fugga vado books and stories free download online pdf in Gujarati

ફુગ્ગા વાળો

રોજ સવારમાં ૬ વાગ્યે હું મારા ઘર પાસે આવેલા સંગમ બાગ માં દોડવા માટે જાઉં ! આરામ થી ૨ કલાક જેટલો સમય હું આ બાગ માં કસરત કરતા કરતા વિતાવું ક્યારે ૮ વાગી જાય એની ખબર પણ ન પડે. મને બાળપણથી જ કસરત કરવાનો ખૂબ ગાંડો શોખ. મારા પપ્પા એ મને આ શોખ વળગાડ્યો હતો એવું હું કહી શકું. કેમ કે બાળપણના સમયમાં રોજ એ મને અહી ચાલવા માટે લાવતા. બાળપણ માં ક્યારે ધીરે ધીરે આ બાગ સાથે મને લગાવ થઈ ગયો એની મને ખુદને પણ ન ખબર પાડી. સાચે આ બાગમાં કશુંક તો એવું છે જે એ બાગ માં આવનાર ને પોતાના પ્રત્યે આકર્ષે છે, આ વાત એવા લોકો ને સમજાશે જે પ્રકૃતિ જોડે તાદાત્મ્ય ધરાવે છે.

હું દોઢ કલાક જેવું દોડીને પછી પગના સ્નાયુ ની કસરત કરવા માટે બાગમાં એક લીલાછમ ઘાસ વાળી જગ્યા છે તેના પર બેસીને પગના સ્નાયુને આરામ અપાવું. પછી ૧૦ કે ૧૫ મિનિટ જેટલો સમય ધ્યાન કરવામાં ગાળું. જેવા સૂર્યનારાયણ દાદા દર્શન આપે ફૂલ પ્રકાશમાં એટલે મને ઘર તરફ વાળવાનો કુદરતી સંકેત પ્રાપ્ત થાય ! મારા માટે ઘરે જવાનો સમય અને ઘણા બધા લોકો માટે બાગમાં આવવાની સમય.રોજ હું ઘરે જવા માટે બાગ માથી પાછો નીકળતો હોવ એવા સમયે એક ૩૫ વર્ષની આજુબાજુ હોઈ એવો દેખાવ ધરાવતો એક યુવક અને એની સાથે એની ૧૦ કે ૧૨ વર્ષની દીકરી રોજ એ સમયે ચાલવા માટે આવતા. બાપ દીકરી બન્ને પણ પ્રકૃતિ પ્રેમી હોઈ એવા લાગ્યા કેમકે મે ક્યારેય એમને બાગમાંથી કોઈ ફૂલ તોડતા પણ નહોતા જોયા. પણ મને એક વાતનું આશ્ચર્ય જરૂર થતું. રોજ મારો જવાની સમય અને એમનો આવવાની સમય બન્ને એક જ સરખા કેમ ??

આમ તો મારે એમની જોડે કોઈ ખાસ સબંધ ન હતો પણ રોજ અમે બાગ ના ગેટ પર ભેગા થઈએ એટલે થોડીક જાન પહેચાન... થોડુક હાય હેલો બસ એનાથી વધુ કોઈ પરિચય નહિ !

અમારા વચ્ચે કોઈ ખાસ કહી શય એવી દોસ્તી ન હતી, પણ રોજ ખાલી હાથ ઊંચો કરવા પૂરતો સંબંધ જરૂર હતો. મને ન એમનું નામ ખબર હતી, ન એમને મારું નામ ખબર હતી એમ છતાં અમે બન્ને લોકો એક બીજાને ઓળખતા ! સંબંધ હતો ખરો, "આત્મીયતા" નો સંબંધ !

બાગમાં સવારના સમયમાં ભીડ ન થતી એટલે મોટેભાગે રોજ ચાલવા કે દોડવા આવતા લોકો એક બીજાને ચહેરાથી જ ઓળખતા ! જો કોઈ નવું આવતું તો તરત જ ઓળખાઈ આવતું !


પણ છેલ્લા ૩ દિવસથી ગેટ પર ઉભેલો ફુગ્ગા વાળો મને થોડો અજીબ લાગ્યો. મારું ધ્યાન પણ આ ફુગ્ગા વાળા પર ન્હોતું ગયું ! પણ આ યુવક ની દીકરી છેલ્લા ૨ દિવસથી રોજ ફુગ્ગો લેવાની જીદ કરતી ત્યારે મારી નજર આ ફુગ્ગા વાળા પર પડી. લાંબા વાઘેલા વાળ, વધેલી દાઢી, મહિનાઓ થી ધોયા ન હોઈ એવા કપડાં અને શરીર માથી આવતી એક વિચિત્ર પ્રકારની વાસ એને ફુગ્ગા વાળો ઓછો અને ફૂલન દેવો વધારે બનાવતી હતી !

ઘરે આવીને મે રોજ મારા નિત્યક્રમ મુજબ અખબાર ખોલ્યું એમાં પ્રથમ પેજ પર વાંચ્યું, "સાવધાન આપણા શહેરમાં ખૂંખાર ખુની મંગલ નું આગમન થઈ ચૂકયું છે" બે દિવસ પહેલા જ મંગલ જેલમાંથી ભાગી ચૂકેલો હતો. જેવી મે મંગલ ના ફોટા પર નજર કરી તો આ એ જ ફુગ્ગા વાળો હતો જે ત્રણ દિવસ થી બાગ ના ગેટ પર ફુગ્ગા વેચતો હતો..!

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED