કોલેજ ના દિવસો - પ્રેમ ની એક ઝલક - 10 મનિષ ઠાકોર ,પ્રણય દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

શ્રેણી
શેયર કરો

કોલેજ ના દિવસો - પ્રેમ ની એક ઝલક - 10

*કોલેજ ના દિવસો*

*પ્રેમ ની એક ઝલક ભાગ-10*

તે સમયે પૂજા એ નિશાંત પાસે આવે છે. ને કહે છે કે નિશાંત નિરાલી ને બહુ જ થાક લાગ્યો છે, માટે નિરાલી હવે ઘરે જવા માટે મનીષા ને લઈ ગઈ છે. નિશાંત તે સમયે જે ગભરાટ હતી તે ઓછી થાય છે. નિશાંત અને પૂજા પણ હવે સુવા ચાલ્યો જાય છે ત્યારે નિશાંત એ પૂજાને બાય કહીને અગાશી પર જતો રહે છે. પૂજા પણ તેનાં રૂમમાં જતી રહે છે. પછી સવારે નિશાંત વહેલા ને વિજય ને ફોન કરે ને કહેશે વિજય હું ઘરે નીકળ્યો છું મારે તત્કાલીન કામ છે. ને હું તને જાણવાનો હતો પણ તું સુતો હતો માટે હું તારા પપ્પા ને કહી ને આયો છું. પછી વિજય કહે છે તો લગ્નમાં નહિ આવે.ત્યારે નિશાંત કહે છે કે હું બને એટલો વહેલો આવીશ,....પછી ફોંન મૂકી દે છે.

આ બાજુ મનીષાને પૂજા વિજયની પાસે જાય છે. અને તેનાં લગ્ન માટે ની શુભેચ્છાઓ પાઠવી છે. પછી મનીષાએ નિશાંત વિશે કહે છે પણ વિજય જવાબ આપે તે પહેલાં વિજય ના મિત્રો તેની સાથે લઈ જાય છે. આ બાજુ મનીષા એ અગાશી પર જાય છે. પણ ત્યાં પણ કોઈ હોતું નથી. પાછળ પૂજા આવી ને મનીષા ની સાથે મઝાક કરતી હોય છે. તે સમયે નિરાલી પણ આવે છે ને કહે છે ચાલો વિજયની જાન હવે નીકળી રહી છે. આ બાજુ મનીષા એ નિશાંત ને ફોન કરે છે, તે સમયે મનીષા ના પપ્પા અને મમ્મી પછી મનીષા કારમાં બેસીવા બોલાવે છે ત્યારે મનીષા એ પૂજા સાથે બીજી કાર માં જવાનું કહે છે.

પછી મનીષા ની ફેમિલી જતી રહે છે. નિશાંત નો ફોન બંધ આવતો હોય છે. પછી મનીષા વિજય ને ફોન કરીને નિશાંત ની બધી વાત જાણીલે છે. પછી થોડી ઉદાસ થઈ જાય છે. પછી તે વિજય ના ઘરે થોડાં સમય માટે રોકાય છે ને નિશાંત ની આવની રાહ જોઈ રહી હતી. તે સમયે પૂજા કહે છે કે ચાલ મની હવે સમય નથી નિશાંત કોઈક ની સાથે આવી જશે. પછી પૂજા ને મનીષા કારમાં બેસીને જાય છે. પણ મનીષા ચહેરાં પણ ઉદાસ થઈ ગયો હતો તે જોઈને પૂજા મનીષા ને કહે છે કે કદાચ નિશાંત પોચી ગયો હોય પણ ફોન ની બેટરી ડાઉન થઈ ગઈ હશે માટે ફોન બંધ આવતો હશે. આમ વાતચીત કરતાં કરતા તેઓ વિજય ના લગ્ન સ્થળે પહોંચી જાય છે. પણ નિશાંત કયાં દેખાતો ન હતો. તે સમયે એક છોકરો દૂર તેનાં મિત્રો સાથે નાચી રહ્યો હતો. મનીષા , ત્યાં જાય છે ત્યારે તે જોવે છે તો તે નિશાંત હોય છે. પછી મનીષા અને નિશાંતને દૂર લઈ જાય છે. પછી જણાવે છે કે નિશાંત તું મારો ફોન કેમ ના ઉપડયો. પછી નિશાંત તેનું કારણ જણાવે છે, પછી નિશાંત મનીષા એને પૂજા બધા લગ્નમાં ખૂબ મજા કરે છે. પછી છેલ્લે મનીષા ને નિશાંત વિજય ના ઘરેથી છૂટા પડે છે.

થોડાં દિવસો બાદ કોલેજ શરૂ થવાની હતી ત્યારે નિશાંત એ મનીષાને ફોન કરે છે, ને તેમના પરિણામ વિશેની વાતો કરતાં હોય છે. ને કહે છે હવે એડમિશન લેવાની વાત કરીને પછી ફોન મૂકી દે છે. પછી એક અઠવાડિયા કોલેજ શરૂ થાય છે. પછી કોલેજ માં નિશાંત તેનાં કલાસમાં મિત્રો સાથે ક્લાસ માં વાતચીત કરી રહ્યો હતો, ત્યારે મનીષા કલાસમાં પ્રવેશ કરે છે, ને તે એટલી બધી ઉત્સુકતાથી આવી ને નિશાંતને તે ભેટી પડે છે. આ દ્રશ્ય આખો કલાસ જોઈ રહયો હતો ત્યારે નિશાંત મનીષા ને કહે તે પહેલાં મનીષા તેને શુભેચ્છા પાઠવે છે. પછી મનીષા ને ખબર પડે છે કે તે આખા કલાસ વચ્ચે નિશાંતને તે ભેટી પડી હતી ત્યારે તે શરમાઈ ને તેની સહેલી સાથે બીજાં ક્લાસ માંથી બહાર નીકળી હતી. તે સમયે નિશાંત પાછો આવી ને કહે છે કે તે મને કંઈ વાત પર શુભેચ્છા પાઠવી હતી. ત્યારે મનીષા નિશાંત ને જણાવે છે કે નિશાંત હું તારું પરિણામ જોઈને આવીશું તું આખી કોલેજ માં પ્રથમ નંબરે પાસ થયો છે. આ વાત સાંભળી ને નિશાંત પણ મનીષા ને..........

*વધું આવતાં અંકે*
*to continue*
✍? *મનીષ ઠાકોર*✍?