એક અડધી રાતનો સમય - 9 Deeps Gadhvi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક અડધી રાતનો સમય - 9

ઘણું સારું કરવામાં સારું થતું જ હોય છે,અને નશીબ પણ સાથ દેતું જ હોય છે,
ચાર્લી પેલા ડોક્ટર મોહિતની રાહ જોતો હોય છે એના નામનું બોર્ડ હાથમાં લઇને અને કલાકની ગણતરીમાં મોહિત ત્યાં આવી ગયો અને ચાર્લી એ એને રીસીવ કર્યો અને મોહિત બોલ્યો કે મારે પેલા હોટલ જવું છે કેમ કે હું ખુબ જ થાક્યો છું અને એતો ત્યાં ઉતાવળે બધું કામ પુરું કર્યું હતું અને ટીકીટ વીસા અને ટ્રાવેલીંગના લીધે ખૂબ જ થકાન અનુભવુ છું તો આપણે પેલા બુક કરેલી હોટલે જશું,
ચાર્લી બોલ્યો સર આપણે બોવ જ લાંબું જવાનું છે અને આમેય તમે લાંબા સફરે અને બોવ મોટી મજૂરી કર્યા બાદ આપ હાથમાં આવ્યા છો તો આરામ તમારે અને મારે પણ કરવો જ જોઇશે...
મજુરી કરવી અને હાથે આવ્યો આ બધું શું બોલો છો કંઇજ સમજાતું નથી ભાઇ,
કાંઇ વાંધો નહીં હજું ઘણો સમય છે સમજવાં સમજાવવામાં તો આપ એક કામ કરો મારી સાથે કારમાં ચાલો હોટલ બીજા શહેરમાં છે એટલે વાર લાગશે તમે ગાડીમાં જ આરામ કરી લેજો મંજીલ આવે એટલે હુ તમને જગાડિ દઇશ ઓકે....
ઓકે ઓકે ચાલો અંઇઆ થી જલ્દિ,
ચાલો એક કામ તો complete થયું કે મેઇન મુદ્દા માલ જ હાથ લાગી ગયો હવે બસ હું હોટલમાં રાહ જોતો હતો જેવો મોહિત હાથમાં આવે તો મારી સાથે મુલાકાત કર્યા બાદ એનો ચહેરો અરીસા સામે જોસે તો એ પોતે જ પોતાને ઓડખી નહિં શકે એવી હાલત હું એની કરવાનો છું,
થોડાં સમયમાં હોર્ન વાગવાનો અવાજ સંભાળ્યો એટલે હું કોટેજની બહાર આવ્યો અને પેલા મોહિતને જોરદાર ઝાપટ મારીને ચાર્લીએ જગાડ્યો અને જાગ્યાની સાથે કકડાટ કરવા માડ્યો એટલે હું કાર પાસે આવ્યો અને બે હાથે એનો કાથલો જાલીને કારનો ડોર ખોલ્યાં વગર વિન્ડોઝ માંથી મોહિતને બહાર કાઢ્યો અને હવામાં વટકાવી રાખ્યો હતો અને ચાર્લી એને ધિકા પાટું મારવા લાગ્યો,
મે પણ કાથલો મુકિને બરાબરનો ધોઇ નાંખ્યો અને એણે માફી માંગવાની ચાલું કરી દિધી,
પ્લીઝ મને નો મારો હું તમારા લોકોને પગે પડું છું,પેલા વાત તો કરો જો હુ વાક ગુનાહમાં હોઇશ તો હું સામેથી કહિશ મારવાનું,પણ મને એક વાર કહો તો ખરી કે મે કર્યું છે શું..?
તારી માને....ના ના એમા બીચારી તારી મા નો શું વાક...
તે શું નથી કર્યું...મારા હાળા નો કરવાંના ધંધા કર્યાં છે તે,
માસુમોના કુમળા અંગો વેંચીને કરોડો કમાસ તું અને વળી કેસ તી કહિને મારો....અરે તને મોકકો ન મડવો જોઇએ બોલવાનો અને ડાઇરેક્ટ તારો ભુક્કો બોલાવી દેવો જોઇએ,
અરે પણ તમને કોણે કિધું કે હું આવા બીઝનેસ કરુ છું એમ...???
આને બીઝનેશન કહેવાય હે.....ડોબા...આને ક્રાઇમ કેવાઇ ક્રાઇમ...
પણ મે કોઇ ક્રાઇમ નથી કર્યાં,બધી લીગલ પ્રોસીજર સાથે જ કામ કર્યું....
લે વડિ તારી ચાલાકી દેખાડશ હે....તારા ઓલા પાર્ટનરો અને માણસોને પડકિ પાડ્યાં છે અને એને ગુનો કબુલી લીધો છે,રેકોર્ડ સાથે....ઓય ચાર્લી તારી ગન લાવને ભાઇ આવાને કોણ કોર્ટમાં હાજર કરે આવાના ફેંસલા તો ઓન ધી સ્પોટ થઇ જવા જોઇએ...
હા તો આ લ્યો ગન ગઢવી સાહેબ,એ રાઇટ હેન્ડ છે એટલે માથાના રાઇટ સાઈડ પર ગોળી મારો અને ગન એના હાથમાં રાખી દો,આમેય આ ગન સરકારી નથી, અનલીગલ ગન છે,
વાહ દોસ્ત વાહ,એલા એયરર અમારા બંને સીવાય બીજાં કોઇને ખબર નથી કે તું ઇન્ડિયામાં છો એમ,આમેય તને મારી નાખીને એનું ઇન્વેસ્ટીગેશન પણ આ મારો ભાઇ ચાર્લી જ કરશે...
ના ના પ્લીઝ એવું નઇ કરતા,હું ગુનો કબુલવા તૈયાર છું,
હા....જો આ થઇને મુદ્દાની વાત...ચલ બોલ તારી ઉપર કોઇ છે કે તું એકલો જ આ બધું કરતો હતો,
ના મારી ઉપર કોઇ નથી હું આ બધું સંભાળતો હતો અને મારી નીચે એજ માણસો કામ કરતા હતા જેને તમે પકડિ પાડ્યાં છે,
અરે મુર્ખા તને ખબર છે ને કે ઇન્ડિયા મંદિરોના ભગવાન કરતા તમને લોકોને બોવ માને છે,કેમ કે તમે લોકોના જીવ બચાવો છો અને તું એ લોકોના ઓર્ગન લેતો હતો કે જે લોકો બોલી ના શકે સાંભળી ના શકે,,,,અરે નાલાયક તારા જેવા હરામખોરોને તો ઓલો ઉપરવાળો નર્કમાં પણ ના રાખે,એવા તારા ગોરખધંધા છે,ભાઇ ચાર્લી આને લઇ જા મારી સામેથી નહિંતર હું સાચે જ આને મારી નાખીશ,
હા ભાઇ તમે સાંત થાવ હું આને કસ્ટડીમાં લઉં છું અને તમે રાગિણી પાસે પહોંચી જાઉં અને કાજલના માત પિતા ને પણ આસવાસસન આપો એ અત્યારે ખુબ જ દુખી હશે,
હા ભાઇ હું રાગિણી પાસે જાઉં છુ,,,,સાલા હરામખોર,નીંચ...
બસ હવે બોવ ના મારો નહિંતર મરી જાહે ડોહો તમે છો હનુમાન જેવા ને આ છે સાઉ કુણો પાપડ જેવો....
તો લઇ જાને પણ ઊભો શું છે....
હા હા સારુ....
સાલુ માન્યામાં નથી આવતું કે બચાવનારો ભક્ષક બની જાય તો માણસો જાઇ કોની પાસે,
રાગિણી વલ્લભ કાકાને કે એમને ઘરે જાઉં હોય તો જાય હું છું અંઇઆ,
હા સારું કહી દઉં છું...
