virus 2020 - 7 books and stories free download online pdf in Gujarati

વાયરસ 2020. - 7


વાયરસ – ૭
નજર સામે ઝી ન્યુઝ પર બ્રેકીંગ ન્યુઝ ચાલતા હતા..
કોરોના કો મારને વાલા વેક્સીન ભારત ને ખોજ લીયા..સાલો સે જીસ વેક્સીન પર કામ ચલ રહા થા વહી વેક્સીન બના કોરોના કા કાલ..ડોક્ટર થાપર ઔર ડોક્ટર ઝુનૈદ કી સાલો કી મહેનત કા નતીજા.આજ સારે ભારત કો ઇન દોનો વૈજ્ઞાનિક પર ગર્વ હૈ..
આશીષ..આ..શું..? ડોક્ટર થાપર અને ઝુનૈદ કઈ વેક્સીન ની વાત કરી રહ્યા છે.?
હું સ્તબ્ધ હતો..મને કઈ સુઝતું ન હતું.બહુ જ મોટું ષડ્યંત્ર રચાઈ ગયું હતું.મારી નજર સામે જ ટીવી સ્ક્રીન ઉપર ડોક્ટર થાપર અને ડોક્ટર ઝુનૈદ નાં ઈન્ટરવ્યું ચાલી રહ્યા હતા..જેમાં ડોક્ટર થાપરે કહ્યું કે આ વેક્સીન પર અમે વર્ષોથી કામ કરી રહ્યા હતા..કોરોના નાં દર્દી નાં જે લક્ષણ હોય છે એ લક્ષણ ને મ્હાત આપવા અમે જે વેક્સીન તૈયાર કર્યું હતું..એનો પ્રાણીઓ પર અમલ થઇ ચુક્યો હતો..બસ કોઈ દર્દી મળે તો અમે પ્રયોગ કરી શકીએ.અને જુઓ દર્દી આજે હેમ ખેમ તમારી સામે છે..ડો . ઝુનૈદ બોલ્યા દેશ માટે હું મારો જાન પણ કુરબાન કરવા તૈયાર હતો..જ્યારે ડો.થાપરે મને વેક્સીન ના ટ્રાયલ ની વાત કરી ત્યારે જ મેં નક્કી કર્યું કે જીવતા રહીને કદાચ હું દેશને કામ ન આવી શકું પણ મરીને તો કામ આવી જ શકું ને..આમેય હું કોરોના ગ્રસ્ત થઇ ચુક્યો હતો..ખાક મેં વૈસે ભી મિલના થા ઔર વૈસે ભી.
આ..આ માણસ ખોટું બોલે છે..સરિતા સરિતા મને આ લોકોએ છેતર્યો છે..આ વેક્સીન મેં બનાવી છે. થાપરે મારી બનાવેલી વેક્સીન ની ટ્રાયલ ડોક્ટર ઝુનૈદ પર કરી છે આ..આ બંને મળેલા છે.
સરિતા ને સમજાતું નહોતું કે એ શું રીએક્ટ કરે અત્યારે એ મને સાચવવા અને હિમ્મત આપવા માંડી હતી.
આ બન્ને દગાબાજ છે..મારી વર્ષોની મહેનત ને આમણે પોતાના નામે કરી લીધી..
ન્યુઝ રિડર બોલી કોરોના કે કાલ બનકર આઈ ઇસ વેક્સીન કા નામ દિયા હૈ “આક્રમણ” જો કોરોના પર આક્રમણ કરકે ઉસકા સફાયા કર દેતી હૈ..અભી અભી ન્યુઝ મિલી હૈ કી ભારત સરકાર ને ડોક્ટર થાપર ઔર ડોક્ટર ઝુનૈદ કી તારીફ કરતે હુએ ઉન્હેં ભારતકા સર્વોચ્ચ અવોર્ડ દેને કા તય કિયા હૈ, આક્રમણ કી પેટર્ન રજીસ્ટર હૈ ઉસકે લીએ આક્રમણ કે રચયિતા દોનો ડોક્ટર તય કરેંગે.થાપર બોલ્યા હમને તય કિયા હૈ કી એ “આક્રમણ” નામકી વેક્સીન હમ ભારત સરકાર કો સુપરત કરેંગે.
આ આ બન્ને ચિટર છે.સરિતા આ મારી જ બનાવેલી વેક્સીન ને પોતાના નામે ચઢાવી રહ્યા છે..મારી મહેનત છે આ.આ બન્ને જુઠ્ઠા છે..મારી સાથે દગો કર્યો છે આમણે..
ક્યાં જાય છે આશિષ..સાંભળ..અરે..ડીનર તો કરતો જા..
હું નહિ છોડું આ બંને ને..મારી નાખીશ.ખૂન કરી નાખીશ બન્નેનું..
આશિષ..પ્લીસ લિસન.હલ્લો..
કમિશ્નર મારી વાત ધ્યાન પૂર્વક સાંભળતા હતા.અને અચાનક જ બોલ્યા..
ઓહ..ત્રિવેદી તમારી બનાવેલી વેક્સીન ડોક્ટર થાપર અને ઝુનૈદે પોતાના નામે પેટર્ન કરી સરકારી માં સન્માન મેળવ્યા એટલે તમે ગુસ્સામાં એમનું ખૂન કરી નાખ્યું.
નાં..નાં..કમિશ્નર સાહેબ મેં એ બંને નું ખૂન નથી કર્યું.
ઓકે..રીલેક્સ.આપણે બ્રેક લઈએ..પાણી પીશો..? મારી તરફ જોતા કમિશ્નર બોલ્યા..
મ્હાત્રે ડોક્ટર માટે ચા લાવ..
જી સર..
કમિશ્નર સાહેબ લોકઅપ ની બ્હાર ગયા..લગભગ વીસેક મીટર નાં અંતરે ઇન્સ્પેક્ટર ખાન એમના ટેબલ પર બેઠા હતા..કમિશ્નર એમના ટેબલ પાસે ગયા..અને ખીસ્સામાંથી રૂમાલ કાઢી મોઢું લૂછતાં કઈક વાતો કરવા લાગ્યા..કદાચ મારી જ વાતો..
શું લાગે છે ખાન..?
એ બહોત શાર્પ આદમી હૈ સર..આપ હી બોલતે હૈ નાં “ વધારે ભણેલા સૌથી વધારે ચતુર હોય છે..” આ સાંભળી કમિશ્નર હસી પડ્યા..
સરસ ગુજરાતી બોલો છો તમે..
આવડી ગયું આપણી સાથે રહી રહી ને..બાકી સર એકદમ ક્રિસ્ટલ ક્લીયર કેસ હૈ.વો દોનો ને ઇસકા વેક્સીન અપને નામ કિયા ઔર ઇસને ઉનકા કામ તમામ કિયા.
મ્હાત્રે ત્રણ ચા સાથે આવ્યો એણે બે ચા ઇન્સ્પેક્ટર ખાન માટે અને કમિશ્નર માટે , ટેબલ પર મૂકી અને લોકઅપ તરફ નીકળી ગયો..કમિશ્નર સાહેબ ઉભા થઈને ટેબલ ને રાઉન્ડ મારતા.દરવાજા તરફ ગયા..અને અચાનક ફરી ચા નો ગ્લાસ લઇ ફરી પોતાના વિચારોમાં ખોવાઈ ગયા..
ક્યા હુઆ સર.તમને કોઈના ઉપર શંકા છે..? સરિતા દેવી ની કુંડળી કઢાવી અમે..પણ કાઈ ખાસ નથી મળ્યું..
ખાન ની વાત સાંભળી કમિશ્નર એમની તરફ વળ્યા..અને ચા ની ચૂસકી લેતા ખાન પાસે આવ્યા..
યસ યુ આર રાઈટ.આમેય કેસ માં અત્યાર સુધી ચાર જ નામ આવ્યા છે..ડોક્ટર થાપર , ડોક્ટર ઝુનૈદ જે હવે રહ્યા નથી અને આ આશિષ ત્રિવેદી અને એની ફિયાન્સ સરિતા..
અને સરિતા નાં પપ્પા રીટાયર કર્નલ દેવરા
ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED