વરસાદની મોસમ Jigar Chaudhari દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

  • ભાગવત રહસ્ય - 118

    ભાગવત રહસ્ય-૧૧૮   શિવજી સમાધિમાંથી જાગ્યા-પૂછે છે-દેવી,આજે બ...

શ્રેણી
શેયર કરો

વરસાદની મોસમ


વરસાદની મોસમ

પ્રિય વાંચક મિત્રો,

વરસાદની મોસમ કાવ્ય રજુ કરુ છું. જેમાં અલગ અલગ વર્ષા ગીત છે. વાંચક મિત્રો ને જરુર વરસાદની મોસમ નાં કાવ્યો ગમશે. મારી રચના વરસાદની મોસમ વાંચી પોતાનો અમુલ્ય પ્રતિભાવ જરૂર આપજો. ભુલ હોય તે તરફ ધ્યાન દોરવવા નમ્ર વિનંતી છે. વરસાદની મોસમ મારો પ્રથમ કાવ્ય સંગ્રહ છે.
- ચૌધરી જીગર
તો ચાલો વરસાદની મોસમ નાં વર્ષા ગીત પર નાં કાવ્ય પર
☁☁☁☁☁☁☁
વરસાદની મોસમ વર્ષા ગીત

1 આમંત્રણ ☁☁☁☁☁
2 આગમન ☁☁☁☁☁
3 સરનામાં વગરનો વરસાદ ☁☁☁☁☁
4 તહેવાર ☁☁☁☁☁
5 ચોમાસું આવી ગયું રે .... ☁☁☁☁☁

☁☁☁☁☁☁☁

1 આમંત્રણ



લખ્યો છે પત્ર મેઘરજને
વર્ષારાણી ને મોકલવા

હવે તો વર્ષારાણી ને મોકલો ....

અષાઢ મહિનો આવી ગયો છે
કાળાં વાદળો પણ આવી ગયા છે.

હવે તો વર્ષારાણી ને મોકલો ....

શાંત બની બેઠેલા છે ખેતરો
ધરતી પણ રાહ જોઇને બેઠી છે.

હવે તો વર્ષારાણી ને મોકલો ....

આતુરતાથી રાહ જોઈ છે ચાતક
કાગળ ની હોડી ને મારે તરતી મુકવી છે.

હવે તો વર્ષારાણી ને મોકલો ....

મહુલિયો ઘર ઘરથી ફરીને
તારા પાણીની રાહ જોય છે.

હવે તો વર્ષારાણી ને મોકલો ....
☁☁☁☁☁☁☁
2 આગમન

વિનંતી માની મેઘરાજા એ મોકલી છે.
વર્ષારાણી નું આગમન થશે.
વર્ષા નું આગમન થયું ....

વાદળો નો ગર્જના કરતો અવાજ આવ્યો
ધોધમાર વરસાદ વરસે છે.

વર્ષા નું આગમન થયું ....

સુકી ધરતી ની પ્રતીક્ષા નો અંત આવ્યો
ચાતકની તપસ્યા નો હવે અંત આવ્યો

વર્ષા નું આગમન થયું ....

ફુલો ખીલી ઉઠયા, ખેતરોમાં હરિયાળી છવાઈ
કોયલ ટેહુકી ઊઠી, મોર ઝુમી ઉઠયો
વર્ષા નું આગમન થયું ....

લીલીછમ ધરતી પર લીલા રંગો લાગી ગયો
મેઘધનુષ્ય ને જોય હૈયું નાચી ઉઠયું

વર્ષા નું આગમન થયું ....
☁☁☁☁☁☁☁
3 સરનામાં વગરનો વરસાદ

પત્ર લખીને જાણ કરતો નથી
ગમે ત્યારે વરસી પડે છે.
કયારેક ધોધમાર વરસે છે
તો કયારેક ઝરમર ઝરમર વરસે છે.
છત્રી વગર નીકળ્યાં હોય
ત્યારે જ મુશળધાર વરસી પડે છે.
મેસેજ કે ફોન કરતો નથી
વગર સરનામે વરસી પડે છે.
કયારેક કાળો વાદળો સાથે ગર્જના કરે છે
પણ વરસાદ વરસતો નથી
ખુલ્લા આકાશમાં કાળાંવાદળો કરે છે
આખરે વગર સરનામે વરસી પડે છે.
સરનામા વગરના વરસાદ સાથે
રમવાની પણ મજા આવે છે.
☁☁☁☁☁☁☁

4 તહેવાર

અષાઢી બીજમાં રાજા રણછોડ ને
વરસાદ નું આગમન થયું રે

વરસાદ વરસી ગયો રે ....

મહાદેવના પવિત્ર શ્રાવણમાં
ધોધમાર વરસી પડયો રે

વરસાદ વરસી ગયો રે ....

રક્ષાબંધન નાં તહેવાર પર
ઝરમર ઝરમર વરસી પડયો રે

વરસાદ વરસી ગયો રે ....

જન્માષ્ટમીના પાવન પર્વ પર
મુશળધાર વરસી પડયો રે

વરસાદ વરસી ગયો રે ....

ગણેશ ઉત્સવ ની ઉજવણીમાં
મન મુકી વરસી પડયો રે
વરસાદ વરસી ગયો રે ....

☁☁☁☁☁☁☁

5 ચોમાસું આવી ગયું રે ....
ગડગડાટ અવાજ કરતા
આકાશમાં છે કાળાં વાદળો
ચોમાસું આવી ગયું રે ....
મુશળધાર વરસે છે વરસાદ
છમછમ કરે છે મારાં પગ
નદીઓ ગીત ગાતી વહે છે.
ચોમાસું આવી ગયું રે ....
લીલીછમ ધરતી છે
ફુલો ખીલી ઉઠયા છે
પક્ષીના કલરવથી વન ગુંજી ઉઠયું
ચોમાસું આવી ગયું રે ....
મેઘધનુષ્ય થી આકાશ ખીલી ઉઠયું
કાગળ ની હોડી વહેતી થઇ
ચારેતરફ હરિયાળી છવાઇ ગઇ
ચોમાસું આવી ગયું રે ....

વાંચક મિત્રો ને મારી આ રચના જરુર ગમી હશે એવી મને આશા છે. પોતાનો પ્રતિભાવ જરુર આપજો. ભુલ હોય ત્યાં ધ્યાન દોરવવા નમ્ર વિનંતી છે.