વલ્લભ કાકા તમ તમારે જાવ ઘરે દિપક અને હું અંઇઆ છીએ,
હા પણ હથીયાર નહિં હોય ને....
અરે આ છે તો ખરી હનુમાનજી જેવો પછી હથીયારોની શું જરુર છે....
ના ના બેટા હું રોકાઇ જાઉં છું...
ના કાકા તમે જાઉં ઓલો ફુલ અડિયલ છે વડિ એ તમને જોશે તો મને ખીજાશે કે કેમ કાકાને ઘરે નો મોકલ્યા એટલે કહુ છું પ્લીઝ....
હા સારુ બેટા જય શ્રીકૃષ્ણ...
હા જય શ્રીકૃષ્ણ...
એક ગ્લાસ પાણી મડશે પ્લીઝ...
હા આપું છું રે....આલે પી...
યાર દુનિયામાં રાક્ષસની કમી નથી,સાલાઓ કેવાને ટાર્ગેટ કરે છે કે જે લોકો બોલી નથી શક્તાં કે સાંભળી નથી શકતા,અને કાજલ જેવા ફરીસ્તા બનીને આવે તો એની પાલા આબરુ લુંટાઇને પછી એના પણ કટકા કરીને જીવતા ઓર્ગન કાઢી લે બોલો....કેટલું દર્દનાક મૌત થયું એ બીચારીનું,અને એના માઁ બાપ બીચારા આટલા વર્ષો સુધી અજાણ રહ્યાં કે એની દિકરી હવે આ દુનિયામાં નથી,
બસ હવે અફસોસ નઇ કર,જે થવાનું હતું એ થઇ ગયું, અને તું પણ હવે એમને ન્યાય અપાવવા સાવ નજીક આવી ગયો છું,બસ હવે તારીખ આવે એટલે અવિનાશ પુરી તાકાતથી કેસ લડશે અને આર્ગ્યુ કરીને કેસ જીતશે,
હા પણ કાજલના મા બાપનું શું,એ તો હવે સંતાન વિહોણા રહ્યાને,
કાંઈ નહીં આપણે એના સંતાન જેવા જ છીએ ને...
સંતાન જેવા છી,સંતાન તો નહિં ને...
પણ આપણે પુરી રીતે એનું ધ્યાન રાખીશું એમને સાચવીશું અને એની કાજલની ખામીને પુરી કરીશું,
હા એતો હું ખુબ જ સેવા કરીશ,પોતાના માનીને...
હા બસ...અરે એક વાત તો તને કહેતાં ભુલી જ ગઇ કે પેલા તેલના ડબ્બાનો ફોન આવ્યો હતો,
તારા નંબર એની પાસે ક્યાંથી આવ્યાં...
અરે અવિનાશે આપ્યા હતા...
ઓહકે તો શું કહેતી હતી એ...
કંઇ નહિં કોઇક હોસ્પિટલમાં એડમીટ છે અને એને મારી માંફિ માંગી હતી,
કેવાની માંફિ...
એ કોલેજ ટાઇમમાં તને પ્રેમ કરતી હતી પણ એને જેવી ખબર પડી કે હું તને પ્રેમ કરું છું એટલે પેલો તેલનો એની બ્રાન્ડ સાથે અવિનાશ ઉપર ઢોળાય ગયો અને માંફિ એટલે માંગી કે એણે મને પૂછ્યા વગર એણે તને ફોન કર્યો હતો,તો મે એને કિધું એમાં શું એ જેમ અવિનાશનો ફ્રેન્ડ છે એમ તારો બી ફ્રેન્ડ છે,તુ જ્યાંરે જરુર પડે ત્યારે કોલ કરજે...
ઓહહહો આમ અચાનક તમારા બંનેમાં આટલો ફેરફાર કેમ થઇ ગયો હે,,,,ભાગ્ય ખુલી ગયા મારા ને અવિનાશ કે બંનેની હમસફર સીધ્ધી થઇ ગઇ....
હા હા હવે કાંઇ નહીં હો,હજી હુ એવી છું પણ આતો તુ મારો પતિ બનાવાનો છો એટલે તને રિસ્પેક્ટ આપું છું, હાલ હવે મસ્કા નઇ મારતો અને કાજલના મમ્મી પપ્પા પાસે ચાલ,આમેય છોકરાઓ હવે સુઈ ગયા છે અને ગેટ પર તાળુ પણ મારી દીધું છે,
હા સારુ ચાલ....
હુ અને રાગિણી કાજલના મમ્મી પપ્પાને સમજાવા અને એમને આસવાસસન દેવા ગયા હતા પણ તેઓ ખુબ જ થાક્યા હતા એટલે સૂઈ ગયા હતા,એટલે હું અને રાગિણી ફરી એકાંતમાં બેઠા હતા ત્યાં રાગિણી બોલી,
દિપક તું જ્યાંરે પણ કોલેજ આવતોને તે દિવસે હું તને ખુબ જોયા કરતી હતી,અને મને ભગવાનને પ્રાર્થના કરતી કે આ છોકરો મને મળી જાય એટલે મારો જન્મારો સુધરી જાય અને ભવ તરી જાય,પરંતુ તને કહેવાની હિંમત જ નોતી થતી અને તે દિવસે નાટકના રીહસલમાં જ્યારે વૈશાલી તને લઇને નારાજ હતી તો એને ગમે તેમ કરીને મનાવી અને પછી હું એકાંતમાં જ જઇને ખુબ રહિ હતી,
કેમ કે તને હું ખોવા નોતી માંગતી,અને તે દિવસે જ્યારે તે મને ડારો આપી કહ્યું કે મારે કોઇના પ્રેમમાં પડીને લાઇફને ફુલ સ્ટોપ નથી લગાડવો,મારે ભણવું છે,મારું કરીયર બનાવું છે,પણ એ દિવસે ચાર્લી અને સ્ટેફીએ મને ખુબ હિંમત આપી હતી અને એને મને થોડું અભિમાની બનાવાનું કહ્યું અને તને અનદેખો કરવાનું કહ્યું હતું પણ તને તો કોઇ જ ફેર પડતો જ ના હતો કે કોણ છોકરી તારી પાછળ પડેલી છે,કોણ છોકરી તને દિલથી ચાહે છે,તું તો બસ ભણવામાં અને કોલેજના માન સન્માન વધારા માંથી નવરો જ નો તો થતો,આખરે એ કોલેજના છેલ્લા દિવસોમાં મે હાર માની લીધી કે હવે તું મને મડવો ખુબ જ મુશ્કેલ છે,અને હું પણ લંડન જતી રહી કોર્સ કરવાં પણ અચાનક તને મારી કંપનીમાં જોઇને હું ખુબ જ ખુશ થઇ અને જલ્દિ જલ્દિ ભણીને અમદાવાદ આવી અને પાપાને બેંગલોરમાં એક બ્રાંચ ખોલવાનું કહિને હું તારી બોસ બની આવી,
ઓહહહ તો તારા બાપાને કશ્મીર માં ગુલ્ફિ વેંચવા તે મોકેલેલા આઇ મીન કે બેંગલોરમાં આઇ ટી કંપની ખોલવાનું તે કિધેલું એમને,વાહ મારા નશીબ,
કેમ નશીબ સારા છે કે ખરાબ...!
અરે એજ તો મુસીબત છે કે મારા નશીબ સારા છે કે ખરાબ,એક વૈશાલી હતી કે જે મારી બાઇકમાં મારી પાછળ બેસવા માટે એના બાપા થ્રુ મારા બાપાને મનાવે અને મારાં માટે મારી સાથે રહેવા તે પણ બાપાનો જ સહારો લીધો અને એમને આવડિ ઉંમરે બેંગલોરમાં મોકલી દિધા...
આવડી ઉંમર એટલે....! મારા પપ્પા હજુ યંગ છે હો,અને તારા માટે તો કાઇ પણ,
(એવામાં અચાનક કાજલની આત્મા ત્યાં આવી અને અમારા બંનેની વાતો તે સાંભળતી હતી અને બોલી)
કેટલો નાજુક અને સરસ મજા પ્રેમ છે તમારા બંનેનો,કાશ હું જીવતી હોત તો મારે પણ તારા જેવો બોયફ્રેન્ડ હોત,
અરે આમ ઉદાસ ના થા,
રાગિણી બોલી આમ કોની જોડે વાત કરશ...!અને હું ક્યાં ઉદાસ છું....!
અરે કાજલ બેઠી છે તારાથી થોડેક દુર,હુ એની સાથે વાત કરું છું(ત્યાં રાગિણી ઉભી થઇને ફટાફટ જમણી બાજુંમાં મારો હાથ જાલીને ડરતા અવાજે બોલી)
એ અંઇઆ કેમ આવી....?
મને શું ખબર તું જ પુછી લેને....!
ત્યાં કાજલ અમને બેવને દેખાઇ એવા રુપમાં આવી....
ઓહહહ બાપ રે,કેવી રૂપાળી છે આ છોકરી તો,આવી છોકરી જોડે આવું થયું....
રાગિણી રૂપાળી હોવા છતા પણ દિલથી કોઇની સાથે પ્રેમ નથી થયો કેમ કે રૂપને ચાહનારા ઘણાં હોય છે પરંતુ મનને ચાહનારા તો અમુક જ હોય છે,(કાજલ મારી સામું જોઇને બોલી)
કાજલ તારે તારા મમ્મી પપ્પાને જોવા છે,
હા મે એ લોકોને જોયાં હતાં,મારી યાદમાં રડિને સુઇ ગયા બંને અને સફર લાંબો હતો એટલે થાકિ પણ ગયા હતા,
કાજલ તું નિરાશ ના થતી,મુક્તિ મડ્યા પછી ભગવાન તને પાછો સારો જન્મ આપશે,અને તું તારા મમ્મી પપ્પાની ચિંતા જરાઇ કરતી નહિં અમે એને અમારા મમ્મી પપ્પાની જેમ સાચવીશું,
હા એતો મને ખબર છે રાગિણી,પરંતુ દિપક તે જેમ ગામના લોકોથી મારા પપ્પાની ઇજ્જત કરી એ બોવ જ પ્રશન્ય હતી,અને પપ્પાની ઉધારી ચુકવીને તે તો મને તારી રુણી બનાવી દિધી,હું તારુ આ રુણ તો ના ચુકવી શકું પરંતૂ એટલું જરુર કહિશ કે રાગિણીના ભાગ્ય સુધરી ગયા કે એને આવો સરસ હમસફર મળ્યો,
અરે એતો મારી ફરજ હતી,માનવતાના નાતે એ મારો ધર્મ કહેવાય એમા રુણ ની ક્યાં વાત આવી....
(કાજલના અતી પ્રેમાળ શબ્દોથી રાગિણીના મનમાં મારા પ્રેમનો રંગ ચડતો રહ્યો હતો,માનવતા રુપી મારા કર્મને વધું એક તક મળી હતી,બસ સવાર પડવાની રાહ જોવાતી હતી,સવારે ચાર્લી મોહિતને કોર્ટમાં હાજર કરશે એના સાગરીતો સાથે અને અનુરાગ એની દલીલો કોર્ટ સામે રજૂ કરશે અને ન્યાયનો ન્યાય અને સજાની સજા મડિ રહશે)