naam me kya rakkha hai - 12 books and stories free download online pdf in Gujarati

નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૧૨😍 નામ મેં ક્યાં રખ્ખા હૈ - 12 😍


ભૂમિ - યાર. હું drecuu ને હજી ખૂબ જ લવ કરું છુ. મને drecu બોવ જ ગમે છે અને એની સાથે જ રહેવું છે અને એની સાથે જ જિંદગી કાઢવી છે પણ હું શુ કરું યાર ?? મારી પાસે કોઈ ઓપ્શન નથી.


ભૂમિની ફ્રેન્ડ - એટલે ?? તું કહેવા શુ માંગે છે ?


ભૂમિ - અરે યાર.. મને ખબર છે કે Drecu મને કેટલો લવ કરે છે અને મારું એને કેટલું છે , એનો પ્રેમ , એની કેર , એની લાગણી આ બધુ બોવ છે મારા માટે..


ભૂમિ ની ફ્રેન્ડ - તો અત્યારે તું મને કેમ ઊંધું કહેતી હતી ??


ભૂમિ - કેમ કે મને ખબર હતી કે Drecu અહીં બેઠો છે અને એ આપણને સાંભળી રહ્યો છે એટલે મેં એવું કીધું.


ભૂમિ ની ફ્રેન્ડ - હા ... પણ તે એવું બધું શા માટે કહ્યું ?


મને એ સમજમાં નથી આવતું.. યાર મને તો પુરી વાત કર પ્લીઝ...


ભૂમિ - યાર.. આ બધુ મેં એટલા માટે કર્યું કેમ કે જો હું આવું ન કરુતો Drecu મને પ્રેમ જ કરતો રહે , મને ક્યારેય ભૂલે નહીં અને ક્યારેય મને છોડે નહીં , મારા પ્રત્યેનો પ્રેમ એના માં બોવ જ છે. જો આમ જ રહે તો કલ4 સવારે એને બોવ પ્રોબ્લેમ થાય. કદાચ મારી સગાઈ અને લગ્ન બીજા જોડે થશે તો એ સાવ તુટી જશે , એનું મન ક્યાંય નહીં લાગે , એ સતત મારા જ વિચારો કરશે.. એ ના પોતાના કરિયર માં આગળ વધી શકશે અને ના તો પોતાની જિંદગીમાં..


હવે તું જ કહે હું શું કરું ??? મને લાગ્યું કેં કદાચ જો આવું બોલીશ તો એ મને નફરત કરશે , એની લાઈફ માં એ આગળ વધી શકશે,મને ભૂલી પોતાની જિંદગીની નવી શરૂઆત કરશે..


ભૂમિની ફ્રેન્ડ - હા ... એ બધું માન્યું ચાલ... પણ તું Drecu ને પ્રેમ કરે છે એનું શું ???


ભૂમિ - યાર..... તો હું શું કરું..


મમ્મી કેટલા બધા ખુશ છે.. એની ખુશી માટે તો કઈ પણ...


ભૂમિની ફ્રેન્ડ - અને તારી ખુશી....?


ભૂમિ - એ તો .................


કઈ નહીં છોડ. Drecu ને યાદ કરીને જીવી લઈશ બીજું શું ....!!


ભૂમિ ની ફ્રેન્ડ - તું બોવ અઘરી છે યાર.... શા માટે આમ કરે છે


ઘરે જઈને એક વાર તારા મમ્મી ને વાત કર ને...


કદાચ એમનો નિર્ણય બદલી જાય.


જો એક વાર વાત કરીશ તો તને આખી જિંદગી એમ રહેશે કે મેં પ્રયત્ન તો કર્યો હતો...


જો હા પાડે તો ભલે , બાકી બીજું તો બધું તૈયાર છે તારા માટે...


ભૂમિ - મને કહું એની બીક નથી...યાર..


બીક એ છે કે હું મમ્મી ને વાત કરીશ અને એમને ના ગમ્યું તો એ મને Drecu જોડે બોલવા પણ નહીં દે તો ??


અમારી ફ્રેન્ડ શિપ ને તોડાવી નાખશે તો..??


અમારા વધ્યા બચ્યા સંબંધ પણ નહીં રહે ....બસ એ જ વાત ની બીક છે ખાલી મને....


ભૂમિની ફ્રેન્ડ - હા .... વાત તો તારી સાચી છે..


પણ હજુ ભી.. કઈ પણ કરતા પહેલા સો વાર વિચાર કરજે અને પછી જ આગળ નું પગલું ભરજે....


ભૂમિ - હા... એ તો એ જ ને...


સારું ચાલ હવે ઘર પર જઈએ....


બનેં લોકો પોતપોતાના ઘરે જાય છે..


***********************************************


ચૂંટકી - (કોલ પર ) - Hi Drecu..


કેમ છે તમને... ક્યાં છો ?


હું - યાર ...


પ્લીઝ...


મારે અત્યારે કઈ પણ વાત નથી કરવી..


બસ અત્યારે મારે એકલું રહેવું છે તો પ્લીઝ મને એકલો રહેવા દે.....


ચૂંટકી - અરે પણ થયું શુ ??


મને તો કયો...


હું - કઈ નથી થયું.. બસ તું ફોન મુક ...


મારે વાત નથી કરવી...


ચૂંટકી - અરે... !!


હવે કઈક તો થયું જ છે.


મને કયો પ્લીઝ..


તમને મારા સમ છે..


હું - અરે.....!


એક કામ કર ...


જે કઈ પણ જાણવું બકી ને એ તારી બહેન ને પુછ એક વાર જા...


એને જ બધી ખબર છે , એને જ બધુ કર્યું છે તો એને જ ખબર હોય ને..


ચૂંટકી - ના ...... મારે તમારા પાસેથી જાણવું છે બસ...


તમે જ કયો....


હું - એક વાર કીધું ને......


નથી સમજ પડતી એકવારમાં...


( ફોન કટ કરી ને Switch Off કરી દવ છુ)


ચૂંટકી - (પોતાના સાથે વાતો કરતા ) અરે Drecu એ મારો ફોન કાપી નાખ્યો, અને એ પણ એટલા બધા ગુસ્સામાં .....!!


નક્કી કઈક મોટુ થયું છે... બાકી Drecu આવી રીતે તો ગુસ્સો ના કરે મારા પર...


હવે મારે દીદી ને જ પૂછવુ પડશે...


હજી જ્યાં એટલું વિચારે છે ત્યાં ભૂમિ ઘર પર આવે છે.


ભૂમિ નો ચહેરો બોવ બધું કહેતો હતો.


આ બધું ચૂંટકી થોડા ઘણા અંશે સમજી જાય છે.


ચૂંટકી - અરે મારી... દીદી .. ક્યાં જઈ આવ્યા તમે હે. એકલા એકલા ?? મને કહ્યું પણ નહીં....


ભૂમિ - કઈ નહીં બસ... મારી ફ્રેન્ડ જોડે બહાર ગઈ હતી....


ચૂંટકી - કઈ ફ્રેન્ડ...?


ભૂમિ - તુલસી સાથે.....


ચૂંટકી - ok....સારું લ્યો..


ક્યાં જઈ આવ્યા તમે....?


ભૂમિ - ક્યાંય નહીં બસ....


અત્યારે મારે વાત નથી કરવી...
પ્લીઝ અત્યારે એક પણ સવાલ ન કર....

ચૂંટકી - Ok....

ભૂમિ ફ્રેશ થવા માટે બાથરૂમમાં જાય છે ત્યારે ચૂંટકી ભૂમિના મોબાઇલમાંથી તુલસીનો મોબાઈલ નંબર લઈ લે છે. પછી ટેરેસ ઉપર જઈને તુલસીને કોલ કરે છે....

ચૂંટકી - હેલો .... કોણ.... તુલસી...??

તુલસી - હા... તમે કોણ.....

ચૂંટકી - હું ભૂમિની નાની બહેન....
તમારા સાથે થોડી વાત કરવી છે...

તુલસી - હા ... બોલો ને.....

ચૂંટકી - મારે બસ એ જાણવું છે કે તમે બનેં હમણાં બહાર ગયા હતા ત્યારે શું થયું હતું ???

તુલસી - અરે કહી નહીં થયું...

ચૂંટકી - જો દીદી મને બધી ખબર છે...
અને વાત જો Drecu ને લગતી હોય તો પ્લીઝ મને કહો.....

તુલસી - અરે પણ એવું કહી નથી....

ચૂંટકી - દીદી મને... મારી બહેન અને Drecu ના રિલેશનની ખબર છે અને સાથે આજ કાલ શુ શુ થયું એ પણ બધી ખબર છે તો પ્લીઝ મારા થી કઈ પણ ના છુપાવો....

તુલસી - ચૂંટકી ને બધી વાત કરે છે....

ક્રમશઃ

Next Part Coming Soon...

for More Update
follow Me On Instagram
@dhaval_limbani_official.

મિત્રો આજ કાલ મેં વીડિયો કવિતાઓ બનાવવાની શરૂઆત કરી છે જે મારા આવાઝમાં અને મારી પોતાની કવિતાઓ છે તો એ સાંભળવા જરૂરથી મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સાથે જ નવા નવા Quotes પણ લખું છુ તો એ પણ તમને ત્યાં વાંચવા મળી જશે. તો પ્લીઝ ફોલો કરવાનું ના ભૂલતા.

@dhaval_limbani_official


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED