એક આશ Bhavna Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક આશ

*એક આશ*. વાર્તા... ૨૩-૩-૨૦૨૦

આ કોરોના વાઈરસ માં પિયરમાં આવવાં એક બહેન રાહ જોઈ બેઠી છે કે વીરો આવીને લઈ જાય...
એક આશ લગાવીને બાળકોને અને પોતાની જાતને દિલાસો આપ્યા કરે છે....
અચાનક આખાં વિશ્વમાં કોરોના વાયરસ ફેલાય ગયો અને અગમચેતી રૂપે ભારત માં પણ મોદી સાહેબે પગલાં લીધા અને બધીજ સ્કૂલમાં ૩૧ માર્ચ સુધી રજાઓ આપી દેવામાં આવી...
એક જાણીતી સોસાયટીમાં મણિનગરમાં રહેતાં એક પરિવારની....
મહેશભાઈ અને ભાનું બહેનને એક દિકરી મીરાં અને એક દિકરો આકાશ હતો...
એકદમ સુખી પરિવાર, સદાય બીજાને મદદરૂપ બનવા હરપળ તૈયાર રહેતાં...
નોકરીયાત વર્ગ હતો એટલે દરેકને પોતાની નોકરીએ જવાનું હોય એટલે એક રવિવારે જ આખો પરિવાર સાથે બેસીને જમે અને વાતચીત કરી ભવિષ્ય નાં પ્લાન કરતાં...
મીરાં કોલેજમાં થી જ બેડમિન્ટન રમતી હોય છે....
કોલેજ તરફથી એને ચંડીગઢ રમવા જવાની તક મળે છે..
એટલે એ ઘરમાં વાત કરે છે....
મીરાં સાથે એના પિતા ચંડીગઢ જાય છે...
ચંડીગઢ માં રહેતા એક પરિવારનો છોકરો અજીતસિંહ ફોજમાં હોય છે અને રજા મંજુર થયેલ હતી તો એ પણ પોતાની બહેન કિરણની બેડમિન્ટન ની મેચ જોવા આવ્યો હોય છે...
ચંડીગઢ અને અમદાવાદ વચ્ચે બેડમિન્ટન મેચ ચાલું થાય છે...
અજીતસિંહ તો અમદાવાદ ની મીરાં ને રમતી જોઈને જ એનાં પ્રેમમાં પડી જાય છે અને મીરાં ને પ્રોત્સાહન આપે છે અને તાળીઓ પાડે છે...
અને અમદાવાદ ની કોલેજ ની જીત થઈ....
એટલે...
અભિનંદન આપવા નાં બહાને અજીત મીરાં પાસે ગયો અને અભિનંદન પાઠવ્યા અને વખાણ કર્યા....
પછી પોતાની બહેન કિરણ ને બતાવી કહ્યું...
આ મારી નાની બહેન છે એ તમારી હરિફ હતી...
પણ તમારી રમતની દાદ દેવી પડે...
આપ ખુબ જ સરસ રમો છો...
મીરાં પણ આ હેન્ડસમ અને પર્સનાલિટી વાળા અજીતને જોઈને દિલ આપી બેઠી...
અને કિરણ જોડે હાથ મિલાવીને આશ્વાસન આપ્યું...
કોલેજ તરફથી એક દિવસ ફરવાની પરવાનગી સાથે રોકાણ હતું...
એટલે કિરણે આ જાણતી હોવાથી પોતાના ઘરે આવવાનું આમંત્રણ મીરાં એનાં પપ્પા અને પ્રોફેસર ને આપ્યું...
બધાં જ કિરણને ઘરે ગયા ....
એક સુંદર પણ નાની કોઠી હતી....
કારણકે અજીતનાં પિતા એક ઉચ્ચસ્તરીય સરકારી ઓફિસર હતા...
પણ અજીત ને એનાં દાદા ફોજી હતાં એટલે ફોજમાં જવું હતું અને એ ફોજી બન્યો...
પરિવારમાં ચાર જ જણાં હતાં...
અજીત,કિરણ અને માતા પિતા...
અજીતે એની મમ્મી ને કહ્યું કે એને મીરાં પસંદ છે બને તો વાત કરજો...
અજીત નાં માતા પિતાને પણ મીરાં ની સાદગી અને સુંદરતા ગમી ગયાં...
એમણે મહેશભાઈ ને કહ્યું કે અમને મીરાં પસંદ છે જો આપને ખોટું નાં લાગે તો આપ અજીત માટે મીરાં ને પૂછી જોજો...
મહેશભાઈ એ હા કહી...
અને મણિનગર પાછાં આવ્યાં...
ઘરમાં વાત કરી...
અને અજીત નો ફોટો બતાવ્યો..
બધાને પણ યોગ્ય લાગ્યું...
મીરાં ને પૂછ્યું એણે પણ શરમાતાં હા કહી....
અને પછી તો તાબડતોબ લગ્ન લેવાયાં...
કારણકે અજીત ને પાછું ફોજમાં જવાનું હતું...
મીરાં ને લગ્ન ને ત્રણ વર્ષ થયા એક દિકરી જન્મી ખુશ્બુ...
એને નાનપણથી જ મામા ની માયા બહું હતી...
આકાશ પણ સાથે ઓફિસમાં કામ કરતી સપના સાથે લગ્ન કર્યા...
લગ્નમાં ચંડીગઢ થી મીરાં એનાં પરિવાર સાથે આવી હતી અને એક અઠવાડિયું રોકાઈને ગઈ...
અને દર ઉનાળામાં વેકેશન માં મીરાં, ખુશ્બુ ને લઈને આવતી અને ખુશ્બુ ને સપના મામીની પણ બહુ માયા થઈ જાય છે...
પણ આ વખતની વાત જ કંઈક અલગ હતી...
અજીતસિંહ ને ફોજમાં હમણાં રજાઓ મળે એમ નહોતી અને મીરાં નાં સાસુ સસરા અમેરિકા પોતાની બહેન ને ત્યાં ગયા હતા તો ફસાઈ ગયા હતા એ હાલ ભારત આવી શકે એમ નહોતા...
હવે વેકેશન પડ્યું એટલે ખુશ્બુ એ જીદ લીધી કે મને મામાના ઘરે જવું છે અને મામી સાથે રહેવું છે..
મીરાં એ આકાશ ને ફોન કર્યો એટલે આકાશે શનિવારે આવીશ એવું કહ્યું હતું પણ રવિવારે " જન - ગણનો મનથી કર્ફ્યું હતો એટલે એણે સોમવારે જઈશ એમ વિચાર્યું પણ આખાં ગુજરાત માં પચ્ચીસ તારીખ સુધી લૉકડાઉન કરી દીધું અને ચંડીગઢ માં બહેન રાહ જુવે છે ભાઈ ની...
બન્ને બાજુ મજબૂરી છે...
નથી જઈ શકાતું અને નથી આવી શકાતું...
કારણકે મીરાં એ કોઈ દિવસ એકલાં મુસાફરી કરી નહોતી..
એટલે એ ભાઈ ની રાહ જોઈ રહી...
આ બાજુ આકાશ મનમાં વિચાર કરી રહ્યો કે મારી બહેન રાહ જુવે છે ...
ભાવના ભટ્ટ અમદાવાદ.......