાંથી એક વિચાર જવાનું નામ નહોતો લઇ રહ્યો. ડોક્ટર થાપરે શા માટે કોલ કર્યો હશે..??
થેંક્યું..કહેતા સરિતા આગળ ચાલવા લાગી. સરસ મજાનો હોટલનો મુખ્ય દ્વાર જોતા , હોટલના દરવાજે ઉભેલા બીજા દરવાને સલામ કરી. સરિતા એને સ્માઈલ આપી અંદર ગઈ. ત્યાં સુધી મેં ગાડીની ડીક્કી ખોલી..
હમ લે લેગા શાબજી આપ રહેને દો.
નાનકડી બે ટ્રાવેલ બેગ દરવાને લઇ લીધી. અને મેં ગાડીની ડીકી બધ કરી.ચાવીને મુઠીમાં બંદ કરતા હોટલમાં એન્ટર થયો. આ.હ..સરસ મજાની રોઝ ફ્રેશનરની સુગંધથી આખો રીસેપ્શન હોલ સુવાસિત હતો. સરિતા કાઉન્ટર પર મારી રાહ જોઈ રહી હતી. રીસેપ્શન કાઉન્ટર પર ઉભેલા ભાઈ જેમણે લગાડેલી નેમ પ્લેટ પર સુજીત નામ લખ્યું હતું એમણે કાર્ડ કી આપતા કહ્યુ.
રૂમ નંબર ૨૦૪ સેકેન્ડ ફ્લોર.
સરિતાએ સુજીત ને મારું નામ કહ્યું હશે. કેમકે રૂમ મારા નામે બુક હતો.
સામાન આપના રૂમ માં આવી જશે સર.
અમે જવા લાગ્યા ત્યાંજ અવાજ આવ્યો.
એક્સ્ક્યુઝ્મી સર, આપના ફોટો આઈ ડી જોઇશે.બન્ને નાં ઇટ્સ રૂલ.
રૂમ માં પહોચી ને મોકલાવું છું, ડોન્ટવરી.
થેંક્યું.
આલીશાન રીસેપ્શન હોલ માં ઉપર સરસ મઝાનું ઇટાલિયન ઝુમ્મર લટકતું હતું.આસપાસ અરીસાઓની દીવાલમાં અમે બંને નહિ પણ બસ્સોની સંખ્યામાં દેખાતા હતા. મોબાઈલ માં એક મેસેજ ટોન સંભળાયો. મને ખાતરી થઇ ગઈ કે થાપર સર નો વોઈસ મેસેજ હશે. લીફ્ટ પાસે આવી બટન દબાવ્યું. લીફ્ટ નીચે જ હતી તરત જ નો દરવાજો ખુલ્યો. અમે બંનેએ લીફ્ટ માં પ્રવેશ કર્યો. સરિતા નાં મોઢે સ્મિત હતું અને મનમાં ઉત્સાહ એણે મને જોઈ આંખ મારી..અને હળવેકથી મારો હાથ દબાવ્યો..મેં એને લીફ્ટમાના કેમેરા તરફ ઈશારો કર્યો.ટીંગ..અવાજ ની સાથે બીજે માળે લીફ્ટ રોકાઈ દરવાજો ખુલ્યો..બ્હાર નીકળી આજુ બાજુ નજર કરી ત્યાં જમણી તરફથી શરુ થતા રૂમ નંબર દેખાયા અને ૨૦૪ પાસે આવ્યા. કાર્ડ કી દરવાજે લગાડતા જ લોક ખુલ્યું અને અંદર પ્રેવેશ કર્યો ડાબી તરફ કાર્ડ હોલ્ડર માં કાર્ડ દાખલ કરતા જ આખો રૂમ ઝળહળી ઉઠ્યો.
વા..વ મસ્ત રૂમ છે ને..?
યા.લોનાવલાની બેસ્ટ હોટેલ માં ગણાય છે ગોકુલ હોટેલ..
અને મારા બેસ્ટ ઓફ થી બેસ્ટ ગણાવ છો તમે..
કહેતા સરિતા એકદમ મારી પાસે આવી ગઈ.આંખોમાં આંખો નાખી એના મનના ભાવ સમજી શકતો હતો હું..
પેલો દરવાન બેગ લઈને આવશે હમણાં.
અચાનક દુર જતા સ્વસ્થ થતા એ બોલી.હું ફ્રેશ થઈને આવું.
યા.એક મિનીટ તારું આઈ ડી કાર્ડ આપી રાખ ને.
હેન્ડ પર્સ માંથી સરિતાએ પોતાનો પેન કાર્ડ મારા હાથમાં આપ્યું અને મેં પણ પાઉચમાંથી મારું આઈ ડી પ્રૂફ કાઢ્યું..સરિતા ફ્રેશ થવા ગઈ..અને હું બેડ પર બેઠો ત્યાં જ બેલ વાગી..
કમ ઇન..
વેઈટર અમારા બંનેની બેગ લઈને આવ્યો હતો..
ઇધર રખ દો..
સામાન મુકીને એ સ્માઈલ સાથે બોલ્યો..
એનીથિંગ એલ્સ સર..?
નો થેન્ક્સ..
સભ્યતાથી વેઈટર ચાલ્યો ગયો. હું હંમેશા હોટલથી ચેક આઉટ કરતા ટીપ આપું છું એની કદાચ એને એડવાન્સમાં જાણ હશે. મોબાઈલ હાથમાં લેતા જ પ્રથમ થાપર સર નો મેસેજ સાંભળવાની તાલાવેલી હું રોકી નહિ શક્યો..મેં વોઈસ મેસેજ ઓન કર્યો.
“ત્રિવેદી બહુજ દુઃખદ સમાચાર છે. ભારતને એક મોટા સંકટ માટે તૈયાર રહેવું પડશે.
ક્રમશઃ