Be dhab - Movie review books and stories free download online pdf in Gujarati

બે-ઢબ ફિલ્મ રિવ્યૂ

બહુ ઓછાં લોકો જાણતા હશે કે આ નામની પણ કોઈ ફિલ્મ આવી છે. પણ જે લોકો ફિલ્મ રસિક છે એમની નજર બહાર આ ફિલ્મ નહિ જ હોઈ એવું મારું માનવું છે !

ફિલ્મ ની લંબાઈ માત્ર ૩૭ મિનિટ જેટલી જ છે એટલે આને શોર્ટ ફિલ્મ કહીએ તો પણ ચાલે...!! ફિલ્મ નો કોન્સેપ્ટ નવો કહી શકાય એવો છે, પણ મૂળ પ્લોટ નવી બોટલ અને જૂના દારૂ જેવો છે ! સાવ નવરા બેઠા હો અને કશું જ ઇમ્પોરટન્ટ કામ ન હોઈ તો અડધો કલાક આ ફિલ્મ પાછળ ખર્ચવા જેવો છે !!

ફિલ્મ માં કોઈ જ ગીત નથી એ મને ગમ્યું, કારણ કે ગીતો ફિલ્મની લંબાઈ વધારે અને ફિલ્મ ને સાઈડ ટ્રેક પર લઈ જતા હોઈ છે ! ફિલ્મ માં કોઈ એવા ચોટદાર કે અસરદાર ડાયલોગ પણ નથી કે જેને તમે કહી શકો કે અહા ! શું મસ્ત ડાયલોગ છે !! અને એક પણ એવી પંચ લાઇન નથી જેને તમે વોટ્સએપ પર સ્ટેટ્સ માં શેર કરી શકો !

ફિલ્મ માં એક માત્ર જાણીતું પાત્ર એટલે સંજય કપૂર ! સંજય કપૂર ની એક્ટિંગ માટે એકવાર આ ફિલ્મ જોઈ શકાય, બાકી ના બધા પાત્રો નવા જ છે એટલે તમે એમને જજ ન કરી શકો !

ફિલ્મ માત્ર ત્રણ પાત્રો ની આજુ બાજુ જ ચાલતી રહે છે, ક્યારેક ક્યારેક વાર્તા ધીમી થઈ જાય એવું લાગે છે !

બેક ગ્રાઉન્ડ મ્યુઝિક પણ એક જ વાયોલિન વાળી થીમ છે, બહુ સારું મ્યુઝિક તો ન કહી શકાય પણ સાવ નબળું પણ નથી !

ફિલ્મ કદાચ ઓછાં બજેટ માં બનાવી હશે એવું પ્રાથમિક તારણ કાઢી શકાય. ફિલ્મ માં કોઈ નવા સ્થાન કે જગ્યા નથી દર્શાવવામાં આવી, માત્ર એક સારા એવા ફાર્મ હાઉસ ની અંદર આ ફિલ્મ નું ૯૦% દ્વષ્યાંકન કરવામાં આવ્યું છે !

ફિલ્મ ની શરૂઆત થાય છે એક રૃષ્ટ પુષ્ટ કાયા ધરાવતો યુવાન દરિયાની અંદર સ્થિર રહેલી એક યોટ માં ચોરી ચૂપકે પ્રવેશી જાય છે !

આ યુવાન એટલે ફિલ્મ નું મુખ્ય પાત્ર અયાન, જે કદાચ અમીર બાપ કી અમીર ઓલાદ કહી શકાય ! આ ભાઈ નું બસ એક જ કામ છે, દારૂ પીવો, ફૂલ વોલ્યુમ માં મ્યુઝિક સાંભળવું અને ચિલ મારવું !!

ફિલ્મ નું બીજું મહત્વનું પાત્ર એટલે આન્યા જે આ ભાઈ ની ગર્લ ફ્રેન્ડ છે ( એના ધારી લીધા મુજબ ) કૌંસ માં આપેલી સ્પષ્ટતા ને તમે આ ફિલ્મ જોશો ત્યારે લાઇટ થશે !

બન્ને કોઈ એક જગ્યા એ મળ્યા હોઈ છે અને પછી જેમ બધી ફિલ્મ માં ચાલે એમ, બંન્ને વચ્ચે પ્રેમાલાપ શરૂ થાય છે !
શરૂઆત માં આન્યા ને ખ્યાલ નથી હોતો કે આ ભાઈ આખો દિવસ પોતાના ઘરમાં બેસીને રૂમમાં રહેલા મચ્છરો ભગાડવા માટે સિગારેટ નો ધુમાડો કાઢ્યા રાખે છે !


આન્યા જ્યારે આ વાત જાણે છે ત્યારે એને ટોકે છે અને પોતાની આ ખરાબ આદત બદલવા કહે છે ત્યારે આ મહાશય સાચું સાંભળવાને બદલે તેને ગુસ્સાથી ઘર છોડીને ચાલ્યા જવાનું કહે છે !!!

પોતાની ગર્લ ફ્રેન્ડ પોતાને છોડીને ચાલી ગઈ છે એના ગમમાં આ ભાઈ ચિક્કાર દારૂ ઢીંચીને ઘરે આવે છે, અને સૂઈ જાય છે !

હવે જ આવે છે ફિલ્મ નું મુખ્ય રહસ્ય અથવા તો ટવીસ્ટ અથવા તો વણાંક !! ભાઈ જ્યારે સૂતા હોઈ છે ત્યારે એના દરવાજે કોઈ ટકોરા મારે છે ! વિચારો કોણ હશે ??? વિચાર્યું ??? અચ્છા નથી વિચારવું ને ! કોઈ વાંધો નહિ હું જ કહું કોણ ટકોરા મારે છે !


એના દરવાજે ટકોરા મારનાર વ્યક્તિ હોઈ છે સાક્ષાત મૃત્યુ ના દેવતા એવા "યમરાજ" ! યમરાજ એટલે આ ફિલ્મ નું ત્રીજું મહત્વ એવું પાત્ર ( યમરાજ નો રોલ સંજય કપૂર એ નિભાવ્યો છે )


યમરાજ આ ભાઈના બારણે ટકોરા મારે છે એટલે, આળસ ખંખેરીને જોવા જાય છે કે આ મધરાતે કોણ હેરાન કરવા આવ્યું મને ??? જેવો દરવાજો ખોલે છે એટલે ચિત્ર વિચિત્ર વેશભૂષા ધારણ કરેલ એક વ્યક્તિ કહે છે, હું યમરાજ છું અને તને લેવા આવ્યો છું !

અયાન ના તો પગ ગરબા કરવા લાગે છે અને પછી પરસેવે રેબ ઝેબ થઈ જાય છે અને હડપ થી દરવાજો બંધ કરી દે છે ! અને વળી સુવા ચાલ્યો જાય છે !
પણ યમરાજ જેનું નામ, એ આટલી આસાનીથી થોડા જાય ???

અયાન સૂતો હોઈ છે એની સામે એક ઊંચક નીચક થતી હોય એવી આરામ ખુરશી પડેલી હોઈ છે ! એમાં આ યમરાજ આસન જમાવી દે છે !

અને આ ભાઈને એક સિગાર પીવા આપે છે, પહેલા તો આ ભાઈ સિગાર પીવાની ના પાડે છે એટલે યમરાજ કહે છે જો તું આ સિગાર નહિ પીવે તો હું તારી સો કોલ્ડ આન્યા ને ખતમ કરી નાખીશ ! એટલે આ આવારા આશિક પોતાની મજનું ને સુરક્ષિત રાખવા સિગાર પીવે છે એટલે બે કશ માં જ બેહોશ બની જાય છે !

બીજે દિવસે સવારે ફરી એક વખત ડોરબેલ રણકે છે અને આ ભાઈ જાય છે તો એક કુરિયર સર્વિસ વાળો માણસ એના માટે એક પાર્સલ લાવ્યો હોઈ છે ! પાર્સલ ખોલતા અંદર થી એક લાકડાની પેટી નીકળે છે જેમાં પાંચ સિગાર રહી શકે એટલી જગ્યા હોઈ છે !


પણ પાંચ ને બદલે ચાર જ સિગાર જોવા મળે છે ! કેમ કે એક સિગાર તો યમરાજ એ કાલે પીવા આપી દીધેલી ! રાત પડયે ફરી એક વખત યમરાજ પ્રગટ થાય છે અને આ ભાઈ ને કહે છે કે જેવી આ પાંચ સિગારેટ પૂરી થશે એટલે એનું મૃત્યુ થશે !!

ફિલ્મ ને ચાર થી પાંચ દિવસો માં વહેચવામાં આવી છે ! દરેક દિવસે યમરાજ આ મહાશય નું બીપી વધારવા માટે આવે છે અને એક એક સિગારેટ પૂરી કરાવે છે !!!

ફિલ્મ કહેવાની એક અલગ રીત છે જે મને ગમી ! બાકી ફિલ્મ માં ખાસ કશું નવું નથી !! ક્યારેક ફિલ્મ હોરર હોઈ એવું પણ લાગે છે પણ હોરર નથી !

વધુ રહસ્યો ફિલ્મ ની છેલ્લી પાંચ થી સાત મિનિટ માં ખુલશે ! એ રહસ્યો જાણવા માટે તમારે આ ફિલ્મ જોવી જ રહી !!

મારા મત મુજબ હું આ ફિલ્મ ને 1.5⭐/5 સ્ટાર આપુ છું !!

તમારી પસંદ ની ફિલ્મ પણ જણાવો જેથી મને નવી ફિલ્મ જોવા મળે અને રિવ્યૂ કરવા મળે ! જો તમે આ ફિલ્મ જોઈ નાખી છે તો તમારો પ્રતિભાવ જણાવો !!

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED