કોલેજ ના દિવસો
પ્રેમની એક ઝલક ભાગ-22
ત્યાં નિશાંતને એક ફોન આવે છે, તે ફોન તેનાં મિત્ર પરેશ કહ્યું તમે જલદી કેમ્પ તરફ પાછાં ફરો કેમ કે સર કહ્યું છે કે મોસમ શાંત થયો છે તો જલ્દી અહી થી નીકળી જવાનું કહ્યું છે ઓક.
નિશાંત મનીષા કેમ્પમાં આવી જાય છે. બધાં લોકો ઘર માટે રવાના થાય છે. રાતે સમયે તે લોકો પહોંચી જાય છે અને સવારે કોલેજમાં એક દિવસ આરામ કરવા માટે રજા રાખવામાં આવે છે.
બીજા દિવસે રોજની જેમ બધા સમયે કોલેજ આવી જાય છે મનીષ એ નિશાંતને શોધે છે, પણ તે કોલેજમાં દેખાતો નથી તે ઘણાં ફોન કરે છે પણ ફોન ના ઉપાડતા તે નિશાંત ના મિત્ર સમીરને કહે છે.
તે સમયે સમીર ફોન કરે છે અને તે ફોન નિશાંત ઉપાડે છે અને કહ્યું કે સમીર હું આજે કોલેજ નહિ આવી શકું કેમ કે આજે મારી તબિયત થોડી ખરાબ થઈ છે, તો તું મનીષાને જો પૂછે તો કહેજે કે નિશાંત આજે પપ્પા સાથે બહાર ગયો છે આ વાત મનીષા પણ સાંભળી રહી હતી,
તે સમયે મનીષા કહ્યું હા નિશાંત તું મને ખબર પડી ગઈ છે તો સાચું કહે તો તને શું થયું છે.
નિશાંત કહ્યું મને તે દિવસે ભીંજાઈ જવાથી થોડી તબિયત લથડી હતી પણ હવે ઠીક છે. બન્ને વાતચીત કરીને મનીષા ક્લાસમાં માં જાય છે અને નિશાંત આરામ કરવા જાય છે.
એક બે દિવસ પછી પણ નિશાંત કોલેજ આવ્યો ન હતો ત્યારે મનીષા અને ક્લાસના મિત્રો સાથે નિશાંતના ઘરે જાય છે. ત્યાં ખબર પડે છે કે નિશાંતને બે દિવસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અને આજે તને ઘરે લાવવામા આવ્યો હતો આ વાત સમીર જાણતો હતો પણ કોઈને ના કહેવા માટે નિશાંત કહ્યું હતું. બધા મિત્રો નિશાંતના રૂમમાં ગોઠવાઈ ગયા હતા પણ મનીષા ગુસ્સાથી સમીર અને બીજાં મિત્રોને જોઇ રહી હતી. થોડાં સમયબાદ બધા એક એક નિશાંતની ખબર પૂછી ઘર માટે રવાના થાય છે. છેલ્લે સમીર અને મનીષા વધે છે.
નિશાંત કહ્યું કે મનીષા તું આવી ત્યારની કોઈ બોલતી નથી.
મનીષા ગુસ્સે થઈ કહ્યું શું બોલું કહેતા જ ગળે શબ્દો નીકળતા નથી અને આંખનાં આંસુ બધું કહી દે છે.
નિશાંત કહ્યું સોરી મનીષા હું તને પરેશાન ના થાય માટે તેને કહેવાની નાં પાડી હતી અને હું તને કોલેજમાં આવી બધું જાણવાનો હતો. આટલું કહી નિશાંત મનીષાનો હાથ પકડે છે અને તને કહે છે મને માફ કરી દે મને તને આમ દુઃખી થઇ જાય મને ખબર ના હતી સોરી મનીષા.....
પછી સમીર અને મનીષા ઘરે જવા નીકળ્યા હતા ત્યારે નિશાંત આંગણા સુધી મુકવા જાય છે.
થોડા દિવસ બાદ નિશાંત કોલેજ આવી જાય છે અને તે રોજની ટેવ મુજબ બસ અને પછી પુસ્તકાલય વગેરે પ્રવુતિ કરતો સાથે મનીષા પણ તેની સાથે રહેતી.
નિશાંત અને મનીષાને કોલેજ ના બેસ્ટ કપલ તરીકે ખ્યાતિ મેળવી હતી. સમયે જવા લાગ્યો પરીક્ષા પાસ કરતાં ગયાં અને સારા પરિણામ સાથે પાસ કરતાં ગયાં.
ફી ક્લાસના સમયે બન્ને ગાઙૅન ફરવા નીકળી જતાં તેમનો પરી શુદ્ધપ્રેમ માં વિરહની વેદનામાં તપીને શુદ્ધ થાય છે. આ પ્રેમની વાતો તેમનાં ઘરે સુધી પહોંચી ગઈ હતી પણ તે સમયે બન્ને સારા મિત્રોનું પ્રમાણ આપીને છટકી જતાં હતાં. બન્ને એકબીજાને સમયેની સાથે વધુ નિકટ આવવા લાગ્યા હતા. તે દરમિયાન નિશાંત મઝાક મઝાકમાં મનીષા કહ્યું કે તું હવે અભ્યાસ પૂરો થવાનો છે તો હવે શું કરે......
મનીષા કહ્યું કેમ આવું પૂછે છે કોઈ કારણ હોય તો જવાબ આપુ.
નિશાંત કહ્યું કોઈ ખાસ નહિ જે લોકો આપણી વાતો ઘરે કરી રહ્યા છે તે વાત આપણે ઘરે વાત કરી લેવી જોઈએ.
મનીષા કહ્યું તારી વાત સાચી પણ તે સમયે આવે ત્યારે વાત કરી લેશું....
કોલેજમાં બન્ને એકબીજાને મળીને ક્લાસમાં જતાં બેસતાં મિત્રો પણ તેમની સાથે ભળી ગયા હતા. થોડાં મહિના બાદ બધાં મિત્રો એક દિવસ ફરવા માટે જવાનું નક્કી કરે છે, પણ તેમાં બધાં છોકરાઓ અને છોકરીઓ હોય છે. મનીષા ના કહે છે પણ પછી તે માની જાય છે. બધાં મિત્રો સવારથી કોલેજના ક્લાસ છોડીને નીકળી જાય છે. બધાં મસ્તી સાથે જઈ રહ્યા હતા. ત્યારે મનીષના પિતાજીએ એક બસમાં જઈ રહ્યા હતાં. તે બસની બારીમાં માંથી જોવે છે ત્યાં જુએ છે તો મનીષા એક છોકરા સાથે બાઈક પર જઈ રહ્યા હતા તે નિશાંત અને મનીષા હતા. આ સમયે મનીષા પિતાજી મનીષાને ફોન કયો અને કહ્યું ક્યાં છે બેટા મારે તારું કામ હતું. તે સમયે મનીષા કહે પપ્પા આજે હું બાર હતી પણ તમે કહો શું કામ હતું પછી વાત કરીને ફોન મૂકી દે છે. બધાં બગીચામાં ફરી ત્યાં મનીષા અને નિશાંત એકબીજાના હાથ પકડીને ચાલી રહ્યા અને વાતચીત કરતાં જાય છે. ત્યારે મનીષાને કોઈ કહીને ભાગી રહી છે અને તેની પાછળ નિશાંત જાય છે અને તેને પકડીને તેની બાહોમાં ભિડાવવી લેશે. બન્ને કુદરતી વાતાવરણ પ્રણયભાવ રંગાઈ રહ્યા હતા. આ બાજુ મનીષાની મોટી બહેન નિરાલી પણ આ બગીચામાં તેની સહેલીઓ સાથે આવી હતી, તે મનીષાને નિશાંત સાથે જોઇને તે ખૂબ ગુસ્સે મનીષા પાસે જાય છે
અને કહે છે કે...........
*વધુ આવતાં અંકે.*..
*to be continued*
*✍🏻મનીષ ઠાકોર✍🏻
*પ્રણય*
https://gujarati.pratilipi.com/user/8r29003ruc?utm_source=android&utm_campaign=myprofile_share