mrutyu pachhinu jivan - 31 books and stories free download online pdf in Gujarati

મૃત્યુ પછીનું જીવન - ૩૧

મૃત્યુ પછીનું જીવન—3૧

આપણે જોયું કે એ.સી.પી. સુજીત સહજ રીતે કેશુભા પાસે સિગ્નેચર કરાવી છે અને પછી એને પછી એને કહે છે , હવે મારી પાસે તારી સિગ્નેચરનું પ્રુફ છે અને સાથે ફોરેન્સિક લેબનો રીપોર્ટ પણ...તેં રાઘવની ૧૦ કરોડની મિલકત પચાવી પાડવા માટે જ આ નકલી સિગ્નેચર કરી હતી. અને આ જ કારણસર તેં રાઘવનું ખુન પણ કર્યું. આવો આરોપ મુકતા જ કેશુભા સચ્ચાઈ કહી દે છે કે એ તો માત્ર ચીઠ્ઠીનો ચાકર છે, પણ આ આખી ગેઈમનો અસલી સુત્રધાર તો રાશીદ છે. આટલી માહિતી આપતાં સુજીત એને પોલીસ નો ખબરી બનાવી દે છે અને એને બચાવી લેવાની બાંહેધરી પણ આપે છે. હવે આગળ ...

ફ્લોર ટુ ફ્લોર બિછાવેલી અર્ડાબીલની ઈરાની કાર્પેટ પર છંછેડાયેલો રાશીદ ગુસ્સામાં આમ થી તેમ ફરી રહ્યો હતો, જાણે સાપની પૂછડી પર કોઈએ પગ મુકી દીધો હોય...! એની રગોમાં ફરતું ઝેર એનાં ઝડપથી લેવાતા શ્વાસો દ્વારા બહાર ફેંકાઈ રહ્યું હતું. ચારે તરફ લગાવેલાં વિન્ડ ચાઈમ્સ આજે જોર જોર થી વાગી રહ્યાં હતાં, જાણે કોઈ આવનારાં ખતરાનાં અણસાર હોય...! આ બધું જ એને માટે અપેક્ષા બહારનું હતું. કેશુભાની ગામ જવાની ના પાડવી, કેશુભાનું પોલીસ સ્ટેશન જવાની બાતમી મળવી, સમીરની ફોરેન્સિક લેબનાં રીપોર્ટ કઢાવ્યાની બાતમી મળવી, અને ઉપરથી શેડ્સ પર પોલીસ છાપો મારવાની છે ,એ બાતમી મળવી ....! એનો ઝ્ઝુની સ્વભાવ દિમાગ કરતાં ગનનો ઉપયોગ વધારે કરતો... પણ અત્યારે એને લાગતું તું કે ચારે તરફથી ઘેરાઈ રહ્યો છે, આવા સમયે પ્રહાર કરવા કરતાં ફરાર થવું જ યોગ્ય હતું એને માટે...

પણ ૨ કરોડનો માલ શેડ્સ પર પડ્યો હતો . આટલું જલ્દી શેડ્સ પરથી માલ હટાવીને ભાગવું શક્ય પણ નહોતું. ખબરીઓનાં કહેવા અનુસાર આજે બપોર સુધીમાં પોલીસ ત્યાં પહોચવી જોઈએ. હવે માત્ર ૨ કલાક બાકી છે, બધો જ સ્ટાફ ત્યાં મોકલ્યો છે, સિવાય કે એનાં અંગત ગાર્ડસ...પણ તોય એ અઘરું જ હતું , કારણ કાલે જ આફ્ઘાનીસ્તાનથી ૨ કરોડનાં ‘ઓપીયમ’નાં કાર્ટુન્સ આવ્યાં તા, જેમાં મોર્ફીન, હેરોઈન અને મેડીકલ ડ્રગ્સ આ બધું જ ભેગું હતું, જેને અલગ અલગ છુટું પાડીને રેડી કરવાનું હતું અને પછી બધું હટાવવાનું , ખુબ સમય માંગી લે, એવું કામ હતું.

કેશુભાની મદદ પણ લેવાય એવું નહોતું, એને શક પડી રહ્યો હતો કે કેશુભા પોલીસ તરફ થઈને એને એક્સપોઝ કેવાની કોશિશ કરશે, કેશુભાનાં રંગ બદલવાના સ્વભાવથી એ પુરેપુરો વાકેફ હતો... હવે એને કેશુભા કણાની જેમ ખટકી રહ્યો હતો..એટલે સૌથી પહેલાં, બને એટલું જલ્દી, એ કેશુભાને હટાવવા માંગતો તો. એનાં ગાર્ડ દ્વારા કેશુભાને આજે બોલવવા માટે ઓલ રેડી કોલ કરી દીધો હતો. હવે એને અહી મારવો કે ગામ જઇ રહેલ કેશુભાને રસ્તામાં ઉડાવવો, એ હમણાં જ નક્કી કરવું પડશે.... ચારે તરફથી ઘેરાયેલો રાશીદ ગુસ્સાથી પાગલ થઇ રહ્યો હતો. અત્યાર સુધી જીંદગીથી જે મેળવ્યું, એમાંથી તશુ પણ ગુમાવવા નહોતો માંગતો . પણ આ ઘડીએ જાણે કંઇક જતુ રહેવાની બેચેની એને અકળાવી રહી હતી, એ બેબાકળો થઈને આમ થી તેમ ફરી રહ્યો હતો.

અચાનક એને મીરરમાંથી કોઈ કાળો છાયો દેખાયો...જે એની નજીક આવી રહ્યો...એણે નજરઅંદાજ કર્યું, વહેમ હશે એમ કરીને ...ફરી એ વિચારવા લાગ્યો, આજનાં એકશન પ્લાન વિશે...બે પાંચ મિનિટ રહીને ફરી કંઇક દેખાયું એવું જ, જે એની વધુ ને વધુ નજીક આવી રહ્યું હતું ...હવે એણે બુમ પાડી.

“રફીક , દેખ યહાં કોઈ છીપા હૈ ક્યા ?”

ગાર્ડે બધું જ ચેક કર્યું, અંદર સિક્રેટ રૂમમાં લગાવેલ ૩૨ કેમેરા વધુ ક્લોઝ કર્યા..પણ કંઇ જ ન મળ્યું..ફરી બહારની ડ્યુટી પર જતો રહ્યો.હવે એ ઓછાયો એને વાદળની જેમ લહેરાતો હોય, એવું મહેસુસ થયું..હવે એને ડર લાગવા માંડ્યો.

“રફીક, તું યહી રુક, મેરે એકદમ પાસ ..”

“ભાઈ, આપકી તબિયત તો ઠીક હૈ ના?”

“હા..વો તો આજ ગરમી થોડી જ્યાદા હૈ”

એણે રૂમાલથી પસીનો લુછ્યો.એસી નું કુલીંગ વધાર્યું. પણ પોતાની અંદર કોઈ અજુગતા ડરને મહેસુસ કર્યો. જીંદગીની બાજી એ હિંમતથી જીત્યો હતો. જીંદગી માં કેટલીય વાર મોતને માત આપતી વખતે પણ એ ડર્યો નહોતો. પણ આજે આ શું થઇ રહ્યું છે ? કંઇ અજાણ્યું, અજુગતું , અદ્રશ્ય આજુબાજુ ફરતું હોય એવું? રાશીદ ફરી આમ તેમ જોતો રહ્યો, પણ એને કઈ નહીં દેખાયું હવે ...વહેમ જ હશે ...! રાશીદ ફરી કામે લાગ્યો , એણે ફોન કરી બીજા ૧૦ માણસ શેડ્સ પર મોકલ્યાં, સામાન પેક કરવાં...અને ખબરીને ફોન લગાવ્યો,

“ બોલ બિહારી, ક્યા હાલ હૈ પુલીસ કા ?”

સામેથી જવાબ આવ્યો,

“ અભી તક યહાં કોઈ ભી એક્શન નહીં..”

“ અરે, યે કૈસે હો શકતા હૈ?”

“ આજ યહા સ્ટાફ કમ આયા હૈ, એસા પતા ચલા હૈ. શાયદ દુસરે સ્ટેશન સે સ્ટાફ બુલાયેંગે યે લોગ ..”

“ક્યા બાત હૈ, યાર ... આજ લક અપને ફેવર મેં હૈ, તબ તક હમારા કામ ભી હો જાયેગા...”

પુલીસ સ્ટેશન પર સ્ટાફ ઓછો હોવાનું સાંભળી, રાશીદ મુડમાં આવી ગયો.

-અમીષા રાવલ
કેશુભા રશીદથી બચીને ગામ જઈ શકશે કે નહી ? અંશ અને સમીર એની બાકી પ્રોપર્ટી જાળવવામાં સફળ થશે? આ બધા પ્રશ્નોનો જવાબ મેળવવાં આગળ વાંચતાં રહો તમારી ફેવરીટ નોવેલ, “મૃત્યુ પછીનું જીવન ” અને આપનાં રેટીંગ અને રીવ્યુ આપતાં રહો, આપ સૌના રેટીંગ અને રીવ્યુ બદલ આભાર..

ALL RIGHTS RESERVED OF THIS BOOK

@UNDER TRADE MARK .

THOSE WHO WILL COPY THIS,

WOULD BE UNDER LEGAL ACTIONS.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED