Collage na divaso - Prem ni ek zalak - 4 books and stories free download online pdf in Gujarati

કોલેજ ના દિવસો - પ્રેમ ની એક ઝલક ભાગ - 4

*કૉલેજ નાં દિવસો*

*પ્રેમ ની એક ઝલક* *ભાગ 4*

પછી નિશાંત ને એક ફોન આવે છે તે ફોન તેના ભાઈ નો હોય છે. તે કહે છે. કેમ આજે મોડું થયું છે ત્યારે નિશાંત તેને જણાવે છે. કે આજે લાસ્ટ પેપર ને કોલેજ નો છેલ્લો દિવસ હતો માટે હું મારા મિત્રો સાથે હતો. પછી કહે છે. હું ઘરે જ આવું છું બસ આવે એટલે ને ફોન પછી નિશાંત ને ફોન મૂકી દીધો. પછી બસ આવે છે. ને ત્યારે નિશાંત તે બસ માં બેસી જાય છે. ને ત્યારે બાદ નિશાંત ઘરે પહોંચી જાય છે. અને ફેમીલી સાથે મળીને જમવા બેસે છે. ને જમ્યા બાદ તે તેના રૂમ માં જાય છે. તે સમયે તેના એક મિત્ર નો ફોન આવ્યો તે કહે છે કે તું આપરી બેઠક ની જગ્યા બધાં મિત્રો તારી રાહ જોવે છે. પછી નિશાંત એ તેના મિત્રો પાસે જાય છે ને ત્યારે તેના મિત્રો તેને એક્ઝામ કેવી રહી તેના વિશે એક બીજા ને વાતો કરે છે. પછી ત્યાર પછી નિશાંત ના મિત્રો વેકેશન માં શું કરીશું તે વિશે ચર્ચા કરતાં હોય છે. પણ નિશાંત એ તો મનીષા ને આપેલી ઘડિયાળ સામે જોઈ રહ્યો છે ને મન માં ને મન માં હસતો જાય છે. તેના મિત્રો તેને પૂછે છે કે તારે વેકેશન માં શું કરવું છે ને ત્યારે નિશાંત જણાવે છે કે હું તો હાલ કોઈ નક્કી કર્યું નથી. તો એક મિત કહે છે કે આપરે કોઈ જગ્યાએ ફરવા નીકળી જવું છે. તો એક મિત્ર કહે કે હું તો કોઈ જોબ કરવી છે. એમ બધાં મિત્રો એકબીજા ના વિચારો રજૂ કરવા હતાં. આ બાજુ મનીષા એ તો તેની ફેમિલી સાથે મળીને બધાં ટેલિવિઝન માં કોઈ મૂવી જોઈ રહ્યો છે. ત્યારે મનીષા એ નિશાંત તે આપેલી બુક ને યાદ આવે છે. ને પછી તેના રૂમ માં જાય છે. અને નિશાંત તે આપેલી બુક ને વાચવાનું માટે એક બુક લે ને વાચે છે. આ બાજુ નિશાંત એ મિત્રો થી છૂટા પડી ને ઘરે આવે છે. ત્યાર બાદ નિશાંત તેના રૂમ માં આવી ને જે બુક લાવીને છે. તેમાંથી એક ઇંગલિશ લેખક ની આત્મકથા ની બુક વાંચે છે. પણ તેમાં આવતાં પ્રસંગો ને તે અનુભવ તો હોય તેવું તેને લાગે છે. પછી નિશાંત ને મનીષા વચ્ચે ના પ્રસંગ યાદ કરે છે. ને પછી તે બુક ને અધુરી મૂકી ને સુવા ચાલ્યો જાય છે. આ બાજુ મનીષા પણ જે બુક વાચે છે તે પણ સુંદર પ્રણયભાવ વારી વાર્તા ની બુક હોય છે. પછી મનીષા પણ એક વાર્તા વાચી ને સુવા માટે ચાલી જાય છે. આવું રોજબરોજ થતુ હતુ. પણ બને મિત્રો એક બીજા બવ યાદ કરતાં હતાં. થોડાં દિવસો પછી નિશાંત એ મનીષા ને વાત કરવી હોય છે. પણ તેની પાસે મનીષા નો નંબર ના હતો. આ બાજુ મનીષા ને પણ નિશાંત ની વાત કરવી હતી પણ તે ફોન કરતાં પહેલાં વિચારતી કે ફોન કરું કે નહિ. પછી મનીષા એ થોડાં દિવસો પછી એક દિવસ નિશાંત ને ફોન કરે છે. પણ નિશાંત નો ફોન કોઈ ઉપાડ્યો તું નહિ પણ મનીષા બે થી ચાર વાર પ્રયત્ન કરે છે પણ કોઈ જવાબ આપ્યો નહિ. પછી મનીષા વિચારે છે. કે તે કોઈ કામ માં વ્યસ્ત હસે માટે ફોન માં જવાબ નહિ આપતો.
થોડાં સમય પછી નિશાંત તેના મિત્રો સાથે હતો પછી તે ઘરે આવે છે. ને ફોન માં જે મિસકોલ ના મેસેજ જોવે છે. પછી તરત પાછો કોલ કરે છે. પણ નંબર નવો હોવાથી તે ફોન પર ફોન કરે છે. પછી મનીષા નો ફોન એક છોકરી બોલે છે તે મનીષા ની બેન હોય છે. તે ફોન ને ઉપાડે છે ને નિશાંત કહે છે કે તમે મને થોડાં સમય પહેલાં કોલ કરો હતો. ત્યારે મનીષા ની બેન ફોન ઉપાડ્યો અને કહે છે મારી બેન નો ફોન છે તેને ખબર હું હાલ બહાર થી આવી છું મારી બેન આવે તો હું કોલ કરાવીશ પછી ફોન મૂકી દે છે. ત્યાર બાદ નિશાંત તે વિચારે છે કે કોનો કોલ હસે. પછી મન માં વિચારે છે કે મનીષા નો હસે તો પછી જાતે કહે છે કે મારો નંબર મનીષા પાસે નહિ તો કોન હસે. પછી તે નિશાંત કોઈ ભૂલ થી કોલ આવ્યો હસે એવું માની ને ફરી કોલ કરતો નથી. સાંજ ના સમયે ફરી એજ નબર પર કોલ આવે છે ને નિશાંત કોલ ઉપાડે છે ને સામે થી એક છોકરી ના સ્વર માં અવાજ આવે છે કે તમે નિશાંત બોલો છો. ત્યારે નિશાંત કહે છે કે હા હું નિશાંત બોલું છું. થોડો સમય કોઈ અવાજ આવતો નથી પછી મનીષા બોલે છે કે હું મનીષા બોલું છું. ત્યારે નિશાંત ને તો જાણે કોઈ વર્ષો બાદ કોઈ ને મળીયા હોય તેવું લાગતું હતું. પછી નિશાંત ને મનીષા બન્ને એક બીજા ની ખબર ને બીજી ગણી વાતો કરતા હોય છે. પણ નિશાંત એ મનીષા ને કહે છે કે મે તેને મારો નંબર આપ્યો નહિ કે ના મે તારો નંબર લીધો તો તને મારો નંબર કેવી રીતે મળ્યો. *ત્યારે મનીષા જણાવે છે કે ...........*

*વધુ આવતાં અંકે*
*To be continue*
✍? *મનીષ ઠાકોર*✍?


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED