અનાહિતા Viraj Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનાહિતા


એ રાત જેવી જ આજની શિયાળાની ગાત્રો થીજવી નાખે એવી ઠંડી રાત હતી. ગઢવી સાહેબ પેટ્રોલિંગ માં હતા. ખુશીને ગયા આજ એક પાક્કું વરસ થઈ ગયું હતું. ખુશી ક્યાંથી આવી ક્યાં ખોવાઈ ગઈ. અચાનક જીવનમાં આવી ચડેલી છોકરી,ના કોઈ નામ ના સરનામુ, નથી કોઈ ફોન નંબર,માત્ર દસ પંદર દિવસ ની વાત અને બંધાયેલી કૂણી લાગણી બસ. , હવે તો ખુશી કોઈ સોશિયલ સાઇટ પર પણ નથી. ગઢવી સાહેબ ને હજી યાદ છે એ છેલ્લી વાત જેમાં રાતે ખુશી સાથે એ જોડાયા હતા. અને વાત વાત નાં મજાકને મસ્તીના વિષયમાં ખુશી કોઈ વાતની જીદ લઈ ક્યાં ચાલી ગઈ કશી જ ખબર નથી.
એ રાતે નાવોજ વિષય લઈ ને ખુશી વાતો કરવા આવી હતી. વાત નો વિષય હતો. 'પોતાને દીકરી હોતતો એનું નામ શું રાખત.' ફોન ના સામાં છેડે ગઢવી સાહેબે તો બસ એક પછી એક નામ બોલવાના હતા. ખુશી દરેક બોલતા નામે નકાર નો ઉદગાર કાઢી હસતી. હવે ગઢવી સાહેબ બોલ્યા 'તમે જ કહી દો કે જો તમારે દીકરી હોય તો શું નામ રાખેત.'

નાઈટ પેટ્રોલિંગ દરમિયાન ખુશી ગઢવી સર સાથે અલકમલકની વાતો કર્યા કરતી, સર સર કરી એ નવું નવું પૂછ્યા કરતી સામે ગઢવી સાહેબ પોતાની ફરજમાં જરા પણ ચૂક ના થાય એમ એને અનુકૂળતા એ જવાબ આપતા. પોલીસ ખાતા માં લગભગ ચોવીસ એક વરસ વિતાવ્યા પછી પડછાયાને જોઈ માણસ ની જાત ઓળખી કાઢે એવા અનુભવી ગઢવી સાહેબ. ઉંચા , પોહોળી છાતી રંગે ઉજળા, મૂછો તાવ દેવાય એવી , એમની આંખો જોઈ કોઈ અપરાધી પોતાનો અપરાધ પૂછ્યા પહેલાજ કબુલ કરી લે એવું રૂઆબદર વ્યક્તિવ.જેટલા કડક એટલાજ નરમ દિલ પણ. નિખાલસ મન , માણસાઈથી ભરેલા લાગણીશીલ ગઢવી સાહેબ ખુશીને અચાનક જ મળી ગયેલા. ખુબજ ધીરગંભીર એવા. સાહેબ નો બધો થાક ખુશી ની વાતો થી ઉતરી જતો. પણ ખુશી માટે લેશમાત્ર પણ ખરાબ વિચાર મનમાં નહી. હૃદય થી મિત્ર માનતા. તેઓ ખુશી સાથે કાયમ વાત કરતા તો પણ માનાર્થે.ખુશી પણ એના સર ક્યારે આવે કામ પતાવીને અને વાત કરે એ રાહે રહેતી. ખુશી ને પણ સામું સર માટે એટલુંજ માન હતું.
એ રાતેનો ખુશી નો વિષય હતો 'દિકરી નું નામ શું પાડવું જોવે?' એના સર જુદા જુદા નામ કહેતા હતા.

અને આજ એ છેલ્લી વાત ને એક વરસ વીતી ચૂક્યું હતું.

આજે:
ગામડા ગામ નો વિસ્તાર છે. કોઈ અવર જવર નથી.દૂર કુતરાનો રોવાનો આવાજ રાત ને વધુ બિહામણી બનાવતો હતો. સાહેબ સાથે ગાડી માં કોન્સ્ટેબલ અશોક છે. 'સાહેબ આજ કાં સાવ ચૂપ છો'? અશોક પૂછે છે. ગઢવી સાહેબને વિચારોની તંદ્રા તૂટે છે.'કશું નહીં ભાઈ આજ કોઈ ને ગયા એક વરસ થઈ ગયું'. અશોક સાહેબે કરતા ઉંમર માં નાનો છે. સાહેબ ના સ્વભાવથી પરિચિત છે. 'માફ કરજો પણ કોઇ મિત્રની જ યાદ માં છો ને'? અશોક સાહેબને હળવેકથી પૂછી લે છે. સાહેબ મુંછો માં હસી એક ઊંડો શ્વાસ લઈ ધીમેથી હસે છે. અને પોતાનો ફોન હાથમાં લઇ ખુશીનો ફોટો અશોક ને બતાવે છે. ખબર નહીં ક્યાં રિસાઈ ને જતી રહી. સાહેબ એના ગામ જઇ શોધીના શકાય?. ગઢવી સાહેબ 'ના ભાઈ મને તો એ પણ નથી ખબર એ ક્યાં ગામ ની છે.કે હતી.જે સોશિયલ સાઇટ પર એ મળી ત્યાં જ એ ફોન કરતી, એનો ફોન નંબર પણ નથી. માત્ર દર પંદર દિવસ ની વાતચીત માં મન મોહી લીધું છે ભાઈ.' 'બસ એ જે રીતે રડી ને રિસાઈ ને ગઈ એ દુઃખ છે બાકી કશું નહીં. એ નહોતી મારી જૂની કોઈ દોસ્ત, નહીં મારી પ્રેમિકા, નથી હું એને ક્યારેય મળ્યો. પણ એની વાતો માં જાદુ હતું શબ્દોમાં ભોળપણ. ખબર નહીં પણ આજ એ કેમ બહુજ યાદ આવી રહી છે. એના જવાથી આમ જુઓ તો કઈ ફેર પડ્યો નથી. પણ આજ એ યાદ શું કામ આવે છે એ નથી સમજાતું. બસ એ જ્યાં હોય ખુશ હોય હેમખેમ હોય'.
ગઢવી સાહેબ આજ ખુશી માં ખોવાઈ ગયા હતા. અશોક સાંભળી અને સાથે સમજી પણ રહ્યો હતો. ગઢવી સાહેબ અશોક ને એજ સવાલ કર્યો જે ખુશી એ રાતે એમને પોતાને કર્યો હતો.કે જો પોતાને દીકરી હોય તો શું નામ રાખે?
'ચાલ અશોક બોલ દિકરી નું નામ શું હોવું જોઈએ'. અશોક એક પછી એક એ રાતે ગઢવી સાહેબે બોલતા એ નામ બોલતો જાય છે. સાહેબ ખુશી ની જેમ જ હસી ને ના કહેતા જાય છે. 'હજુ કંઈક નવું નામ બોલ, જે સાવ નવું હોય કોઈ એ બહુ રાખ્યું જ ન હોય.' અશોક બહુ બધા નામ બોલ્યો. 'સાહેબ તમે જ કહી દયો ને ખુશી ને કયું નામ ગમતું'?

''અને ખુશી નો અવાજ આભાસ થઈ કાને અથડાયો 'જો સર તમને નામ કહું છું પણ તમારે આ કોઈ ને કહેવાનું નથી. હો ને'??''

અચાનક અશોક પી. સી .આર. વેન ને બ્રેક મારે છે.
દૂર કોઈ બાળકના રડવાનો આવાજ આવ્યો હોય એવું લાગ્યું. બંને ના કાન સહેજ સરવા થાય છે. સાહેબે જીપનું એન્જીન બંધ કરાવી સહેજ ધ્યાનથી એ દિશા ભણી કાન માંડયા. નક્કી બાળક ના રોવાનો જ અવાજ હતો.
અશોક અને ગઢવી સાહેબ બંને ગાડી માંથી નીચે ઉતરે છે. આસપાસ ઝાડી ઝાંખરા છે. અવાજની દિશા તરફ બંને આગળ વધે છે. મોબાઈલની ટોર્ચ થી બંને આબુબાજુ જુએ છે. આવાજ આજ કાંટા વાળી ઝાડી માંથી આવે છે. વાંકા વળી જોતા કોઈ નવજાત શિશુ ત્યાં કોઈ મૂકી ગયું હશે એ સમજાય ગયું.
જલ્દી થી સાહેબ પોતાના મજબૂત હાથ કાંટા વચ્ચે નાખીએ કુમળા ફૂલ ને હળવેકથી ઉપાડે છે. કોઈ નવજાત બાળકી છે. નાની પાતળી શાલ જેવા ગાભામાં વીંટાળી કોઈ મૂકી ગયું હતું. રામ જાણે? અશોક બોલે છે. 'આવી ઠંડી માં કોણ આને અહીં મૂકી ગયું હશે?' આસપાસ કોઈ ને ગોતવાનો કોઈ અર્થ ના હતો. ગઢવી સાહેબ અને અશોક બાળકી ને હોસ્પિટલ લઈ ને આવે છે.
લગભગ સવાર પડવા આવી છે હોસ્પિટલમાં ફરજ પર નર્સ અને ડોક્ટર બાળકીને તપાસે છે. જરૂરી કાગળિયા બનાવવા માટે નર્સ ગઢવી સાહેબ ને જ પૂછે છે ,'સાહેબ તમે જ આને અહીં લાવ્યા છો તો બોલો આનું નામ શું રાખશું?'
ગઢવી સાહેબ અશોક સામુ જુવે છે મનમાં થોડી ગડમથલ ચાલે છે. એ રાત ખુશી સાહેબ ને પોતાની દીકરી હોય તો શું નામ રાખવું એ પૂછતી હતી.અને અંતમાં એણે પોતાનું ગમતું નામ સાહેબ ને એ શરતે કીધું હતું કે કોઈપણ આ નામ કહેતા નહીં જો બાળકી આવશે તો હું નામ રાખીશ. આજે અશોક પણ એ નામ પૂછતો હતો. તો પણ, સાહેબ બોલ્યા નહીં. અને હવે આ નર્સ પણ બાળકીનું નામ પૂછી રહી છે. કેટલો બધો જ કુદરતનો ચમત્કાર છે. સાહેબ ને ધીમે ધીમે હવે સમજાય છે કે કેમ ?આજે ખુશી બહુ યાદ આવી રહી હતી. અશોક ગઢવી સાહેબ ને પૂછે છે સર....
અને સાહેબ વિચારોને તંદ્રામાંથી બહાર આવે છે. ગઢવી સાહેબ નર્સ સામુ જુવે છે. અશોક સામુ જુવે છે. અશોક સાહેબ ના મનમાં ચાલી રહેલી ગડમથલ સમજી જાય છે એ સાહેબ ને પૂછે છે 'બોલો સાહેબ આ બાળકીનું નામ શું રાખશું?' સાહેબ બાળકી સામુ જુવે છે એને હાથ માં લે છે. અને સાહેબના મોઢામાંથી એક નામ નીકળે છે 'અનાહિતા.'વિરાજ પંડ્યા.