Featured Books
શ્રેણી
શેયર કરો

અજીબ દાસ્તાન હે યે…. - 26 - છેલ્લો ભાગ

અજીબ દાસ્તાન હે યે….

26

પાછળ ના પાર્ટ માં જોયું કે નિયતિ અને રાહુલ ના લગ્ન થઈ જાય છે અને ખુશી ખુશી એક વર્ષ વીતી જાય છે…..બંને ના લગ્ન ન એક વર્ષ પૂરું થવાની ખુશી માં પાર્ટી રાખવામાં આવે છે…..અને તે જ નિયતિ રાહુલ ને દિલ થી પોતાનો બનાવી લેવા ઈચ્છે છે પણ ત્યાં જ અચાનક એમ્બ્યુલન્સ આવતા નિયતિ જમીન પર ફસડાઈ પડે છે…..

નિયતિ બપોર ની રાહુલ ને ખુશ કરવા અને એને પૂરેપૂરી સમર્પિત થવા તેમજ રાહુલ ને પોતાનો દિલ થી બનાવવા માટે તૈયારી માં લાગી જાય છે…..રાહુલ હમેંશા થી નિયતિ ને તૈયાર થયેલી જોવા ઇચ્છતો હોય છે…..આ કારણે આજે નિયતિ બધું જ રાહુલ ને ગમે અને એ જ્યારે નિયતિ ને જોવે ત્યારે જોતો જ રહી જાય એવી તૈયારી માં લાગી જાય છે…..રાહુલ એ નિયતિ ને એક રેડ સાડી ગિફ્ટ કરી હોય છે….જે રાહુલ નો ફેવરિટ કલર હોય છે….આજે નિયતિ એ જ સાડી પહેરે છે અને એને મેચિંગ જવેલરી પહેરી નિયતિ કોઈ દુલહન થી ઓછી નથી લાગતી હોતી…..

સાંજ થતા નિયતિ રાહુલ ની તૈયાર થઈ રાહ જોવા લાગે છે…..એક પછી એક મહેમાન પણ આવવા લાગે છે…..પણ હજી સુધી રાહુલ નો કોઈ જ પતો હોતો નથી…..નિયતિ અને ખુશી બંને રાહુલ ને કોલ કરવામાં લાગી હોય છે…..પણ પહેલા રાહુલ કોલ નથી ઉપાડતો અને પછી ફોન અચાનક બંધ થઈ જાય છે…..મોબાઇલ સ્વીચ ઓફ આવતા નિયતિ ધીમે ધીમે થોડી ગભરાવા લાગે છે…..અને એનું મન પણ વિચલિત થતું જાય છે…..બધા અધીરાઈ રાહુલ ની રાહ જોવા લાગે છે……

થોડા સમય માં અચાનક એમ્બ્યુલન્સ નો ઘરની બહાર અવાજ આવે છે…..આ સાંભળીને બધા બહાર જવા લાગે છે…..નિયતિ પણ ધીમા ડગે અને એક ડર સાથે બહાર જવા લાગે છે…..પણ પછી બહાર મહેમાનો ની ભીડ હોવાથી ઘર ના દરવાજે ઉભી રહી જાય છે….બધા .મહેમાન એક બીજા સાથે એમ્બ્યુલન્સ માં કોણ હશે એની વાતો કરવા લાગે છે અને નિયતિ ની સામે જાણે એનો ભૂતકાળ તરવરવા લાગે છે…..મન માં ડર અને રાહુલ ની ચિંતા કરતા અચાનક જ નિયતિ નું પોતાના પર કન્ટ્રોલ રહેતું નથી અને હજી તો એમ્બ્યુલન્સ નો દરવાજો ખુલે છે એ પહેલાં જ નિયતિ જમીન પર ફસડાઈ પડી જાય છે….

દરવાજો ખુલતા જ રાહુલ બહાર આવે છે…..આ સાથે જ જાણે બધા ના જીવ મા જીવ આવે છે…..અને એના બહાર આવતા જ બધા એકીસાથે પૂછવા લાગે છે કે….

"એમ્બ્યુલન્સ માં કોણ છે અને તે એમ્બ્યુલન્સ માં કેમ આવ્યો??"

રાહુલ બધા ને શાંત કરતા કહે છે કે….."એમ્બ્યુલન્સ માં કોઈ નથી પણ મારી ગાડી ખરાબ થતા આ એમ્બ્યુલન્સ ડ્રાઇવર જાણીતો હોવાથી તે અહીં મુકવા આવ્યો….."

ત્યાં જ એના મમ્મી કહે છે કે…."તારો ફોન કેમ બંધ આવે છે નિયતિ ક્યારની કોલ કરતી હતી…."

આ સાંભળી રાહુલ એ કહ્યું…"બેટરી લો થઈ ગઈ હતી એટલે ફોન બંધ થઈ ગયો….."રાહુલ ને જોઈ ખુશી દોડતી આવી અને એને હગ કરી બોલી…."પપ્પા તમે ક્યાં હતા??અમે બધા તમારી ક્યારની રાહ જોતા હતા…..અને મમ્મા તો આજે કેટલા સુંદર તૈયાર થયા છે….."ત્યાં જ રાહુલ આજુબાજુ જોવે છે પણ નિયતિ ક્યાંય દેખાતી નથી…..આ જોઈ રાહુલ ખુશી ને પૂછે છે કે….."તમારી મમ્મા ક્યાં છે??"

ખુશી કહે છે કે….."એ અંદર છે"….આ સાંભળી જલ્દી રાહુલ નિયતિ ને સરપ્રાઈઝ આપવા અંદર જવા જાય છે ત્યાં જ હજી તો એ દરવાજા પાસે પહોંચે છે તો નિયતિ બેહોશ હાલત માં નીચે જમીન પર પડી હોય છે….આ જોઈ રાહુલ થી નિયતિ ના નામ ની ચીસ પડાય જાય છે…..ત્યાં જ બધા મહેમાન અંદર આવી જાય છે….રાહુલ જલ્દી નિયતિ ને પોતાના રૂમમાં લઈ જાય છે…...અને ડોક્ટર ને ફોન કરીને બોલાવે છે…..

ડોક્ટર થોડી જ વાર માં આવે છે અને નિયતિ નું ચેકઅપ કરે છે…..અને કહે છે….."વધારે કંઈ જ નથી થયું…..બસ થોડી ચિંતા ના કારણે ચક્કર આવી ગયા…..આમને આરામ કરવા દેજો….અત્યારે કોઈ ડિસ્ટર્બ ન કરતા….."આમ કહી ડોક્ટર ચાલ્યા જાય છે…..થોડીવાર માં એક પછી એક મહેમાન પણ જમીને ચાલ્યા જાય છે…..હવે રાહુલ અને એના ઘર ના જ બધા હોય છે…..નિયતિ હજી પણ જાગી હોતી નથી…..એટલે રાહુલ એના મમ્મી પપ્પા ને પણ ખુશી ને લઈ જઈ સુવડાવી દેવા કહે છે…..અને પોતે નિયતિ નું ધ્યાન રાખશે એવી ખાતરી આપી એ બંને ને પણ સુવાનું કહે છે…..

એ લોકો પણ પોતાના રૂમમાં ચાલ્યા જાય છે…..ત્યારબાદ રાહુલ નિયતિ ની નજીક બેસી જાય છે…..અને નિયતિ નો હાથ પોતાના હાથ માં લે છે અને બીજા હાથે થી નિયતિ ના માથા માં હાથ ફેરવવા લાગે છે…..હજી તો થોડી જ વાર થાય છે ત્યાં તો અચાનક નિયતિ જાગી જાય છે….અને રાહુલ રાહુલ કરવા લાગે છે…..આ જોઈ રાહુલ પણ ડરી જાય છે…..ત્યાં જ નિયતિ રાહુલ ને પોતાની બાજુમાં જ જોવે છે…..એને જોઈને ખુશ થતી એ સીધી જ રાહુલ ને હગ કરી લે છે…...અને બોલવા લાગે છે કે….."તમે ક્યાં હતા??હું કેટલી ડરી ગઈ હતી…..એમ્બ્યુલન્સ જોઈ મને થયું કે મેં ફરી વાર……"આટલું બોલી એ રાહુલ થી અળગી થઈ રાહુલ ને ચેક કરવા લાગી કે એને ક્યાંય વાગ્યું તો નથી ને??અને બોલવા લાગી કે…."તમે ઠીક છો ને??તમને વાગ્યું તો નથી ને??જો તમને કઈ થઈ જાત તો મારું શું થાત?આમ કહી એ રડવા લાગી….."

