virus 2020 - 8 books and stories free download online pdf in Gujarati

વાયરસ 2020. - 8

વાયરસ – ૮
ખાન ની વાત સાંભળી કમિશ્નર એમની તરફ વળ્યા..અને ચા ની ચૂસકી લેતા ખાન પાસે આવ્યા..
યસ યુ આર રાઈટ.આમેય કેસ માં અત્યાર સુધી ચાર જ નામ આવ્યા છે..ડોક્ટર થાપર , ડોક્ટર ઝુનૈદ જે હવે રહ્યા નથી અને આ આશિષ ત્રિવેદી અને એની ફિયાન્સ સરિતા..
અને સરિતા નાં પપ્પા રીટાયર કર્નલ દેવરા
કમિશ્નર નાં મોઢાના હાવભાવ બદલાયા અને ચાની અંતિમ ચુસ્કી લઇ ગ્લાસ ટેબલ પર મૂકી એમણે ત્રિવેદી નાં કેસ ની ફાઈલ ઉપાડી અને પાના ઉથલાવવા માંડ્યા..અને એક પાને અટકી ધ્યાનથી કંઈક વાંચવા માંડ્યા.ખાન તરફ જોયું તો ખાન પણ એમને જ જોઈ રહ્યા હતા અને અચાનક કમિશ્નરે ફાઈલ બંધ કરી અને ખાન ની એકદમ નજીક આવી કહ્યું..
ચાર નહિ પાંચ લોકો હતા.અને પાચમી વ્યક્તિ આ ફાઈલમાં નથી.પણ એનો ઉલ્લેખ ફાઈલમાં છે..
ફટાફટ એમના પગલા લોકઅપ તરફ વળ્યા..અને ઇન્સ્પેક્ટર ખાન ફાઈલ લઈને આશ્ચર્યથી જોવા લાગ્યા.કે કમિશ્નર સાહેબ ને આમાં એવું તે શું દેખાયું..?
લોકઅપ નો દરવાજો ખુલ્યો અને કમિશ્નર સાહેબ ફરી મારી પાસે આવ્યા..
ચા પીધી..?
હા..
શરુ કરીએ..? ક્યાં હતા આપણે..? હા તમારા બન્ને ગુરુ નો ઈન્ટરવ્યુ.
એ બન્ને ગુરુ નહિ પણ એકદમ વાહિયાત અને લબાડ માણસ હતા.હું અરીસામાં મારી જાત ને જજ જોઈ નહોતો શકતો..મારા પોતાનો સામનો કરવાની જ મારી હિમ્મત નહોતી..મારી વર્ષોની મહેનત.આમ અચાનક જ.
આગળ શું થયું..?
એ ઘટના પછી હું લગભગ બે મહિના કોઈને જ મળ્યો નહોતો..સરિતા ને પણ નહિ.બન્ને ડોક્ટર ને પણ નહિ.
કોઈ સાથે કોન્ટેક્ટ નહોતો કર્યો..?
ના..મેં મારો મોબાઈલ નંબર પણ બંધ કરી નાખ્યો હતો.
આમ અચાનક આવું બધું કરવાનું કારણ..?
ખબર નહિ..મને કઈ સુઝતું નહોતું..હું સાવ બ્લેન્ક થઇ ગયો હતો.મારા ઘરે જઈ મારો સામાન પેક કરી હું પુના ચાલ્યો ગયો.
પુના..?
યસ..પુના મારા મિત્ર સંજીવ ને ત્યાં.એની પુનામાં લેબ છે.શિવાજી પેઠ માં..” સંજીવની પોલીલેબ” સંજીવ મારો સ્કુલ ફ્રેન્ડ છે..એની લેબ માં મેં ત્રણ મહિના કાઢ્યા..અને આ ત્રણ મહિના દરમ્યાન.
તમે તમારા કહેવાતા બન્ને ગુરુ નું કાસળ કાઢી નાખવાનો પ્લાન બનાવ્યો.
હા.પ્લાન તો બનાવ્યો પણ એ પ્લાન હું અમલમાં ન મુકીસ શક્યો.
કેમ..?
હું દિવસ રાત સંજીવની લેબ માં કામ કરતો હતો..એક એવી વેક્સીન બનાવવા માંગતો હતો જે માણસ ને મારી નાખે અંદર ને અંદર..જેમ જેમ વેક્સીન માણસનાં શરીરમાં જે જે અંગ માં ફેલાય તેમ તેમ એ એ અંગ ખોટા થતા જાય અને વેક્સીન પણ..અંતે મગજ સુધી વેક્સીન પહોચે જે મગજ ને ડેમેજ કરી પોતે પણ મરી જાય..
એટલે જે માણસ માં એ વેક્સીન નો પ્રવેશ થાય એ પણ મરે અને સાથે સાથે વેક્સીન પણ..
યસ..જે વેક્સીન કોરોના ની સામે મ્હાત આપવા બનાવી હતી..
આક્રમણ..
યસ..આ નામ હતું અને એમાં જ..આક્રમણ , આક્રમણ માં જ અમુક ફેરફાર સાથે મેં આ વેક્સીન દોઢ બે મહિનામાં તૈયાર કરી..જેનું નામ આપ્યું “ સ્વાહા ”
સ્વાહા..એટલે એ વેક્સીન જેનામાં ઇન્જેકટ થાય તે થઇ જાય સ્વાહા.
યસ..પણ એનો યુઝ કરું એ પહેલા જ એ ડીસ્ત્રોય થઇ ગઈ.મારી દિવસ રાત ની મહેનત સરિતાએ પાણીમાં મેળવી દીધી..
સરિતા..? પણ તમે તો પુના માં હતા ને..તમારા મિત્ર સંજીવ ને ત્યાં..?
યસ સર..સંજીવે જ સરિતા ને ત્યાં બોલાવી હતી..દિવસ રાતના ઉજાગરા ને લીધે મારી તબિયત પર અસર થઇ હતી..સંજીવે ઘણી વાર મને કહ્યું કે હું સરિતા ને કોલ કરું..પણ મેં જ એને નાં પાડી.મારા દુખ માં હું એને ભાગીદાર બનાવવા નહોતો માંગતો..પણ કોણ જાણે ક્યારે સંજીવે સરિતા ને ફોન કર્યો..અને એક દિવસ..
આશિષ તું મને પણ કહ્યા વગર પુના આવી ગયો..? વ્હાય..?
સરિતા પ્લીઝ મને ભૂલીજા .
ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED