Ek Adadhi Raat No Samay part - 10 - last part books and stories free download online pdf in Gujarati

એક અડધી રાતનો સમય - 10 (અંતીમ ભાગ)

જ્યારે પણ જે કામમાં આપણને સારું કરવાની પ્રેરણા મળે ને એ કામ જરુર કરવું જોઇએ અને એ સારા કામોમાં આપણને ઘણીવાર મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડતો હોય છે અને એમાંથી બહાર નીકળવાના તમામ પ્રયત્નો બાદ સફળતા મળે ને એ આપણી સાચી ઓળખ ઉભી કરી જાય છે,
કાજલ તો અદ્રશ્ય થઈ ગઈ હતી પણ હું સવાર પડવાની રાહ જોતો હતો અને જેવી સવાર પડે તે તરત જ અવિનાશને કોર્ટ બોલાવીને પેલા બધા સબુત અને ગવાહ તો મારી સાથે જ હતી એટલે એનો કોઇ પ્રશ્ર્ન રહેતો ના હતો બસ બધું સેટ હતું અને હું એ કેસના વિચારોમાં ક્યાંરે સુઇ ગયો એની ભાન જ ના પડી અને રાતના ત્રણેક વાગ્યા હશે અને અચાનક કોઈ સ્કુલમાં કોઇક બે ત્રણ માણસોની ટોલી આવી ચડી અને હું તો સુતો હતો પણ એ દિવસે જો કાજલ ફરી નો આવી હોત તો પેલી છોકરીને એ લોકો કાંતો ઉપાડી જાત અને કાંતો મારી નાખત પણ કાજલ રાગિણીના શરીરમાં ધુસી અને એ માણસોની પાછળ ગઇ અને એ લોકો પેલી દિકરી ઉપર વાર કરે એની પેલા જ રાગિણી એ લોકો સામે લડી પડી અને કંઇક જોરદાર અવાજ આવ્યો અને હું જાગી ગયો અને ઉભો થઇને જોયું તો રાગિણી એ ત્રણેય સામે જોરદાર એક્સન સાથે લડતી હતી જાણે કોઈ સાઉથની મુવી ચાલતી હોય એમ,
છુટા કેશ અને ભયંકર રુપ જોઇને થોડી વાર તો હું સ્થંભ બની ગયો અને પછી મારાથી બોવ રહેવાયુ નહિં એટલે હું પણ ગયો અને ત્યાં જોરદાર અવાજે રાગિણી બોલી તું છેટો રે મારાથી......
એની માને.....આને આમ અચાનક શું થયું યાર આ આમ મને આવાં અવાજે કેમ બોલી.....હશે....તોય મે પુછ્યું....
અરે પણ થયું શું ના એટલે કે મને પણ મોકો આપ લડવાનો તો તારે એકલાને સામનો ના કરવો પડે,
તને કિધું ને કે છેટો ઉભો રે,આ તારી જવાબદારી હતી કે એ દિકરીની તું રક્ષા કરે એ,તું સુઇ કેમ ગયો હતો,
જો રાગુ તું આમ લાલ પીળી ના થઇશ,તું રેવા દે તને મારા સમ છે,
(સમ આપ્યાં બાદ એ ત્રણેય નો જે ઘા કર્યો છે આપણને એમ લાગે કે કોઈ દેવતા એ રાક્ષસ નો સંહાર કર્યો હોય અને પહાડની ઉપર થી કોઇને ફેક્યો હોય,
એ થયા બાદ રાગિણી નીચે પડી ગઇ એટલે કે બેહોંશ થઇ ગઇ એટલે હું સમજી ગયો કે આ રાગિણી નોતી આતો કાજલ હતી)
જો કાજલ તને તો ખબર જ છે કે હું બોવ થાક્યો હતો એટલે આ કેસ ની વાતો વિચારવામાં ક્યાંરે સુઈ ગયો એ જ નો ખબર પડી,
(આટલું બોલ્યો પણ કોઇનો કાઇ જવાબ આવ્યો નહીં એટલે હું ફરી બોલ્યો કાજલ મને માફ કરી દે પ્લીઝ,તોય કોઇ જવાબ નો આવ્યો એટલે હળવે રહીને રાગિણી પાસે ગયો અને મે રાગિણી ને બે હાથમાં ઉપાડી, પાડા જેવી એક હતી જ મને લાગે છે કે મારા કમરના મણકા નો ભાંગી જાય તો સારું,ખાધે પીધે સુખી ઘરની હતી એટલે વજન બોવ હોય ને ભાઇ, અને બેડ પર સુવડાવાની કોશીંશ કરી પણ એને મને પડકી જ રાખ્યો હતો,અરે બાપા હવે મુકિ દે નયતો ઓલા લોકો ભાગી જાશે, તોય મે ગમેતેમ કરીને પોતાને છોડાવ્યો અને છોડાવીને એ ત્રણેય પાસે ગયો)
તમારી માને....શાલા નીચ.......હલાકાઓ કોણ છો તમે અને તમે અંઇઆ કેમ આવ્યાં કોણે મોકલ્યા હતા,
સાહેબ અમે તમને બધું કહેવા તૈયાર છીએ પણ પેલા એ કો કે એ બેન હતા કોણ....
એ તમારા બેન બ્રુસ લી ના નાના ફઇબા હતા....તુ બોલને જે બોલવાનો હોય એ નહીં તો એણે તો કાંઇ નથી ધોયા એવાં ધોઇસ તમને....
સાહેબ અમને સુલામાને મોકલ્યા હતા....
કોણ સુલેમાન ક્યાં રહે છે એ....
એતો જેલમાં છે....
કંઇ જેલમાં...
સાબરમતી જેલમાં....
તો તમે એને ક્યાં મંડ્યા હતા અને અંઇયા આવાનું કેમ કિધું અને પેલી એજ દિકરી છે એ કેમ ખબર પડિ...???
સાહેબ સાહેબ....પાણી આપશો પ્લીઝ...
તારી મા.......બોલને નઇતર ટેટવો દબાવીને ગરદન હાથમાં આપી દઇશ....
સાહેબ અમે પણ જેલમાં જ હતા ત્રણ દિવસ પેલા જ છુટ્યા છીએ અને એ સુલામાનને કામ કોણે આપ્યું એતો નથી ખબર પણ હા એ દિકરી એક વિદ્યા નગર સ્કુલમાં હશે જ્યાં બહેરા મુંગાની સ્કુલ છે અને એ દિકરીને છ આંગળીઓ હશે એ નીશાની આપીને અમને અંઇઆ મોકલ્યા હતા અને એની પેલા અમે એની પર સતત વોચ રાખી હતી પણ અંઇઆ પોલીસ હતી એ બીકના માર્યાં અમે ધુસી નહતા શક્યા પણ એક દિવસ મિનરલ વોટરની ગાડિ લઇને અમે વોટર સપ્લાયર બનીને આવ્યા હતા અને અમે એ દિકરીને ઓડખી ગયા હતા અને એનો ફોટો પાડિ લીધો હતો,
વાહ હલાકાઓ વાહ,,,,એ દિકરી લાચાર છે એની ખબર ના હતી,બીજું કોણ છે તમારી સાથે.....
સાહેબ બીજું તો કોઇ નથી અમે ત્રણ જ છીએ....
આ વાતની બીજા કોઇને તો નથી ખબર ને....
ના સાહેબ.....
સાલા હલકાઓ એક જ રાત કાઢવાની હતી એ પણ તમે લોકો શાંતી થી નથી કાઢવા દેતા....
આહહહહહહા સાહેબ મારો નહિં,તમે હાથ જોડું છું....
શાંતી થી મારે આ કેસને પતાવો છે પણ તમે નહિં પતવા દો...
આઆઆઆહહહહ સાહેબ બસ સાહેબ હાથ ભાંગી જ ગયો છે,,,,,બોવ ના મારો પ્લીઝ....
અરે મારી નાખવા જોઇએ હલકાઓ....તમારા જેવા રાક્ષસોની આ ઘરતી પર કોઇજ જરુર નથી....
ઓયયયયયય હનુમાનજી બસ હવે મરી જાસે યાર....અંઇઆ આવ એ લોકો ને મુક હવે....
તું ચાર્લોને ફોન કર....ને ભાઇ.....મારે આ લોકોને પથાવી જ દેવા છે.....
હા હાલો ચાર્લીના જલ્દિથી સ્કુલે આવ નહીંતર આ અડિયલ ઓલા લોકોને મારી નાખશે,ફુલ ગુસ્સામાં છે યાર....
અરે કોણ ગુસ્સામાં છે ને કોન કોને મારી નાખશે....
અરે આ દિપક પેલી દિકરી પર હુમલો કરવા આવેલાને મારે છે,જલ્દિ આવ પ્લીજ....
એની માને.....હા આવું છું....
દિપક પ્લીજ મારા સમ છે યાર એ લોકો કંઇ બોલતા નથી, લાગે છે કે બેહોંશ થઈ ગયા છે,
ભલે મરતા સાલા હરામીઓ,આમેય મરવાને લાયક જ છે આવા,
એક નાનકડી દિકરીને મારવાં આવી ગ્યાં સાલા હલકીનાઓ,
બસ હવે શાંત થા,
શું શાંત થાવ હે.....અકલ છે તારાંમાં,જો પાંચ મીનીટ લેટ થયું હોત તો તને ખબર છે એ દિકરીને આ લોકો મારી નાખત એતો સારું કેવાઇ કે કાજલ તારી બોડીમાં આવી અને એને આ લોકોને રોક્યા....
શું કાજલ મારી બોડીમાં આવી હતી....!
અરે હા હવે એ પતી ગયું.....આની ઉપર પાની છાત અને મને પણ પાણી પીવડાવ....
ના એટલે સાચે જ કાજલ મારાં માં આવી અને મે આ લોકોને માર્યા પીટ્યા.....ઓહહહહહહ યાર મને કાંઇ થાશે તો નહીં ને.....શું સાચે જ કાજલ મારી બોડીમાં આવી હથી.....
અરે હા ભાઇ હા હવે....એક વાર માં સમજાતું નથી....અને તને શું થવાનું છે હાથી જેવી તો છે....
ના એટલે સમજાય છે પણ આ લોકોને મે માર્યા એ સમજાતું નથી....
અરે ઓ લપણી તે નહિં પણ તારી અંદર હતી એ કાજલે આ લોકોને માર્યા.....એ તું જાને રે.....હાથ જોડું છું...
ઓહહહહ ગઢવી સાહેબ આ બધું શું છે....???
તને શું દેખાઇ છે ભાઇ ચાર્લી....તું પણ હવે આની જેમ ચાલું નો થય જાતો....
ના એટલે આટલું બધું થઈ કેમ ગયું પણ....
અરે થયું નથી,થાતા થાતા રહી ગયું છે એમ બોલ,,,અરે ઓ મહારાણી ક્યાં ખોવાઇ ગઇ તું જાને ભાઇ પાણી લાઇને યાર....
ના એટલે મે આ લોકોને માર્યા બોલ ચાર્લી....
હે ભગવાન આ પાગલ થઈ ગઈ,રાગુ મારુ પ્યારુ પ્યારુ બચ્ચું જાને ચા પાણીનું કંઇક ને,મારા સમ જા પ્લીજ અને આ લોકોને મે માર્યા છે,એતો અવાજ આવ્યો પે તો હું ઉઠી ગયો અને આ લોકો ને મે ધોયા બસ.... તારુ તો હું અમથો એમજ કહેતો હતો હો...
ઓહ રિયલી....
હા બચ્ચા....જા હવે ચા પાણી લાઇ જોરદાર...
હા ગઢવી સાહેબ શું છે બોલો.....મને તો ક્યોં આ કાજલે કર્યું કે તમે.....
અરે હા હવે કાજલ રાગિણીના શરીરમાં આવી હતી અને મારી આંખ લાગી હતી એટલે હું સુઇ ગયો હતો અને એ આ બધું થતા થતા રહી ગયુ....
હા યાર ગઢવી સાહેબ સારું કહેવાય નહીં તો દિકરીને કાંઇક થયું હોત તો આ કેસ વીક પડી જાત...તો બીજું શું કાંઇ બોલ્યા આ લોકો....?????
બોલવામાં એવું છે કે કોઇ સુલેમાન છે જેણે આ લોકોને સોપારી આપી હતી પેલી દિકરીને જાન થી મારી નાખવાની,
હા ઓડખું છું એ હલકાને,અમે જ પડક્યો હતો વસ્ત્રાપુર પોલીસે,
તો બસ એને પણ કોર્ટમાં હાજર કરો અને એક દીકરી ને મારવાની સોપારી લેવામાં અને દેવામાં ઉંડો ફસાવો અને આ લોકોનું બયાન લઇને કોર્ટમાં આને પણ હાજર કરીને આની પલ કલમો જીકો જે લાગું પડતી હોય એ,હું તો કહું છું લાવને તારી રિવોલ્વર અંઇયા જ આ લોકોનો ફેસલો કરી નાખું....
અરે હોતા હશે કંઇ ગઢવી સાહેબ આ કાંઇ મજાક છે,આ મારી સર્વિસ રિવોલ્વર છે ભાઇ,ચોરાઉ નથી....
હા આ લોકો કરે મજાક ને અમે કરી એ ગુનો....વાહ દોસ્ત વાહ,ખેર પેલા ડોક્ટરનું શું થયું...
હા લીધો છે બરાબરનો પણ હાઇ બીપી થઈ ગયું હતું તો એને પેલા દવા લીધી અને જેલ ભેંગો કર્યો છે સવારે એ બધાને કોર્ટમાં હાજર....
કોણ કોણ હશે કોર્ટમાં.....
બધા જ....બધા એટલે આ લોકો પણ ભેગા જોઇએ હો મારે એક જ વેનમાં....
હા બાપા હા બધાં જ હશે....
સારું તો ચા પીને છુટા પડીએ હવે બસ ત્રણ કલાક બાકિ છે,હું ફ્રેશ થઈને કોર્ટમાં આવું છું દિકરીને લઇને....
ભલે સારુ તો...
હું અને રાગિણી દિકરીને લઇને કોર્ટમાં આવ્યા અને ચાર્લી પેલી વેનમાં બધા ગુન્હેગારો પે લાવ્યો,અવિનાશે બધા સબુતો લાવ્યો અને કોર્ટમાં પેશી ચાલું થઇ અને બધા સબુતો અને ગવાહિ ના આધાર પર ડોક્ટર અને આચાર્ય ને તેમજ પેલા લંડન વાળા ડોક્ટર મોહિત ને આજીવન કરાવાશ અને સુલેમાન અને એના સાગરીતો ને આઠ આઠ વર્ષની સજા થઇ હતી,અને કાજલના મમ્મી પપ્પા આ બધું જોઇને અને કાજલને ઇન્સાફ મડતા જોઇને તેઓ કોર્ટમાં ખુબ રડ્યા અને મે એમને છાના રાખ્યાં અને હું કાજલની આત્મા પાસે ગયો,અને અમારા બંને વચ્ચે એક વાત થઇ અને થોડી વારમાં ચાર્લી એ બધાને વેનમાં બેસાડાયા અને હાઇવે ઉપર વેન નીકળી ગઇ અને હું કાજલ પા મમ્મી પપ્પાને અને રાગિણી સાથે પેલી દિકયીને લઇને હું ઘરે ગયો અને મે મમ્મીને છા પાણીનું કિધું અને કલાક થય એટલે મે ટી.વી ચાલું કરી અને જોયું તો અચાનક એક બ્રીજ પર એ વેનનુ એક્સીડન્ટ થયું અને એ વેન બ્રીજની નીચે પડી ને બધા એ કૈદીઓ સહિત વેન બ્લાસ્ટ થય ગય હતી અને ચાર્લી અને બે કોન્સ્ટેબલો અને ડ્રાઇવર ચાર નો ચમત્કારીક બચાવ થયો હતો અને જે લોકો વેનમાં હતા એ બધાનું ઘટના સ્થળે જ મ્રુત્યુ નીપજ્યું હતું,
ચાર્લીને ઇન્વેસ્ટીગેશન શોપી અને જાણવા મડ્યુ કે અચાનક બ્રેક ફેઇલ થઇ ગઇ હતી અને સ્ટેરીંગ પર થી કાબૂ ગુમાવ્યાં બાદ એ વેન બ્રીજની નીચે ખાબકિ પડી અને ડ્રાઇવર તેમજ ઇન્સપેક્ટર સહિત બે કોન્સ્ટેબલો કુદિ ગયા હોવાથી એમનો બચાવ થયો હતો અને ચાર્લી એ એ ઇન્વેસ્ટીગેશન ફાઇલ એસ.પી ને શોંપી અને કાજલ તેમજ વેન દુર્ઘટનાની ફાઇલ બેવ ક્લોસ કરી નાખી હતી,

કોર્ટમાં મારે અને કાજલ વચ્ચે એ વાત થઇ હતી કે આ લોકો બધા રાક્ષસો જ છે આમની સજાઓ હમણાં પુરી થઇ જાશે અને આ લોકો પાછું કંઇક તારી સાથે બન્યું એવું કરશે તો....
તો તારો શું પ્લાપ છે....
મારો શું પ્લાન હોય,તુ આત્મા છો તું ધાર તો ગમેતેમ કરી શકે છે,બસ એની હારે જે પોલીસ મેન હોય એમનો વાળ વાંકો ના થવો જોઇએ એ રીતે પ્લાનને સફળ બનાવો,
ઓકે કરું છું કંઇક...
દિપક પછી હું તને મડુ છું તારુ એક હજી કામ છે....
હા સ્યોર આ બધાને લઇને હું ઘરે જાઉ છું તું ત્યાંજ આવજે...
ઓકે સારુ....
એટલે કાજલે પેલી વેનમાં જઇને બ્રેક ફેઇલ કરી અને સ્ટેરીંગ જામ કરી નાખ્યું અને ડ્રાઇવર,ચાર્લી અને કોન્સ્ટેબલો ને હળવેક થી નીચે ફેંક્યા જેથી કરીને એ લોકોને વાગે નહિં અને જેવી વેન નીચે પડી કે તરત જ બ્લાસ્ટ થયો અને અંદર જેટલા હતા એ બધાનો સર્વનાશ થયો,
કાજલે મારી ફાસે મારા ઘરે આવી અને રડતા આંસુઓ સાથે એના મમ્મી પપ્પાને જોવા લાગી હતી અને મારી સામે જોઇને બોલી કે કાંશ તારા જેવો એક છોકરો મારી લાઇફમાં હોત તો મારો વાળ પણ વાંકો ના થાત પણ વિધાતા ના લેખ અને ભાગ્યની વાત કોઇ જાણી શક્યું નથી એમ બોલીને મારી સામે કાજલ મોક્ષને માર્ગે ચાલી નીકળી અને હું જ્યાં બધા બેઠા હતા ત્યાં ગયો અને બધા હતા એટલે મે ચાર્લી અને અવિનાશ ને ફોન કયીને બોલાવી લીધા કેમ કે અમારા બધાએ પેલા તેલના ડબ્બા ના ઘરે જવાનુ હતુ અને અંકલને અવિનાશ અને વૈશાલીની વાત કરવાની હતી...
એટલે હું અને રાગિણી અવિનાશ અમે ત્રણેય એ વૈશાલીનો હાથ માગ્યો અંકલ પાસેથી એટલે વિચારમાં પડી ગયા...
અંકલ શું વિચારો છો....હા માનું કે છોકરો ચશ્મા વગર ધુતરાષ્ટ છે પણ આમ તમે જોઇ શકો છો આવો નગીનો તમને ઝવેરી પાસેથી પણ નહીં મડે,
હા બેટા એ બધું તો થીક પણ છોકરા નુ આગળ પાછળ કોઇ નથી તો એ મોટો કેમ થયો હશે અને કેવા સાથે થયો હશે એ વિચારું છું,
અરે અંકલ એ અમારી સાથે મોટો થયો છે,અને જે અમારી સાથે મોટા થયા હોય એને તમે જોઇજ શકો છો ને આજે એ બધા પ્રગતિ ના પંથ પર છે અને જેવા મારા સંસ્કાર છે એવા જ આના સંસ્કાર છે,બાકિ બધી જવાબદારી મારી અને આની પાસે એના મા બાપ નથી પણ આ છોકરા એ દતક લીધેલા મા બાપ છે,,,,
(અવિનાશે કાજલના મમ્મી પપ્પાને સાચવવાનો જીમ્મો ઉઠાવ્યો હતો)
એમ તો તો બોવ સારા સંસ્કાર કેવાય,આ જમાના બુઘ્ઘા ઘરમાં છોકરા ઓને એના મા બાપ ને મુક્તા જોયા છે પણ કોઇને દતક લેતા પેલી વાર જોયા છે,સારું દિપક આવતા રવિવાર નુ મુર્રહત ખુબ જ સારું છે જાન જોડિને આવી જાવ.....

અમે લોકો અવિનાશ ના લગ્નની તૈયારી કરતા હતા અને બીજે દિવસે જાન જવાની તૈયારી હતી,
ખુબ જ સારી રીતે બધી તૈયારીઓ ગોઠવી દિધી હતી અને જોત જોતામાં લગ્ન ખુબ જ શાંતીથી પતી ગયા હતા,હવે મારો અને રાગિણી નો વારો હતો લગ્ન નો પણ એની પેલા અમે વૈશાલીના ફેમીલી વાડા એ જાનને વિદાય આપી અને ઘરે આવવા ટાણે અમે એની જામ માં ડિ.જે બોલાવ્યું હતું અને અમે લોકો અવિનાશના ઘર વાળા રસ્તા પર ખુબ જ નાચતા હતા અને હું તો મન મુકિને નાચતો હતો એવામાં એક કાકા આવ્યાં બેટા મારી મદદ કરીશ...
હા કાકા બોલો પણ એની પેલા મારી સાથે મન મુકિને નાચો હું એ કાકા જોડે ફૂલ નાચ્યો અને મને નાચતા જોઇને રાગિણી મારી પાસે આવી અને બોલી.....
આમ એકલો એકલો કોની સાથે નાચશ....
હું કોઇ દિ એકલો નાચતો નથી આ જો ને કાકા પણ કેવા સરસ નાચે છે આ ઉંમરે પણ...
અરે પણ કોણ કાકા,ક્યાં છે તારા એ સ્ફુરતીલા કાકા....
અરે આવડા મોટા અંકલ દેખાતા નથી તને....
ક્યાં છે અંકલ....
આ તો રહ્યા....
રાગિણી એ અવિનાશ અને ચાર્લી ને બોલાવ્યાં અને એને કિધું કે આ એકલો નાચે છે કે કોઇ કાકા આની સાથે નાચે છે,,,,,
ઓ ગઢવી સાહેબ તમે એકલા નાચો છો,અમને તો કોઇ નથી દેખાતું,,,,,
અને ભાઇ અચાનક મારા કાન માં ડિ.જે અવાજ સ્લો થવાં માંડ્યો અને એક સુનનનન થયને મે ઘડિયાળમાં ટાઇમ જોયો તો 12 ઉપર વાગ્યા હતા અને નક્કી મારી સાથે જે નાચતા હતા એ આત્મા જ હતી......

ઓહહહહ નય નય નય હવે નય


ઓ ભગવાન હવે બસ કર બાપા હવે નય......

The End Of Ek Ardhi Raat No Samay Season 2.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED