सौगंध मुझे इस मिट्टी की
मैं देश नही मिटने दूँगा
ये देश नही मिटने दूँगा
ये देश नही झुकने दूँगा
सौगंध मुझे इस मिट्टी की
मैं देश नही मिटने दूँगा
मैं देश नही मिटने दूँगा
मेरी धरती मुझसे पूछ रही
कब मेरा कर्ज़ चुकाओगे
मेरा अंबर मुझसे पूछ रहा
कब अपना धर्म निभाओगे
( Film Pm Narendra Modi )
પાંચ હાથ પૂરા એવું કદ, વિશાળ લલાટ, માથા પર આછા વાળ, મોટી મોટી આંખો, ચહેરા પર રીમ લેસ ફ્રેમ વાળા ચશ્માં, સિંહ જેવી ચાલ, મુખ પર અનેરું તેજ ! આટલી પૂર્વ ભૂમિકા બસ છે !
આજે વ્યક્તિ વિશેષ વિભાગની શુભ શરૂઆત આપણે ભારતની આ મહાન હસ્તી સાથે કરીશું...! આમ તો આ મહાનુભાવ કોઈ ઓળખાણ ના મોહતાજ નથી પણ અહી આજે આપણે એના વિશે જાણવાનો પ્રયાસ કરીશું ! આશા છે તમને આ લેખ ગમશે !!
નામ: અજિત કુમાર ડોભાલ
વર્તમાન પદ: ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSG)
જન્મતારીખ : ૨૦ જાન્યુઆરી ૧૯૪૫
જન્મસ્થાન : પૌડી ગઢવાલ (ઊતરા ખંડ)
હાલની ઉંમર : ૭૩ વર્ષ
પ્રારંભિક શિક્ષણ : અજમેર ની મીલીટરી સ્કૂલમાંથી પ્રાપ્ત કર્યું
અનુસ્નાતક : આગ્રા વિશ્વવિદ્યાલય માથી અર્થશાસ્ત્ર માં એમ.એ કર્યું છે, ત્યાર બાદ આઇપીએસ ની તૈયારી માં લાગી ગયા, ૧૯૬૮ માં કેરલ કેડર માથી આઇપીએસ તરીકે પસંદ થયા. ત્યારબાદ ૧૯૭૨ IB માં જોડાઈ ગયા હતા.
૨૦૦૫ માં તેઓ IB ઇન્ટેલિજન્સ બ્યુરો ના ચીફ પદેથી રિટાયર થયા હતા.
બહુ ઓછાં લોકો જાણતા હશે કે તેઓ પાકિસ્તાનમાં ૭ વર્ષ સુધી ધર્મ બદલાવીને ભારત માટે ગુપ્તચર નું કામ કરતા હતા, આના વિશે તેઓ પોતાના એક પ્રવચન માં વાત કરે છે, જે વીડિયોની લીંક નીચે આપેલી છે 👇
અજિત કુમાર સારા એવા લેખક પણ છે, તેઓ અવાર નવાર ભારતના જુદા જુદા અખબારો માં લખતાં રહે છે ! વર્ષ ૧૯૮૯ માં જ્યારે અમુક ખાલિસ્તનીઓ પંજાબ ના સ્વર્ણ મંદિર માં કબ્જો જમાવી ચૂક્યા હોઈ છે ત્યારે, એમને ખદેડી મુકવા માટે જે "ઓપરેશન બ્લેક ઠંદર" હાથ ધરવામાં આવેલું જેની આગેવાની અજિત ડોભાલ એ કરેલી હતી.
૩૦ મે ૨૦૧૪ ના રોજ ભારતની કેન્દ્ર સરકારે અજિત ડોભાલ ને ભારતના પાંચમા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્ત કર્યા જ આજ સુધી કાર્યરત છે !
દેશના લોકોનું સૌથી વિશેષ ધ્યાન તેમની તરફ ત્યારે ખેંચાયું જ્યારે પાકિસ્તાન પર ભારત દ્વારા સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી !
આ સિવાય પી.ઓ.કે માં કરેલી એર સ્ટ્રાઈક માં પણ તેમની ખૂબ મોટી ભૂમિકા રહેલી હતી.
વર્ષ ૧૯૯૯ માં જ્યારે આંતકવાદીઓ દ્વારા ભારતનું વિમાન IC-814 નું અપહરણ કર્યું હતું ત્યારે ભારત તરફથી જે પ્રતિનિધિ મંડળ કંધાર માં વાટાઘાટ માટે ગયું હતું તેમાં એક અજિત ડોભાલ પણ હતા.
આ સિવાય ૨૦૧૪ માં ભારતની ૪૬ નર્સ જે ઈરાક માં ફસાયેલી હતી એને ભારત પરત લાવવામાં માં પણ એમની મુખ્ય ભૂમિકા રહેલી છે ! ( અક્ષય કુમારની ફિલ્મ એરલીફટ આના પર જ આધારિત છે ).
પોતાની ઉમદા સેવાઓ બદલ તેઓ પોલીસ મેડલ પ્રાપ્ત કરવા વાળા સૌથી નાની ઉંમર ના વ્યક્તિ હતા. આ સીવાય તેમને પ્રેસિડેન્ટ પોલીસ મેડલ દ્વારા નવજાયા છે જે સામાન્ય રીતે ૨૬ જાન્યુઆરી અને ૧૫ ઓગસ્ટ ના રોજ એનાયત કરવામાં આવે છે ! વર્ષ ૧૯૮૮ માં તેમને સૈન્ય નું સૌથી બીજું સર્વોચ્ય એવું કીર્તિ ચક્ર મેડલ પણ આપવામાં આવ્યું છે !
આજે ૭૩ વર્ષની ઉંમરે પણ અજિત કુમાર ડોભાલ કોઈ યુવાન ને શરમાવે એવી સ્ફૂર્તિથી દેશ માટે વર્ષના ૧૨ મહિના સપ્તાહ ના ૭ દિવસ અને દિવસના ૨૪ કલાક સતત કામ કરે છે !
તો આ હતા ભારતના જેમ્સ બોન્ડની કહાની ! આગામી સમયમાં ભારતની બીજા કોઈ વ્યક્તિ વિશેષ વાત કરીશું !!
તમારા પ્રતિભાવો કૉમેન્ટમાં જણાવજો