naam me kya rakkha hai - 11 books and stories free download online pdf in Gujarati

નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૧૧😊 નામ મેં ક્યાં રખ્ખા હૈ - 11 ☺️

બસ આવી વાતો હું સાંભળતો હતો. થોડી વાર તો મારી આંખ ભીની થઈ. મનમાં ગુસ્સો પણ ઘણો આવ્યો કે જેની સાથે મેં એટલો લવ કર્યો એને મારા સાથે આવું શા માટે કર્યું ? શુ પ્રોબ્લેમ થયો હશે.. બસ આવો વિચાર હું કરતો જ તો ત્યાં જ ભૂમિ બોલી..

ભૂમિ - એ બિચારા ને ખોટું ના લાગે એટલે સવારે મેં મેસેજ કર્યા હતા. આમ જ બે ત્રણ દિવસ વાત કરી લઈશ..હમણાં ઘરે જઈને એને કોલ કરવો છે. અત્યારે તો એ ઓફીસમાં હશે એટલે એને ડિસ્ટર્બ નહીં કરવો..

ભૂમિની ફ્રેન્ડ - યાર .. આખિર તું કરવા શુ માંગે છે ?

ભૂમિ - કઈ નહીં બસ એને હવે છોડી દેવો છે . એ એની રીતે અને હું મારી......

બસ હવે મારો મગજ ગયો. ઉભો થઈ ભૂમિની સામે ઉભો રહી ગયો. ભૂમિ અને એની ફ્રેન્ડ બંને ચોકી ઉઠયા. ભૂમિ અને એની ફ્રેન્ડ થોડીક વાર તો કશું બોલી જ ના શકી. બંને જણા એક દમ ચૂપ.કેમ કે હવે બોલવાનો વારો મારો હતો.

કેમ ભૂમિ ??? ખરેખર તારો પ્રેમ તો બોવ જ સારો નીકળ્યો હો. સાચે કહું ને તો મને તો ખબર જ ના હતી કે કોને ટાઈમપાસ કહેવાતો હોય છે !!! પણ મને તો આજે ખબર પડી કે ટાઈમપાસ શુ કહેવાય છે.

વાહ ભૂમિ વાહ..શુ તારો પ્રેમ છે હે..... એક દમ ગજબ હો યાર. એટલું એટલું પ્રેમનું નાટક , રાત ની મોડી મોડી વાતો , ઘરે જમવાનું , બહાર ફરવાનું , ગાર્ડનમાં બેસવાનું અને બીજું તો ઘણું બધું.. વાહ ભૂમિ માની ગયો હો હું તને..

આ બાજુ હું ગાંડો કે તારા પ્રેમમાં પડ્યો નહીં..? તારા એક એક મેસેજ ની રાહ જોતો હું !!! કોલ પર તારો આવાઝ સાંભળીને મલકાતો હું !! જાણે કેટ કેટલાય સપના જોઈ નાખ્યા હતા અને એ જ સપનાઓને ધૂળ માં ફેરવી દે તો હું....!!!!!

શુ કહું ભૂમિ ???? કઈ બાકી રાખ્યું છે તે......

તને ખબર છે ( ભૂમિની ફ્રેન્ડ ને ) કોઈક લોકો ને એક છોકરો જોવા માટે આવ્યો હતો ને છોકરો પણ જોયો. છોકરો જોયો એનો તો વાંધો નહીં પણ અમારી સામે જૂઠા નાટક કર્યા ,
કેટ કેટલું ખોટું બોલ્યા ,
મમ્મી ને વચ્ચે લાવ્યા ,
રડવાના જુઠ્ઠા નાટક કર્યા ,
તને પ્રેમ કરું છું એમ કરી ને ખોટે ખોટા ગળે લાગ્યા,
પણ માણસો સાચું તો બોલ્યા જ નહીં કે મને હવે તારા માં ઇન્ટરેસ્ટ નથી.

બોલો લ્યો આવા માણસો હોય છે હો દુનિયામાં.. તું પણ ધ્યાન રાખજે હો બહેન.. તારી જોડે આવું ન થાય કે કોઈ સારી બીજી ફ્રેન્ડ મળે અને તને કહે કે હવે તારી જરૂર નથી.

ભૂમિની ફ્રેન્ડ - અરે યાર ... એવું કશું તો નથી...

ભૂમિ - કેમ એવું નથી.. એવું જ છે.. બસ મારે હવે તારી જરૂર નથી. મને જે છોકરો જોવા માટે આવ્યો હતો એ ખૂબ જ ગમે છે. તારા કરતા ઘણો સારો છે બધી રીતે.

હું - ઓહ એવું છે એમને... સરસ ... સરસ....
સારું સારું ખુશ રહો અને બીજાને પણ ખુશ રહેવા દો.
સાચું કહુંને ભૂમિ તો....!! કહેવા માટે તો ઘણું છે પણ તું સાંભળી નહીં શકે. હા અને આમ પણ તારા પાછળ મારા બોલાયેલા શબ્દો ખોટા વેસ્ટ કરવા એના જેવું છે. કેમ કે જે માણસની કદર જ નથી તો પછી એને કહીને શુ ફાયદો છે. હા પણ એટલું તો કહીશ જ કે. તારા જેવી છોકરીઓથી જ બીજી છોકરીઓ બદનામ થાય છે.
પ્રેમના નામે તારા જેવી છોકરીઓ ઘણા છોકરાઓની જિંદગી બગાડી દે છે. પણ દર વખતે એક છોકરાનો જ વાંક આવે છે કે છોકરાએ કઈક ભૂલ કરી હશે , કોઈ અડપલાં કર્યા હશે , દગો દીધો હશે , અફેર ચાલતું હશે. આવું તો જાણે કેટ કેટલુય..

છોકરીઓ પણ સારી હોય છે અને છોકરાઓ પણ સારા હોય છે પણ તારા જેવું કોઈ વ્યક્તિ જો આવી જાય ને તો સંબંધ માં ખૂબ જ મુશ્કેલીઓ આવે છે. સાચું કહું ને તો મેં મારી લાઈફમાં બોવ મોટી ભૂલ કરી કે હું તારા પ્રેમમાં પડ્યો , તારી સાથે મારો ટાઈમ વેસ્ટ કર્યો.

અરે !!! તું મને શું છોડતી હતી.. જા હું તને છોડું છું. તું પણ યાદ રાખીશ કે કોઈ મળ્યો હતો પ્યોર હાર્ટ. પણ એક વાત યાદ કહીશ કે " કોઈ અમારા જેવું મળે ને ! તો મને પણ કે જે હું પણ આવીશ એને સલામ કરવા માટે ".

સારું હવે વધારે નહીં કહું કેમ કે તું મને સાંભળવા લાયક નથી. આવજો... ખુશ રહેજો અને બીજાને ખુશ રહેવા દે જો. અને હા પેલો જો કોઈ ભી હોય. જો જે એ બિચારા જોડે આવું ન કરતી હો. કેમ કે મારા જેવા કોઈક જ હશે જે દિલ પર નહીં લે..

આવજો.................(ગુસ્સામાં )

ભૂમિ અને એની ફ્રેન્ડ તો મારી સામું જ જોતા રહે છે. હું જ્યાં સુધી રેસ્ટોરન્ટની બહાર ન ગયો ત્યાં સુધી બંનેની નઝર મારા પર જ હોય છે. રેસ્ટોરન્ટની બહાર પગ મુક્તા જ ભૂમિ રડવાનું ચાલુ કરે છે.

ભૂમિની ફ્રેન્ડ - કેમ ભૂમિ ??? શા માટે રડે છે ?? તારે જે જોઈતું હતું એ તો તને મળી ગયું ને તો હવે શા માટે રડે છે?

ભૂમિ - એવું નથી યાર...

ભૂમિની ફ્રેન્ડ - એવું નથી એટલે !??? તો કેવું છે ??

ભૂમિ - I Love Drecuu....

ભૂમિની ફ્રેન્ડ - શુ .....?????

ભૂમિ - હા.....

ભૂમિની ફ્રેન્ડ - ભૂમિ તું મને સરખું સમજાવીશ કે તારા મનમાં શુ ચાલે છે અત્યારે ???

ભૂમિ - યાર. હું drecuu ને હજી ખૂબ જ લવ કરું છુ. મને drecu બોવ જ ગમે છે અને એની સાથે જ રહેવું છે અને એની સાથે જ જિંદગી કાઢવી છે પણ હું શુ કરું યાર ?? મારી પાસે કોઈ ઓપ્શન નથી.

ભૂમિની ફ્રેન્ડ - એટલે ?? તું કહેવા શુ માંગે છે ?

ભૂમિ - અરે યાર.. મને ખબર છે કે Drecu મને કેટલો લવ કરે છે અને મારું એને કેટલું છે , એનો પ્રેમ , એની કેર , એની લાગણી આ બધુ બોવ છે મારા માટે..

ભૂમિ ની ફ્રેન્ડ - તો અત્યારે તું મને કેમ ઊંધું કહેતી હતી ??

ભૂમિ - કેમ કે મને ખબર હતી કે Drecu અહીં બેઠો છે અને એ આપણને સાંભળી રહ્યો છે એટલે મેં એવું કીધું.


ભૂમિ ની ફ્રેન્ડ - હા ... પણ તે એવું બધું શા માટે કહ્યું ?
મને એ સમજમાં નથી આવતું.. યાર મને તો પુરી વાત કર પ્લીઝ...

ભૂમિ - યાર.. આ બધુ મેં એટલા માટે કર્યું કેમ કે.....

ક્રમશઃ

Next Part Coming Soon...

for More Update
follow Me On Instagram
@dhaval_limbani_official.

મિત્રો આજ કાલ મેં વીડિયો કવિતાઓ બનાવવાની શરૂઆત કરી છે જે મારા આવાઝમાં અને મારી પોતાની કવિતાઓ છે તો એ સાંભળવા જરૂરથી મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સાથે જ નવા નવા Quotes પણ લખું છુ તો એ પણ તમને ત્યાં વાંચવા મળી જશે. તો પ્લીઝ ફોલો કરવાનું ના ભૂલતા.

@dhaval_limbani_official


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED