Collage na divaso - Prem ni ek zalak - 20 books and stories free download online pdf in Gujarati

કોલેજ ના દિવસો - પ્રેમ ની એક ઝલક - 20

કોલેજ ના દિવસો

પ્રેમ ની એક ઝલક ભાગ-20

ત્યારે નિશાંત કેમ્પમાં જોવે છે, તે જોતાં તે ચોંકી જાય છે. કેમકે મનીષા તેની સહેલીઓ સાથે કેમ્પમાં બધા લોકોએ ચા અને નાસ્તો આપી રહી હતી. નિશાંત એક સમયે માટે તેણે ભ્રમ લાગે છે,તેવું માને છે ત્યાં નિશાંતના મિત્રો પરેશ, દીલું, હિતેન તેની પાસે જઈને (મઝાક કરતા) કહ્યું કે નિશાંત મનીષાના હાથથી બનાવેલો નાસ્તો કર મઝા આવશે ત્યારે નિશાંત ખબર પડી કે ના સાચે જ તે મનીષા છે. તે સમયે નિશાંત તેના મિત્રોને કહ્યું કે હા જરૂર ને નિશાંત મનીષા જોડે જાય છે, અને તેની પાસે ઉભો થઇ જાય છે. મનીષા નિશાંતને નાસ્તાની ડિશ આપે છે
મનીષા હસતાં કહ્યું નિશાંત તારા ચહેરાના હાવભાવ બદલી ગયા..
નિશાંત કહ્યું મનીષા બધું તું જાણે છે. પછી નિશાંત અને મનીષા બન્ને ડિશ લઈને અલગ નાસ્તો કરતા હોય છે,
નિશાંત કહ્યું મનીષા તે તો કેમ્પમાં આવાની ના પાડી હતી તો અને મે પોતે કેમ્પનું લીસ્ટ પણ ચેક કયુું હતું તેમાં પણ તારું નામ ના હતું તો કેવી રીતે........
મનીષા કહ્યું નિશાંત હું કેમ્પમાં આવાની જ હતી તે બધાને ખબર હતી સિવાય તને અને હા લીસ્ટની વાત કરે છે તો એ મને ખબર હતી કે તું જરૂર લીસ્ટ ચેક કરીશ માટે તેને એ(A) નું લીસ્ટ તને આપ્યું હતું કેમ કે આપણી કોલેજમાં એ(A) અને બી(B) બે વિભાગમાં વહેંચવામાં આવ્યા હતા. માટે તું એ(A) વિભાગ નું ચેક કયુું હતું માટે તેને ખબર ના પડી......
નિશાંત કહે કે હા એ તો હુ જોવાનું જ ભૂલી ગયો હતો.

આમ બન્ને વાતચીત કરી રહ્યા હતા, ત્યાં મનીષાની કોલેજની ખાસ સહેલી ભૂમિ આવે છે અને કહે છે કે મનીષા હવે આપણે કેમ્પના બધાં મિત્રોને સર મેદાનમાં બોલાવે છે તો ચાલો બન્ને....
નિશાંત તેનાં કેમ્પમાં જાય છે, ત્યારે મનીષા પણ તેની સાથે જતી હોય છે. નિશાંત કહ્યું કે મનીષા તારો ક્યાં નંબરનો કેમ્પ છે.
મનીષા કહે છે કે તારી બાજુમાં જ મારો કેમ્પ છે, તે રાતે જોયું હોય તેને મારી ખબર પડી ગઈ હોત પણ તું આવીને સૂઈ ગયો હતો. પછી બન્ને પોતાનાં પોતાના કેમ્પમાં જાય છે.

મેદાનમાં બધા ભેગા થાય છે, અને તેમના જે એ(A) અને બી (B) પ્રમાણે તેમની ટીમે પાડવામાં આવે છે. પણ મનીષા અને નિશાંત અલગ અલગ ટીમમાં જુદા પડે છે. અને તેમની ટીમ પ્રમાણે બધાં કાયો કરતા હોય છે. આમ રોજ થવા લાગે છે. નિશાંત એ મનીષાને મળવા માટે ઘણાં પ્રયત્ન કરે છે પણ જુદા હોવાથી કોઈ સમય આપી શકતું નથી. આમ દિવસો જવા લાગ્યાં, નિશાંતના મિત્રો પણ કોઈપણ ક્ષણે તેમણે મળવા માટે ઘણાં પ્રયત્ન કરતાં હતાં.

સવાર પડે ત્યારે નિશાંત રોજના સમયે ઉઠીને ફરવા નીકળી જાય છે, તે સમયે ભૂમિ પણ વહેલા ઊઠી હોવાથી બહાર આવાજ થવાથી તે કેમ્પની બહાર આવે છે અને કહે છે કે શુભ સવાર નિશાંત.
નિશાંત કહ્યું શુભ સવાર ભૂમિ કહીને આગળ વધે છે, ત્યારે ભૂમિ કહે છે કે નિશાંત એક મિનિટ હું પણ તારી સાથે આવું તે કેમ્પમાં જાય છે, કેમેરો લઈ બહાર આવીને કહે છે કે ચાલ નિશાંત ક્યાં જવાનું છે. બન્ને આગળ વધી રહ્યા છે અને વાતચીત કરતા જાય છે ત્યારે ભૂમિ કહે છે કે નિશાંત તું મનીષાને ક્યાં સુધી આમ હેરાન કરીશ કહી દે તારા દિલની વાત મને તારા વિશે બધી વાતો મનીષા મારી આગળ કરી છે પણ તેને કહેવાની ના પાડી છે, તો પણ મારાથી તેની હાલત જોવાતી નથી બસ હવે જલ્દી તારા દિલની વાત કરી લે યાર બસ....
નિશાંત કહે છે કે હા પણ તું જાણે છે કે હું અને મનીષા અલગ ટીમમાં છીએ તો મળવા માટે કોઈ સમયે નહી મળતો એમની ટીમ અલગ જ દિશામાં જાય તો આપણી ટીમ અલગ દિશામાં જાય છે અને તે સાંજે મળવાનો સમય મળે તો જમીને સુઈ જાવાનું હોય છે, તે નિયમો મુજબ ચાલવુ પડે અહી તો શું કરવું બોલ હવે ?
ભૂમિ કહે કે હા તારી વાત સાચી છે પણ એક રસ્તો છે જે તમે બન્ને સાથે રહી પણ શકો અને સાથે જઈ પણ શકો. નિશાંત કહે છે શું એવું બની શકે.....
ભૂમિ કહ્યું હા કેમ કે કેમ્પમાં એક આદિવાસીના લુપ્ત થતાં વારસા વિશે માહિતી પર એક ટીમ વર્ક છે,જેમાં બે ટીમ ભાગ લઈ શકે છે જેમાં ફક્ત પાંચ લોકો હસે તો બોલ આ બહાને તું અને મનીષા મળી શકે છે, અને તારા દિલ વાત પણ થઈ જશે.
નિશાંત કહ્યું આ યોગ્ય છે તો બોલ કોને ક્યાં સરને મળવાનું છે, આમ વાતો કરતા કરતા ભૂમિ અને નિશાંત પાછા ફરે કેમ્પ તરફ આવે છે.

નિશાંત એ સમયે જોતા સરને વાત કરી અને તેની ટીમ બનાવી દીધી. બીજા દિવસે નિશાંત અને તેના મિત્રો અને ભૂમિ અને મનીષા બધા સાથે ટીમ વર્ક કરવા નીકળી પડે છે. આ બધા મિત્રો આદિવાસી લોકોને મળે છે અને તેમની લુપ્ત થતી કલા વિશે માહિતી મેળવી હતી. બપોર નો સમય હતો ત્યારે નિશાંત અને તેના મિત્રો ત્યાં લોકોની સાથે જમવાનું પસંદ કરે છે અને ત્યાંજ જમી લે છે,અને ત્યાં ના લોકો સાથે રહે છે, અને ત્યાં લોકો સાથે રહી તેમની પાસેથી ઘણી સારી એવી માહિતી મેળવે છે. સાંજ નો સમય થવા આવ્યો ત્યારે બધા કેમ્પ તરફ પાછા ફરે છે. તે બધા કેમ્પમાં આવી જાય છે.

થોડા સમયમાં કેમ્પમાં આવીને નિશાંત અને મનીષા અને ભૂમિ સાથે રાત્રિનું ભોજન જમતાં જમતાં વાતચીત કરી રહ્યા હતા, ત્યારે ભૂમિ જમીને જાય છે ત્યારબાદ નિશાંત મનીષાને કહે છે કે મનીષા કાલે આપણે વહેલા જવાનું છે, માટે તું કાલે થોડી વહેલા ઊઠીને ભૂમિ સાથે આવજે.
મનીષા આ વાત સાંભળતાં ખુશ થઇ જાય છે કેમ કે તેને ભૂમિને બધી વાતો કરી દીધી હતી. માટે તે કહે છે કે હા નિશાંત ઉઠવું પડશે કેમ કે બે દિવસ પછી કેમ્પ પૂરો થવાનો છે.

સવારમાં નિશાંત અને તેના મિત્રો વહેલા ઊઠીને કેમ્પની બહાર આવે છે અને તેના બાજુના કેમ્પ તરફ જોવે છે. ત્યારે ભૂમિ અને મનીષા બહાર આવીને નિશાંત ની રાહ જોઈ રહ્યા હતા. થોડું થોડું અંધારું છે,પવન ફુંકાઈ રહ્યો છે, તે સમયે નિશાંત અને આખી ટીમ કેમ્પની બહાર આવીને આગળ વધી રહી છે ત્યારે .......................

*વધું આવતાં અંકે*
*to continue*
✍🏻 *મનીષ ઠાકોર *
❤પ્રણય❤*✍🏻

*મને પ્રતિલિપિ પર ફોલો કરો :*
https://gujarati.pratilipi.com/user/8r29003ruc?utm_source=android&utm_campaign=myprofile_share
*


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED