AFFECTION - 44 Kartik Chavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

શ્રેણી
શેયર કરો

AFFECTION - 44

















બધાને પૂછતો પૂછતો જાયસર ગામ પહોંચી તો ગયો...પણ ઉજ્જડ જેવું હતું..હરિયાળી હતી પણ ગામની બહાર જ હતી.ગામમાં અંદર આવ્યો તો ઘોડીની લગામ હાથમાં લઈને નીચે ઉતરીને ચાલવા લાગ્યો...

બપોર થઈ ગઈ હતી અને હવે મને એકદમ જબરદસ્ત ભૂખ લાગી હતી..તરસ્યો પણ હતો...ખિસ્સામાં પૈસા પણ નહોતા રહેવા દીધા ગામવાળાઓએ..ઉપર સૂરજ મને પરસેવો ચડાવતો હતો..નદીકિનારે ગયો તો ત્યાં અમુક સ્ત્રીઓ પાણી ભરતી હતી તો અમુક કપડાં ધોતી હતી...મને જોઈને અમુક સ્ત્રીઓએ ચેહરો પાલવથી ઢાંકી લીધો..અને ફટાફટ મને જોઈને ઘર તરફ ચાલવા લાગી..

પાણી તો પીવાનું જ હતું..ગળાને તરસ્યું તો ના જ રાખી દઉં..એટલે હું રેવતીને પણ છૂટી મૂકી કે એ પણ પાણી પી લે...અને હું પણ નદીના વહેતા પાણી તરફ આગળ વધ્યો ત્યાં જ એક પાલવ ઢાંકેલી સ્ત્રી મારી તરફ આવી..અને ઘડો મારી તરફ આગળ કર્યો..મેં ખોબો ધર્યો અને એ સ્ત્રીએ પાણી પીવડાવ્યું...

તે બોલી કે,"અહીંના નથી લાગતા...તમારી ઘોડી જો આ ગામમાં લઈને જશો તો ઘોડી પછી નહિ મળે...આ તો મનમાં થયું તો કહી દીધું..."

હું હાથ લૂછતાં લૂછતાં બોલ્યો,"શોખ તો મને પણ નથી...પણ શું કરીએ..મજબૂરી છે..."

એ પોતાનો ઘડો લઈને પાછો ભરવા ગઈ...અમુક સ્ત્રીઓ અમને બન્ને ને જોતી હતી વાતો કરતા...અંદરોઅંદર વાતો કરતી હતી..પણ તે સ્ત્રી પાછી આવી મારા પાસે...મને એમ લાગતું કે એ મારા ઉંમરની છોકરી છે...એનું શરીર મરોડદાર હતું...એના હાથ પણ એવા હતા..પણ એને જે પાલવથી ચેહરો ઢાંકયો હતો...એ પાલવ નીચે થોડો થોડો મલકતો ચેહરો દેખાતો હતો..

એ પાછો ઘડો ભરીને આવી અને મારી પાસે ઉભી રહી...એને એક બીજો મોટો ઘડો પણ લીધો..બે ઘડા માથે ચડાવ્યા અને ત્રીજું બેડું હાથમાં ઝાલ્યું...મેં મદદ કરવાની ઇચ્છાએ એ બેડું પકડ્યું..અને ઘર સુધી મૂકી આવવાની ઈચ્છા દર્શાવી...

"અમને મદદ કરવા વાળાને ગામમાં કોઈ બોલાવતું નથી ..એટલે એ રીતે વિચારી લેજો.."એ થોડુંક ખચકાતા બોલી..

મને ખબર પડી ગઈ...કે આ સ્ત્રી પાસેથી મદદ મળી શકે છે...એટલે હું એ પાણીનું બેડું લઈને ચાલવા લાગ્યો..રેવતી પણ આવતી હતી..આખા રસ્તે એ કંઈ બોલી નહીં..ગામના છેવાડે એના એક નું જ ઘર હતું..
મેં પાણી ભરેલું બેડું એના ઘરની બહાર ઉભા રહીને નીચે મૂકી દીધું અને હવે જવાની વાત કહી..કારણ કે મને લાગ્યું કે આ સ્ત્રી કંઈ બોલી નહિ શકે...કારણ કે તે આખા રસ્તે કશું બોલી જ નહીં...

"અરે આટલે આવ્યા છો મુસાફિર તો હવે અંદર પણ આવી જાવ...એમપણ અમારા ઘરે કોઈ બીજું નથી આવતું..તમે આવશો તો ગમશે.."

હું અંદર ગયો...રેવતી ને બહારની તરફ બાંધી..ભલે તે ભાગવાની નહોતી..પણ સુરક્ષા જરૂરી હતી.અંદર આવ્યો તો માટીથી લીપેલું ઘર હતું..નળિયા વાળું..અંદર એક ડોશા ડોશી પણ હતા...પણ એમની ઉંમર થયેલી હતી..એટલે ચૂપચાપ બેસી રહેતા..ખાટલામાં..ડોશા સુતેલા હોય...અને એની બાજુમાં ડોશીમા એકલા બેઠા હોય.

મને જોઈને અંદાજો આવતો હતો કે દીકરો ક્યાંક કમાવા ગયો હશે..અને આ એમના છોકરાની વહુ હશે..પણ મને આ બધા સામે તાકતા જોઈને...તે પોતાના ઘડા અંદર મૂકી આવી..અને એનો પાલવ હવે એને કાઢી દીધો હતો...એનો ચહેરો સ્પષ્ટ દેખાતો હતો..એકદમ ગોરી...અને નાક નકશો પણ એકદમ પરફેક્ટ હતો.સનમ જેવી દેખાતી હતી...થોડોક જ ફરક હતો..હું તો જોતો જ રહી ગયો..

"જોતા ના રહો...બહુ અજીબ લાગે છે...તો બોલો...કેવીક મજબૂરી છે તમારી કે આ ગામમાં આવ્યા."

me : તમારૂ નામ શું છે??અને આ ગામની બહાર કેમ રહો છો??

"ઓહ તો તમને કોઈએ કીધું નથી એમ...મારા ગામવાળા તો સારા નીકળ્યા અમારી વાતો કરવાની બંધ કરી દીધી...મારું નામ કાજલ છે...અને રહી વાત એ ગામની બાહરના અમારા રહેઠાણની..તો એ મારા ભાઈની દેન છે..પ્રેમ લગ્ન કરીને પોતે તો ભાગી ગયો...પણ અહીંયા લોકોએ અમને ગામની બહાર કાઢી મુક્યાં..."એ બોલતી હતી પણ એની આંખોમાં અલગ જ વાત દેખાતી હતી...પેલું કહેવાયને કે દર્દ દેખાય છે કંઈક એવું જ.

તેને બોલવાનું ચાલુ રાખ્યું," મારા માં બાપે તો જીવનમાં હવે આશા રાખવાની જ છોડી દીધી છે...મારી માંએ તો છેલ્લે કોઈ દિવસ વાત જ નથી કરી જ્યારથી ભાઈ ગયો છે...અને બાપે તો મરણપથારી જ પકડી લીધી છે.."બોલતા બોલતા હવે એની આંખમાંથી એક આંસુ નીકળવા લાગ્યું..પણ એને એ બહાર આવે એની પહેલા જ વાત બદલતા બોલી કે,"માફ કરજો....ઘણા દિવસથી કોઈ જોડે વાત નહોતી થઈ એટલે બધું તમારા સામે નીકળી ગયું.."

એની તકલીફ મને સમજાઈ ગઈ હતી...ગામડામાં આ જ તો વાંધો હોય..ભૂલ કોઈ કરે અને ભોગવે કોઈ બીજા..કાજલના ભાઈમાં હિંમત નહોતી ગામવાળાનો સામનો કરવાની તો એમાં કાજલનો શુ વાંક??

જે વાર્તા હોય એ લોકોની મારે બહુ ઊંડાણમાં પડવું નથી...બધાનો મસીહા મારે નથી બનવું..મારે તો આજે પ્રિયંકાને લઈને નીકળી જાવું છે...ગમે એ રીતે..

એ અંદર ચૂલા તરફ ગઈ અને બે ઠંડા રોટલા અને બે ડુંગળી લઈને આવી...બાજુમાં થોડુંક અથાણું પણ લઈ આવી અને બેઠી મારી સામે.મને એક રોટલો આપ્યો..અને ડુંગળી દીધી..બપોરના સમયે એની માં તો જમીને સુઈ ગઈ હતી..બાપને ખબર નહિ શુ હશે...એ સુતા હતા..એ છોકરી આટલી સુંદર હતી...છતાંય એની મજબૂરી હતી કે એ આવી જિંદગી જીવતી હતી..એની ઉંમર હશે કદાચ બાવીસની આસપાસ આને કોઈ પણ સારો છોકરો લગ્ન કરીને એની જિંદગી સુધારી શકતો હતો..પણ ગામલોકોએ મને વિશ્વાસ હતો કે આખા પંથકમાં આને બદનામ કરીને રાખી હશે...એનું દુઃખ હતું વધારે દયા આવતી હતી પણ મેં એને નજરઅંદાજ કરવાનો પ્રયત્ન કર્યો..એટલે મેં સીધી વાત પર જ આવતા કાજલને મારા આવવાનો હેતુ કીધો...એ પોતાના દુઃખમાંથી બહાર આવી..મેં એને આખી વાત તો નહોતી કીધી...પણ એટલું તો કહ્યું હતું કે મારે પ્રિયંકાને બચાવી છે..

કાજલ થોડી ગંભીર થઈને બોલી,"આજે તો એ શક્ય જ નથી...બે ત્રણ દિવસ તારે રાહ જોવી જ પડશે...એ છોરીનો પગ ભાંગી નાખ્યો છે...મહિનાથી એ ઘર ખાટલે જ પડી છે..."

me : તો શું હું બે ત્રણ દિવસ રાહ જોઇશ તો એનો પગ મટી જશે??

કાજલ : પગ તો એનો સાજો જ થઈ ગયો હશે...પણ એના ઘાવ નહિ ભરાયા હોય..

મને એ શું બોલતી હતી મને કશું ખબર જ નહોતી પડતી.એ બોલતી હતી સાંભળવું ગમતું હતું પણ એ પોતે પણ વિચારમાં હોય એવું લાગતું..

મારાથી એ રોટલો ગળા નીચે ઉતરતો નહોતો...એટલે હું એમનેમ બેઠો કાજલ સામે...તેને કીધું કે ખાઈ લે..અહીંયા આ જ મળશે...એને જબરદસ્તી ખાવા માટે ફોર્સ કર્યો...

me : મારે તેજાનું ઘર જોવું છે...કંઈક એવો રસ્તો દેખાડ કે હું ત્યાં સંતાઈને જઈ શકું..એવું કંઈક રસ્તો છે??

કાજલ : ના એવું કંઈ નથી...પણ એની હવેલી જ એવડી મોટી છે કે જરૂરત નથી...બાપુ પહેલા ત્યાં માળી હતા..એટલે મને ખબર છે..

me : કમ સે કમ પ્રિયંકાને મળી તો શકું ને??

કાજલ : આજે કશું જ ન થાય...આજે તમે આવ્યા છો..તો આરામ કરો..મહેમાન ઘણા વર્ષે આવ્યા છે..હવે થોડીક વાર સુઈ જાવ..સાંજે વાત કરીએ..

એમ બોલીને તેને ત્યાં એક ગોદડું પથાર્યું...અને મને આરામ કરવા કહ્યું..એક તો નાની ઓરડી જ હતી એમાં એની માં સૂતી હતી એનો બાપ બીમાર પડ્યો હતો.એમાં મને ગોદડું આપીને પોતે થોડીક દૂર જમીનમાં જ આડી પડી ગઈ..

હું એના ચહેરા તરફ જોતો હતો સુતા સુતા..ઓશીકું પણ નહોતું એના ઘરે તો માથા નીચે રાખવા...એ દુપટ્ટો કાઢીને સુઈ ગઈ હતી...મને સનમ યાદ આવતી હતી...અને મનમાં બીજા વિચાર આવે એની પહેલા જ હું બીજી તરફ ફરીને સુઈ ગયો..

થાક બહુજ હતો એટલે ખબર નહિ ક્યારે ઊંઘ આવી ગઈ...અને મોડેથી ઊંઘ ઊડી...સાંજ નહિ પણ રાત થઈ ગઈ હતી...આંખ ખોલીને જોયું તો સામે કાજલ બેઠી હતી..ઝાંખી આંખે સનમ દેખાઈ પણ આંખ સરખી રીતે ખોલીને જોયું તો કાજલ હતી...એની માં બીજા ખૂણે બેઠી હતી...એકદમ નીરસ જિંદગી એના ચહેરા પર છલકાતી હતી.

ખબર નહિ અને રાત પડી ગઈ સાંજ પડવાના ચક્કર માં...હું બહાર જઈને એક પથ્થર પર બેઠો...કાજલ આવી અને એને પીવા માટે પાણી ભરીને લોટો આપ્યો...મેં મોઢું ધોઈને પાણી પીધું..

me : કમ સે કમ ઉઠાડી તો દેવાયને...

તે મારી સામે આવીને બેઠી...ત્યાં બેઠા બેઠા ખેતરો દેખાતા હતા.ઘર નહોતા દેખાતા કોઈના..પવન ચાલતો હતો.

કાજલ : એટલી બધી શુ જલ્દી છે ??

me : જો કાજલ...પ્રિયંકાને મારે સોનગઢ લઈ જવી જરૂરી છે એ પણ જેમ બને એમ જલ્દી...ગમે એ કિંમત ચૂકવવી પડે મારે...હું ચૂકવીશ....

કાજલ જરાક ઢીલી પડી..
કાજલ : શુ એને તમે પ્રેમ કરો છો??

me : પેલે તો તુ મને તમે તમે કહેવાનું બંધ કર યાર...એક તો છો તું મારી ઉંમરની...એમાંય તમે તમે કરીને માથું ખાલી કરી નાખીશ...અને હું એને પ્રેમ નથી કરતો...મારી મજબૂરી છે એને અહીંયાંથી લઈ જવી..

એ હજુ પણ અચરજમાં હતી કે મારે એવી બધી કઈ મજબૂરી છે...મને લાગ્યું કે આ કાજલ હવે બીજા વિચારમાં પડે અને ખાલી ખોટું પ્રેમમાં પડે એની પહેલા મારે ચોખવટ કરી દેવી જોઈએ...નહિતર મારી નિયતમાં ખોટ છે એવું મને લાગશે..

me : કાજલ...મારે વાઈફ છે...જેને હું બહુજ પ્રેમ કરું છુ...હું તને ખોટા ઈશારા આપવા નથી માંગતો...કે તું મારા પ્રેમમાં પડે...સોનગઢ ગામમાં મુખી તરીકે હજુ આવ્યો જ હતો કે મારા પર પ્રિયંકાને આ તેજો ભગાડી ગયો છે ગામમાંથી....એટલે બધી બેઇજ્જતી ગામવાળા વેઠતા હતા તો એમાં બધા આરોપ મારા પર લાગ્યા કારણ કે એના ભાઈને મેં જ મારી નાખ્યો હતો...મારી પાસે હદ કરતા વધારે રૂપિયા આવ્યા એટલે શહેરમાં મારી પર કાવતરા કરીને મને ભગાડ્યો..અને હવે ગામમાં રહેવાનું છે ઈજ્જતથી એટલે આ પિયુને લઈ જઈશ તો ગામવાળા મને ઈજ્જત સાથે મુખી તરીકે સ્વીકારશે..તો પ્લીઝ યાર...મારી મદદ કરી દે...તું કહીશ એટલા રૂપિયાનો ઢગલો કરી દઈશ....

હું એની આંખોમાં જોતો હતો...એ સહેજ હસી..આંખોમાં જરાક પાણી હતું..

કાજલ : તું કોઈની મદદ કરે છે...તારી પત્ની માટે તે આટલું બધું કર્યું....કાર્તિક

એ મારૂ નામ બોલી પહેલીવાર..એના સ્વભાવમાં ફરક આવ્યો મારી વાત કર્યા પછી..તે થોડીક બદલાઈ ગઈ..

me : હા, બોલ આગળ...

કાજલ : પણ એમાં તો મરવાનો પણ ખતરો છે...તું આટલી હદ શુ કામ વટાવવા માંગે છે??તારી વાઈફ ને લઈને ભાગીજા ને બીજે ક્યાંક...શુ કામ ગામવાળા ની પરવાહ કરે છે??હું જો એકલી રહું છુ...તું પણ રહી શકે છે..

me : સોનગઢમાં સનમનો જન્મ થયો છે...આટલી મોટી થઈ...એના પપ્પાની યાદો છે ત્યાં...હું એ ગામમાં જો એને ઈજ્જતની જિંદગી ના બક્ષી શકું તો મારું જીવન જ નકામું છે...અરે શહેરમાં રહી પણ લેત...પણ ત્યાં પોલીસ પકડી લેશે..ફસાઈ ગયો છુ...તું બસ મદદ કરી દે...મારે બસ સોનગઢ જવું છે...એ પણ પ્રિયંકાને લઈને...

કાજલ : તું જો કોઈ માટે આટલું બધું કરી શકે...મરવા માટે પણ તૈયાર છે તારા પ્રેમ માટે...તો હું પણ આટલું કરી જ શકુ તારા માટે...એમપણ રાત થઈ ગઈ છે...તું ઈચ્છે તો હાલ પ્રિયંકાને મળવા જઇ શકે છે..ત્યાં કાઈ એટલો પહેરો નથી હોતો...હું પણ આવીશ..

હું સમજતો હતો કે એમના સાથે કોઈ વાત નથી કરતું ગામવાળાઓ....પણ એનો મતલબ એ તો નથી જ કે હું અહીંયા પડ્યો રહું...સનમ મારી રાહ જોઇ રહી છે..કાજલ રૂપસુંદરી છે તો શું થયું??એ એના ઘરે...મારે તો સનમને ધોકો નથી જ દેવો...મેં એને સમજાવી દીધી...અને એ સમજી ગઈ...પણ સાથે એ પણ આવવા માંગે છે...એક અજાણ માણસ સાથે તે આટલી મોડી રાત્રે એકલામાં આવવા તૈયાર થઈ ગઈ...તેની હિંમતની દાદ દેવી કે પછી મારે દાળમાં કંઈક કાળું સમજવું...પણ હાલ તો મારે ગરજ હતી એટલે હું કંઈ વધારે ના બોલ્યો..

તે એની માં પાસે ગઈ...અને પછી તરત જ બહાર આવી.મેં અંદરથી એક ધારીયું લીધું જે ખેતરમાં વપરાતું હોય ..અને એ મને રસ્તો દેખાડતી હતી ત્યાં જ મને તેજા ની હવેલી દેખાઈ ગઈ તો મેં પેલીને ત્યાં જ રોકી.

કાજલ : મને પણ આવવા દે...તને એકલો ના જવા દવ..

me : મારો કાઈ ભરોસો નહિ...હું ત્યાંથી પ્રિયંકાને લઈને ભાગી પણ જાવ...તું ફસાઈ જઈશ...

કાજલ એક નાના બાળકની જેમ જીદ કરીને પણ જોડે આવવા લાગી...મારી મજબૂરી હતી અને હું રાતના બહુ અવાજ કરવા નહોતો માંગતો.એ પણ આવી જ છેલ્લે સાથે.

હવેલી વિરજીભાઈની હતી હવેલી એના જેવી જ લાગતી હતી...એક સમયે થયું કે આ બધું બાંધકામ એક જ માણસે કરાવ્યું હશે.મેં ધારીયું હવે હાથમાં લીધું...અને અંદર જતો હતો...

જેવો અંદર ઘુસ્યો એવો જ મને સામે થી બીજા ત્રણ લોકોએ જોઈ લીધો એકદમ અખાડાના પહેલવાન જેવા હતા..કાજલ તો ઉભી જ રહી ગઈ...મારા હાથમાં ધારીયું જોઈને પેલા લોકો એમના બાજુમાં રાખેલા વાંસના લાકડાઓ મને મારવા માટે લઈને આવ્યા..બીજા એ બૂમ પાડીને બીજા લોકોને પણ બોલાવ્યા..

"ક્યાં ઘૂસ્યો આવશ જુવાન???જીવવાની ઈચ્છા નથી કે હથિયાર લઈને આવી ગયો..."

હું ઘેરાયેલો તો હતો અને ઉપરથી કેટલાય બીજા પહેરેદારો આવી ગયા...મને કાજલ પર શક ગયો કે એ બોલેલી કે અત્યારે કોઈ નહિ હોય ....અને અત્યારે આટલા બધા ક્યાંથી આવી ગયા...કાજલ ખોટું બોલી મારા સાથે...

હું ઘડીક વાર હજુ મૌન રહેત...તો આ લોકો નક્કી મારુ મર્ડર કરી નાખતા..મારી મારીને...

ત્યાં અવાજ સાંભળીને એક આધેડ બરાડયો,"રાતના હવે શું માંડ્યું છે??દારૂ પીને લાગી પડ્યા છો...ઉભા રહો...હમણે ખબર પાડુ બહાર નીકળીને.."એને જોયો તો ખબર પડી ગઈ કે આ જ હશે તેજો..કોઈ ના બોલે કે એની ઉંમર પચાસ વટાવેલ હશે...એકદમ કસાયેલ શરીર...રોજની તેલ માલિશ અને કસરતથી શરીર ને મલ્લ યોદ્ધા જેવું બનાવેલું...

મારામાં જરાક ડર આવ્યો કે હવે આ લોકો ગમે તે કરી નાખશે...મરાયા..

ત્યાં જ કાજલ બોલી,"સાહેબ...આ શહેરથી આવેલા સ્પેશિયલ ડોકટર છે...એટલે અહીં લઈ આવી...તમને કંઈક મદદ જોઈતી હશે તો કર્યા કરશે...શહેરમાં પોલીસ પાછળ પડી છે તો અહીંયા આવી ગયા..આજુબાજુના ગામ ભટકી લીધા હવે આપણા ગામમાં આવ્યા છે...કંઈક રહેમ કરો..."

કાજલ બોલી તો કંઈક જીવમાં જીવ આવ્યો...લાગ્યું કે બચી જઈશ હવે તો...પણ આ શું બાફે છે..

"તારા હાથમાં ધારીયું શુ કરે છે તો" તેજા મારા પાસે આવતા આવતા બોલ્યો...

હું કઈ બોલી નહોતો શકતો...મારુ દિમાગ સુન્ન હતું..

કાજલ મને હાથથી પકડતા બોલી,"એ તો એમને ડર લાગતો હતો કે રસ્તામાં કોઈ ગુંડો એમને પકડીને લૂંટી લેશે તો ....એટલે ધારીયું લીધું એમને...બાકી ડોકટર સાવ પોચા દિલના છે..."

મેં હા માં ડોકું ધુણાવ્યું.

તેજા : તો આટલી રાત્રે શુ છે??સવારના અવાયને...અને તું કેમ અમારા ઘરમાં ઘુસી આવી...નીકળ બહાર....

કાજલ : સાહેબ...હું તો ફક્ત આમને અહીંયા સુધી મુકવા આવેલી...આમને તમે સાચવી લો.. એ પણ આ પહેલવાનો સાથે પડ્યો રહેશે...

તેજા : પહેલા તું નીકળ ઘરની બહાર....

એમ બોલીને પેલીનો હાથ જોરથી પકડીને બહાર કાઢી...
હું પણ કાજલ સાથે જતો હતો બહાર....કે બોલ્યો,"તું ક્યાં જાય છે ડોકટર....ઉભો રહે....તું નીકળ છોકરી"

પેલી જતી રહી મારા તરફ જોતી જોતી...એને પોતાનું આટલું બધું અપમાન કરાવ્યું ફક્ત મારા માટે...અને હું એના પર જ શક કરતો હતો..કેવો માણસ છું હું...તે તો ગઈ..અને તેજો એના માણસો ને કહીને ગયો કે સવાર સુધી આને રાખો...સવારે જોઈએ કેટલો કામ આવે છે મને...મારે એમ પણ માણસોની જરૂર છે...અને મને પેલા પહેરેદારો એ બહાર મોટા ફળિયામાં સુઈ જવાનું કીધું...મચ્છરો તોડતા હતા મને...છતાં પણ હું આંખ બંધ કરીને સુવાનું નાટક કર્યું..જોયું કે પેલો કઇ તરફ ગયો...



ગામમાં એક તો આ સારું કે આશરો તમને ગમે તે ગરીબ કે અમીરને ત્યાં મળી જ જાય...બસ જરૂર હોય તો જરૂરત છે એવું લગાડવાની...હું બસ ફાયદો ઉપાડીને આવ્યો હતો પેલીને લેવા...પણ કાજલ ખબર નહિ શુ કરાવવા માંગે છે...નહિતર હું મારી રીતે....બારી કે દરવાજા તોડીને જ આવત.કઈ નહિ જે થયું એ...જોઈએ કે કાજલ હવે શું કરશે...તેજાનુ કાજલને લઈને મને વર્તન ના સમજાયું.. શુ કામ એને આવું કર્યું...અને કાજલ ખોટું શું કામ બોલી કે ત્યાં કોઈ નહિ હોય.સનમ ઠીક છે કે નહીં..રેવતી શુ હજુ ત્યાં જ હશે કે ભાગી ગઈ...એક બાજુ આ સવાલો અને બીજી બાજુ મચ્છર લોહી પીવે છે...હવે કંઈક કરવુ જ પડશે...પણ શું??જોઈએ પછી...

💜💜JUST KEEP CALM ND SAY RAM💜💜

On insta : @cauz.iamkartik