મૃત્યુ પછીનું જીવન—3૨
સાહેબ,મને બચાવી લો, રાશીદ બહુ ઝનુની છે, એ મને નહીં જીવવા દે..’’
“શું થયું ? ” ,સામે છેડેથી એ.સી.પી. બોલ્યાં.
“એણે આજે મને બોલાવ્યો છે.”
“ફિકર નહીં કર, અમે તારી સાથે છીએ.”
“પણ રાઘવની જેમ મર્યા પછી તમે સાથે હોવ, તે શું કામનું, સાહેબ? “”
“હમમ... એ.સી.પી. કંઈ વિચારતાં હોય એમ લાંબો પોઝ આપીને...સારી વાત છે, તને બોલાવ્યો છે એ ”
“અરે સાહેબ, શું બોલો છો, તમે મને બલિનો બકરો બનાવવા માગો છો, કે શું ?”
“તને બચાવવાની જવાબદારી મારી, મારું પ્રોમિસ છે તને...ચુપચાપ હું કહું તેમ કરતો જા ”
એક ઊંડો શ્વાસ લઈને, ‘હવે બીજો કોઈ રસ્તો જ ક્યાં બચ્યો છે ?’ મનમાં ને મનમાં બબડતાં , ઠીક છે સાહેબ , હવે તમારા ભરોસે...”
**************************************
આ તરફ શેડ્સ પર બધો જ સામાન પેક થઇ ગયો, પણ પોલિસ નહીં આવી. કમાલ, જે ત્યાનો મેનેજર લાગતો તો, જવાબદારીથી દરેક કામ પુરુ કરતો તો. એણે ટ્રકમાં બધો જ સામાન લોડ કરાવી દીધો. એટલામાં એક અલગ નમ્બરથી રાશીદનો ફોન આવ્યો,
“ કમાલ, ક્યા હાલ હૈ? ઓલ, ઓ કે? ”
“યસ સર, ઓલ સેટ, અભી તક તો કોઈ ટેન્શન નહીં હૈ... બસ આપકે કોલ કા વેઇટ કર રહા થા...”
“તો નીકલો અબ જલ્દી સે, આજ પુલીસ સ્ટેશનમેં સ્ટાફ કમ હૈ, ઔર વો લોગ એક્સ્ટ્રા સ્ટાફ બુલાવે, ઉસકે પહેલે તો હમારા સામાન ઇધર લગ ભી જાયેગા..ઓર સમાન ચેક કરકે મૈ એક કામ કે લીયે બાહર જા રહા હું..”
“ઠીક હૈ”
“ઔર ટ્રક તુમ ખુદ હી ડ્રાઈવ કરના, ક્યોંકી ગાર્ડસ સિર્ફ તુમકો દેખકર હી ગેટ ખોલેંગે...ડીરેક્ટ નીચેકે પાર્કીંગ કે બાજુ વાલે રુમ કે પાસ લે આના , વહી બોક્સીસ લગા દેંગે.. ”
*********************************************************************
આ તરફ રાશીદ વધુ ને વધુ બેચેન થઇ રહ્યો હતો...એક તરફ પોલીસમાં મળી રહેલ કેશુભાને સેટલ કરવાનું ટેન્શન હતું ,તો બીજી તરફ સામાન ચેક કરી ,પોતે પણ ફરાર થઇ જવાની ફીરાકમાં હતો...કારણ કેશુભા જો પોલીસમાં બધુ બકી દે, તો પોલીસ એને રાઘવના મર્ડર કેસમાં સીધા અંદર બેસાડી દે...અને આ ૨ કરોડના ઓપીયમનો માલ માથે છે, એને બસ ઠેકાણે પાડી દઉ, પછી મુંબઈ બહાર ફરાર થયાં, પછી કોઈ પોલીસ કેસ આવે તો પણ સંભાળી લેવાય...
કમાલ સાથે વાત થયાને લગભગ કલાક થયો; પણ ન હજુ કેશુભા આવ્યો, નહીં ટ્રક આવી...રાશીદનો પ્લાન બંને પરીસ્થિતિને અલગ સમયે અને અલગ રીતે હેન્ડલ કરવાનો હતો, જેથી બધું એનાં કંટ્રોલમાં રહે... પણ હમણાં બન્નેની રાહ જોવા સિવાય કોઈ ઓપ્શન નહોતો. સામાન ક્યાં પહોચ્યો, એ જાણવા બિહારીને ફોન કર્યો. અને એને બે માણસ વધુ બેસાડીને પોલીસને બરાબર વોચ કરતાં રહેવાનું કહ્યું. આમતેમ ફરતાં રાશીદને ફરી પેલો કાળો છાયો ફરી આમ થી તેમ ફરતો દેખાયો. રાશીદે મનોમન દરગાહ જવાનો સંકલ્પ કર્યો અને પછી મનને સ્થિર કરીને આવનારા સંજોગો પર ધ્યાન આપ્યું.
એટલામાં સિક્યોરીટી ગાર્ડનો ફોન આવ્યો,
“સાબ, કેશુભા આયા હૈ..”
રાશીદને રાહત થઇ કે પહેલાં કેશુભાનું ચેપ્ટર પતી જાય, તો માલ ગોઠવતી વખતે બીજી ઝંઝટ નહીં ...
“હા, ઉસે નીચે પાર્કીંગ વાલે રૂમમે હી ભેજ દેના..”
કેશુભા ધડકતા હૈયે અને ભારે પગે રૂમમાં પ્રવેશ્યો. અને રાશીદને સામે ઉભેલો જોઇને જાણે હ્રદયનો એક ધબકારો ચુકી ગયો, રાશીદનાં રૂપનાં એ સામે ઉભેલા કાળને જોઈ રહ્યો. શિકારી અને શિકાર, બંને એકબીજાનાં મનોભાવ સમજી ગયાં .
“સાહેબ, આપકો સહી લગતા હૈ, તો મુજે ગાંવ ભેજ દો, બસ આ રાઘવના પેટ્રોલ પંપનાં એકાઉન્ટમાં બધું સેટીંગ બાકી છે, આજે જ સી. એ.ને બોલાવીને એ પતાવી દઉં ...
એ બહાને એ રાશીદનાં ઈરાદાઓ બદલવા માંગતો હતો..પણ રાશીદ પર આ બધી વાતોની કોઈ અસર ન થઇ , આખરે કેશુભા એ લાસ્ટ સ્ટ્રોક માર્યો
“સાહેબ, સાંભળ્યું છે , પોલીસે બિહારીને પકડી લીધો?
“નોટ પોસીબલ...”
હવે રાશીદ ગભરાયો...એ ફટાફટ એની ટીમનાં માણસોને ફોન કરવાં લાગ્યો.,પણ કોઈનાં ફોન લાગ્યાં નહીં ,એ વધુ ઉશ્કેરાઈ ગયો.કેમ કોઈનાં કોલ લાગતાં નથી? આખરે પર્સનલ ગાર્ડ રફીકને ચેક કરવાં ફોન કર્યો. એટલામાં જ ઇન્ટરકોમ આવ્યો, સાબ, કમાલભાઈ આયે હૈ ટ્રક લેકર...
“હા, આને દો”
હવે રાશીદ એનાં અસલી રૂપમાં આવી ગયો. એક પછી એક એકશન માટે રેડી થઇ ગયો. સીધો ગન લઈને કેશુભાની સામે ઊભો રહી ગયો.
“બોલ, પુલીસકે સાથે તું મિલ ગયાં હૈ નાં ?”
કેશુભા ડરીને પાછળ હતી ગયાં અને માત્ર્ર નકારમાં ડોકી હલાવી..
રાશીદ ખુબ જોર થી ચિલ્લાયો અને ગન કેશુભાના કપાળ પર મુકી દીધી..,
“મુજે સહી જવાબ દેના, તુજે પતા હૈ મૈ કોન હુ , ઔર ક્યા કર સકતા હું..”
“સાહેબ,હું તો ચિઠ્ઠીનો ચાકર છું, મેં તો માત્ર તમે જે કહ્યું , તે કર્યું..!
“તું ડેઢ શાના મત બન, મૈને તુમ્હે પુલીસમેં જાને કો બોલા થા?”
એણે એટલો જોરથી દરવાજા પર હાથ ઠોકયો કે નીચે પાર્કીંગનાં બધાં દરવાજા હલી ઉઠ્યા અને બંધ પાર્કીંગમાં બારણાઓનો ધ્રુજતો અવાજ અને કાળ બનેલાં રાશીદ નો ક્રોધ પડઘાતો રહ્યો. કેશુભા રાશીદની આંખોમાં ઉતરતું લોહી જોઈ રહ્યાં..એ લાગ્યું, હવે એનો ખેલ ખતમ...કેશુભાને એનાં બધાં ખોટા કર્મો એની નજર સામે દેખાવા લાગ્યા, રાઘવ સાથે કરેલ છલ બદલ હવે એને ખુબ પસ્તાવો થવા લાગ્યો , એ પણ દરવાજાઓની જેમ જ ધ્રુજી રહ્યો .. એટલામાં જ પાછળથી પાર્કીંગમાં ટ્રકની એન્ટ્રી થઇ...
-અમીષા રાવલ
શું કેશુભા સામે ઉભેલી મોતથી બચી શકશે? શું રાશીદ માલ ઠેકાણે પાડીને ફરાર થઇ શકશે? આ બધા પ્રશ્નો નો જવાબ મેળવવાં વાંચતાં રહો, આપણી ફેવરીટ નોવેલ, મૃત્યુ પછી નું જીવન અને આપણા રેટીંગ આપતાં રહો...આભાર...!
ALL RIGHTS RESERVED OF THIS BOOK
@UNDER TRADE MARK .
THOSE WHO WILL COPY THIS,
WOULD BE UNDER LEGAL ACTIONS.