એક અડધી રાતનો સમય - 7 Deeps Gadhvi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક અડધી રાતનો સમય - 7

ચાર્લી એરસ્ટ વોરંટ કાઢવાની તૈયારી કરતો હતો,અને હું પેલા આચાર્ય ને મડવા એના ઘરે ગયો હતો,
નવાજુની થવાની તૈયારીઓ ચાલતી હતી અને હું એ આચાર્ય ના ઘરે પહોચ્યો,મે ડોરબેલ વગાડ્યો,કોયે બારણું ખોલ્યું જ નહીં,પાછી ડોરબેલ વગાડી અને એક છોકરો આવ્યો મારી ઉંમર નો અને બોલ્યો...
કોનું કામ છે...???
જી આચાર્યજી નું કામ છે,બોલાવી આપશો પ્લીઝ,
એ કામ માં છે,કાલે સવારે સ્કુલે આવજો,
અરે પણ કાલે શનિવાર છે,!
હાતો એમાં શું,એ રવિવારે પણ ત્યાં જ હોય છે,
કેમ એ ઘરે આરામ નથી કરતા!
ના એમની પર છોકરાઓ ની જવાબદારી હોય છે એટલે તેઓ એક પણ દિવસ રજા રાખતા નથી...!
અચ્છા,ખબર છે એમની જવાબદારી વીશે,
શું ખબર છે,તને હે....!ચુપ ચાપ અહિંયા થી જતો રે,નહિંતર હાથપગ ભાંગીને ભુક્કો થઈ જશે...!
એમ તારે મારા હાથપગ ભાંગવા છે...!
(એનો કાથલો જાલીને હું આગળ ને આગળ ચાલતો જ ગયો અને એ બે મુકકા મારીને એને બેભાન કરી નાખ્યો,
અને અંદર આવી ને જોયું તો આચાર્ય નું ઘર એ ઘર નહતું,
એક જાતનું હોસ્પિટલ જ હતું,ICU,ventilator ની સુવિધા સાથે એક જાતનું ઓપરેશન થીયેટર જેવું હતું,
આચાર્ય ની પુરી ટોલી હતી ત્યાં ડોક્ટર સાથે અને એ એજ ડોક્ટર હતો જે કાજલ ના મોબાઇલ પરના વીડીયો ક્લીપ માં હતો,હું ચાર્લી ને ફોન કરી રહ્યો હતો એવામાં પાછળથી મારી પર હુમલો થયો અને હું પાછળ વાળાને લાતુ પાટા મારતો હતો અને ફોન માં ચાર્લી હાલો હાલો કરતો હતો,
દ્રશ્ય ખુબ જ ડરામણુ હતું,એક છોકરાને એના અંગો કાઢવાની તૈયારીઓ ચાલતી હતી,મારી સામે પાંચ જણા અને હું એકલો હતો,એવામાં મને મારો ફોન મડ્યો જેમાં ચાર્લી બોલતો હતો,ફોન હાથ માં લઇને ચાર્લીને આચાર્ય ના ઘરે બોલાવ્યો ફોર્સ સાથે,પણ એ આવે એની પેલા મારે એ પાંચ જણાનો મુકાબલો કરવાનો હતો,એમની પાસે ધોકા અને તલવારો હતી,અને હું નીહથો હતો,પણ એ લોકો ને રોકવા તો પડશે જ ને,નહિંતર પેલા છોકરાનું અંગ કાઢી લેસે,આચાર્ય અને ડોક્ટર મને રોકવા માટે પેલા માણસોને રાડુ પાડિને કહેતા હતા,અને આ બાજું મારી પર ઘા કરવાં આવતો એક માણસ ને મે પેટ માં લાત મારી અને એનું હથીયાર લઇ લીધું અને એ હથીયાર ની મદદ થી હું બધાં સાથે લડતો હતો,એક પછી એક ઘા એમના નિષ્ફલ જતા હતા,અને મારો વાર બરાબર એમની પર થતો હતો,એક ફિલ્મ ચાલી રહિ હોય એવા દ્રશ્યો થતા હતા,પરંતુ એકદમ થી એક જણે મારી પીઠના ભાગ માં ઘા માર્યો અને મે એને ઘા મારીને ઘાયલ કર્યો,હું હવે હારતો જતો હતો,એકદમ થી લડિને મારી સક્તિ ઓછી થતી જાતી હતી,પેલા ડોક્ટર અને આચાર્ય એ છોકરા ના અંગ કાઢવા પર હતા અને મે એકદમ થી બધા પર કોઇપણ જાતનો વિચાર કર્યા વગર આત્મરક્ષણ માટે એ લોકો સામે લડવા લાગ્યો અને એક દમ થી ડોક્ટર ની નજીક ગયો અને ડોક્ટર ને ઘાયલ કર્યો અને પેલા છોકરાનું ઓપરેશન થતા અટકાવી દીધું અને હું નીચે પડી ગયો કેમ કે મને હાથ પગ માથામાં અને પીઠ પાછળ બોવ વાગ્યું હતું ત્યાં ચાર્લી આવી ગયો ફોર્સ સાથે અને બધા ને વેન માં નાખ્યાં અને પછી એમ્બ્યુલન્સ બોલાવી અને પેલા છોકરાને અને મને ને સારી હોસ્પિટલ માં દાખલ કર્યા અને છોકરાનું સર્જરી કરાવ્યું અને મારો ઇલાજ કર્યો,
પેલા ચાર ફોટા માંથી ચારેય ની ધરપકડ કરવામાં આવી અને એસ.પી સાહેબને બોલાવીને એમની પર કડક કાર્યવાહી કરવામાં આવી, જામીન અરજી ફાઇલ કરવા માટે એનો વકીલ આવ્યો પણ ખરો પણ ત્યાં સુધીમાં ધારાઓ લાગી ગઇ હતી,અને શનિ રવિ રજા હોવાથી કોર્ટ પણ બંધ હોય એટલે એમાથી બહાર નીકળવું ખુબ મુશ્કેલ બની ગયું હતું,
સોમવારે કોર્ટમાં લઇ ગયા અને ચાર્લી એ ચાર્જશીટ આપીને તેઓની રિમાંડ લેવા માટે અરજી કરી અને કોર્ટે રિમાંડ ની મંજુરી આપી દિધી,
મારો કેસ અને કાજલ ની આત્મા ની મુક્તિ બસ રિમાંડ પર ટકિ રહિ હતી,જો કડક કાર્યવાહી કરવામાં આવશે અને એને ધાક,ધમકિઓ મડશે તો એ બધું સાચું ઉલ્ટીઓ કરીને બહાર કાઢશે,
ચાર્લી પૂછપરછ કરવાં ગયો અને બારીક પુછપરછ બાદ ચાર્લી હોસ્પિટલ માં મારી પાસે આવ્યો અને મે એને પુછ્યું કે અંદર એ લોકોએ શું જવાબ આપ્યો...???
એ લોકો ઘણાં સમય થી આ ધંધો આદરતા હતા,માસુમ મુંગા બહેરા છોકરાઓને કાપીને અંગ જમા કરતા અને વિદેશ મોકલતા,
તો તે એ જાણ્યું કે વિદેશમાં એ લોકો કોને આ અંગો વહેચતા,,,???
હા ત્યાં એક ઇન્ડિયન ડોક્ટર છે,મોહિત રાણે કરીને એને આ અંગો ત્યાં સપ્લાય કરતા હતા,
કેવી રીતે સપ્લાય કરતા હતા એ જાણ્યું...???
એ લોકો પ્લેનમાં આ બધા અંગો કોલ્ડબોક્સમાં પેક કરીને એક રશીદ લેતાં જે બિલકુલ નકલી હોય છે,
જેમાં હેલ્થ મીનીસ્ટર ની સાઇન,હેલ્થ મીનીસ્ટ્રી નો સ્ટેમ્પ અને ખોટી હોસ્પિટલ ના ડોક્યુમેન્ટ,એનો લેટરપેડ આ બધું નકલી હતું,અને એરપોર્ટ પર કોઇ રોકાયાં વગર જ એની મંજુરી આપવામાં આવતી કેમ કે લેટરપેડ પર પેટન્ટ અંગેના મજબુરી અને બિમાર વિશે ખોટા લખાણો લખીને એ વિદેશ મોકલતા હતા,
તો તે એમનું સ્ટેટમેન્ટ બરાબર રેકોર્ડ કરી લીધું ને,
હોય કાઇ ગઢવી સાહેબ,બધું જ કેમેરામાં કેદ કરી નાખ્યું છે અને હવે જ્યારે રિમાન્ડ પુરી થાશે ત્યારે એ ફાઇલ હિયરીંગ કોર્ટ આપશે પણ એની પેલા પેલો મોહિત રાણે ને ઇન્ડિયા લાવવો પડશે અને આ બધાં માં મેઈન એ મોહિત રાણે જ છે,
હાતો પછી બોલાવી લો એને ઇન્ડિયા માં....
એના માટે બોવ મોટી કાર્યવાહી કરવી પડશે અને એટલો બધો ટાઇમ ખોટી કરવો નથી માટે એક પ્લાન છે એમાં દિપક પંડ્યા અને તમારી હેલ્પ લાગશે,
હા તો બોલ શું હેલ્પ જોઇએ છે,
એનો પેલા કોન્ટેકટ કરવો પડશે,મોટી લાલચ આપવી પડશે,
હા તો હું કોલ કરું...???
ના તમે નહીં પણ એક આઇડિયા છે જો એ સફલ થાય તો,!
એ વડિ કયો આઇડિયા....?
હું પેલા ડોક્ટર ને સુનસાન જગ્યાએ લઇ જાઉં અને પછી એને એવું લગાડું કે તમે CBI છો,અને એનું એન્કાઉન્ટર કરવાં માટે અંઇઆ આવ્યા છો અને પેલા ડોક્ટર ને તમારા કહેવાથી અંઇઆ લાવવામાં આવ્યો છે,અને આચાર્ય સરકારી ગવાહ બનવા રાજી થઇ ગયો છે અને જો એને જીવતું રહેવું હોય તો મારી એક મદદ કરે...???
અને ચાર્લી એ આપણી મદદ કેમ કરશે,અને કઇ રીતે કરશે!
જો દિપક પંડ્યા એ તમારો નાનો ભાઇ છે અને એને સ્વાસ ની તકલીફ છે,એટલે કે Lung's એના ખરાબ છે, એ એવાં ડોક્ટર પાસે ઇલાજ કરવા માંગે છે જે વિદેશ એટલે કે કેનેડામાં છે,મોહિત રાણે,જે એક Lung's ability ના માસ્ટર છે અને એનો લેખ તમે વાંચ્યો હતો અને એ કામ માત્ર તું જ કરી શકે એમ છો,એમ એને કહેવાનું..
વાહ પરફેક્ટ આઇડિયા છે તારો ચાર્લી,હું હમણાં જ પંડ્યા ને બોલાવું છું અને બધો પ્લાન ગોઠવું છું,
મે પંડ્યા ને ફોન કરીને બોલ્યો અને કેસની પુરે પુરી જાણકારી વિગતવાર સમજાવી અને એ આ પ્લાન કામ કરવા એગ્રી થઇ ગયો અને રાતે પોલીસ ની જેલ માંથી પેલા ડોક્ટર ને કાઢી ને સુનસાન જગ્યાએ લઇ જવાનો હતો પણ એના માટે ત્યાંના નાઇટ ડ્યુટી સ્ટાફનો સાથ સહકાર હોવો ખુબ જ જરુરી હતો એટલે ચાર્લી એ બધાને ભેગા કર્યા અને એક એક વાત કાજલ વિસે બારીકિ થી એમને સમજાવી અને બધાનાં આંખો માં આંસુઓ આવી ગયાં હતાં અને બધા લોકો અમારી તરફ થઇ ગયા હતા,સિંઘમ ફિલ્મ ની જેમ બધા હળીમળીને કાજલ ને ઇન્સાફ અપાવા એક જુથ થઇ ગયા હતા,
રાત્રે પેલા ડોક્ટર ને વેન માં નાંખી ને સુનસાન જગ્યાએ લઇ ગયાં જ્યાં ના તો કોઇ આવે કે ના તો કોઇ જાઇ,
અને મારી એન્ટ્રી થઇ અને ડાયરેક્ટ એનાં માથા પર ગન રાખી એને નીચે ઘુંટણ પર બેસાડી ને હાથ પાછળ બાંધ્યા અને ચહેરો ધાકેલો રાખ્યો હતો,એ મને કે પંડ્યા ને જોઇ ના શકે એટલે,કેમ કે અગાઉ એને મને જોયો હતો એટલે,
મે ડોક્ટર ને કીધું કે પેલો આચાર્ય જે બધી રીતે તને સાથ આપતો હતો,પરંતું જ્યાંરે જેલ જાવાની કે ફાંસી ના માંચડે ચડવાની વાત આવી ત્યાં એ તારો સાથ છોડીને અમારો સાથી બની ગયો એટલે કે તે સરકારી ગવાહ બની ગયો,અને હું CBI ઓફિસર તરીકે આટલી લાંબી સજા દેવળાવું એના કરતા એક ગોલી મગજ માં અને તારું કામ ખલાસ,no FIR,no court,only encounter,પણ મને થયું કે એક મોકો તને આપવો જોઇએ,તો હું તારું એન્કાઉન્ટર ના કરીને,તને હું અંઇઆ થી ભગાડી મુકું,એક એવી જગ્યાએ કે જ્યાં તને કોઇ ના પડકિ શકે,
હા તમે કેહશો એ કરવાં તૈયાર છું,બસ મને મારશો નહીં,હું આચાર્ય ના કહેવાથી આ બધું કરતો હતો,
હા પણ હવે એ જ આચાર્ય સરકારી ગવાહ બનીને તને ફાંસીના માંચડા પર ચડાવા માંગે છે,પણ આ બધું અટકી જાય એમ છે,જો તું મારુ કહ્યું કર તો...
બોલો સાહેબ તમે કહેશો એમ કરીશ,,,,
આ મારો નાનો ભાઇ છે,એને અસ્થમા છે,રિપોર્ટ માં એના Lung's ખરાબ છે,એવું બતાવે છે,તો મારે એક એવાં ડોક્ટર ની જરુર છે જે મારા ભાઇ ના Lung's બદલી આપે,એના માટે હું રુપિયા તો આપીશ જ,જેટલા થાય એ પણ એના સિવાય બીજું એ કે હું તને હંમેશા એટલે કે કાઇમ માટે મુક્ત કરી દઇશ આ કેસ માંથી,અને તારી જગ્યાએ કોઇક બીજાને આમાં નાખી દઇશ,બોલ છે મંજુર,
હા સાહેબ મંજુર છે,સાહેબ મંજુર છે,મને એક ફોન કરી આપો હું એ બધું સેટીંગ્સ કરી આપું છું,
ફોન કોને કરવો છે અને ક્યાં કરવો છે....????
જી કેનેડામાં,મોહિત રાણે કરીને એક ડોક્ટર છે,જે આ બધાં માં માસ્ટર છે,અમે બધાં આ અંગો એમને જ આપતા હતા,
પરંતુ અમને કેમ ભરોશો આવે કે તું મારા ભાઇ ના ઇલાજ માટે એને અંઇઆ બોલાવીશ એમ,કેમ કે તું પકડાય ગયો છોને,
એ મને ખબર છે હું પકડાય ગયો છું,પણ એને એ ક્યાં ખબર પડે છે,
પણ શું તને એવું નથી લાગતું કે તમે લોકો ડોક્ટર મોહિત ને અંઇઆ બોલાવા માટે આ બધું કરી રહ્યા હોય એવું.!
ના જરાઇ એવું નથી લાગતું કેમ કે જો એવું લાગતને એની પેલા તમે લોકો એને ત્યાંથી ઉઠવાવી લીધો હોત,
મતલબ....?
મતલબ કે આવડી મોટી વાત કરી ને તમે એકદમ થી ભરોશો ના અપાવી શક્યા હોત,કેમ કે તમને મારી અને ડોક્ટર મોહિત બેવની જરુર છે,તમારા ભાઇ માટે,જે અત્યારે હું મહેસુસ કરી શકું છું કે એ મોઢાં માં પંપ મારી રહ્યા છે,
(શું ટાઇમીંગ હતી પંડ્યા નો,એણે મોઢે થી પંપની દવા લેલા સંભળાવવામા હવે એને વિશ્વાસ આવી ગયો કે ખરેખર મારે મોહિત ની જરુર છે મારા ભાઇ માટે)
કેટલો ખર્ચ થાશે એ કહી દે...?
અરે ખર્ચ તો બોવ થશે અને બાકી બધું મારી પર મુકી દો,મને બસ ફોન આપો,
આને કોઇ ફોન ડાઇલ કરીને આપો....
(ડોક્ટર નંબર બોલ્યો અને ચાર્લી એ ફોન લગાવ્યો)
આલે રીંગ જાઇ છે,,,
હા હેલો હું પરાગ બોલું છું ઇન્ડિયા થી...
આ કેમ નવા નંબર થી ફોન કર્યો...???
મારો ફોન સ્વિચ ઓફ હતો એટલે ફોન કર્યો...
હા તો ચાર્જ થઇ જાય પછી ફોન કરાઇ ને...
અરે બોવ મોટી ડિલ છે,એટલે તો હું ફોન ચાર્જ થવાની રાહ નોતો જોતો,
હા બોલ સેની ડિલ છે...
એક Lung's બદલવાના છે,રૂપિયા તમે કહેશો એટલા પણ સર્જરી તમારે અમદાવાદ મારી હોસ્પિટલ માં કરવાની રહેશે,
કોઇ ગડબડ તો નથી ને...!
જી ના કોઇ પણ ગડબડ નથી,એવું હોય તો તમે જ વાત કરો લ્યો...
હા હાલો...હું દિપક ગઢવી વાત કરુ છું સાહેબ,તમારા વીશે ઘણા લેખો અને યુટ્યબ પર તમારા ખાસા વિડીયો જોવું છું,મારા નાના ભાઇ ને Lung's બદલવાના છે તો શું તમે અમદાવાદ આવી શકશો...???
આવી તો જાઉં પણ ખર્ચે બોવ થાસે,કેમ કે Lung's ની કિંમત કરોડો માં છે,અને બીજો ખર્ચ અલગથી,તેમજ મારા આવા જવાનો અને રહેવાનો ખર્ચ પણ તમારે જ દેવો પડશે,,,
અરે હા હા,કોઇ વાંધો નથી,સાહેબ બસ તમે એક વાર અંઇઆ આવી જાઉં તમારી ખાતરદારી માં કાંઇ પણ કમી કે ઉણપ નહીં આવાં દઇએ,બસ એક વાર મારો ભાઇ સંપૂર્ણપણે સાજો થઇ જાય એટલે તમારો પાર નહીં ભૂલું...આ નંબર મારો જ છે,અને મે જ પરાગ સરને તમારો આગ્રહ કર્યો હતો કે મારા ભાઇનું ઓપરેશન તમારા શુભ હાથે જ કરાવું છે,
સારું ચાલો હું બે ત્રણ દિવસ માં આવી જઇશ,
ના ના સાહેબ બે ત્રણ દિવસ બોવ થઇ જશે,
(પેલો ડોક્ટર કંઇક બોલવા જતો હતો એટલે મે ચાર્લી ને એને મુંગો આપવાનું કીધું)
અરે વિસા ને ટીકિટ ને બધું લેવામાં વાર તો લાગી જ જશેને,
અરે એ બધું હું ગોઠવી રાખું છું,આમેય અત્યારે ત્યાં બપોર ના ત્રણ ચાર વાગ્યા હશે,બસ તમે Lung's રેડિ રાખો અને તમારા પાસપોર્ટ details અને મેઇલ આડિ ને એ બધું આપી દો તો એટલે emergency conditions પર તમારો વીસા લેવડાવી આપું અને ટીકીટ તમને મેઇલ કરી દઉં,મને મારા ભાઇ ને સાજો કરવામાં કોઇ વાર નથી લગાડવી,ભલે અબજો રુપિયા કેમ ના ખર્ચ કરવા પડે,
(મે મારા હાથ માં મોબાઇલ લઇને ચાર્લી કિધું કે રાગિણી ને ફોન કરીને કહી દે કંપની ની બધી જ વેબસાઈટ પર CEO and ownership માં મારું નામ લખી નાખે,જેથી કરીને કદાચ એ મને સવાલ કરે કે હું શું કામ કરું છું અથવા મારો શેનો ધંધો છે તો મારે એને કહેવાં થાય,અને મારા કહ્યા માં એને ભરોશો નો આવે તો એ કદાચ કંપની ની વેબસાઈટ ચેક કરે તો એમાં મારું નામ જોવે તો એને મારી પર શંકા નો થાય અને એ અંઇઆ આવા રાજી પણ થાય)
અચ્છા દિપકજી આપ શું કામ કરો છો,,,?
જી હું રાગિણી IT કંપની નો માલીક છું,જેની એક બ્રાંચ ઓફિસ બેંગલોરમાં અને મેઇન બ્રાંચ અમદાવાદમાં છે,
ઓહહહ વાહ સરસ...સારુ તો તમે મને વીસા અને ટીકીટ આપી દો એટલે હું રાતો રાત ત્યા અમદાવાદમાં આવી જાઉં,
જી સારુ,આપનો ખુબ ખુબ આભાર....
આને વેન માં નાંખી ને જેલ ભેગો કરી નાખ,હવે આનું કાઇ કામ નથી,
ચાર્લી તે રાગિણી ને બધું કહી દીધું,
ના હવે કહું છુ,,,,
અરે યારરરર ડોબા ઓલો હમણા ગુગલ માં સર્ચ મારતો હશે,,,
હાલો રાગિણી જલ્દિ થી એક કામ કર આપણીબધી જ વેબ સાઇટ પર CEO and Ownership માં મારુ નામ લખી દે,જલ્દિ થી,
અરે પણ હજી ક્યાં આપણા લગન થયા છે તી કંપની તારા નામે થાય....
અરે યાર પીલ્ઝ આવા સમયે તું મજાક ના કર...
અરે મજાક નથી કરતી,રિયલી કહું છુ,મારો બાપો મને પુછે તો હું શું કહીશ,
અરે યાર અમે એક નાટક કર્યું છે,જેમા હું તારી કંપની નો માલીક છું અને પેલા વિદેશ વાળા ડોક્ટર ને ઇન્ડિયા બોલાવા માટે આ જાળ ગોઠવવુ છુ,સમજ ને બાપા,
હા ઓકે એક મીનીટ માં બધું સેટઅપ કરી નાખું છું,
ઓહહહ તો તમે મને ફસાવ્યો એમ ને....
અરે ચાર્લી તું આને અંદર ઘાલ ને ભાઇ નહિતર આનું ભેજું બાર કાઢી નાખીશ,હા કર્યો છે તારો ઉપયોગ,તો શું ઉખાડિ લઇશ....જેલમાં નહિં આવાને પતાવી જ દેવાજ,સારુ છે કે હું પોલીસ માંથી નથી,નહિતર કાંઇ વિચાર્યા વગર ક્યારનો મારી નાઇખો હોય તને...તું આને લઇજા મારી સામેથી ચાર્લી પ્લીઝ....
ઓકે શાંત થાવ ભાઇ લઇ જાઉં છું...
બધું બરાબર ચાલતું હતું હવે બસ પેલા ડોક્ટર ની રાહ જોવાતી હતી,જેવો ઇન્ડિયા માં પગ મુક્યો એ ભેગો જ જેલ હવાલે કરી નાખી ને બધી પુછતાછ કરી ને ફાઇનલ હિયરીંગ થાય એની પેલાં કાજલ ના માઁ-બાપને કોર્ટમાં લઇ આવીશું અને ન્યાય અપાવીશુ.....