રાહુલ એને શાંત કરવાની ક્યારની કોશિશ કરતો હતો પણ એ બોલ્યે જ જતી હતી…..ફરી રાહુલ ની વાત સાંભળ્યા વિના જ એ બોલવા લાગી……"એક વાર અંગત ને ખોઈ ને હું હારી ગઈ હતી અને હવે જો તમે પણ મૂકીને જશો તો હું મરી જ જઈશ…."

નિયતિ ના આ બોલતા સાથે જ રાહુલ એ એના હોઠ પર પોતાનો હાથ રાખી દીધો અને એને પકડીને એની નજીક આવી કહ્યું……"ચૂપ હવે…..બસ હવે એક શબ્દ નહિ…...હું એક દમ ઠીક છું….અને તમને મુકીને ક્યાંય જ નથી ગયો…...હવે શાંત થાવ…..અને હું ક્યારેય ક્યાંય મૂકીને નહિ જાવ……"આટલું બોલી રાહુલ ચૂપ થઈ ગયો અને બંને થોડી વાર સુધી એકબીજા ને જોતા જ રહ્યા….

આજે પહેલીવાર રાહુલ ને નિયતિ ની આંખોમાં પોતાના માટે ચિંતા સાથે પ્રેમ દેખાયો હતો…..આ જોઈ રાહુલ ના ચેહરા પર અનાયસે જ સ્માઈલ આવી ગઈ…..આ જોઈ નિયતિ ની થોડું અજીબ લાગ્યું અને એને પોતાના હોઠ પર થી રાહુલ નો હાથ હટાવી કહ્યું….."તમે સ્માઈલ આપો છો…...હું અહી આટલી ટેન્સન માં છું અને તમને સ્માઈલ સુજે છે….."આ સાંભળી રાહુલ ને નિયતિ નું વર્તન પહેલીવાર પોતાની પત્ની જેવું લાગ્યું આજ સુધી ક્યારેય એને રાહુલ સાથે નાનો એવો પણ ઝગડો ન હતો કર્યો….અને એ આ જોઈ હસવા લાગ્યો….

નિયતિ ગુસ્સા થી રાહુલ તરફ જોવા લાગી…..અને ગુસ્સા માં બોલવા લાગી….."તમને મારી વાતો સાંભળી ને હસવું આવે છે વાહ….હું અહીં બપોરની રાહ જોઇને બેઠી હતી અને સાંજે આવી તો તમારા બદલે એમ્બ્યુલન્સ……"ત્યાં જ રાહુલ બોલ્યો…."અરે એ એમ્બ્યુલન્સ માં હું જ હતો….."આમ કહી એને પોતાની સાથે બનેલી ઘટના નિયતિ ને કહી…..અને પછી પૂછ્યું કે….."એ કેમ અચાનક આ રીતે બેહોશ થઈ ગઈ??"ત્યાં જ નિયતિ એ કહ્યું કે…."હું ક્યારની તમારી રાહ જોઇને બેઠી હતી….તમને કેટલા કોલ કર્યા….પણ તમારો ફોન પણ બંધ એના કારણે મન ગભરાવા લાગ્યું….અને ત્યાં જ એમ્બ્યુલન્સ ઘરે આવી આ જોઈ મારા મગજ ની સામે ભૂતકાળ તરવરવા લાગ્યો અને અંદર થી મન ખુબજ ગભરાવા લાગ્યું અને મને ખબર નહિ ક્યારે ચક્કર આવી ગયા….."

આ સાંભળીને રાહુલ બોલ્યો….."તમે તો આ રીતે ક્યારેય મારી રાહ નથી જોતા અને હા આજે એક વાત બીજી પણ નોટિસ કરી કે આટલા સમયમાં મેં ક્યારેય તમને આ રીતે તૈયાર થયેલા પણ નથી જોયા તો આજે આ બધું શું છે??"

નિયતિ જવાબ માં શરમાઈ ગઈ અને ધીમે થી અને પોતાની નજર નીચી જ રાખી બોલી….."I am sorry….મેં ઘણો સમય તમારા થી દુર રહી,તમને ખુદ થી દુર રાખી વિતાવી દીધો….કદાચ અંગત ના મૃત્યુ એ મને અંદર થી તોડી નાખી હતી…..અને મને એવું જ લાગતું હતું કે હવે મારી જિંદગી જીવવા નો કોઈ અર્થ જ નથી…..અને આ કારણે હું હમેંશા તમારા થી દુર રહી તમારા પ્રેમ ને પણ પોતાની પાસે આવવા ન દીધો…..અને આજે મને એ અહેસાસ થયો છે કે મેં તમારી સાથે ખુબજ ખોટું કર્યું છે…..અને કદાચ અંગત પણ ક્યારેય એવું નહિ ઇચ્છત કે હું એની યાદ માં આ રીતે જિંદગી પસાર કરું…..અને એટલે જ આજે આ બધું મેં તમારા માટે…."આમ કહી નિયતિ ચૂપ થઈ ગઈ……

આ બધું સાંભળી ને રાહુલ ના ચેહરા પર ખુશી આવી ગઈ અને એને નિયતિ ને "thank you"કહી હગ કરી લીધું…..અને આજે પહેલીવાર નિયતિ એ પણ દિલ થી રાહુલ ને પોતાનો પતિ માની હગ કરી લીધો…..આ સાથે જ રાહુલ અને નિયતિ ની આ રાત એમના પ્રેમ ની યાદગાર રાત બની ગઈ…..

આ સાથે જ એમની જિંદગી ના એક નવા અધ્યાય ની શરૂઆત થઈ ગઈ…..

સમાપ્ત…

પ્રિય વાચક મિત્રો,તમારા અભિપ્રાય મારી આ નોવેલ માટે જરૂર થી જણાવશો…..કદાચ લખવામાં કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો……

આ નોવેલ આમ તો કાલ્પનિક જ છે…..પણ આમાં લખેલા બધા વિચારો મારા પોતાના છે…..આ નોવેલ માત્ર કોઈ પ્રેમકહાની નથી…..પણ આ નોવેલ માં પ્રેમ,મિત્રતા, પારિવારિક સંબંધો બધું જ ખૂબ જ મહત્વનું દેખાયું છે…..

જીવનમાં કોઈ એ ક્યારેય એવું નથી વિચાર્યું હોતું કે એના લગ્નજીવન બાદ થોડા જ સમયમાં એક સાથી એ પોતાના જીવનસાથી થી અલગ થઈ જવું પડશે…..ક્યારેક જ્યારે એક સાથી નું મૃત્યુ થાય ત્યારે એનો જીવનસાથી જિંદગી જીવવા નું છોડી એની યાદ માં જ સમય પસાર કરે છે…...અને એ પોતે તો દુઃખી રહે જ છે સાથે પોતાના પરિવાર ના લોકો ને પણ દુઃખી કરે છે…..આ મારી નજરમાં કદાચ ખોટું છે અને આ જ વસ્તુ મેં અહીં દર્શાવા ની કોશિશ કરી છે…..

આપણો પાર્ટનર ક્યારેય આપણને દુઃખી કે એની યાદ માં રડતા ન જોઈ શકે…..અને ક્યારેય કોઈ ના મૃત્યુ પહેલા કોઈ એવું કહી ને નથી જતું કે મારા ગયા પછી તમે તમારી જિંદગી જીવવા નું છોડી દેજો…...જીવન અને મૃત્યુ એ ઉપરવાળા ના હાથ માં છે…..અને અહીં આવ્યા પહેલા જ બધા નું જાવાનું નક્કી જ હોય છે…..એટલે કોઈ ના મૃત્યુ પછી જીવવાનું છોડી દુઃખી રહેવું એ કદાચ કોઈ માટે સારી બાબત નથી…….

મેં મારા વિચાર આ નોવેલ માં દર્શાવ્યા છે કદાચ કઈ ખોટું લખ્યું હોય કે કોઈ ની ભાવના ને ઠેસ પહોંચી હોય તો દિલ થી માફી માંગુ છું…...આ સાથે જ ફરી નવી નોવેલ લઈ જલ્દી આવવાની કોશિશ કરીશ…..

આભાર…...