વાયરસ 2020. - 5 Ashok Upadhyay દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વાયરસ 2020. - 5

વાયરસ – ૫
જી સર, આ પહેલા ચાઈના આવા કોઈ વાયરસ પર કામ કરે છે એના વિષે પણ અનેક જગ્યાએ વાચેલું, એ બધી બ્લોગ અને વેબસાઈટની ડીટેઈલ છે, આ જુઓ.
ઓહ યસ..આઈ નો ધીસ ન્યુઝ.ઓકે હું ચેક કરું છું.પણ હા..ત્રિવેદી આ વેક્સીન વિષે કોઈનેય વાત નહિ કરતો. સરિતા ને પણ નહિ.
ઓકે સર..
આનું એક્સ્પરીમેન્ટ કોના કોના ઉપર કર્યું છે.?
સર રેટ એન્ડ મંકી રીએક્શન આર સેઈમ. કોઈ દર્દી પર હજુ નથી કર્યું..
થેન્ક ગોડ.
બટ સર રીઝલ્ટ આર પોઝીટીવ વેક્સીન કામ કરે છે..કોરોના ને મ્હાત આપવા આ સક્ષમ છે..
કોઈ પણ દર્દી પર આનો પ્રયોગ કર્યા સિવાય આપણે ખુશ ન થવું જોઈએ. યુ કેન ગો. નાવ.
એ દિવસે મને આનંદ પણ હતો અને થોડો અફસોસ પણ..કેમકે એ વેક્સીન વિષે મેં મારા ગુરુ ને મોડી જાણ કરી હતી.
ફાઈલ પોતાની સાથે લઈને એ દિવસે લગભગ આખી રાત ડોક્ટર થાપર એમાંથી અમુક ડીટેઈલ્સ પોતાની ડાયરીમાં ટપકાવતા હતા..અને હું મારા કામમાં વ્યસ્ત હતો..આ વાત ને લગભગ બે અઠવાડીયા નીકળી ગયા..અને એક દિવસે ડોક્ટર ખુશ થતા આવ્યા..
ત્રિવેદી ગુડ ન્યુઝ છે.
મને થયું કે મારી બનાવેલી વેક્સીનનાં પ્રયોગ માટે દર્દી મળી ગયો.પણ ગુડ ન્યુઝ મારી આશાથી વિપરીત હતા..પણ ન્યુઝ સારા જ હતા..ડોક્ટર ઝુનૈદ ની તબિયત સુધારા પર હતી.એમના ઘરેથી સમાચાર આવેલા..અને અમને મળવા જવાની પરમીશન પણ મળી હતી..લગભગ ત્રણ અઠવાડીયા થી ડોક્ટર થાપર પણ એમને નહોતા મળ્યા..
એક કામ કરો ત્રિવેદી તમે ઝુનૈદ ને મળી આવો..હું આજનું મારું કામ આટોપી લઉં..અને કદાચ અહિયાં જ રાત રોકાઈશ..
સર પહેલા તમે મળી આવો તમે કેટલા દિવસથી એમને મળ્યા નથી.હું અહિયાં છું.
ડોક્ટર થાપર જેવા ગુરુ કોઈને ભાગ્યે જ મળે..થાપર મારી પાસે આવ્યા..કોરોના ને લીધે મોઢા ઉપર માસ્ક હતું પણ આંખો નાં ભાવ જોઈ હું સમજી ગયો કે એમને મારા ઉપર ગર્વ છે.
ઓકે..ડોક્ટર ઝુનૈદને કદાચ આજ કાલ માં રજા આપશે..ત્યારે તું એમને ઘરે મળી આવજે..અથવા વિડીયો કોલ..
તમે ચિંતા નહિ કરો સર..
ત્યાં ડોક્ટર થાપર નો મોબાઈલ રણક્યો..
હલ્લો..યા યા..આઈ એમ કમિંગ.શ્યોર..ઓકે હા હું નીકળું છું.
મોબાઈલ કટ કરી થાપર સાહેબે મારી તરફ જોયું મેં સ્માઈલ આપી..
જવું પડશે મારે..એક કામ છે..
શ્યોર સર..
ત્યાંથી ઝુનૈદને મળતો આવીશ.અને હા આ મહિનાની સેલેરી તારા અકાઉન્ટ માં ટ્રાન્સફર કરી છે..ચેક કરી લેજે..
બેંક માંથી મેસેજ આવી ગયો સર..
તો અત્યાર સુધી કહેતો કેમ નથી..અને બીજું કોઈ કામ હોય તો વિના સંકોચે જણાવજે..ડોક્ટર થાપરના જતા જ મને કોણ જાને કેમ એમ લાગ્યું કે કઈક થવાનું છે..પણ શું..? એની ખબર નહોતી..આટલી ટેન્શન ભરી પરિસ્થતિમાં સર એકદમ રીલેક્સ જણાતા હતા..કદાચ ઝુનૈદ સર નાં સારા થવાનો આનંદ હશે..મારું કામ લગભગ પૂરું થવા આવ્યું હતું અને આજે સરિતા સાથે ડિનર નો પ્રોગ્રામ હતો..
ત્રિવેદી હું જાઉં છું..
સર , મારું કામ પણ લગભગ પૂરું થયું છે..જો તમે કહો તો..
અરે એમાં પૂછવાનું હોય..? લેબ શટડાઉન કરીને જા..
જતા જતા સર અટક્યા અને એમને પાછળ ફરીને જોયું.મને થયું કે કદાચ કોઈ કામ યાદ આવી ગયું હશે..વૈજ્ઞાનિકનાં મનમાં અનેક વિચારો એક સાથે ચાલતા હોય..અત્યારે એ શું વિચારતા હોય એ કળી શકવું અઘરું હતું..હું એમને જોતો ઉભો હતો..ધીમે પગલે ડોક્ટર થાપર મારી પાસે આવ્યા અને સ્માઈલ કરતા બોલ્યા..
સરિતાને મળવા જવાનું છે..?
જતા જતા સર અટક્યા અને એમને પાછળ ફરીને જોયું.મને થયું કે કદાચ કોઈ કામ યાદ આવી ગયું હશે..વૈજ્ઞાનિકનાં મનમાં અનેક વિચારો એક સાથે ચાલતા હોય..અત્યારે એ શું વિચારતા હોય એ કળી શકવું અઘરું હતું..હું એમને જોતો ઉભો હતો..ધીમે પગલે ડોક્ટર થાપર મારી પાસે આવ્યા અને સ્માઈલ કરતા બોલ્યા..
સરિતાને મળવા જવાનું છે..?
ક્રમશઃ
ક્રમશઃ