Birthday Gift books and stories free download online pdf in Gujarati

બર્થડે ગિફ્ટ


વરુણ અને રૂચી છેલ્લા બે વર્ષ થી એક મેક ના ગાઢ પ્રેમ માં .વરુણ પરિણીત અને એક બાળકી નો પિતા.
રૂચી સાથે બેંક માં જોબ કરે.
સમય સંજોગો એ બંને ને એકબીજા ની નજીક લાવી દીધ રૂચી નો રમતિયાળ સ્વભાવ વરુણ ના મન માં ક્યારે વસી ગયો વરુણ ને ખબર જ ના રહી તેવી જ રીતે વરુણ નો સહજ અને સરળ સ્વભાવ માં રૂચી ક્યારે તણાઈ ગઈ એની એને પણ ભાન ન રહી.
રૂચી ને ગાઢ પ્રેમ કરતો વરુણ પોતાના પરિવાર પ્રત્યે પણ પૂરી નિષ્ઠા ધરાવતો, રૂચી પણ તેને ક્યારેય પોતાની આ જવાબદારી નિભાવવા માં રોકતી નહિ. બંને હમેશા સાંજે મળી ને અલક મલક ની વાતો કરતા.રૂચી ની મસ્તી મઝાક અને વાતો વરુણ ના પુરા દિવસ ના થાક ને ઉતારી જતી છેલ્લા એક મહિના થી રૂચી એ એક જીદ પકડી હતી.
વરુણ છેલ્લા બે વર્ષ દરમિયાન મને એક એવી સવાર નહિ મળી કે જેની પાછલી પુરી રાત તું મારી સાથે હોય. વરુણ હસતો અને કહેતો આખો દિવસ બેંક માં તારી સામે જ હોઉં છું તો ય ધરાતી કેમ નહિ હે,,,,??????? રૂચી કહેતી જો વરુણ મારા આ બર્થ ડે માં મને એ જ ગીફ્ટ જોઈએ 25 ઓક્ટોબર હું સવારે આંખ ખોલું અને સૌથી પહેલો તારો જ ચેહરો જોઉં બસ ધેટ્સ ઓલ....!!!!!! વરુણે હસી ને એજ જવાબ આપ્યો "જોઈએ ".
રૂચી ઘણી વખત કહેતી વરુણ તું સાચે જ મને પ્રેમ કરે છે ને???વરુણ કોઈ જ જવાબ ના આપતો ખાલી હસતો,,રૂચિ એની આ વાત થી બહુ ચિડાઈ જતી. અને વરુણ વધુ હસતો.

25 ઓક્ટોબર સવાર ના પાંચ વાગે હોસ્પિટલ ના આઈ સી યુ માં નર્સે બહાર આવી ને કહ્યું "રૂચી ને ધીમું ધીમું ભાન આવી રહ્યું છે, તમે લોકો મળી શકો છો," રૂચી ના માતા પિતા અને ભાઈ સાથે વરુણે પણ વોર્ડ તરફ જવા પગ ઉપાડ્યા, વરુણ રૂચી ની સાવ બાજુમાં આવી ને ઉભો રહી ગયો. રૂચી એ ધીમે ધીમે આંખ ખોલી પહેલી નજર વરુણ પર પડી રૂચી ની આંખમાં થી હળવા આંસુ ટપકી પડ્યા બધા સામે એક નજર ફેરવી અને વરુણ સામે હાથ લંબાવ્યો, વરુણે રૂચી નો હાથ પોતાના હાથ માં લઇ ધીમો દબાવ્યો, ઓક્સીજન માસ્ક માં થી રૂચી કંઇક બબડી, વરુણ સમજી ગયો એની આંખ માં પણ આંસુ આવી ગયા બંને ની નજર એકબીજાને જોઈ રહી હતી.

હજી ગઈકાલ સાંજ સુધી રૂચી ની આંખ માં જે મસ્તી અને તોફાન હતું એ આંખો આજે જાણે સાવ જુદી હતી વરુણ રૂચી ને ઘણી વાર કહેતો મને મળવા ની ઉતાવળ માં તું તારું એકટીવા બહુ ફાસ્ટ ચલાવી જાય છે.અને રૂચી હસીને કહેતી " તને મળવાનો મને જે સમય મળે છે એમાં હું પાંચ મિનીટ ની પણ બાંધછોડ કરવા માંગતી નથી"
અને એ જ થયું,,,,,,,,,,,,,,,,,,,,
બેંક થી છૂટી રોજ ના ક્રમ મુજબ વરુણ અને રૂચી મળવા ભેગા થવાના હતા, પહોંચવાની ઉતાવળે રૂચી નો અકસ્માત થયો, માથા માં ગંભીર ઈજા થતા બચવાની શક્યતા ઓ નહિવત હતી. વરુણ રૂચિ ની રાહ જોઈ રહ્યો હતો કાયમ પહેલા પહોંચતી રૂચિ આજ કેમ હજી નહીં આવી હોય?આ વિચાર એના મનમાં આવ્યો ત્યાંજ એના ફોન માં રૂચીના મોબાઇલ માંથી કોલ આવ્યો.
અકસ્માત ની જગ્યા રૂચિ ના ફોન માંથી લાસ્ટ ડાયલ કરેલા નંબર ને ડાયલ કરી કોઈ રાહદારી એ રૂચિ ના અકસ્માત ના સમાચાર વરુણ ને આપ્યા. રૂચિ ને સિટીહોસ્પિટલ લઈ જવામાં આવી.પણ ફરજ પરના ડોક્ટર સિટીસ્કેન કરી કહ્યું કે કાલ સવાર પડે તો પણ ઘણું ...

એક એક કલાક પસાર થઈ રહ્યો હતો .રૂચિ ના ફેમિલી વાળા હિસ્પિટલ આવી ગયા હતા. બધા ના જીવ રૂચિ ના શ્વાસ માં અટવાય ગયા હતા. વરુણ રૂચિ અને એના પરિવાર સાથે આખી રાત હોસ્પિટલ જ રહ્યો.લગભગ પુરી રાત એ રૂચિ ની બાજુ માંજ બેસી રહ્યો હતો. ડોક્ટર ના કહેવાથી વરુણ વોર્ડ ની બહાર આવી બાંકડા પર બેસી ગયો હતો. આજ એને રૂચિ ને એક સેકન્ડ માટે પણ છોડવાનું મન થતું નહોતું.

રૂચિની સામું જોતો વિચારો માં ખોવાયેલો વરુણ મનોમન રૂચિ ને કહેતો હતો ' એ રૂચિ જો ને હું પુરી રાત થી તારી સાથે જ હતો. તું કહેતી હતી ને કે એક રાત તો મારી સાથે વિતાવ.'... રૂચિ પણ વરુણની આંખોની ભાષા સમજાતી હતી. કે વરુણ શું કહી રહ્યો છે. રૂચિ ની આંખો માં પણ અફાટ અમાપ પ્રેમ છલકાઈ રહ્યો હતો.

રૂચી ની પલ્સ જઈ રહી છે"
ડોક્ટર નું વાક્ય વરુણ ના વિચારો ને ભંગ કરી ગયું. રૂચીની આંખો ધીમે ધીમે સ્થિર થઈ રહી હતી. બંને ની નજર એકમેક માં જ હતી. શાંતિ હતી, શ્વાસ હતો,વિશ્વાસ હતો અને જાણે ખુબ ધરાઈ ને વાતો કરી લીધી હોય એવો સંતોષ રૂચી ની આંખો માં બતાવા લાગ્યો.
રૂચી ની આંખો વરુણના ચેહરા પર સ્થિર થઇ ગઈ. અને વરુણ ની જિંદગી સ્થિર થઇ ગઈ.
રૂચી ના માતા પિતા અને ભાઈ ના કરુણ આક્રંદ થી આઈ સી યુ ગાજી ઉઠ્યું.
વરુણે નીચે નમી ધીમે થી રૂચી ના કપાળ પર હળવું ચુંબન કરી કહ્યું,

''હેપ્પી બર્થડે, માય લવ, માય લાઈફ."
વિરાજ પંડ્યા


બીજા રસપ્રદ વિકલ્પો