Troubled by habit books and stories free download online pdf in Gujarati

આદત સે પરેશાન

आदत अच्छी हो तो इबादत बन जाती है।

જીવન પ્રત્યેક ક્ષણ બદલાતું રહે છે. જીવનની કોઈ પણ બાબત એવી નથી જે સતત એક સરખી ચાલતી હોય. તમે રોજ એકજ સરખી સવાર જોતા હશો. પરંતુ આમાં પણ તમને કાયમ કશું એકસરખું નહીં લાગે. રોજ કંઈક નિરાલું લાગશે. આનો અર્થ સીધો એ થયો કુદરત નિયમિત છે. પણ તે કોઈ બાબત કરવા માટે ટેવાયેલી નથી. દરરોજ એક જ ઘટના ક્રમ હોવા છતાંય ક્યાંય તમને કુદરતનું કોઈ કાર્ય એકસરખું રિપીટ થતું હશે એવું નહીં લાગે.દરરોજ એમાં નવીનતા લાગશે. અને આ જ કુદરતનો એક અભિન્ન હિસ્સો એટલે કે આપણે માણસ જાત સતત કોઈને કોઈ આદતમાં બંધાતી જતી હોઈએ છીએ. આપણે જે કાર્ય વારંવાર કરીએ છીએ અને જે એક જ સરખી રીતે કરીએ છીએ એ લાંબા ગાળે એક આદત માં રૂપાંતરિત થઇ જતું હોય છે.

આ આદત છે શું? માત્ર એક બંધન.

આપણે આપણી જાતને કોઈ એક ઘટના ક્રમમાં બાંધી દીધી હોય છે. એ જ પ્રમાણે આપણે સતત વર્તન કરતા હોઈએ છીએ. સામાન્ય કામોમાં આપણે ટેવાયેલા હોઈએ છીએ કે એ તો આપણી રોજબરોજની જિંદગીમાં આવી જતા હોય છે. પરંતુ અહીં અમુક ચોક્કસ કામ, અમુક ચોક્કસ પ્રવૃત્તિ, આપણે જીવનમાં હાથે કરીને ઊભી કરેલી હોય છે. જેને કરવા માટે દિવસેને દિવસે આપણે અંદર ગુંચવાતા જતા હોઇએ છીએ. આ આપણી આદત બની જતી હોય છે.

માણસ આમ જુઓ તો અદતોથી ઘેરાયેલું પ્રાણી છે. તમારી કોઈ પણ આદત જ્યાં સુધી તમને કોઈ માનસિક હાનિ ન પહોંચાડે ત્યાં સુધી કશો જ વાંધો નથી.

ઘણીખરી તમારી એવી આદત હોય છે, કે જે સાવ સાત્વિક હોય છે. જેમકે તમે દરરોજ મંદિર જતા હો આ ત્યાં સુધી કંઈજ નુકશાન કારક નથી જ્યાં સુધી આ માત્ર શ્રદ્ધાનો વિષય હોય, પરંતુ જ્યારે તમે ના જઇ શકો એવા સંજોગો હોય અને ત્યારે તમે ગમે તેમ કરીને મંદિર તો જવું જ પડે. આવી કોઈ માનસિક જડતાથી ઘેરાવા લાગો. ત્યારે ઈશ્વર મંદિર એ બધું શ્રદ્ધામાંથી અંધશ્રદ્ધા તરફ અને ભાવમાં થી ડર તરફ પ્રયાણ કરતું હોય છે. પછી મંદિર જવું એ માત્ર એક યાંત્રિક પ્રક્રિયાના ભાગરૂપે હોય છે. ત્યાં કોઈ ભાવ કે શ્રદ્ધા રહેતી નથી. માટે આપણે કોઈપણ આદતને એટલી હદ સુધી ના લઇ જવી કે એ સાત્વિક બિનહાનિકરક હોય એમાંથી એ એક માનસિક જડ વળગણ ના સ્વરૂપે ઘર કરી બેસે. 

માટે જેટલા આપણે આપણી અમુક આદતોમાં ગુંચાતા જઈએ છીએ એટલા જ આપણે આપણા જીવનમાં બંધ થતા જઈએ છીએ.

જીવન એક વહેતું ઝરણું છે. એના પ્રવાહમાં આપણે સતત વહેતા રહીએ છીએ. એક ઉર્જા અનુભવતા હોઇએ છીએ. પરંતુ અમુક નકામી આદતના કારણે આપણે આપણા હસતા ખીલતા જીવનને બંધ કરી દેતા હોઈએ છીએ. અને પછી આપણે શૂન્યમન્સકય ની જેમ બેસી રહેતા હોઈએ છીએ. નકારાત્મકતા આપણને ઘેરી વળે છે કોઈપણ કામમાં આપણી રુચિ લાગતી નથી જ્યાં સુધી આપણે આપણા નક્કી કરેલા કામને કરીએ નહીં ત્યાં સુધી એક બેચેની આપણને રહેતી હોય છે. આમ ધીમે ધીમે જીવન બંધ પાણીની જેમ કોહવાતું જાય છે.

જીવનમાં કોઈ વ્યક્તિની લાગણી, પ્રેમ,હૂંફ એ એક મીઠું બંધન છે. કોઈ ને સતત ચાહવું એ પણ એક આદત જ કહેવાય. પણ આ બંધન આપણને માનસિક રીતે અકળામણ રૂપી બાંધી નાખે એ તો નકામું. કોઈ વ્યક્તિની આદત આપણી તાકાત બને તો કામનું પરંતુ એજ વ્યક્તિ જો આપણી રોજિંદી નિજી જિંદગી માં ગળાબંધણી બને અને આપણા સામાન્ય કામોમાં પણ અડચણરૂપ બને તો આ વ્યક્તિ એની લાગણી એનો પ્રેમ એ એક સારી આદત નહી પરંતુ એક નબળાઈ બનીને રહી જાય છે. પણ તમારી કોઈ આદત તમારી જવાબદારીઓ નિભાવામાં અડચણ રૂપ બને ત્યારે એને સુધારી લેવી જરૂરી.

આવુજ તમારી પોતાની અંદર રહેલી આદતોનું પણ છે. કોઈ બહાર ની વ્યક્તિ નહીં પણ તમારી અંદર રહેલી તમારી પોતાની જ જાત ને અમુજ આદત હોય છે. અને એક હદે એ તમને કન્ટ્રોલ પણ કરી બેસતી હોય છે. કે તમે એ ચીજ વગર રહી જ ન શકો.અમુક પદાર્થ નું સેવન હાનિકારક હોવા છતાં એ તમારી જીવનની એવી જરૂરિયાત બની જાય છે. એવું જ કોઈ વ્યક્તિનું વળગણ હોય છે કે, તમે તમારું સારું ખરાબ ભૂલી જાવ છો. 

'ઓશો' એ પોતાના પ્રવચનમાં કહ્યું છે કે 'તમારા પાછલા જન્મના સંસ્કાર તમારી આ જનમ ની આદત છે. અને તમારી આ જન્મ ની આદત તમારા આવતા જન્મ ના સંસ્કાર બની જશે. તો અંત ક્યારે'?? 

આ વાક્ય જ આપણને ઘણું બધું કહી જાય છે. કે આપણી અમુક આદત ક્યારેક એવી હોય છે જે આપણા સંસ્કાર પણ પણ સીધો સવાલ કરી જાય છે. તમારા વ્યક્તિત્વથી સાવ અલગ જ તમારી છબી ઉભી કરે એ આદત શું કામ ની? જ્યાં તમારી અમુક આદતના કારણે તમારી સાથે ના લોકો માનસિક હેરાન થતા હોય તમે એવી આદતને છોડી ના શકો? એક રીતે જુઓ તો તમારી સારી આદત જેટલી તમને ફાયદાકારક નીવડે છે એટલીજ ખરાબ હાનિકારક…

આ બંને ના ફાયદા ને નુકસાન સમય રહેતા જ દેખાય છે. પણ સમય રહતા તમારી ખરાબ આદતને સુધારી લેવી જોઈએ. નહીં તો ક્યારેક જીવન માં તમે એકલા પડી ને રહી જાઓ છો. તમારા પોતાના તમારાથી કંટાળીને નહીં પણ તમારી આદતોથી કંટાળીને તમારાથી ધીમે ધીમે દૂર થઈ જશે. પછી સાથે રહેશે તો માત્ર તમે અને તમારી આદતો. અસ્તુ આભાર વિરાજ પંડ્યા.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED