કોલેજ ના દિવસો - પ્રેમ ની એક ઝલક - 23 મનિષ ઠાકોર ,પ્રણય દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોલેજ ના દિવસો - પ્રેમ ની એક ઝલક - 23

કોલેજ ના દિવસો


પ્રેમ ની એક ઝલક ભાગ -23


તે મનીષાને નિશાંત સાથે જોઇને તે ખૂબ ગુસ્સે મનીષા પાસે જાય છે.
નિરાલી કહ્યું મનીષા તું અહી અને આ શું કરી રહી છે તમે લાજ શરમ જેવું છે તું કોલેજના સમયે કહીને આમ.........


નિશાંત અને મનીષા ધભરાઈ ગયાં છે અને મનીષા રડતાં રડતાં કહ્યું કે તું જેમ વિચારે છે એવું કંઈ નહિ..


નિરાલી એટલું સાંભળતાં મનીષાને લાફો માર્યો અને બીજો લાફો મારે ત્યાં નિશાંતએ નિરાલીનો હાથ પકડી પાડે છે. નિશાંત તેની વાત રજૂ કરે તે પહેલાં નિરાલી તને જવાનું કહ્યું અને નિરાલી મનીષાને લઈને ઘર તરફ જવાં માટે નીકળે છે.


આ બાજુ નિશાંત નિરાલી સાથે વાત કરવા માટે અને તેણે સમજાવા માટે ખૂબ પ્રયત્ન કરે છે, પણ નિરાલી એક ની બે ના થઈ અને મનીષાને કારમાં બેસાડી લઈ જાય છે. નિશાંત બગીચામાં એક બાંકડે બેસીને અહી ના આવવા માટે મનીષા ના કહ્યું હતું છતાં હું તને મનાવી અહી લાવ્યો હતો માટે તે પોતાના પર ખૂબ ગુસ્સે થાય છે અને તેની આંખ આંસુની ધાર વહી રહી હતી ત્યારે કોલેજના મિત્રો આવે છે, નિશાંતની હાલત જોતો તે મિત્રો નિશાંતને અનેક પ્રશ્નો પૂછવા લાગ્યા કોઈ કહે શું થયું ? કેમ રડે છે.? મનીષા ક્યાં છે ? વગેરે પ્રશ્નોનો વરસાદ થઈ રહ્યો હતો. નિશાંતને કોઈપણ જવાબ આપવાની હાલતમાં ન હતો માટે તે બધા મિત્રો ને કહે છે બસ હવે ઘરે જવું પડશે હું તમને રસ્તામાં બધી વાત જણાવું છું.


થોડા સમય પછી બધાં કોલજમાં પહોંચી જાય છે અને ત્યાં બધા નિશાંત અને મનીષા સાથે થયેલી ઘટના સાંભળી બધાં મિત્રોને દુઃખ થયું હતું. તેને બધાં મિત્રોને છોકરા છોકરી તેને આશ્વાસન આપી રહ્યા હતા અને પોઝટિવ વિચારોવાનુ કહી રહ્યાં હતાં. સમીર ક્લાસ પૂરો કરીને ફરી રહ્યો હતો ત્યારે તે જોવે છે તો નિશાંત અને તેની આજુબાજુ મિત્રો હતાં અને બધાંના મો ઉતરી ગયાં હતાં તે સમયે સમીર કહે છે કે શું કોલેજનું પરીણામ જાહેર થયું કેમ બધાંના ચેહરા ઉતરી ગયાં છે. તેમાં એક મિત્ર કહ્યું કે.. નિશાંત અને મનીષા....(બધી ઘટના કહી) આમ થયું છે..


સમીરને ખૂબ દુઃખ થાય અને નિશાંત પાસે જાય છે અને કહ્યું નિશાંત ચિંતા ના કર હું છું તારી સાથે......


થોડાં સમય બાદ સાંજ થવા આવી હતી તો એક પછી એક મિત્રો પોત પોતાના ઘર તરફ નીકળી છે. કોલેજ પણ બંદ કરીને પટાવાળા પણ ઘરે જઈ રહ્યા છે ત્યારે કોલેજના સિક્યોરિટી ગાર્ડ પણ નિશાંત પાસે આવીને કહ્યુ કે ચાલ ખડે હો જાઓ ચલો ઘર જાઓ અપને...


સમીર કહ્યું ચાલ નિશાંત હવે સાંજ પડી ગઈ છે અને કોલેજ પણ બંદ કરવાની છે તો ચાલ હવે બહાર..


બન્ને મિત્રો બહાર નીકળીને પાર્કિંગ તરફ જાય અને નિશાંત બાઈકની ચાવી સમીરને આપીને કહ્યું તું બાઈક બહાર લઈને આવ. સમીર બાઈક લઈને આવે અને નિશાંત બાઈકમાં બેસી જાય અને કહ્યું ચાલ તારે બસ્ટેન્ડમાં મૂકીને હું ઘરે જતો રહીશ. આજે બન્ને મિત્રો ચૂપ ચાપ હતાં. કોઈ વાતચીત કરતું ના હતું. બસ્ટેન્ડમાંમાં પહોંચી સમીર કહ્યું તું ઘરે પહોંચીને મને ફોન કરજે ચાલ બાય અને હા શાંતિ પુર્વક જજે.


નિશાંત કહ્યું પણ તારી બસ તો ગઈ બીજી આવામાં હજી વાર છે તો હું તને તારા ઘરે મૂકી જવ ચાલ.


સમીર કહ્યું ના ના યાર તું શાંતિ થી ઘરે જા મારી બસ હમણાં જ આવશે.


નિશાંત કહ્યું તો પછી તારી બસ આવે પછી ઘરે નીકળુ ઓક.
સમીર કહ્યું ભાઈ તું નહિ માને ચાલ તું મને લાગે છે કે આજે તારે ઘરે જવું નથી. પણ તું આમ મનીષાની ચિંતા કરવાથી અને આમ જ્યાં ત્યાં બેસીને કોઈ થવાનું નથી તો તું........


આમ સમીર વાતો કરી રહ્યો છે પણ નિશાંત એ બસ્ટેન્ડમાં વિતાવેલી પળો યાદ કરીને હતાશ થઈને બેઠો હતો તેની નજરો સમક્ષ તેની સાથેની યાદોનો ખજાનો ખુલી જાય કેમ કે મનીષા અને નિશાંત બન્ને બસ્ટેન્ડમાં ઘણો સમય વિતાવ્યો હતો. સમીરની બસ આવે છે અને તે ઘરે જવા માટે નીકળે છે અને નિશાંત કહ્યું ભાઈ ચાલ હવે હું ઘરે નીકળું છું પણ તું ઘરે પહોંચીને મને ફોન કરજે બાય અને ચિંતા ના કરતો બધું સારું થશે.....


નિશાંત ઘરે પહોંચી જાય છે, તેના રૂમમાં જાય છે ત્યારે તેનાં ફેમિલી મેમ્બરને તેનું આમ આવું કંઇક અલગ લાગ્યું કેમ કે જે ઘરે આવતાં આખા ઘરને મઝાક મસ્તી કરીને બધાને હેરાન કરતો નિશાંત આજે આવીને કોઈને વાત કયા વગર જ સીધો તેના રૂમમાં જાય અને દરવાજો જોરથી બંદ કરી દે છે.


બીજી બાજુ મનીષાના ઘરે આજનું વાતવરણ કંઇક અલગ જ લાગતું હતું. મનીષા ઘરે આવીને તેના રૂમમાં રડી રડી ને આંખ લાલ થઈ ગઈ હતી તને આજે જમવાનું પણ ના જમ્યું હતું બસ તે હવે શું થશે તેના વિચાર કરી કરીને રડી રહી હતી. થોડાં સમય બાદ મનીષાના પિતાજી ઘરે આવે છે પછી તે જમતાં જમતાં મનીષાની આજની વાત નિરાલી કહી રહી હતી. ત્યારે મનીષાની માં કહ્યું કે એક મોકો તેની વાત રજૂ કરવાનો આપવો જોઈએ. મારી મનીષા કોઈ ખોટું અને પરિવારને દુઃખ લાગે તેવું કોઈ કામ કરે જ નહીં...


પિતાજી જમીને હોલમાં ખુરશી પર બેઠા હતા નિરાલી મનીષાને તેનાં રૂમમાં બોલવા જઈ રહી છે, અને ત્યાં..............


ક્રમશ..


હવે નિશાંત મનીષા આગળ શું કરશે.


શું બન્નેના ફેમિલી તેમનાં સબંધ ને સ્વીકાર કરશે.


આગળ શુ થશે તે તમારાં વિચારો મને કૉમેન્ટ જરૂર જણાવજો


આગળ નો ભાગ થોડો મોડા પ્રકાશિત થશે કેમ કે મારે પરીક્ષા હોવાથી મોડા આવશે. તો આગળનો ભાગ લેટ મૂકીશ.


*વધુ આવતાં અંકે.*..


*to be continued*


*✍🏻મનીષ ઠાકોર*✍🏻