? નામ મેં ક્યા રખ્ખા હૈ - ૪ ?
મેં મારા હાથ ની આંગળી એના હોઠ પર મૂકીને શાંત રહેવા કહ્યું.. ત્યાં તો મારો હાથ લઈને ફરી પાછી બોલી.
આતો સારું થયું કે તારો કોલ આવ્યો. તે હેલો કીધું પછી કઇ અવાઝ ના આવ્યો અને ફોન ચાલુ હતો.થોડી વાર મેં રાહ જોઈ પણ પછી મને તારી ચિંતા થઈ એટલે મેં તારી હોટલ માં ફોન કર્યો અને પછી મેનેજર જોડે વાત કરી અને મેં કહ્યું કે આ રૂમ માં એક વ્યક્તિ છે એની તપાસ કરો કે બધું ઠીક છે કે નહીં. અહીં ના મેનેજરે હા પાડી અને થોડી વાર માં કોલ કરીશ એવું કીધું. હું તો બસ એના જ ફોન ની રાહ જોઈ રહી હતી અને પાગલ તારી મને કેટલી ચિંતા થતી હતી કે આને સારું હશે કે નહીં.? ત્યાં મને મેનેજર નો કોલ આવ્યો કે તમે અહીં આવી જાઓ. મેં પૂછ્યું કે શું થયું ? તો એમને મને કહ્યું કે અમે લોકો ત્યાં ગયા પણ ડોર બંધ હતો અમે થોડી વાર એમને નામ થી બોલાવ્યા પણ એક પણ જાતનો રિસ્પોન્સ ના આવતા અમેં બીજી ચાવી થી ડોર ખોલ્યો ત્યાં એ ભાઈ બેહોશ પડ્યા હતા. અમે ડોક્ટર ને બોલાવી લીધા છે.મેં ફટાફટ કોલ મુક્યો અને અહીં આવતી રહી ( આમ એ ભૂત એ મને આખી પરિસ્થિતિ સમજાવી અને રડવા લાગી )
હા પણ એક વાત કહેવી રહી કે એના રડવાથી મને શું થયું કે હું ઝડપ થી મારા બેડ પર થી ઉભો થયો અને મેં તેને મારી બાહો માં લઇ લીધી.થોડી વાર તો એ રડતી જ રહી અને હું એની પીઠ પસરાવતો રહ્યો.એ શાંત થતા જ મારા થી અળગી થઈ અને મને બરાબર નો ખીજવાની જ હતી પણ ખબર નહીં એને અચાનક શુ થયું કે મને કહે dreculaa તું અહીં બેસ હું તારા માટે જમવાનું , જ્યુસ અને મેડિસિન લઈને આવું છુ.
પુરો રવિવારનો દિવસ એ મારી સાથે રહી અને સાથે જ એની હાજરી થી મને ઘણી શાંતિ મહેસુસ થઈ. સાંજ ના સાત વાગ્યા એટલે મેં અને ઘરે મોકલી આપી અને આ વખતે હું એને ખિજાયો અને કહ્યું કે ઘરે પહોંચ એટલે મેસેજ અથવા કોલ કરવાનુ ના ભૂલે.
એના ગયા પછી મેં મારું રાતનુ ડિનર લીધુ,ને થોડીવાર પછી મેડિસિન લઈ ને બેડ પર પડ્યો.મનમાં બસ એક વિચાર આવતો હતો કે એ ઘરે પહોંચી હશે કે નહીં.પણ કહેવાય ને કે માણસ આદત ના ભૂલે.એની આદત પ્રમાણે એને મને રાત્રે દસ વાગ્યે મેસેજ કર્યો , અને એનું ઈમોશનલી સોરી બોલવાનું સ્ટાર્ટ કર્યું .( હા હા હા ) આ હરકતના કારણે મારે તેના પર ગુસ્સે થવુ હતું પણ આજ સવારનો તેનો રડતો - માસુમ ચહેરો યાદ આવતા બધો ગુસ્સો ઓગળી ગયો.પોતે મને આરામ કરવાનુ કહી ઓફલાઇન થઈ અને અહીં એના વિચારોમાં હુ ઓનલાઈન થયો.
ખબર નહીં કેમ આજે હું એના વિશે કંઈક વધારે જ વિચારતો હતો.લગભગ એને મને દરેક વખતે સપોર્ટ કર્યો છે. આજે મને માઈગ્રેનના એટેકમાંથી બચાવ્યો. તેનું caring nature કે એનુ નાદાન અને નટખટ ભર્યું વર્તન.પણ જે કહો તે બોસ!!! પણ મને તેના પ્રત્યે એક અલગ જ લગાવ અનુભવાતો હતો , તેના તરફ હું ઢળતો જતો હતો. i think તમે સમજી ગયા હશો કે i m in Love with Her...
Yes Boss!!! I M In Love....
હવે હું એના વગર એક પણ મિનિટ ના રહી શકુ એવુ લાગતુ હતુ. મેં એવો વિચાર કર્યો કે જ્યારે હું એને મળવા જઈશ ત્યારે મારા દિલની વાત કહી દઈશ.મેં મનમાં ને મન માં પ્લાન બનાવવાનું સ્ટાર્ટ કર્યું અને એવુ નક્કી કર્યું કે next Sunday હું એને મારા દિલની તમામ વાત કહી દઈશ. બસ આમ વિચારતા વિચારતા મને નીંદર આવી ગઈ.
ઓફિસમાં પણ બધા લોકો મારા કામથી અને મારા નેચરથી પ્રભાવિત હતા.ઓફિસમાં પણ કામ કરતા કરતા હસી ખુશીથી દિવસ પસાર થવા લાગ્યા.હું મારા પ્રોજેકટ વર્ક માં એટલો વ્યસ્ત થઈ ગયો કે ખબર જ ના પડી કે ક્યારે એક અઠવાડિયુ પૂરું થઈ ગયુ. આજે શનિવાર હતો મેં મારું ઓફિસનુ કામ ફટાફટ પતાવ્યુ અને મારી હોટેલ પર જવા માટે નીકળી ગયો.કેમ કે બોસ કાલે તો મારે મારી ભુતુ ને મળવાનું હતુ એટલે ફટાફટ કાલ ની તૈયારી કરવા લાગ્યો એટલે કે રવિવારની.બસ મનમાં એક જ વિચાર ચાલી રહ્યો હતો કે કાલે એને મળીશ, મારા પ્રેમનો ઈજહાર કરીશ અને મારા દિલની બધી વાત મારી ભૂત ને કહી દઈશ પણ એક તરફથી એવો ડર લાગતો હતો કે મારા મનમાં જે ફિલિંગ હતી એ ભૂત માટે !!! શું એના મનમાં પણ મારા માટે એવી કઇ ફિલિંગ હશે ??? જો એના મનમાં એવુ કશું નહીં હોય અને જો એને ખરાબ લાગશે તો એ મારી જોડે ફ્રેન્ડશીપ તોડી નાખશે તો.......
બસ અંદરથી આવો ડર સતાવતો હતો.કેમ કે આના જેવી એન્ટિક ફ્રેન્ડ હુ ખોવા નહોતો માંગતો અને જો કદાચ એ મારા થી નારાઝ થઈ તો ગમે એમ કરીને હું બસ એને મનાવી લઈશ.બસ પછી શું હોય !! પોતાની પીઠ થપથપાવી એને કિધુ ઓલ ધ વેરી બેસ્ટ ફોર ટુમોરો... હા હા હા
મેં એને શનિવારે ફોન કર્યો અને રવિવારે આપણે ક્યાં મળીશું એ વાત ચાલુ કરી ત્યાંતો બોસ એ ફૂલ ગુસ્સામાં બોલી " જો drecuuudaaa ત્યારે કયાંય બહાર નથી જવાનુ. એક તો હજી સુધી તું મારા ઘરે આવ્યો નથી અને બહાર જવાની વાત કરે છે માટે તારે આ રવિવારે મારા ઘરે આવવાનું છે અને હા સાથે જ અહીં જ તારે બપોરનું ભોજન લેવાનુ છે.
સમજાઈ ગયુ તને drecuu...!!!
બાકી ના પાડી ને બતાવ તો કેમ પડાય છે તારા થી !!
બસ બોસ...આનાથી વિશેષ બીજું શુ હોઈ કે એ જ મને એની પાસે બોલાવી રહી હતી પણ યાર મારી હાલત વધારે ટાઈટ થઈ ગઈ હતી.કેમ કે જેને હું મારા દિલની વાત કરવાનો હતો એની ઘરે જ મારે જવાનુ હતુ અને એ તો ઠીક પણ સાથે એના ઘરના બધા વ્યક્તિઓને પણ મળવાનુ હતુ.
પછી વિચાર્યું કે આજે નહીં તો કાલે એના ઘરના સભ્યોને મળવુ તો પડશે જ. તો પછી આ વખતે જ મળી લવ.
બોસ રવિવારની સવાર પડી. સૂરજ દાદા ચમક્યા અને મારી નીંદર ઉઘડી. આ સવાર તો મારા માટે સોનેરી સવાર હતી જે મારા માટે ખુશીઓનો ખજાનો લઈને આવવાની હતી. ફટાફટ મેં શાવર લીધુ. વોર્ડરોબમાંથી શર્ટ બહાર કાઢ્યા. દસ બાર શર્ટ ચેન્જ કર્યા પણ એક પણ શર્ટ માં મજા ન આવી. આખરે કંટાળ્યો અને મેં મારી ભુતુ ની ફેવરિટ pair પહેરી. Black Denim , Formal White Shirt અને સાથે જ black Loffer. કાંડામાં Felix ની વોચ પહેરી.
પણ એક વાત કહેવાનું મન થાય કે બોસ જેમ જેમ હુ તૈયાર થતો હતો તેમ તેમ મારી હાલત પતલી થતી હતી કે શું થશે , કેમ થશે , વગેરે વગેરે..કેમ કે બોસ આ બધુ મારા માટે પહેલી વાર હતુ. અમે પહેલી વાર મળ્યા ત્યારે આવુ કશુ ના હતુ પણ આ વખતે વાત અલગ હતી એટલે નર્વસ થવું તો બને જ.
પણ આખરે મન ને મક્કમ બનાવ્યુ. ફટાફટ વાળમાં વેક્સ નાખી વાળ સેટ કર્યા. એ ભૂતનુ ફેવરિટ પરફ્યુમ લગાવ્યું અને એ ભૂત ના ઘરે જવા માટે નીકળી પડ્યો.
એ ભૂત એ કાલ સાંજે જ મને એના ઘરનુ લોકેશન મોકલી દીધુ હતુ તેથી ત્યાં પહોંચતા મને વાર ના લાગી..
કદાચ 10: 30 તો હું એના ઘરે પહોંચ્યો. ત્યાંજ એની નાની બહેન ઘર ના ગેઇટ પાસે ઉભી હતી.મને જોતા જ એ બોલી " most Welcome Drecullaa "....
આ સાંભળી મને તો થોડી વાર આશ્ચર્ય થયુ કે આ શું બોલી..
પણ બોલો બોસ એ ભૂત એ તો ઘરે બધાને મારુ નામ Dreculla કહીને જ જણાવેલુ..
મેં એની નાની બહેન ને કહ્યું કે " ના તું મને આ નામથી ના બોલાવી શકે.આ નામથી બોલાવવાનો હક ફકત મેં તારી બહેનને જ આપ્યો છે અને એ જ આ નામથી બોલાવી શકે અને વાત રહી તો તું મને બીજા ગમે તે નામથી બોલાવી શકે..
મેં એટલું કીધું ત્યા એ ભૂતની બહેન સરપ્રાઇઝ થઈ ગઈ કે હું આવુ કેમ બોલ્યો.એને શક થાય એ પહેલા જ મેં વાત ને ફેરવી નાખી.હું એને એની સ્ટડી વિશે પૂછવા લાગ્યો. વાત કરતા કરતા અમે ઘરની અંદર પહોંચ્યા.ત્યાં જ મારી હિરોઈન એટલે મારી ભૂત ની એન્ટ્રી થઈ હો.. બોસ !!!!!!!
એ પળની તો વાત જ શુ કરવી..અને બોસ Consident તો જુવો કેવો થયો !! એને બ્લેક પટિયાલા પર વ્હાઈટ કુર્તુ પહેરેલુ અને સાથે જ હેવી વર્ક કરેલો બાંધણી દુપટ્ટો, કાનમાં ઓકસોડાઈઝ ઝૂમખાં ને કપાળ પર બ્લેક બિંદી અને બોસ એ કાતિલ નયન કેમ ભૂલી શકાય.એક તો એની એ આંખો અને એમાં પણ એને આંખ પર કાજલ લગાવ્યુ હતુ..અરે યાર એ આંખનુ વર્ણન કરવુ ખૂબ અઘરું છે કેમ કે એ ભૂતની આંખ માટે તો મારી પાસે શબ્દ જ નથી..
એ ભૂતની આંખે જ મને એના પ્રેમમાં ધકેલ્યો હતો તો પછી એ આંખની તો શું વાત કહી શકાય. અને હા એક વાત તો કહેવાની તો ભુલાઈ જ ગઈ કે આજે એને પહેલી વાર આવુ પહેરેલું હતુ. એક દમ ભારતીય સ્ત્રી લાગી રહી હતી.. કેમ કે મોસ્ટ ઓફ મેં અને વેસ્ટર્ન લુકમાં જ જોયેલી હતી એટલે આજે એ મને ખૂબ અલગ લાગતી હતી..
અમે એક બીજા ને hi કીધું અને એ મને એના મમ્મી અને ભાઈ જ્યાં બેઠેલા હતા ત્યાં લઇ ગઈ. એના મોમ ને પગે લાગ્યો અને ભાઈને ગળે મળ્યો. બોસ એમ જ લાગતું હતું કે હું આ ભૂતનો હાથ માંગવા આવ્યો હોય અને બધુ નક્કી થઈ ગયું હોય.. હા હા હા !!!!
પછી તો હું , એના મમ્મી અને એનો ભાઈ ત્રણેય જણા વાતો એ વળગ્યા.એ ભૂત મને ચા આપીને કિચન માં જતી રહી. એ ભૂતની વાઇ ડાઈ તો જુઓ !!! કિચનમાં બેઠી બેઠી મોબાઈલમાં મેસેજ સેન્ડ કરીને હેરાન કરતી હતી. એટલામાં જ એના ભાઈ પર કોઈનો કોલ આવ્યો અને એ બહાર જતો રહ્યો. એના મમ્મી ન્યુઝ પેપર વાંચવા લાગ્યા.
બોસ હવે તો હું એકલો હતો. હવે મારો વારો હતો એ ભૂત ને હેરાન કરવાનો પણ કહેવાય છે ને કે " ક્યારેક હોય એનાથી ઊલટુ થાય અને ક્યારેય તો જે ધાર્યું હોય એનાથી વધુ થાય " કેમ કે હજુ હુ વિચારતો હતો કે કેમ એ ભૂતને હેરાન કરું ત્યાં જ એ ભૂત એ મને કિચનમાંથી આવાઝ કર્યો.
કે Drecuuu અહીં આવ અને મારી હેલ્પ કર ચલ. સાવ નવરો બેઠો છે પણ એમ નહીં થાય કે હું હેલ્પ કરું... આ સાંભળતા જ એના મમ્મી એને ખિજાવા લાગ્યા કે કઈ ખબર પડે છે કે નહીં.. ઘર આવેલા મહેમાનને કામ કરવાનુ કહે છે અને પાછુ કેવા નામ થી બોલાવે છે કાઈ શરમ છે કે નહીં ??
વચ્ચેથી વાત કાપતા મેં આંટીને કહ્યું કે આંટી તમે એને ના ખિજાવ. તમારી લાડલી મને પહેલેથી જ આ નામથી બોલાવે છે અને વાત રહી હેલ્પની તો આંટી મને રસોઈ કરવી ગમે છે અને મને શોખ છે એટલે કઇ ટેંશન ન લો અને તમે આરામથી બેસો...
હુ આંટી ને શાંત પાડી પેલી ભૂત પાસે ગયો..
કિચનમાં જઈને જોવ છુ તો પહેલી વાર એ ખૂંખાર અને ચુલબુલી છોકરીને શાંત જોવ છુ અને શાંતિથી એ એનું કામ કરતી હોય છે. મેં એને બે વાર બોલાવી પણ એને કાઈ સાંભળ્યું ના હોય એમ કાઈ રિસ્પોન્સ જ ન આપ્યો. કે પછી મારી હાજરી ના હોય એમ વર્તન કરી પોતાનુ કામ કરતી જતી હતી. મેં એની પાસે જઈ એનો હાથ પકડ્યો ત્યાં જ એ કોઈ ગાઢ નીંદરમાંથી જાગી હોય એમ એ બહાર આવી અને હોશ મા આવતા જ બોલી " સોરી Drecuu મને ખ્યાલ જ ના રહ્યો કે તુ ક્યારે અહીં આવીને ઉભો રહી ગયો " અને બોસ આ બધુ એ પોતાનુ મોઢુ ઉંચુ કર્યા વિના અને મારી સામુ જોયા વગર બોલતી હતી. મેં મારા હાથ વડે એનું મોઢું ઉંચુ કર્યું અને જોવ છુ તો એની આંખમાં આંસુ હતા.મને એની આંખોમાં આંસુ જોઈને ખૂબ દુઃખ થયુ..
પછી તો બોસ હુ થોડો એને રડવા દવ. મારી રીતે મેં ઘણી વાર સુધી હસાવવાનો પ્રયત્ન કર્યો અને આખરે બોસ મારી મહેનત રંગ લાવી અને હસી. પછી તો શુ બોસ અમે બંને એ સાથે રસોઈ બનાવી , થોડી ઘણી હેલ્પ કરી અને સાથે વાતો ના વડા અને વાતોની ગપ્પાં બાજી બનાવી. હા હા હા...
આજે તો બસ કેટલા ટાઈમ પછી ઘરનુ જમવાનુ મળવાનું હતું કેમ કે છેલ્લા ઘણા સમયથી હું ઘરથી દુર હતો.
અને એ પણ મારી ભૂતના હાથ નુ જમવાનું મને મળવાનુ હતુ.
હું , આંટી , મારી ભૂત અને એની શૈતાન બહેન એમ અમે ચારેય જમવા બેઠા.આંટી બધુ સર્વ કરવા આવ્યા અને એ જોઈને મને મારા મમ્મી ની યાદ આવી ગઈ અને સાથે આંખો પણ ભીની થઇ ગઇ. ત્યાં જ મારી ભૂત એ મારી સામે જોયું અને ઈશારો કરીને પૂછ્યું કે શું થયુ ?? મેં બસ ધીરે ધીરે મારુ મોઢું હલાવતા કાઈ નથી થયુ એમ કહી પાણી પીધુ.
આંટી એ મને ખુબ જ પ્રેમથી જમાડયો. પહેલુ કહેવાય ને કે દુનિયાની બધી માં સરખી જ હોય છે , એ પોતાના બાળકોને એટલુ પ્રેમ પૂર્વક જમાડે છે જાણે બીજી વાર અવાઈ રીતે જમાડવાની જ ના હોય.
જમ્યા પછી એ ભૂત અને એની બહેન કામમાં લાગી ગયા. આ તરફ આંટી અને હુ બંને એના ઘરના ગાર્ડનમાં આંટો મારવા ગયા. મેં અને આંટી એ અલક મલકની વાતો કરી અને ગપ્પાં માર્યા. થોડી વાર થઈ ત્યાં એ ભૂત અને એની બહેન પણ આવ્યા. હું , આંટી અને એની બહેન બોલી ને વાત કરતા હતા અને બીજી તરફ હું અને મારી ભૂત ઈશારોમાં વાત કરતા હતા.
ચાર વાગ્યા એટલે મેં આંટીને કહ્યું કે ચાલો હવે હુ નીકળું અને મારા કાલના પ્રોજેકટની તૈયારી કરું. ત્યાં જ એ ભૂત બોલી કે ચાપલા મેં તને અહીં મારા ઘરે લંચ માટે બોલાવ્યો અને હવે તું આમ સાવ લુખ્ખો જઈશ.??? તું સુરતમાં આવ્યો અને મારા જેવી ફ્રેન્ડ મળી એટલે તારે આજે સાંજના ડિનરની પાર્ટી આપવાની છે. ( આ ભૂત એ તો મારા મન ની વાત છીનવી લીધી. હવે એને કેમ સમજાવું કે હું તો ક્યારની રાહ જોવ છુ કે ક્યારે આપણે બહાર જઈએ અને ક્યારે હું તને મારા દિલ ની વાત કહું) એક તરફ મારે આંટી પાસેથી પરમિશન લેવી હતી કે તમારી લાડલી ને હું બહાર લઈ જાવ. ???? પણ આ પૂછવામાં મને બીક લાગતી હતી. પણ ત્યાંતો મારી ભૂત મારા મનની વાત સમજી ગઈ હોય એમ એના મમ્મી ને કહ્યું કે ચાલો મમ્મી આપણે બધા બહાર જઈએ.. પહેલા મુવી જોઈશુ અને પછી બધા કોઈ મસ્ત હોટેલમાં જમવા જઈશું અને છેલ્લે મસ્ત ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાઈશુ..
પણ આંટી એ રીતસરની ના જ પાડી દીધી કે તમારે લોકોને બહાર જવું હોય તો જાવ. મારે ઘરે ઘણું કામ છે તેથી હું નહીં આવી શકુ. તમે લોકો જાવ અને ફરી આવો અને હા બેટા ધ્યાન રાખજો અને ગાડી સંભાળી ને ચલાવજો..
આન્ટીએ એટલુ કહ્યું ત્યાંતો મારા ખુશીનું કોઈ ઠેકાણું ન હતું બોસ , હું તો અંદર ને અંદર ખુશીમાં ઉછળી રહ્યો હતો..પણ બોસ પછી મેં પોતાના પર કંટ્રોલ કર્યો.
હવે મારી ભૂતનો ભાઈ ક્યાં ગયો હતો એ તો મને પણ ખબર ન હતી.. આંટી એ આવવાની ના પાડી.. હવે બચ્યા અમે ત્રણ. થોડી વાર પછી અમે એ ભૂતની ઘરે થી ત્રણેય નીકળ્યા. હું મારી બાઇક પર અને એ બંને બહેનો એમની એક્ટિવા પર.. આગળ જતા જતા ટ્રાફિકના કારણે અમે આગળ પાછળ થઈ ગયા..
થોડી વાર થઈ ત્યાં જ મારા ફોનમાં રિંગ વાગી.. મેં ગાડી સાઈડમાં કરી અને જોયું તો મારી ભૂતનો ફોન હતો..મેં ફટાફટ ફોન ઉપાડયો.. ત્યાં જ એ બોલી કે drecu તું મને અહીં pick up કરવા આવને , ધ્રુવી ને કોઈનો ફોન આવ્યો તો એ જરૂરી કામથી ઘરે ગઈ છે...ઓહ હા હવે તમેં લોકો આ ધ્રુવી માં કન્ફ્યુઝ ના થતા હો... આ ધ્રુવી એટલે મારી ભૂત ની બહેન...
આ સાંભળતા જ હું તો રાજીનો રેડ થઈ ગયો.. પેલું કે છે ને મનમાં લાડુ ફૂટ્યો એમ.. પણ બોસ આજે તો એક પછી એક બધા ચમત્કાર જ થઈ રહ્યા હતાં...
હું ફટાફટ એ ભૂત પાસે પહોંચ્યો અને એને મારી બાઇક પાછળ બેસાડી... આમ તો એ ભૂત મારી બાઇક પાછળ બે ત્રણ વાર તો બેસી ગઈ હતી પણ આ વખતે બોસ વાત કંઈક અલગ હતી. મેં ઉતાવળ ને ઉતાવળમાં ગાડી ની સ્પીડ વધારી ત્યાં જ પાછળ થી મારી ભૂત એ મને ધબ્બો માર્યો અને કહે કે drecu જરા ધીરે ચલાવ હજી મારે જીવવુ છે અને ઘણા સપના પુરા કરવા છે. મેં બાઇક સ્લો કરી...
હવે જ્યાં અમે પહેલી વાર મળ્યા હતા ફ્લોરલ પાર્ક ત્યાં જ હુ એને લઇ ગયો. એ જોતાં જ એ ભૂત બોલી કે drecu આ તું મને ક્યાં લઇ આવ્યો ??
અહીં સિનેમા નથી.હજી આગળ છે....
મેં કીધું અરે મારી ભૂત હજી આપણા મુવીની વાર છે...
તો એ ભૂત બોલી કે તમારા અમદાવાદમાં શુ આવો રિવાજ છે કે મુવી પહેલા ગાર્ડનમાં જવુ જ પડે...
હું મનમાં બોલ્યો કે આ ભૂત ને કેમ સમજાવું કે હું અહી એને મારા મુવી નુ ક્લાઈમેક્સ બતાવવા લાવ્યો છુ..
પછી મેં એને કીધું કે ના એવુ નથી..આપણે અહીં થોડી વાર બેસીએ અને મુવી ટિકિટ હું ઓનલાઇન કરાવી નાખુ છુ..
મેં મુવી ટિકિટ બુક કરાવી અને થોડી વાર અમે અવનવી વાતો કરી. પછી મેં એને કહ્યું કે તું અહીં પાંચ મિનિટ બેસ હું હમણાં જ આવ્યો..ત્યાં જ એ ગુસ્સામાં બોલી..
drecuu હવે ક્યાં જાય છે તું મને એકલો મૂકીને ???
એક તો બહાર આપણે આવીએ એમાં પણ તું સાથે નથી રહેતો.....શુ છે આ બધુ યાર....
મેં શાંત પાડતા કહ્યું કે અરે મારી ભૂત ગુસ્સો ના કર હું બસ હમણાં જ આવ્યો....
મેં માંડ માંડ એ ભૂત ને મનાવી અને હું બહાર જવા નીકળ્યો..
બહાર નીકળીને સીધો જ હુ Flower Shop માં ગયો જે મેં પહેલેથી જ શોધીને રાખી હતી. એ શોપમાંથી મેં થોડા ગુલાબ લીધા અને..................
? ક્રમશઃ ?
બિગ બિગ બિગ સોરી મારા વહાલા વાંચકમિત્રો..
કે તમારે આ સ્ટોરી માટે રાહ જોવી પડી...
એક તરફ મેં ગુલાબના ફૂલ ખરીદ્યા છે અને બીજી તરફ મારી ભૂત મારી રાહ જોવે છે ....
શુ થશે આગળ ??
એ ભૂત મારા પ્રેમને અપનાવશે કે નહીં ??
કે પછી હું એની સાથે મિત્રતા પણ ખોઈ દઈશ ???
શુ થશે એ માટે જરૂર થી વાંચતા રહો...
નામ મેં ક્યાં રખ્ખા હૈ...?
Thank You Very Much.
https://dhavallimbani.blogspot.com/2019/08/blog-post.html?m=1
હવે મારી લખેલી કવિતા , નવલકથા અને આર્ટિકલનો સમાવેશ મારા નવા બ્લોગમાં..
તો લિંક ઓપન કરો, મને ફોલો કરો અને વાંચો અવનવી રચનાઓ...