adadhi ratni cha books and stories free download online pdf in Gujarati

અડધી રાતની ચા

*અડધી રાતની ચા*. વાર્તા... ૧૯-૩-૨૦૨૦

આમ જ જીવનમાં દરેક ને કોઈ ને કોઈ આદત હોય છે... અને એ આદત પછી ચા ની હોય કે વ્યક્તિની હોય કે કોઈ ના સાથની હોય....
અઠવાડિયામાં એક બે વખત એવું થતું કે અડધી રાત્રે ચા મુકી હોય એટલે સવારે તપેલી, ગરણી જોઈને મમતા બબડતી કે આ પંકજ અને સસરા રમણીક ભાઈ ને અડધી રાત્રે ચા પીવાની આદત પડી ગઈ છે...
પંકજ પણ પોતાના પિતાને સાથ આપીને આદતો નાં ગુલામ બનાવે છે...
રમણીક ભાઈ એ એકલાં જ હાથે પંકજ ને મોટો કરીને પરણાવ્યો હતો...
પંકજ પણ મારું કંઈ સાંભળતો નથી ...
આમ બબડતાં બબડતાં મમતા સવારની ચા અને નાસ્તો બનાવી રહી...
ડાઇનિંગ ટેબલ પર મૂકીને સસરાને અને પંકજ ને બૂમ પાડી...
નાની ઢીંગલી કાવ્યા હજી સૂતી હતી...
હવે એને ઉઠાડીને તૈયાર કરી ને સ્કૂલમાં મોકલવાની હતી..
હમણાં જ બસ આવી જશે...
મમતા નાં મગજમાં જેટલા વિચારો ઝડપથી ચાલતાં હતાં એટલી ઝડપથી એ કામ કરવા લાગી....
ફટાફટ ચા નાસ્તો પતાવીને એણે કાવ્યા ને ઉઠાડી અને દૂધ નાસ્તો કરાવ્યો અને તૈયાર કરી નાસ્તાનો ડબ્બો ભરી ને સ્કૂલ બેગ રેડી કરીને બૂટ મોજા પહેરાવ્યાં ત્યાં બસ આવી ગઈ એટલે પંકજ બસમાં બેસાડીને આવ્યો...
મમતા નિત્યક્રમ થી પરવારી ત્યાં શાક સમારીને તૈયાર રાખ્યું હતું રમણીક ભાઈ એ અને પંકજે વોશિંગ મશીન ચાલુ કરી કપડાં ધોવાના ચાલુ કરી દીધાં હતાં...
મમતા એ એક બાજુ શાક વઘારયુ અને કૂકરમાં મૂકેલા દાળમાં મસાલો કરીને રોટલીઓ ઉતારીને એક પંકજ નું ટીફીન અને એક એનું બે ટીફીન તૈયાર કરી દીધા..
ત્યાં સુધીમાં પંકજ તૈયાર થઈ ગયો હતો
મમતા એ રમણીકભાઇ ને કહ્યું કે તમે અને કાવ્યા જમી લેજો...
આમ કહીને પંકજ જોડે બાઈક પર બેસીને ઓફિસ જવા નીકળ્યા....
સાંજે ઓફિસથી સાત વાગ્યે ઘરે બન્ને પાછાં આવતાં પણ સાંજે તો ગરમ ગરમ ઉપમા, કે બટાકા પૌવા રમણીકભાઇ બનાવી રાખતાં પછી પંકજ ચા મૂકી દે એટલે ચા નાસ્તો કરી લેતાં...
રાત્રે જમવામાં પછી વઘારેલી ખીચડી,કઢી હોય અથવા તો પુલાવ, મસાલા વાળી ભાખરી હોય અથવા હાંડવો, મુઠીયા હોય...
રાત્રે દસ વાગ્યે તો સૂઈ જવું પડે સવારે વહેલા ઉઠવું પડે એટલે...
આજે મમતા ની શરૂઆત માં આંખ મિચાઈ ગઈ હતી પણ બાર વાગ્યે પંકજ ના મોબાઈલ માં ટૂ ટૂ થયું એટલે પંકજ ઉઠ્યો અને રસોડામાં ગયો અને ચા બનાવવા ની ચાલું કરી...
મમતા વિચારી રહી હવે બાપ દીકરો ચા પીશે...
પણ આજે તો હું એમને ટોકીશ એમની આ અડધી રાતની ચા માટે....
વિચારીને ચૂપચાપ પડી રહી...
ચા થઈ એટલે પંકજે એક થરમોસમા ચા ભરી અને રમણીકભાઇ એ સાંજે બનાવેલાં મૂઠિયાં એક ડબ્બામાં ભર્યા..
બન્ને ઘરના મેઈન ડોર ને ઈન્ટરલોક કરીને જવા લાગ્યા..
મમતા પણ દરવાજો ખોલ્યો અને લોક કરીને પાછળ ગઈ..
બાપ દિકરો સોસાયટી ની બહાર નીકળી ને બાજુની સોસાયટીમાં વળ્યા અને દરવાજો ખખડાવ્યો...
પાછળ આવતી મમતા જોઈ રહી...
આ તો મારાં પપ્પા નું ઘર છે...
એક વર્ષ પહેલાં મમ્મી નું કેન્સર માં મૃત્યુ થયું હતું પણ પપ્પા એકલાં જ રહેતાં હતાં ... કહ્યું હતું મમતા એ અને પંકજે ઘરે ભેગા રહો પણ એ નાં માન્યા કહે પથારીવશ થવું ત્યારે લઈ જજો તમારે ઘરે...
મોટા ભાઈ, ભાભી અને બાળકો લંડનમાં સ્થાયી થયા હતા..
પપ્પા, મમ્મી એકવાર જઈ આવ્યા પણ એમને ત્યાં નાં ફાવ્યું..
મમતા નાં પપ્પા મહેશભાઈ એ દરવાજો ખોલ્યો અને કહ્યું કે રાહ જોતો હતો તમારી...
આજે મેં ઢોકળા બનાવ્યા છે ચલો...
ત્રણેય જણાં ચા અને ઢોકળા અને મૂઠીયા ડીસામાં કાઢવા લાગ્યા...
મમતા સામે જ આવીને ઉભી રહી...
ત્રણેય એકસાથે તું અહીં..
મમતા કહે હા ..
આંખમાં આંસું સાથે પંકજ અને સસરાને તમે બન્ને મને માફ કરો..
હું તો અઠવાડિયામાં બેવાર ચા ની તપેલી જોઈ વિચારતી કે તમને બન્ને ને અડધી રાત્રે ચા પીવાની આદત પડી ગઈ છે પણ તમે તો મારાં પપ્પાને કંપની આપવા ચા પીવો છો અને ઉજાગરો કરો છો...
મહેશભાઈ કહે હા બેટા તું અને હું બન્ને નશીબદાર છીએ કે આવાં સારાં વેવાઈ કમ દોસ્ત અને જમાઈ કમ દિકરો મળ્યો છે જે મારી આ અડધી રાતની ચા ની આદતમાં મને સાથ સહકાર આપે છે...
અને તું જાણતી નથી એ પણ મને ખબર નથી...
બેટા તને તો ખબર છે ને કે તારી મમ્મી અને મને અડધી રાત્રે ચા ની ટેવ છે...
એ વાતવાતમાં રમણીકભાઇ જાણી ગયા હતા...
તારી મમ્મીનાં મૃત્યુ પછી આ લોકો એક વર્ષથી આ રીતે મને ચા પીવામાં કંપની આપવા આવે છે....
અને મારું બહુ ધ્યાન રાખે છે....
ભાવના ભટ્ટ અમદાવાદ.......

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED