The Author Deeps Gadhvi અનુસરો Current Read એક અડધી રાતનો સમય - 4 By Deeps Gadhvi ગુજરાતી હૉરર વાર્તાઓ Share Facebook Twitter Whatsapp Featured Books તારી પીડાનો હું અનુભવી - ભાગ 24 ‘પછી શું?’ એ દિવસ મારી લાઈફનો બેસ્ટ ડે હતો. જ્યારે મને દાદાન... રાય કરણ ઘેલો - ભાગ 9 ૯ કાંધલ દેવડો કદાવર પહાડ સમો આ આદમી કોણ છે ને ક્યાંથી... મારા અનુભવો - ભાગ 24 ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ... ભાગવત રહસ્ય - 163 ભાગવત રહસ્ય- ૧૬૩ ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની... રેડ સુરત - 5 2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા નવલકથા Deeps Gadhvi દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ કુલ એપિસોડ્સ : 10 શેયર કરો એક અડધી રાતનો સમય - 4 (17) 1.6k 3.6k તો ગઢવી સાહેબ હવે તમારો શું પ્લાન છે, પ્લાન બીલકુલ સાફ છે ચાર્લી,કાજલ ની આત્મા સાથે મીટીંગ કરીને એક વાત નક્કી કરવી છે કે આખરે આ કેસ માં અમે કરી તો તમે શું કામને ના પાડો છો,અને બીજું કે એ આત્મા થયને ભટકે છે એની પાછળ નું કારણ શું, તો મતલબ કે સરકાર તમે સીધી એની હારે જ વાત કરવાં માંગો છો એમ ને, હા તો બીજું શું થાય યાર,વારે વારે બધાને પૂછવા જશું તો જે સાચો ગુનેગાર હશે એ સતર્ક થય જાશે અને એ આપણા હાથમાં આવશે નહીં એ પાકું,કોણ ચોરી કરીને પોલીસ સ્ટેશન જાણ કરવા આવે યાર, હા તમારી વાત તો સાચી છે,પરંતું જેમ કે તમે કિધેલુ કે એ આત્મા ફક્કત તમને જ દેખાય છે અને એ જે બોલે એ તમને જ સંભાળ છે,તો મારું ત્યાં શું કામ,?તમે પુછપરછ કરી અને સવારે મને જાણ કરી દેજો કે આમ નય ને આમ હતું અને આપણે એ દિશા તરફ ઇન્વેસ્ટીગેશન ચાલું કરી નાખશું, હા તો એમ કર,તું રેવા દે રાતે હું જયને બધું જાણી લવ અને પછી આપણે ડાયરેકટ એના પર કામ ચાલું કરશું, સારું તો હું ડ્યુટી કરીને ઘરે જઇશ અને તમે આત્માઓ સાથે ગુફ્તગુ કરો, ઓકે ચાર્લી થેન્કસ યાર કે તું આટલો સપોર્ટ કરશ, અરે હોય કાઇ યાર,અને આપણે એકબીજાને કામ નહિં આવી તો કોણ આવશે, હા એ બી છે ચાર્લી, અને જો આની પાછળ કોઇક મોટી હસ્તીઓ હશે અને આ કેસ સફલતા પુરવક પુરો થશે તો આત્મા ને મુક્તિ તો મડશે જ અને હારે મને પ્રમોશન બી મળશે,હું એવી લાલચ નથી રાખતો,પણ આપણું એક ધ્યેય છે કે જીજસ એ આત્મા ને મુક્તિ આપવામાં મદદ કરે બસ, હા ચાર્લી,એની મુક્તિ આપણા માટે વધારે ઇમ્પોટેન્ટ છે, અને રય વાત પ્રમોશનની તો એ તું જો ઇમાનદારી થી આ કામ ને પુરુ કરીશ તો 100% મડશે જ, આમીન.... હાલ તો તું સ્ટેશને જા અને હું થોડો ઘરે જઇને રાગિણી ની અને મારી વાત કરતો આઉ, ઓહો.....તો મન માં લાડુ ફુટે છે એમને લગન ના, હા તો બીજું શું થાય,એ પાગલ છે મારા પ્રેમ માં તો મારે પણ પાગલપંતી દેખાડવી જ પડશે ને, હા હા જરુર અને આ કામ માટે તો તમે માહિર છો... હા હવે બસ હો,હજી મારે ઘરે જઇને એ લોકોની વાતો પણ સહન કરવાની છે તો એટલી એનર્જી બચાવી ને રાખું ને.... હા હો 100% નહિ તો તમારી હાલત,ના ઘર નો ના ઓફિસ નો એના જેવી થશે, હા યાર ચલ બાય... બાઇ ગઢવી સાહેબ... (યાર મમ્મી ને આ વાત કેમ સમજાવું એજ નથી સમજાતું, અને એ તો રાઇ નો પહાડ કરે એવડી વાત કરશે,રાગિણી એકદમ ફ્રી માંઇન્ડ કરીના કપુર ટાઇપ છોકરી છે અને મારી માઁ મધર ઇન્ડિયા ની નરગીસ,જોઇએ હવે કાતો આપાર અને કાતો પેલી પાર,બાકિ પૂછવું તો પડશે જ ને.) મમ્મી ઓ મારી માઁ ક્યાં છો,આમ જો હું આવી ગ્યો, હા નવી નવાઈ આયવો લાગશ કા,અને આટલો મીઠો અવાજ કેમ દેખાડશ, ના મમ્મી એવું નથી,રોજ તો તને આમ જ બોલાવું છું, હા પણ આજે કંઇક વધારે જ સ્વાદ છે બોલવામાં, આહા....તો મોટા ભાઇ પ્રેમ થી બોલાવે એ અલગ ને હું બોલાવું એમાં એક્સ્ટ્રા સ્વાદ,,,, હા પણ મોટો તારાથી લાલચી નથી,એને જે કહેવું હોય એ સાફ શબ્દો માં બોલી કાઢે, જો મમ્મી આવું ના હોય હો,તું દરવખતે મારાં હાવભાવ ને સ્વભાવ વર્તી લેશ,અને હું કાઇક બોલું એની પેલા તને બધી ખબર પડી જતી હોય છે, હા તો હું તારી માઁ છું,અને માઁ થી વિશેષ બાપો ય નો ઓડખે, હ.....કાઇ પણ.... કાઇ પણ કાઇ નહિં ટ્રાઇ કરી જો... ઓકે તો જો,,,ઓ મારા વડિલ ક્યાં છો,શું કરો છો, એ અંઇઆ આવતો રે રુમમાં તારા જેવું જ એક કામ છે, લ્યો બોલો આમને પાછું કામ હું આવું ત્યારે જ યાદ આવે, હા લ્યો જોઇ લીધું,કોન વધારે તને ઓડખે છે,હું કે તારાં પપ્પા, હા મારી માઁ,તમે એટલે તમે જ.... હોય કાઇ નવ મહિના મારા પેટ માં આળટ્યો છો,તારા સારા ભલા ની મારાં થી વધારે તનેય નો ખબર હોય,હવે જા એમની પાસે ત્યાં ચા મુકી દઉ... ઓકે મારી માઁ.... હા પપ્પા બોલો, શું બોલે,આટલા વર્ષે હું કાઇ બોલતો નથી અને તું સીધો તારા મોટા ભાઇ નું કમ્પેર કરીને લપ કરીને આવી ગયો, તો તમે બધું સાંભળી લીધું એમ ને... કેમ મારી પાસે કાન નથી...!મને હક નથી બધું સાંભળવાનો, હા લે હોય જ ને... હા તો લગન ની પીપુડી વાગે છે તારા મન માં....! એની માને....પપ્પા તમને કેવી રીતે ખબર....! કેમ નો હોય....એને તને જન્મ આપ્યો છે,અને સંસ્કાર અને સમજણ મે આપી છે,તો એટલી તો ખબર હોય ને મને... ના પપ્પા કો ને પ્લીઝ... હા આજે જમનાદાસ એન્ડ સન વાળા રેસ્ટ્રો પાસે જોયો તો તને,એક છોકરી માટે તે ઓલા ને હવા માં લટકાવી રાખ્યો હતો,અને એના જ લગન ની પીપુડી તારા મન માં વાગી રહિ છે, વાહ બાપા હોય તો તમારા જેવા....નયતર અનાથ રેવું સારુ... હા હા હવે તારી માઁ ને મસ્કા માર્યા એમ મને મારવાની જરુર નથી,ચા પીતા પીતા કહિ દે બિંદાસ,પણ મને વચે રાખ્યા વગર,નહિતર કારણ વગર ની તારા લગન ની પીપુડી એ મારો ઢોલ વગાડિ દેશે... અરે યાર પપ્પા આવું થોડિ હાલે યાર,તમારે મારો સપોર્ટ કરવો જોઇએ એના બદલે તમે પીછે હઠ કરો છો, અરે આ તારી માઁ,સૌ આર્મી બરાબર છે અને મારે આંગળી કપાવીને શહીદ માં નામ નથી લખાવું... એના કરતા એક આઇડિયા આપું,તારા રામ જેવા ભાઇને ફોન કર એટલે ભરત મીલાપ થય જાશે... ઓહહહહ વાહ પપ્પા વાહ,શું ભારી ધરખમ આઇડિયા આપ્યો છે, (મે મારા મોટા ભાઇ ભાવેશભાઇ ને બધી વાત કરી અને એ રાજી ખુશીથી મને સપોર્ટ કરવાની હા પાડિ અને જ્યારે મમ્મી સાથે વાત કરવાં જાય ત્યારે વિડિયો કોન્ફરન્સમાં વાત કરાવાનું કહ્યું.) મમ્મી આ જોતો તારા હાથ કેવા થય ગયા છે,કપડા ધોઇ ધોઇને,આપણે વોશીંગ મશીન નથી ચાલતું...??? (હમણા જોજો હો મારી માઁ નું ઉદાહરણ.) હા હાલે છે ને પણ એમાં કેવું છે કે કાંકરી મારીને પહાડ નો ટુટે,માટે જેવા આપણે કપડા ધોઇ એવું આ તમારુ મશીનીયુ ના ધોઇ શકે,અને જે કળા હાથ માં હોય ઇ આ મશીન મા નો હોય બેટા.... શું મમ્મી તુય પણ...વાત ને ક્યાં ની ક્યાં લય જાશ,અને હમણા કેમ તું દુબળી પડી ગય છો, અરે ઓ માઁ ની ચિંતા કર્યાં વગર મુદ્દાની વાત માંડ એટલે ખબર પડે.... કાંઇ નહિં આતો મને થયું કે તારા માટે વહુ લાવી જ દઉ, આમેય આજ નય તો કાલ લગન તો કરવાના જ છે ને, ઓહો...હવે મોટો થયો બેટા તું,આ બધી ખબર પેલા ક્યાં ગય તી જ્યારે ઢગલાં મોઢે માંગા આવતા હતા ત્યારે, અરે ત્યારે મારે મારી જીંદગી માં પગભર થાવું હતું ને,અને ત્યારે તો હું હજી બસ પાપા પગલી ભરતો હતો જીંદગી ના કરિયર માં, તો હવે ડગલાં માંડતો થય ગયો છો, હા મમ્મી... તો હવે એ લોકો પાસે હું નય જાઉ,હવે સારુ માંગુ આવે તો મેડ ખાઇ, અરે મે છોકરી ગોતી રાખી છે,ફક્કત તારી હા ની જરૂર છે બસ, શું વાત કરશ.... હા મમ્મી પણ જો તમે બધા હા પાડો તો.... હવે હા પાડવા માં બાકિ શું રહ્યું છે, એટલે.... એટલે કે તે પેલે થી નક્કિ જ કરી રાખ્યું છે તો પછી અમે કોણ ના પાડવા વાળા, અરે મમ્મી મે ક્યાં એવું કિધું,મે તો હજી તમારી સામે વાત મુકી છે,બાકિ તમે ના પાડો તો ના,અને હા પાડો તો હા, દિપક ના મમ્મી,શું કામ નાનકળી વાતને લાંબી ખેંચો છો, એક વાર ભાવેશ ને પણ પુછી લ્યો એટલે,મતદાન થય જાય, શું તમેય પણ,હું કેમ તમારા બધાની વિરોધ પક્ષ માં હોય એવી વાતો કરો છો...!મતદાન લય લો...આ કાંઇ ચુંટણી છે... અરે ચુંટણી કરતા પણ વિશેષ છે,દિપક ના મમ્મી,ભઇ દિપક આપણી તો હા છે,તારી મમ્મી ને મંજુર હોય કે ના હોય, બોલો લ્યૉ,આ સારુ મને પુછ્યા વગર જ હા પાડિ,અરે છોકરા ની જીંદગી નો સવાલ છે,આમ ઉતાવળે નો લેવાય, કેમ નો લેવાય,આ મે નો લય લીધો ઉતાવળે નીર્ણય, એટલે તમે કેવા શું માંગો છો.... કાઇ નહિ ભઇસાબ,ઓ ભાઇ તું ફોન કરને તારા મોટા ભાઇ ને એટલે આ રામામંડળ પુરુ થાય, હા સારુ એક મીનીટ, હા હાલો મોટા ભાઇ,જય માતાજી,કેમ છો... બસ મજા માં,તમે બધા કેમ છો,ક્યાં મમ્મી નથી દેખાતા, આ રહ્યા લો,જોવો, હા જય માતાજી,મમ્મી કેમ છો, કેમ તને મારા મોઢા પર થી નથી લાગતું, શું થયું મમ્મી....? આ જો તારો લાડકો ભાઇ કાઇક નો સમજવા જેવું કરીને બેઠો છે, અરે મારી માઁ,એ લોકો એકબીજા ને ઘણા વર્ષોથી ઓડખે છે,સાથે ભણતા હતા,અને સાથે જ કામ કરે છે, લો બોલો,તો તને પણ આમાં કાંઇ ખોટું નથી લાગતું, અરે ના માઁ મને કાઇ ખોટું નથી લાગતું અને દેખાતુ પણ નથી, તો થીક છે,તમારા બધાની હા હોય તો હું બીજું શું બોલું...! ના મમ્મી ના પુરે પુરો હક છે,તું અમારી માઁ છો, સારું તો એ લોકો ને બોલાવી લો એટલે સગાઇ કરાવી નાખીએ, હા હું પણ રજા લયને આવું છું, થેન્કસ મોટા ભાઇ,મારી જીંદગી ની નાવને કિનારે લાવવા બદલ, (એટલા માં મારી માઁ બોલી હો) એટલે નાવને કિનારે લાવી એટલે...!તો હું શુ સુનામી થયને તમને લોકો ને ના પાડતી હતી.... અરે ના ના મારી માઁ,તને નથી કેતો, હા તો આનો મતલબ શું સમજવાનો....! એટલે મને બીક એ વાતની હતી કે તમે લોકો મારું ક્યાક બીજે ગોઠવો એની પેલા મારે જ્યાં ગોઠવવાનું હતું ન્યા હું ગોઠવાય ગયો,તો મતલબ મારી નાવ કિનારે આવી ગય એમ... ઓહહહ તો વાંધો નય,આમેય આ બટુક ભાઇ ની છોકરી પણ સારી જ હતી કા,,,, મમ્મી બસ કર હવે,એની સગાઇ પણ થય ગય ને હમણા લગન પણ થય જાશે, હા પણ એની પેલા તારા લગન થવા જોઇએ બસ, લો આમાય હરીફાઈ કરવી છે, હા તો લે હોય જ ને,એ કરે એનાથી દસ ગણું મારા દિકરાનું થવું જોઇએ, મમ્મી ઓસરી ભાંગીને તીરથે નો જવાય,ઓછા ખર્ચમાં લગન કરી લેવાય, ના હો તું જ હવે બાકિ છો,તારા લગન તો ધામે ધુમે જ થવા જોઇએ, હા સારુ મારી માઁ કરજે હો, એ દીપક ના પપ્પા હાલો હવે જટ તૈયારી માં લાગી જાઇ, (હાસસસસસસ,એક પછી એક કામ માં સફળતા મડતી આવે છે,હા થોડી અડચણ આવે છે,પણ કામ પાર પડી જાય છે,હવે બસ આજની રાત કાજલ ની આત્મા ને મડિ લઉં અને એના માઁ-બાપને ન્યાય અપાવી દઉ,અને કાજલ ની આત્મા ને મુક્તિ પણ મડિ જાય, ત્યાં રાગિણી ની ફોન આવ્યો......) હા બોલ, ક્યાં છો,,,, ઘરે.... ઘરે શું કરશ.... કાઇ નહિ લગન ની વાત ચાલતી હતી... કોના....??? મારા લે.... શું બોલ્યો.... અરે મારા લગન ની વાત ચાલતી હતી.... કોની સાથે.... છે એક છોકરી.... કોણ છોકરી શું નામ.... છે એક ગોલમટોલ,લાલ ટમેટા જેવી, એ કોણ પણ,નામ સરનામું દે એટલે ઇ ગઇ.... નામ તો બોવ મસ્ત છે,સાબરમતી આશ્રમ રોડ પર રહે છે, વાહ તો તો હું નજીક જ રહું છુ,આગળ બોલ જલ્દિ,હું નીકળી જ ગય છું એનું સરનામા ની આમતેમ કરવા... શું વાત કરશ.... તું આગળ બોલ ને,બોલતી હોય તો... એ ઓફિસમાં CEO છે, અચ્છા મારી જેમ, હા બિલકુલ તારી જેમ, બોલતો જા... એના બાપએ હમણા જ બેંગલોરમાં નવી બ્રાન્ચ ખોલી છે, ઓહહહહહ,તો હું એમ ને....ગઘેડા ડાયરેક્ટ પોઇન્ટ પર આવી જાતો હોય તો.... અચ્છા તે દિવસે તું પોઇન્ટ પર આવી હતી તી હું આવું હે,,, ઓહહહહ રિવેન્જ એમ ને.... હા 100% હો.....બોલ ને ફોન શું કર્યો હતો....? અચ્છા તું પેલી આત્મા ને મડવા જવાનો હતો ને તો તારી બોવ ચિંતા થતી હતી... અરે કાઇ નહીં એમાં શું ચિંતા કરવાની.(મન માં કિધું મને તો ચિંતા નહિં પણ ચિતા પર સુવાનો હોય ને એવું લાગે છે,) અરે એક વાર આવની મને મડવા, ક્યાં આવું.... ઓફિસ ની બાજું ના કોફિ શોપ માં... હા ચલ આવ્યો... ઓ મહાશય સીદ જાવ છો.... અરે ઓફિસ ની બાજું ચક્કર મારવાં.... સીધે સીધું બોલને કે તારી પેલી જાડિને મડવા જાય છે એમ.... શું મમ્મી તું પણ,હમણા જ તો તે કિધું કે એ લોકો ને બોલાવી લે સગાઇ કરાવી નાખી એમ,તો હું એને આ સમચાર આપવા જાવ છુ, બોવ સારું લ્યો,મોબાઈલ ના જમાનામાં પણ મડિને વાત કરવી છે, અરે મમ્મી મોબાઈલ પર વાત કરીને કહું તો એના ચહેરા ના હાવભાવ કેમ ખબર પડે,એટલે મડવા જાઉ છું, હા તો વિડિયો કોલ કરી લે.... પણ વિડિયો કોલ કરી ને એ ભાવ થી વાત નો થાય જે ભેગા થયને કરીએ એમ, હા સારુ જ્ઞાનેન્દ્ર માણસ જાઉ,તમે જય શકો છો.... ઓકે થેન્કસ માય ડિયર મોમ.... જા ને મોમ વાળા.... તો ફાઇનલી આપણે એક થવાના રાઇટ... હા રાગિણી,તુ ખુશ છો એનાથી વિશેષ મારે બીજું શું જોઈએ, હું ખુશ તો છું પણ એક વાત નો ડર લાગે છે, ડર અને તને,કંઈ વાત નો... યાર તું શું કામ આ બધા લફડા માં પડવા માંગે છે,આ ભુત પ્રેત ના ચક્કરમાં ક્યાંક તું ફસાઇ જાયસ તો મારુ શું થાશે યાર, રાગિણી આને લફડા ના કહેવાય,એક દુખીયા માઁ બાપની એક ની એક દિકરી,આમ અચાનક ગુમ થય જાય,એ લોકો ને એ પણ ઉમ્મીદ નથી કે એની દિકરી જીવે છે કે નહીં,એ લોકો ને ન્યાય આપવા માટે હું આ બધું કરું છું અને કુદરત તરફ થી મડેલી આ મને એક ભેટ છે કે મને આત્માઓ દેખાય છે,એવી આત્માઓ કે જે લાચાર છે, એનું અકાળ અવસાન થયું હોય,એના સપનાઓ અઘુરા રહી ગયા હોય,એને ન્યાય મડિ રહેવા માટે મારા જેવાની જરુર હોય, પણ દિપક તને એક વાત નો જરાક પણ અંદાજ છે કે આની પાછળ કોણ કોણ હોય શકે,કોઇ એવા માણસો પણ હોય શકે જે તને બોવ ભારી પડિ શકે, ભલે ને ભારી પડે એવા હોય,પણ રાગિણી તમે જ્યારે પણ સારા કામ કરવા જાઉ,બીજા નું ભલું કરવા જાઉ તો એને રોકવા માટે હજારો વિઘ્નો આવતા જ હોય પણ, બધું સહન કરીને જે કામ હાથ લીધું હોય એને પુર્ણ કરે એ જ સાચો યોધ્ધા કહેવાય,અને યુધ્ધ હંમેશા એની સામે જ લડાય જે યુધ્ધ બરાબરીનુ હોય, દિપક હું ફક્ત એટલું જ કહીશ કે તું મને હેમખેમ આવો ને આવો જ પાછો જોઇએ.... હા બાબા તું ચિંતા નય કર મને કાઇ પણ નહીં થાય,તું બિંદાસ રે,સારું હવે તું ઘરે જા,બોવ લેટ થય ગયું છે,અને હું પેલી આત્મા ને મડવા જાઉ ઓકે... ઓકે દિપુ,આઇ,લવ,યુ..... આય,લવ,યુ,અ,લોટ.... (એક વાત તો નક્કી જ છે હાર....જે મારી કોય પણ સંજોગોમાં થાશે નહીં કેમ કે મને પુર્ણ ભરોશો છે ખુદ પર અને કાજલ ની આત્મા પર,હવે ગમે તેમ કરીને કાજલ ની આત્મા ને મારે ભરોશો અપાવાનો છે કે હું એને ન્યાય અપાવીશ,એને વિશ્વાસ દેવા નો છે કે એના માઁ બાપ નુ ધ્યાન રાખાવામાં આવશે,અને જો એની લાશ હોય તો એ લાશ નું વિધીવર્ત અતીમ સંસ્કાર કરવાનો,પણ બસ એક વાર એ મને સાથ આપે તો મને પણ શાંતિથી જીંદગી જીવવા ની મજા આવે) ‹ પાછળનું પ્રકરણએક અડધી રાતનો સમય - 3 › આગળનું પ્રકરણ એક અડધી રાતનો સમય - 5 Download Our App