naam me kya rakkha hai - 7 books and stories free download online pdf in Gujarati

નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૭





😊 નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૭ 😊

હું તો.કશું પણ બોલ્યા વગર એ ભૂતના રૂમ તરફ ગયો..
બહારથી મેં દરવાજો knok કર્યો..અંદરથી આવાઝ આવ્યો કે એક મિનિટ હમણાં દરવાજો ખોલું .

થોડીવારમાં જોયું તો દરવાજો ખુલ્યો.. જોયું તો મારી ભૂત મસ્ત તૈયાર થઈને મારી સામે ઉભી હતી.. હું કશું બોલું એ પહેલાં તો એ મને કહે કે " Drecu અંદર આવી જા"
હું રૂમની અંદર ગયો. હજુ કઈ બોલવા જાવ એ પહેલાં જ મને એ ભૂત એ કહી આપ્યું કે....Drecu અત્યારે હું જે કઈ પણ કહું એ પહેલા સાંભળી લે જે અને પછી જ તું બોલજે...
મેં તો હા કહ્યું..

મારી ભૂત - Drecu તું ખૂબ જ સારો છે અને એક દમ પરફેક્ટ છે મારા માટે પણ સોરી હું તારી જોડે મેરેજ નહીં કરી શકુ કેમ કે આજે મને જોવા આવે છે. આમ તો નક્કી જ છે.
અને કદાચ એ લોકો મને રૂપિયો નાળીયેર આપીને જ જશે.મને ખબર છે કે તારું દિલ તૂટશે , તને મારા પર ગુસ્સો આવશે , તું કદાચ મને લાઈફ ટાઈમ નહીં બોલાવે પણ યાર મને એટલી ખબર છે કે તું તો મને સમજીશ જ... જેને જે કેવું હોય તે પણ તું તો મારી સાથે જ રહીશ. મને ખબર છે કે મેં તારી સાથે કેવુ ખોટું કર્યું છે અને કદાચ તું આની માટે મને માફ પણ નહીં કરે. હા હું બોવ જ ખરાબ છુ Drecuuu.... મને માફ કરી દે યાર...મને માફ કરી દે યાર.... હું બોવ મોટી ગુનેગાર છુ કે તારા પ્રેમ સાથે હું રમી...મને જરાય હક ના હતો કે હું તારા પ્રેમ સાથે ખીલવાડ કરું...યાર Drecuuuu માફ કરી દે..... બસ આવું બોલતા બોલતા એ રડી પડી....

બસ મારી ભૂત તો આવું જાણે કેટલું બધુ બોલી રહી હતી... પણ મારી ભુત ???? હવે તો.કદાચ આમ ન કહી શકું...કેમ કે મારી ભૂત તો મારી થાય એવું અત્યારે તો લાગી રહ્યું નથી..કઈ નહીં ચાલો આગળ જોઈએ.....

મેં એનો હાથ પકડીને મારા હાથમાં લઈ એને બાજુમાં પડેલી ખુરશી પર બેસાડી. એના માટે બાજુમાં પડેલા જગ માંથી થોડું પાણી આપ્યું અને પછી મેં એને પૂછ્યું ...

શુ થયું ?????

બસ એ ડુસકા ભરતી ભરતી રડતી હતી... આખરે મને કહી ન સમજાયું એટલે મેં એને ડાઇરેકટ હગ કર્યુ. હગ કરતા જ એણે મને એના બંને હાથ વડે જકડી લીધો...એક દમ ટાઈટ હગ મને આપ્યું.. મને સમજાઈ ગયું કે કંઈક ગડબડ છે. એ રડતી હતી એટલે મેં એને થોડી વાર મારી બાહોમાં જ રાખી. હું એના વાળ પ્રસરાવતો રહ્યો..

થોડી વાર પછી તે મારાથી અલગ થઈ. મેં ફરી એને થોડું પાણી આપ્યુ અને શાંત કરી. હું હજુ પૂછવા જતો જ હતો કે શું થયું ??? ત્યાં જ ભૂતની નાની બહેને બહારથી આવાઝ માર્યો કે મહેમાન આવી ગયા છે હવે બંને બહાર ચાલો. એટલું સાંભળતા જ એ ભૂત ફરીથી રડવા લાગી અને ફરી એણે મને પોતાની તરફ લઈ મને ભેટી પડી...

મેં એને મારાથી દુર કરી અને કહ્યું કે જો ભુતું જે હોય તે ..
પહેલા મહેમાન આવી ગયા છે તો પહેલા એના વિશે વિચાર. આંટી એ બોલાવ્યા છે તારા માટે ખાસ તો પહેલા એ કામ પતાવીએ. પછી આપણે શાંતિથી વાત કરીએ અને હા મારુ ના વિચાર.. આમ પણ હું તો પહેલે થી જ એકલો હતો અને હવે થઈ જઈશ. આમ પણ મને એકલા રહેવાની આદત છે તો મારી ચિંતા ન કર. હું તો છુ જ અલોન......

એટલું કહેતા ફરીથી એ ભૂત મને વળગી પડી અને રડતા રડતા મને સોરી કહેવા લાગી. બે મિનિટ તો અમે એક બીજા ની બાહોમાં જ રહયા પછી મને યાદ આવ્યું કે બહાર મહેમાન આવી ગયા છે તો એ ભૂત ને મારાથી અલગ કરી અને ફ્રેશ થવાનું કહ્યું..

માનશો નહીં બોસ... માંડ માંડ એ ભૂત મારુ માની..
અને આખરે રોયેલો ચહેરો ધોવા માટે ગઈ. હું બાથરૂમની બહાર ઉભો ઉભો એની રાહ જોતો હતો અને એ વિચારતો હતો કે આ ભૂત ને ખુશ કઇ રીતે કરું.

એટલામાં એ બહાર આવી અને કહે કે ચાલ Drecuuu.
મેં કહ્યું ઓ મેડમ. શુ કરી રહ્યા છો તમે હે.....
આમ તો જો....
પહેલો બિચારો તને આમ જોશે તો ડરી જશે..
થોડો પહેલા મેક અપ કર...થોડો સાજ શ્રીગાર કર.
અને હા મને ખબર છે કે તું ભૂત છે પણ યાર સાવ આમ. બીજા નું તો વિચાર.... હે.... એટલું કહેતા જ એ બોલી... Drecuuu તું મારા હાથ નો માર ખાઈશ..અને અત્યારે શાંતિ રાખજે હો.એક તો મારું મગજ ઠેકાણે નથી.

હું - આમ પણ ક્યાં મગજ જ છે...

એટલું બોલતા જ મારા ખંભા પાછળ જોરથી સટ્ટાક કરતી જાપટ મારી...અને બોલી કે Drecuuu પ્લીઝ..

બસ આવી વાતો કરી અને ભૂતનું મન ફ્રેશ કરી એને રૂમની બહાર લાવ્યો. બહાર આવતા જ જોયું તો ભૂતની બહેન સામેથી ચાલીને આવતી હતી. ગુસ્સાથી લાલ થઇ ગયેલો એ ચહેરો..મને જોતા લાગ્યું કે હમણાં મને ટીપી નાખશે.

ભૂતની બહેન - ઓ મારા ભાઈ....ચાલો ને તમારી ભૂતને લઈને.
મમ્મી ક્યાર ના કહે છે ક્યાં છે તારી મોટી બેન..

હું - અરે આવી જ રહ્યા છીએ..

બસ એટલું કહી અમે ત્રણેય મહેમાનો પાસે જવા નીકળ્યા. ભૂત અને એની બહેન રસોડામાં ગઈ અને હું સીધો મહેમાન પાસે ગયો. એટલામાં જ બધા મહેમાનો.મારી સામે જોવા લાગ્યા.થોડી વાર તો મને એવું લાગ્યું કે છોકરી વાળા મને જોવા આવ્યા છે.
પણ પછી ભૂતના ભાઈ એ મારી ઓળખાણ કરાવી. એક બીજા ને હાથ મિલાવ્યા અને ખબર અંતર પૂછ્યા.

થોડી વાર પછી મારી ભૂત પાણી લઈને આવી. બધા ને પાણી આપ્યું પણ જેવી છોકરા પાસે જવાની હતી ત્યાં જ વચ્ચે પડેલી ટીપોઈ પર ભૂતનો પગ લાગ્યો અને પાણીના ગ્લાસ સીધા છોકરા પર ગયા. મને તો હસવું આવવાનું હતું પણ પછી રોકી લીધું. બધા અરે રે કરવા લાગ્યા.. ભૂત તો સોરી કહીને અંદર જતી રહી. હું પછી પહેલા છોકરાને બીજા રૂમમાં લઈ ગયો. થોડી વારમાં ભૂતનો ભાઈ ત્યાં આવ્યો એને એણે એના કપડાં પેલા છોકરાને આપ્યા. થોડી વાર છોકરાએ આજીજી કરી પણ આખરે એ માની ગયો. મેં ભૂતના ભાઈને બહાર જવાનું કહ્યું. પછી હું અને પહેલો છોકરો વાત કરતા હતા.

વાત વાતમાં એ છોકરાએ મને કહયું કે જેને હું જોવા આવ્યો છુ એને ઘણા વર્ષોથી ઓળખું છુ અને ખરેખર કહું તો મને આ છોકરી બોવ જ ગમે છે. ઘણા વર્ષોની ઇચ્છા હતી કે એક વાર મળુ અને મારા દિલની વાત કહું. પણ ભાઈ જો મારી કિસ્મત સીધો એ જ છોકરીને જોવા આવ્યો જે મારા ઘણા વર્ષોનો પ્રેમ હતો. ખબર નહીં એનો જવાબ શુ હશે પણ મારા તરફથી તો હા જ છે આવી તો એણે મને ઘણી બધી વાતો કરી.

બોસ ... હવે તો કશું મારે બોલવા જેવું હતું જ નહીં. કેમ કે એ છોકરાએ એવી એવી વાતો મને કરી કે મને એવું લાગ્યું કે મારી ભૂત આની સાથે જ વધુ ખુશ રહેશે..

થોડીવાર પછી અમે લોકો બહાર આવ્યા. થોડીવાર બેઠા તો ફરી ભૂત ચા અને નાસ્તો લઈને આવી રહી હતી.. મેં જોયું તો ડીશ વધારે વજનદાર લાગતી હતી. મેં દૂરથી ભૂતની બહેનને ઈશારો કર્યો કે ભૂતની હેલ્પ કર પણ એ કશું સમજી નહી તેથી મારે ના છૂટકે પણ ઉભું થવું પડ્યું. ભૂતના હાથમાંથી મેં ટ્રે લીધી અને એની મદદ કરી.ભૂત એ મારી સામુ જોયું તો એ સમજી ગઈ કે Drecuuuu ને કશું થયું છે..

અરે યાર ????
શુ .......????
હા યાર મારી જ વાત કરું છુ..કઈક નહિ બોવ બધુ થઈ રહ્યું હતુ. હવે તમને કેમ સમજાવુ કે ગઈકાલે મેં જે ગર્લ ને પ્રપોઝ કરી હતી એને જોવા માટે આજે છોકરો આવ્યો હતો. એ તો દૂર પણ એ છોકરા જોડે મારે જે વાત થઈ એ કેમ ભૂલી શકાય. પણ કહેવાય ને કોઈની ખુશી માટે ઘણું બધુ કરવુ પડે.હવે તમે એમ કહેશો કે આ વખતે પણ ધવલભાઈ સેડ એન્ડિંગ લાવવાના છે.
બધી જ સ્ટોરીમાં ધવલભાઈ આવું કરે છે પણ ના .... ના...

મુંજાવ નહીં .... સ્ટોરી હજી બાકી છે..........
કઈ નહીં બોવ બધુ ના વિચારો ...
આગળ ના ભાગમાં જોઈશું શુ થાય છે એ....
મારી ભૂત એ છોકરાને હા પાડે છે કે ના ??
અને મારું શું થાય છે ???

બસ એ જોઈશું " નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૮" માં..
અને હા મારી નોવેલ
લવની ભવાઈ અને ચાલ જીવી લઇએ ના વાંચી હોય તો એક વાર જરૂરથી વાંચજો અને હા સાથે સાથે આ સ્ટોરી વાંચી કમેન્ટમાં જવાબ આપજો કે મારે શુ કરવુ જોઈએ..???

ખૂબ ખૂબ આભાર...
અને મોટુ બધુ સોરી...

more Updates - instagram -- @wings_of_writer
Dhaval Limbani


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED