naam me kya rakkha hai - 5 books and stories free download online pdf in Gujarati

નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૫





? નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૫ ?

મેં મુવી ટિકિટ બુક કરાવી અને થોડી વાર અમે અવનવી વાતો કરી. પછી મેં એને કહ્યું કે તું અહીં પાંચ મિનિટ બેસ હું હમણાં જ આવ્યો..ત્યાં જ એ ગુસ્સામાં બોલી..

drecuu હવે ક્યાં જાય છે તું મને એકલો મૂકીને ???
એક તો બહાર આપણે આવીએ એમાં પણ તું સાથે નથી રહેતો.....શુ છે આ બધુ યાર....

મેં શાંત પાડતા કહ્યું કે અરે મારી ભૂત ગુસ્સો ના કર હું બસ હમણાં આવ્યો.( મારે એને ગુસ્સો અપાવવો હતો તેથી હું બોલ્યો ) આપણે ગેટમાં જ્યારે એન્ટર થયા ત્યારે મસ્ત મેં એક સુરતી છોકરી જોયેલી તો એને એક વાર જોઈ આવું ને હા હા હા......કેટલી મસ્ત હતી એ... હાય હાય.....હા હા હા..

તો મને કહે વાંદરા તારે મને અહીં બેસાડી ને એ સુરતી ગર્લ ને જોવા જેવુ છે , ઉભો રહે drecudaa તું એમ કહી ને એ ઉભી થઇ. અને જેવી મારી પાસે આવવા ગઈ ત્યાં ખબર નહીં શુ થયું એ જમીન પર ઢળી પડી. હું તો ખૂબ જ ડરી ગયો કે શું થયુ હશે આ મારી ભૂત ને??

હું ફટાફટ એની પાસે ગયો. મેં ઘણી ટ્રાઈ કરી એને ઉઠાડવાની પણ એ ઉભી ન થઈ. થોડી વારમાં ત્યાં ઘણા લોકો ભેગા થઈ ગયા અને એમાંથી એક વ્યક્તિએ મને પાણીની બોટલ આપી. મેં પાણી લઇ પેલી ભૂતના ફેસ પર ઝાલક મારી અને થોડી જ વાર માં એ હોશમાં આવી. મેં તરત જ એને કહ્યું કે ચલ આપણે કોઈ ડોક્ટર પાસે જઇએ.
ત્યાં એ બોલી કે Don't Worry Drecuu
ગરમીના કારણે થોડુ ડીહાઇડ્રેશન થયુ અને આમાં કાઈ ગભરાવાની જરૂર નથી... આમ જો હું તારી સામે જ બેઠી છુ ને એક દમ મસ્ત ભૂતની જેમ..એમ કહી એ હસવા લાગી...

એ વખતે હું એટલો ડરી ગયો હતો કે શું થયું આ ભૂત હશે આ ભૂતને.. પણ જ્યારે તે હસી ત્યારે જાન માં જાન આવી.. મેં તરતજ એને ટાઈટ hug કર્યું. એ સમયે થોડી વાર અમારી બંને વચ્ચે મૌન પથરાઈ ગયુ.

એ ભૂત મારાથી અળગી થઈ અને મારો હાથ પકડીને કહે કે Drecu તું શા માટે એટલુ Tention લે છે ? પણ હું શું કહું બોસ.. જ્યારે એ ઢળી પડેલી ત્યારે તો વાત જ ન પૂછો યાર કે મારી ફીલિંગ શુ હતી એ... ખૂબ ખૂબ ખૂબ જ ડરી ગયેલો....

હવે વાત આવી મારા મનની વાત કહેવાની પણ આવી કન્ડિશનમાં હું મારા મનની વાત આ ભૂતને કહી રીતે કહું ? પણ પછી મનમાં વિચાર્યું કે ચલ કહી નહીં next time મારા મનની વાત કહી દઈશ.પેહલા મારી ભૂતની હેલ્થ પછી બીજુ બધુ..

હું ચૂપચાપ બેસી ગયો. મને ચુપચાપ બેસતા જોઇ એ ભુત બોલી ઉઠી. Drecuu આમ કેમ ચૂપચાપ છે ? કઈક બોલ..જો તું આમ જ ચૂપચાપ બેસી રહીશ તો મને પાછા ચક્કર આવી જશે અને જો એમાંય કઈ મને થઈ ગયું તો !!!!!!!! એ ભૂત આગળ બોલવા જાય એ પહેલાં જ મેં એના હોઠ પર મારો હાથ મુક્યો અને એ ભૂત ને આગળ બોલતા રોકી. ત્યાંજ મારો હાથ એના હોઠ પર થી હટાવી એ ભૂત બોલી..

" અરે યાર હુ તને સવારની જોઈ રહી છુ, તારું વર્તન મને આજે સાવ અજીબ લાગે છે. શુ થયું છે બોલ ??
કઈ કેવું છે તારે મને ???
કઈ ટેંશન છે ??
કોઈ એ કઈ કહ્યું ??
ઓફિસમાં કઈ ટેંશન છે ??
કોઈ પ્રોજેક્ટ બાબતનુ ટેંશન છે ??
તું કઈ પણ હોય એ બોલ પણ પ્લીઝ ચૂપ ના રે..
you Can Tell Me Anything My Dear Drecu...
પણ બસ યાર તુ આમ ચૂપ ના રહે પ્લીઝ..

આ સાંભળતા જ મારામાં થોડી તાકાત આવી કે મારા મનની વાત હુ આ મારી ભૂત ને કહી દવ.. મેં વાત કરવાની હિંમત કરી અને પહેલા શર્ત મૂકી કે " હું જે તને વાત કહુ છુ જો એ તને ન ગમે તો આપણી આ મિત્રતામાં એક પણ જાતનો ચેન્જ ના આવવો જોઈએ.. સાથે જ તારા મનમાં જે હોય એ મને સાચે સાચુ જ કહેવાનુ છે."

હું આ બોલતો હતો ત્યાં જ એ વચ્ચેથી વાત કાપતા બોલી કે " અરે Drecu તુ ક્યારથી એટલી બધી ફોર્મલીટી કરતા શીખી ગયો ?? તારે જે પણ કહેવુ હોય એ બિન્દાસ બોલ.. મને કશું જ ખોટુ નહી લાગે.

મેં ઘબરાતા ઘબરાતા મારી ભૂતનો હાથ પકડ્યો.મારી બંને આંખો એની આંખો સામે કરી અને બસ ડર ના કારણે એક જ શ્વાસમાં બોલી ગયો.

" યાર કેમ કહું ??
પણ સાચુ કહું તો તું મને બોવ જ ગમે છે..
તારા અલગ અલગ એન્ટિક નખરા જોવા તો બોવ જ ગમે છે.
તારી નૉટંકીનો તો હું દિવાનો છુ યાર.
તારો ગુસ્સો પણ મને ગમે છે , જ્યારે તું મને ખિજાતી હોય અને તારો એ લાલ થઈ ગયેલો ચહેરો પણ ખૂબ જ ગમે છે..
તારી માથાની એ લટ જે વારંવાર તારા ગાલ પર આવે છે એ મને ખુબ જ ગમે છે ક્યારે તું એક અલગ જ અંદાજ માં સરખી કરે છે.. તારા એ પગની પાયલનો આવાઝ જ્યારે પણ મારી નજીક આવે છે ત્યારે બસ એમ થાય છે કે આ આવાઝ ને અહી જ રોકી લવ..

યાર રિયલી મને નથી ખબર હું શું બોલી રહ્યો છુ પણ યાર હું લાઈફ ટાઈમ તારા નખરા સહેવા તૈયાર છે , તારા હાથનો એ મીઠો માર ખાવા તૈયાર છુ, તારા એ ગુસ્સાથી લાલ થઈ ગયેલા ચહેરાને જોવા તૈયાર છુ...
યાર....!!!

ભૂત !!!!!

it means કે !!!!!!!!!!!!!!!

I Love U .....Yaar I LoVE u.....!!!!!!!!

Really I Love U Bottom to my Heart...

Do you Love Me or Not ...
Do you Like Me Or Not...
it Doesn't Matter For Me...
but I Like You So Much and Love You So Much..
but You Don't Worry..
whatever Your ans I Accepted...
બાકી છેલ્લે તો તું મારી ભૂત તો રહેવાની જ..
મારી એન્ટિક ફ્રેન્ડ.......

( બસ આટલું કહી હું તો ઊંડા ઊંડા શ્વાસ લેવા માંડ્યો)

હું તો બસ ચુપચાપ બેઠી એ ભુત ના રીપ્લાયની રાહ જોતો હતો.. પણ ખબર નહીં એના તરફથી કઈ રિસ્પોન્સ ન આવતા મેં એનું ફેસ ઊંચુ કર્યું તો એની આંખમા આંસુ હતા.મને એમ કે એને મારી વાત નુ ખોટું લાગ્યુ હશે તેથી એ રડવા લાગી.મેં ફટાફટ મારા કાન પકડ્યા અને એ ભૂતને મેં સોરી કીધુ..

પણ ત્યાંજ એ ભૂતએ મને જવાબ આપ્યો..
અરે Drecu સોરી ન કહે પ્લીઝ... આઈ ઓલસો લાઈક યુ and લવ યુ... મારે પણ તને કહેવું હતુ પણ તને કહેતા મને પણ બોવ જ બીક લાગતી હતી. મને એમ થતું હતુ કે એક તો આપણી Age માં ઘણો ડિફરન્સ છે તો તુ કહી રીતે મને અપનાવત.....( મારા કરતાં આ ભુત પાંચ વર્ષ મોટી હતી. હું ૨૩ નો હતો અને એ ભૂત ૨૮ ની પણ એ એક દમ ૨૦વર્ષની હોય એવુ લાગતુ) મારે તને ઘણી વાર કહેવુ હતુ પણ આખરે એક ડર રહેતો કે તું હજી અહીં નવો નવો આવ્યો અને તને આવુ કઈ રીતે કહેવુ... પણ તે આજે કઈ દીધુ એમાં મારુ મોટું ટેંશન દુર થયુ... I Like U So Much ....
I Love U So Much..........

એટલુ સાંભળતા જ મારા શ્વાસમાં શ્વાસ આવ્યો અને હુ ખુશીથી ઉછળી પડ્યો. મેં મારી એ ભૂતનો હાથ મારા હાથમાં લઇ એના હાથ પર એક કિસ કરી અને બોલ્યો..
અરે પાગલ યાર.....તું પણ સાવ....
યાર ..... તું આ ૨૧મી સદી માં રહે છે અને તુ Age ની વાત કરે છે યાર... આ જમાનામાં ઉંમર કોણ જોવે છે યાર..??
લોકોના દિલ મળવા જોઈએ ભૂત..
તને ખબર જ છે ને અત્યારે એક Age ના હોવા છતાં પણ એક બીજાની સાથે નથી રહેતા , એક બીજાને નથી સમજતા , ચાલતા ચાલતા એક બીજાના બ્રેક અપ થઈ જાય છે..તો પછી શું Age મહત્વની છે કે આપણી સાથે જે માણસ હોય એ...!!!!! મારા ભૂત સાચો પ્રેમ હંમેશા સાથ માંગે બીજુ કહી નહીં..
પણ કહી નહી.. આજે હુ બોવ બોવ બોવ જ ખુશ છુ.
i Like U My Bhut...Nd I Love U so Much Bhut..

આજ તો મારી ભૂત એક દમ બ્લશીંગ કરતી હતી હો.ખરેખર આજનો દિવસ તો મારા માટે એક દમ યાદગાર બની ગયો. આજે તો મારી ભૂતએ મારું પ્રપોઝલ અપનાવી લીધુ.. અરે પ્રપોઝલ શુ.!!! મને જ અપનાવી લીધો એનાથી મોટી વસ્તુ શુ હોય...?? માટે જ આજે મેં મારી ભૂત ને સ્પેશિયલ ફિલ કરાવવા માટે એવુ વિચાર્યું કે આજે સાંજે હોટેલ યુવરાજમાં કેન્ડલ લાઈટ ડિનર પર લઈ જાવ..બસ પછી શુ ફટાફટ મગજમાં પ્લાન કર્યો ...

ચાલ ડિયર... આજે તને મારા તરફથી એક સરપ્રાઈઝ.. એમ કહી મેં એના સામે મારો હાથ લાંબો કર્યો..

અરે ના Drecuu ક્યાંય નહીં જવુ.. એમ કહીને એ ઉભી થઇ.

ઉભા થતા જ એ થોડીક મારા તરફ નમી અને પડતા પડતા રહી ગઈ. મેં તરત જ મારી બાંહોમાં લઇ લીધી. ( સાહેબ પહેલી મુલાકાત , અને પહેલો પ્રેમ આવી ફીલિંગ થોડી જવા દેવાય ) એના બાંહોમાં આવતા જ એના બંને હાથ મારી છાતી પર આવ્યા અને એનુ માથું મારા Heart પર આવ્યું. મેં મારા હાથ વડે એની માથા ની લટ સરખી કરી.
અને એક મસ્ત , નાજુક એવી Forhead કિસ આપી..
એ આપતા જ મારી ભુતે એની બંને હાથની મુઠ્ઠી વાળી લીધી.હું મારા એક હાથે એની પીઠ પસરાવતો હતો અને બીજા હાથે એના વાળ સાથે રમી રહ્યો હતો.હું તો બસ એમ જ વિચારતો હતો કે આ સમય અહીં જ થંભી જાય.. પણ આખરે પાંચ સેકંડ ની ફીલિંગ માણી..ત્યાં જ અમારી આ રોમેન્ટિક ડેટ માં મારો શર્ટ ભીંજાઈ રહ્યો છે એવું લાગ્યુ..

મેં તરત જ એ ભૂતનુ માથું ઉંચુ કર્યુ તો એની આંખમાં આંસુ હતા..મેં તરત એના એ આંસુ લૂછી એના કપાળ પર ટાપલી મારી એને કહું કે " શુ આજે વાત વાત માં રડે છે ભુત ?? શુ થયુ હવે ???

એ થોડી વાર તો શાંત રહી પણ પછી બોલી કે.. યાર drecu...યાર હુ તને કઈ પણ થાય તને મારી પાસેથી ક્યાંય નહીં જવા દવ.. તું મારો જ છે અને મારો જ રહેવા દઈશ.. તું પણ પ્લીઝ મને છોડીને કઈ જ નહીં જતો..પ્લીઝ હંમેશા મારી પાસે રહેશે..પ્લીઝ...એમ કહી ફરી એની આંખોમાં આંસુ આવી ગયા..

મેં મારી ભૂતને મારી સામે ઉભી રાખી , એના આંસુ લુચ્યા , શાંત પાડી બંને ગાલ ખેંચ્યા અને પછી મેં કહ્યું..
જો ભૂત તું પહેલા મારી ફ્રેન્ડ બની , થોડા સમય બાદ મારી પ્રેરણા બની અને હવે તું મારો પ્રેમ છો , મારી લાઈફ છો,મારા બાકીના રહેતા વર્ષોનો સાથ છો..તો તું જ કહે !! આવી નખરાળી , પાગલ , નટખટ , ભૂતને મારાથી કેમ અળગી થવા દવ...!!!!!

બસ આમ જ બે- ત્રણ મિનિટ શાંતિ પસરાઈ ગઈ..બસ પછી મારી ભૂત પાછી એના ઓરિજિનલ રૂપમાં આવી મને એક હગ કર્યુ..વચ્ચેથી હું બોલ્યો કે ભુતુ આ drecu ને તે તારા પ્રેમમાં Hang કરી દીધો છે તો હવે તારાથી દૂર જવાની વાત તો બોવ દૂર ની રહી.. એટલા એ વચ્ચે બોલી કે તારા પ્રેમથી મારુ દિલ અને હૈયુ બંને ભરાઇ ગયુ પણ પેટ માં હવે ઉંદરડા દોડે છે એનું કંઈક કર Drecu.. આ બોલતા જ મને લાગ્યું કે મારી ભૂત પાછા એના મૂડમાં આવી ગઈ...

અમે ત્યાંથી નીકળી યુવરાજ તરફ નીકળ્યા. જો કે આમ તો પહેલેથી જ ત્યાં જમવાનુ નક્કી હતુ. જો પ્રપોઝલ મારી ભૂત સ્વીકારે તો તો હતુ જ..પણ જો મારા પ્રપોઝલ ની ના પાડત તો પણ as a BFF તો એના માટે આ પ્લાન તો હતો જ..
રસ્તામાં મેં સ્પેશિયલ કેન્ડલ લાઈટ ડિનર ટેબલ બુક માટે કોલ કરી દીધો અને ટેબલ રેડી કરાવ્યુ...
બોસ વાત ન પૂછો કે હુ આજે કેટલો ખુશ હતો... મારી લાઈફની મહત્વપૂર્ણ વ્યક્તિ મને મળી ગઈ હતી...

સુરતનુ ટ્રાફિક ક્રોસ કરી અમે હોટેલ યુવરાજ પર પહોંચ્યા.ત્યાં એક કોર્નરમાં એક ખાલી ટેબલ ક્યારનું અમારી રાહ જોતુ હોય એવુ લાગ્યું.કેમ કે ત્યાં હંમેશને માટે ટ્રાફિક હોય અને ફકત રવિવારે સાંજે જ ત્યાં કેન્ડલ લાઈટ ડિનર હોય..

અમે બંને અમારા ડેસ્ટિનેશન ટેબલ પર પહોંચ્યા. એક બીજની સામે ના બેસતા મેં મારી chair એની પાસે લઈ લીધી અને બંને બાજુ બાજુમાં જ બેઠા.બોસ એક વાત તો કહેવી પડે હો.. તે ટેબલની શુ સજાવટ હતી યાર...
ટેબલ પર એક દમ વ્હાઈટ કાપડ, ગોઠણ પર રાખવા માટે લાલ કાપડ, હાર્ટ શેપ માં કેન્ડલ ગોઠવેલી, વચ્ચેની બાજુમાં તાઝા ગુલાબના ફૂલો, એક દમ મસ્ત પરફ્યુમની સુગંધ, એક કાચની પ્લેટમાં પાણી અને એમાં ગુલાબની પાંખડીઓ સાથે જ બાજુમાં રાખેલા સ્પીકરમાં મસ્ત રોમેન્ટિક મ્યુઝીક...શુ વાત કરવી બોસ એની તો....!!!!!

બે મિનિટ સુધી રાહ જોઈ ત્યાં થોડીવારમાં વેઈટર આવ્યો. મને તો પહેલે થી જ મારા ભૂતની ફેવરિટ ડીશનો ખ્યાલ હતો એટલે મેં સીધો ઓર્ડર કરી આપ્યો. થોડીવારમાં વેઈટર ઓર્ડર લઈને આવ્યો એ પીરસવા જતો જ હતો ત્યાં જ મેં એને રોક્યો અને તેને ઈશારામાં કઈ દીધું કે હુ સંભાળી લઈશ. પછી શું ??? મેં મારા હાથે જ ભૂતને અલગ અલગ વસ્તુ સર્વ કરી.. જ્યારે હું એને સર્વ કરતો હતો ત્યારે એનું ફેસ જોવા જેવું હતું હો....હા હા હા.....એક દમ સાવ અલગ જ પ્રકારના એના એક્સપ્રેશન હતા....હા હા હા... જાણે કોઈ નવી વસ્તુ જોઈ લીધી હોય એમ......હા હા....

અમે અમારું ડિનર કરી રહ્યા હતા ત્યાં જ મેં વેઇટરને ઈશારો કર્યો અને ઈશારો કરતા જ એ મેં જે પ્રમાણે કહ્યું હતું એ મુજબ નાની એવી પ્લેટમાં એક હાર્ટ શેપ કેક લઇ આવ્યો, કેકની બાજુમાં મસ્ત બે લવ બર્ડ રાખેલા હતા. મેં મારી ભૂતને કહ્યું કે ચાલ કેક કટિંગ કર. કઈ પણ પૂછ્યા વગર એને એ કેક કટિંગ કર્યું ત્યાં જ વચ્ચે છરી અટકી ગઈ... મને કહે Drecu આ કેવી કેક છે સાવ !!! કેટલી કડક છે !! કપાતી પણ નહીં...
મેં કીધુ કઈક ચોકલેટનો ટુકડો વચ્ચે આવી ગયો હશે.એક કામ પર હાથ લઈ એને બહાર કાઢી નાખ. એ કહેતા જ મારી ભૂતએ કેક માં આંગળી નાખી ત્યાં જ એમાંથી રિંગ નીકળી અને એ જોઈ ચોકી5 ઉઠી અને મને કહે આ શુ Drecu...???

મેં કહ્યું જે દેખાય છે તે....

ત્યાં જ એ બધુ સમજી ગઈ અને મસ્ત સ્માઈલ આપી..
મને કહે ચલ Drecu તું જ પહેરાવી દે......

મેં કીધુ કેમ નહીં.હુ એની બાજુમાંથી ઉભો થયો. એને પણ બહાર આવવા કહ્યું તો પહેલા તો એને શરમના કારણે ના પાડી પણ પછી મેં સામે બેઠેલા Receptionist સામે જોયું તો એ સમજી ગયો અને એને માઇકમાં મારુ અને મારી ભૂતનુ નામ એનાઉન્સ કર્યું અને મસ્ત રોમેન્ટિક સોન્ગ વગાડ્યુ. હવે તો આજુબાજુમાં બેઠેલા બધા કપલો અમારી સામે જોઇ રહ્યા હતા અને બે ત્રણ કપલ તો અમને ચીયર અપ કરી રહ્યાં હતાં. આ બધુ જોઈ મારી ભૂત ટેબલની બહાર આવી.. હું મારા ગોઠણ પર બેસી ગયો અને મેં મારા ભૂતના હાથમાં રિંગ પહેરાવી.બધા કપલો તાળી પાડી રહ્યા હતા.એમાંથી એક પાછળ બેઠેલા કપલે કહ્યું કે આમ નો ચાલે ભાઈ !!! બંને એક બીજને હગ કરો તો જ માનીએ......હા હા હા...આ સાંભળતા જ મારા ભૂતના હોશ ઉડી ગયા...બસ પછી શું અમે બંનેને નાનું અમથુ હગ કર્યું એને ડિનર કમ્પ્લીટ કર્યું..

ડિનર પૂરું કર્યા બાદ એ ભૂતને ice Cream ખવડાવવા માટે હીરાબાગ નજીક આવેલ Dry Done માં લઇ આવ્યો. ત્યાં પણ મેં મારા ભૂતનો મનપસંદ Ice Cream જ મંગાવ્યો.. અમે બંને એ Ice Cream પૂર્ણ કર્યો અને મેં કહ્યું કે ચાલો હવે હું તને ઘરે મૂકી જાવ બાકી આંટી ચિંતા કરશે.
તો એ ભૂત કહે કે ના ના ...આજે આમ પણ મેં તને બોવ હેરાન કર્યો છે અને આમ પણ અહીં થી મારું ઘર નજીક છે તો હું મારી રીતે જતી રહીશ.. તારે અહીંથી દૂર થશે drecu એટલે તું અહીંથી જતો રહે અને કાલે પછી તારી ઓફીસ પણ છે તો તારે વહેલા સુઈ પણ જવાનું છે માટે મારી ચિંતા ન કર અને તું અહીંથી જ જતો રહે.. મેં ઘણી વાર ના પાડી , આનાકાની કરી પણ એ ભૂત મારુ જરાય ના માની.. અને છેવટે એ ભૂત બોલી કે તારો પ્રેમ મારી સાથે છે Drecu..મને કશું જ નહીં થાય.. બસ એટલું કહી એને મને પરાણે પાછો મારા હોટેલ પર મોકલ્યો..

હોટેલ પર પહોંચતા જ મેં મારો મોબાઈલ ચેક કર્યો કે એ ભૂત પહોંચી ગઈ ઘરે એનો મેસેજ આવ્યો કે નહીં ?? પણ હજી સુધી એનો મેસેજ આવ્યો ન હતો.. મને એમ કે ઘરે પહોંચીને દર વખતની જેમ કઈક કામ માં લાગી ગઈ હશે અને મેસેજ કરવાનુ ભૂલી ગઈ હશે એમ વિચારી હું મારા પ્રોજેકટ વર્કમાં લાગી ગયો.

ઘડિયાળમાં જોયું તો રાતના દસ વાગી ગયા હતા.મેં ફટાફટ મારો ફોન ચેક કર્યો પણ હજુ સુધી એ ભૂતનો મેસેજ ન હતો. હવે મારી ચિંતા વધી..

મેં ફટાફટ એને કોલ કર્યો પણ ફોન સ્વીચ ઓફ આવ્યો. હવે મારી ચિંતા વધતી જતી હતી..ઘણી વાર કોલ ટ્રાય કર્યા પણ કોલ ન લાગ્યો.છેવટે ચિંતામાં ને ચિંતામાં ફોન સાઈડમાં મુક્યો અને વિચાર કરવા લાગ્યો..આમ તેમ રૂમમાં ચાલવા લાગ્યો. થોડી વાર પછી મોબાઈલમાં એક મેસેજ આવ્યો. મને એમ કે મારી ભૂતનો મેસેજ હશે એમ જોઇ ફટાફટ મોબાઈલ હાથમાં લીધો.....

પણ........

આગળ...

★★★★★★★★★★ક્રમશઃ ★★★★★★★★★★

ખૂબ ખૂબ આભાર...
Don't Forget To Follow Me In Insta
i_danny7



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED