કોલેજ ના દિવસો - પ્રેમ ની એક ઝલક - 21 મનિષ ઠાકોર ,પ્રણય દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોલેજ ના દિવસો - પ્રેમ ની એક ઝલક - 21

કોલેજ ના દિવસો-

પ્રેમની એક ઝલક ભાગ 21

ત્યારે કેમ્પના સર આવીને કહ્યુ કે આજે કોઈપણ ટીમને બહાર નથી જવાનું કેમ કે આજે મોસમ ખરાબ હોવાથી માટે જે ટીમવર્ક રહી ગયું તે આગલા વર્ષે કરજો પણ હા તમે અહી કેમ્પની આજુબાજુ ફરી શકો પણ હા કોઈ દૂર સુધી નહિ જાય ઓક. આટલું કહી સર ચાલ્યા જાય છે. નિશાંત અને ટીમ પાછા કેમ્પમાં આવે છે. તે સમયે મનીષા તેના કેમ્પમાં જાય છે ,
નિશાંત કહ્યું મનીષા થોડી વારમાં આપણે મળીશું તું તૈયાર રહેજે.

બધાં સવારનો નાસ્તો કરીને પોતાના ગમતાં સ્થળે જાય છે, તો બીજા વિધાર્થી આરામ કરવા માટે કેમ્પમાં જાય છે તો અન્ય વિધાર્થીએ ઘરે જવા માટે તૈયારી કરવા લાગ્યાં છે. નિશાંત મનીષાના કેમ્પ આગળ જઈ મનીષાને બોલાવે છે.
ભૂમિ બહાર આવે છે અને કહ્યું કે બસ મનીષા આવે છે પણ તું અને મનીષા ક્યાં જશો. નિશાંત કહે છે કે એ તો બસ છેલ્લો દિવસ છે તો થોડું ફરી એકવાર આજુબાજુ નજર કરી લઈએ ફરી સમય મળે કે ના....
ત્યાં મનીષા આવે છે અને કહે છે કે નિશાંત ક્યાં જવાનું છે. નિશાંત કહે તું ચાલ યાર બસ.
મનીષા પણ વધારે પ્રશ્નો ના કરતાં તે ભૂમિને કહ્યું કે આપણો સામન તું તૈયાર કરીને રાખજે. આટલું કહી મનીષા ચાલે છે.
બન્ને કેમ્પની બહાર નીકળી ગયા અને આગળ વધી રહ્યાં હતાં. સાત દિવસના સાથે હોવા છતાં આજે બન્ને એકસાથે મળે છે. માટે પોતાના આ જે દિવસો વિતાવ્યા તે વિશે વાતો કરતાં કરતાં ચાલ્યાં જાય છે.
નિશાંત હસતાં હસતાં કહ્યું કે મનીષા આ કેમ્પ ખતમ ના થાય કેવું સારું..
મનીષા કહ્યું કે હા ખૂબ સરસ મજાની આ જગ્યા અને વાતવરણ છે. જે શહેરમાં દોડધામ વારી જીંદગી કરતાં આ ગામડાંની જીંદગી કેટલી સુકુન અને શાંતિ મળે છે.
નિશાંત પણ કહ્યું હા અહી શાંતિ અને અલગ જ અનુભૂતિ થાય છે. આમ વાતો કરતાં જાય છે ત્યારે અચાનક વરસાદ ધીમો ધીમો પડવા લાગે છે અને બન્ને એક ઝાડ નીચે ઉભા રહીને વરસાદ બંદ થવાની રાહ જોઈ રહ્યા છે. વરસાદ વધારે આવાથી બન્ને ભીંજાઈ જાય છે. મનીષા ઝાડ નીચેથી દોડીને ખુલ્લા આકાશ નીચે વરસાદની બુંદોની સાથે મસ્તી કરી રહી હતી તે આખી ભીંજાઈ ગઈ અને તેનાં હાથ જાણે પારસમણિ જેવા લાગતાં હતાં, અને મનીષાની આંખોની કાજલ પાણીમાં ધોવાતાં આછી પાતળી આંખો અલગ લાગતી હતી તેના હોઠ પર વરસાદની બુંદ બુંદ પડીને તેના કારણે તેનાં હોઠોની લિપસ્ટિક અલગ લાગતી હતી. તેના વાળ વરસાદમાં ભીંજાઈ ગયાં હોવાથી તે ખુલ્લા મૂકીને દે છે, તેથી તે એક અપ્સરા જેવી લાગતી હતી . નિશાંત આ રોમાંચક રમણીય દ્રશ્ય બસ જોઈ રહ્યો હતો.
મનીષા નિશાંતને વરસાદની મઝા માણવા તને બોલાવે છે, ત્યારે નિશાંત તેની પાસે જઈને કહ્યું કે મનીષા થોડી દૂર જવાનું છે અને આપણે બન્ને ભીંજાઈ ગયા છીએ તો હવે આગળ વધીશું.

બન્ને તે સુંદર ડુંગરની ઊંચાઇના પર પહોંચે છે ત્યાં જુએ છે તો જાણે પ્રકૃતિએ લીલી ચાદરની ઓઢણી ઓઢી રહી હોય તેવુ લાગી રહ્યું હતું. સુંદર વાતવરણ હતું ત્યાં મોર પણ તેની ઢેલ સાથે નાચી રહ્યા હતા. હરણનું ટોળું તે એક ઝાડ નીચેથી દોડીને જતા હતા. રમણીય સૌંદર્ય ભરપૂર જગ્યા હતી.
મનીષા આ દ્રશ્ય જોઈને અલગ અનુભવ કરી રહી હતી. મનીષા કહે છે કે કેટલું સુંદર દ્રશ્ય બસ જોયા કરું. નિશાંત કહ્યું કે હું આવી જગ્યા માટે રોજ સવારે વહેલો ઊઠીને શોધતો હતો. પછી હું ટીમવર્ક સમયે મે ત્યાંના લોકો જોડેથી આ સ્થળની માહિતી મેળવી હતી અને તને અહી લાવવા માંગતો હતો બસ. મનીષા કહે છે કે આ જગ્યા માટે કોઈ શબ્દો નથી પણ ખાસ મારા માટે....... ?
નિશાંત કહ્યું હા મારે તને ઘણાં દિવસથી એક વાત કરવી હતી, જે સમય સંજોગના કારણે ના થઈ શકી પણ આજે એ વાત કરવી છે મનીષા તારી સાથે દોસ્તી પછી આપણે બન્ને એકબીજાને વધુ સમય આપતા ગયા અને ક્યાં સમયે હું તને લાઈક કરતો ગયો અને ક્યારે તને પ્રેમ કે ચાહવા લાગ્યો તે મને ખબર નથી પણ I LOVE YOU. મનીષા હું તને પ્રેમ કરું છું અને તને હમેશા પ્રેમ કરતો રહીશ બસ. જો તને મારી વાતનું ખોટું લાગ્યું હોય તો મને માફ કરજે.
આ બાજુ મનીષા જે ક્ષણોની રાહ જોઈ રહી હતી તે ક્ષણ અચાનક મળી ગઈ હતી તેથી તે બસ નિશાંતને સ્મિત સાથે I LOVE YOU TO કહીને તે ભેટી પડે છે. જાણે જન્મો જન્મો સુધી એકબીજા તડપતા હોય અને આજે મળ્યાં હોય તેવું લાગી રહ્યું હતું.

આ મિલન માટે પ્રકૃતિને તેનો ભાગ લીધો હોય તેમ તે પણ આજે અલગ જ રૂપમાં લાગતી હતી. વરસાદ ધીમો થવા લાગ્યો છે. તે સમય દરમિયાન નિશાંતની બાહોમાં રહેલી મનીષાએ નિશાંત સામું જોઈને હસી રહી હતી. તે વખતે નિશાંત મનીષાને તેનાં કપાળે ચુંબન કરે છે. તે સમયે મનીષાની આંખો બંદ થઈ જાય છે. ત્યારે અચાનક વીજળી સાથે ધડાકો થતાં મનીષા ડરીને તે નિશાંતની બાહોમાં વધારે ભિડાવે છે. બીજી બાજુ પક્ષીઓનો કલવર ગુંજી ઉઠી રહ્યો છે. આ બાજુ મનીષા થોડી શરમાયને નિશાંતથી દૂર જાય છે ત્યારે નિશાંત મનીષાનો હાથ પકડે છે. મનીષાના સ્મિતને સામે જોતા નિશાંત હાથ છોડી દે છે.

આ મિલન થતાં પ્રકૃતિ પણ શાંત થઈ જાય છે. બન્ને ડુંગરની ટોચે જઈને બન્ને પ્રણયભાવથી મસ્તી કરી રહ્યા હતા અને તેમના કેમ્પની બાજુ જોઈ રહ્યા હતા. ત્યાં નિશાંતને એક.................

વધુ આવતાં અંકે...
*to be continued*
*✍🏻મનીષ ઠાકોર✍🏻*પ્રણય*

ટુંક સમયમાં મને આટલાં સારા પરિણામ માટે
આભાર મિત્રઓ મને આટલો સારો પ્રતિભાવ આપવા માટે દિલ થી આભાર બધાને આગળ પણ આપતાં રહેજો.

સમયને અભાવને કારણે ભાગ થોડાં મોડો પ્રકાશિત કયો છે પણ હવે સમયે સમયે આવતા જસે.✍️✍️✍️🙏🙏