Ek Adadhi Raat No Samay part - 2 books and stories free download online pdf in Gujarati

એક અડધી રાતનો સમય - 2

યાર આ રાગિણી જો હારે આવસે તો હું પેલી ભુત ની માહીતી કેમ લય શકિશ યાર,કોઇ તો ઉપાય આપો પ્રભુ યાર,સાલુ જ્યારે સારુ કામ કરવાનું હોય ને વિધન ત્યારે કોઇ પણ રુપ લયને સામે આવી જ જાય,ખબર નય કેમ અરે હા......ઓહહહહ ગ્રેટ મડિ ગયો એને હારે આવવા નો દેવાનો ઉપાય...
હા હેલો રાગિણી...
હા બોલ
અરે યાર એક સમસ્યા છે,
મારા થી મોટી કંઇ સમસ્યા...?
(બોલો લ્યો આતો જાતે જ પોતાના વખાણ કરે છે)
હવે કંઇક બોલીસ કે કય સમસ્યા છે....?
અરે બટુક અંકલ ખરા ને એનું ગામ મારા ગામની બાજું માં છે,
હા તો...
હા તો એની દિકરી મારી સાથે આવસે,
હા તો...
હા તો એના હમણા લગન લેવાના છે તો એને ત્યાં મુકવા જવાની છે....
હા તો....!
(હા તો હા તો બોવ કરે છે હમણા એના બાપા લાગી જવાના છે)
અરે બોલ ને તો એનું શું...તુ કાર લયને જવાનો છે ને તો હું કેમ ના આવી શકું...
પેલા મને કે તુ ગુસ્સે નય થા...
એ ડિપેન્ડ કરે છે તારી વાત પર...બોલ ને હવે...
ના પેલા કે...
હા નય થાવ ગુસ્સે બસ....
પ્રોમીસ...?
તારી હમણા કવ એ...કેને કેતી હોય તો...
વૈશાલી છે એ છોકરી...
શું બોયલો ફરી થી બોલ...!
અરે આપણી કોલેજ ફ્રેન્ડ વૈશાલી આવાની છે મારી જોડે.
તારી તો હમણા.....
બસ બસ શાંત થા,ગારુ નય બોલતી...
ગારુ ની ક્યા પણયસ,સારુ કે તુ સામે નથી,નયતર તને મારી નાખી ને જેલ માં વય જાત...
જો તે પ્રોમિસ કયરુ છે કે તું ગુસ્સે નય થા...
તારુ પ્રોમિસ ગ્યું હમણા કવ ન્યા...
જો રાગુ પ્લીઝ....
પ્લીઝ નુ ભુંગળું વાળી ને નાખી દે હમણા કવ ન્યાં...
હાલો બસ,સવાર સવાર માં બોવ પ્રભાત્યા સાંભળી લીધા હું ફોન રાખું છું...
ઓ ફોન રાખવાવાળી ની,તું એને કેમ લય જાય છે યાર,,,
અરે એના લગન છે,
હા તો તું અબ્દુલા દિવાનો કેમ થાશ પણ...
અરે દિવાનો નથી થતો,યાર મુકવા જવું પડે એમ છે,બટુક અંકલે પપ્પા ને રિક્વેસ્ટ કરી છે....
આ બટકા ની તો....દુનિયા ની મોટી ભુલ એ થય કે બટકો જન્મ્યો અને એનાથી મોટી ભુલ એ કે એને વૈશાલી ને જન્મ આપ્યો...
(મે મન માં કીધું પોતાનું જોતી નથી ને ગામની વાત કરે છે)
બસ કર હવે,તું ઓફિસ સંભાર હું બપોર સુધીમાં આવી રયશ હવે...
ના ના નો આવતો,જા વૈશાલી હારે જલશા કરજે,આમેય કોલજ ટાઇમ થી તને લવ કરતી હતી...
ના હવે હોતા હશે કાય...જવા દેને ભય પુરી કરને ભવાય તારી...
સારું કેટલા વાગા માં આવતો રય...
બસ ત્રણ વાગા સુધી માં...
ઓકે તો હું જમતી નથી,હારે લંચ કરશું...
ના ના તું જમી લેજે તારા થી રેવાશે નય...
તું જાને તારુ કામ કરને યાર...
ઓકે બાય....બચ્ચા...
હા બાય હવે...
હાશશશશશશ,એની માને મોટી ઉપાધી ગંગા માં ગય ભાઇ,
ઓહ તો તમે વિચારતા હશો કે આ વૈશાલી કોણ છે અને રાગિણી કેમ ભડકિ ગય એમ ને...ચાલો હું કાર ડ્રાઈવ કરતા કરતા તમને કહિ દવ ઓકે...
રાગિણી એ સેકન્ડ યર થી કોલેજ જોઇન કરી હતી,અને મે એની રેંગીંગ કરી હતી,ઇ મારા પર ફિદા થય ગય હતી,
હાલાકિ હું એટલો હેન્ડસમ પણ નથી બસ ભણવામાં હોંશિયાર હતો,અને એને મારા ભણતરની હોશિંયાર ની ચર્ચા બીજી છોકરીઓ પાંસે જાણેલી,ર્ફસ્ટ માં અનૂરાગ ચશ્મીશ આવતો અને સેકન્ડ માં હું,
પણ આમ બધી રીતે અવ્વલ હતો જેમ કે
,ફુટબોલ,ક્રિકેટ,દોડવામાં,અભિનયમાં અને આ બધા માં મે મારી કોલેજ ને ઘણી ટ્રોફિઓ જીતી ને આપી હતી,અને એ જે કોલેજ માંથી આવતી હતી એ કોલેજ ને લગાતાર મે હરાવી હતી,તો અફકોર્સ કે એનુ મારી પર ફિદા થવું જાયજ હતું,પણ એની કોમ્પીટીશનમાં વૈશાલી પણ હતી,બધી રીતે સારી છોકરી હતી પણ માથા માં તેલ એટલું નાખતી કે જાણે એ તેલ ના બ્રાન્ડ ની એમ્બેસેડર હોય,પણ લૂક વાઇસ અને સ્વભાવ ની ખુબ સારી અને શાંત હતી,બીજા નંબર માં એ મારી પડોશ માં રહેતી,અને મારી જાન એટલે કે મહેન્દ્રસિંહ ધોની યમહાના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા હતા એટલે પપ્પા પાસેથી જીદ કરીને મેં યમાહા RX100 લીધું,અને બટુક અંકલ નો અને કોલેજ નો રસ્તો એટલે એક ઉતર અને બીજો દક્ષિણ એવો હતો,અને યમાહા લીધું એની પેલા હું સ્પોર્ટ સાઇકલ માં કોલેજ જતો હતો,એટલે બટુક અંકલ કાઇ સાયકલમાં થોડી વૈશાલીને જવાદે,પછી એક દિવસ બન્યું એવું કે બટુક અંકલ અને મારાં પપ્પા એ બંને રાત્રે ચાલવા નીકળીયા એટલે બટુક અંકલે પપ્પા ને રિક્વેસ્ટ કરી કે દિપક વૈશાલી ને કોલેજ લેતો જાય તો મારે ઓફિસ વાળા નું ખોટું સાંભળવું નહીં અને એ રિક્વેસ્ટ પપ્પા તરફ થી મારી પાસે આવી એટલે મેં વિચાર કર્યો કે તેલ નો ડબ્બો મારી હારે આવશે તો મને બધા કેવું બોલશે, પણ હું સીનિયર હતો અને ઉપરથી મારી ધાંક પડતી એટલે કૉઇ મને તો બોલી જ ન શકે પણ એકબીજા ની સાથે તો કિયેને,
ઓ હેલો એની હારે માંગું નાખવાનું નથી કેતો,ખાલી કોલેજ લય જવાની છે,થાશે તારા થી કે ના પાડતો આવું...
ના ના પપ્પા ના,તમે ના પાડતા સારા ના લાગો,હું પાડતો આવું,
(ત્યાં મારી માઁ નો અવાજ આયવો હો...જોજો એમનૂ ઉદાહરણ...)
અરે શું ઘેલો થય ગ્યો છે...એક તો આટલા વર્ષોથી આપણા પડોશી છે,કોઇ દિ ખાંડની ચમચી માંગવાય નથી આયવા અને એની દિકરીને કોલેજ મુકવાની માંગણી ને તું કેમ ટાળી શકે...
મમ્મી એ ખાંડ ની ચમચી માંગવા જેવી વાત નથી,લોકો શું વાતો કરશે,અને તારે મને પરણાવો નથી...
અરે ઇ તારી બેન જેવી છે મુર્ખ...
(લ્યો ભય થયને ભવાય,ઓલી વૈશાલી ના મન માં મારા માટે લાડવા ફુટે છે અને મારી માઁ ને એ મારા બેન જેવી લાગે છે.)
અરે માઁ દુનિયા એ નથી જોતી,દુનિયા સગા ભાઇ-બહેન ને પણ અલગ નજર થી જોવે છે અને આતો આપણી પડોશણ છે,
ઓ જ્ઞાની માણસ એક વાત ટુંકિ કરને ભાઇ,તુ લય જાયશ કે નય...
હા મારી માઁ હા લય જાયશ બસ...
હાસસસસ અંતે માયનો ખરી,દિપક ના બાપુજી આ પણ તમારી જેમ છે,ખબર છે કે વાત માનવી જ પડશે તો અગાવ માંની જાતા હોવ તો બેવ...
શું કરે ભાગ્યવાન તમારાથી હું જીતી શક્યો છુ તી આ આપણો ટેણીયો જીતી જાય...!
તો લાંબી ચર્ચાઓ બાદ મમ્મી નો પોતાના એક મત ને સહારે ભારી વીજય થયો અને બે જણા બે મત થી હારી ગયા...
ખેર એક દિવસ ટ્રાઇ કરી,હું વૈશાલીને બાઇક ઉપર બેસાડી ને લય ગ્યો,
અચ્છા દિપકજી તમે તો બીજા સેમેસ્ટર ની તૈયારી પણ કરી લીધી ને મને કિધું પણ નય...કેમ આવું...
ઓહહહ પ્લીઝ યાર આ જી લગાડવાનું બંધ કર...
કેમ તમે મારા થી નાના છો...???
અરે નાના હોય કે મોટા આપણે કોલેજબડિ છી યાર,શો પ્લીઝ,કોલ ઓન્લી દિપ,દિપુ ઔર દિપક...અસ યોર ચોઇસ,
ઓકે પણ સવાલ નો જવાબ રય ગ્યો....
અરે હા કોલેજ પતે પછી બૂક લય જાજે...
ઓકે બટ કિધું કેમ નય...
અરે મે રાતે ચાલું કયરતુ એટલે યાર...
એટલે 12 વાગા પછી ચાલું કયરુતુ...
અરે હોતા હશે કાય,બાર વાગે તો મારી અધડી નિંદર થય ગય હોય...
મતલબ....
અરે કાંઇ નહિ.(આને ઇ નો કેવાય કે મને ભુત થી બીક લાગે છે એટલે હું દસ વાગા પેલા સુઇ જાઉ છું,કેમ કે આ બ્રેકિંગ ન્યૂઝ ની એંનકર બની જાય છે,કોલેજ ની અને અમારા એરિયા ની.)
તો ક્યારે નોટ્સ પુરા કર્યા...
હા બસ 10 11 વાગા ની આજુબાજુ...
હા તો મને કેવાય ને આમેય હું 12 એક વાગા સુધી જાગતી જ હોય...
મતલબ...
મતલબ કે નોટ્સ તૈયાર કરીતી હોઉ...
ઓહહ ઓકે તો કાઇ નય...
તો હવેથી મને કેતા જાજો નોટ્સ તૈયાર કરો તો...
એક કામ કરી તો હું જેમ જેમ નોટ્સ તૈયાર થતા જાય એમ હું તને દેતો જાયસ,એમાં ઘરે આવાની કે કેવાની ની શું જરૂર છે,
તો હવે આના માટે પણ મારે પપ્પા ને રિક્વેસ્ટ કરવી પડશે એમ ને....
(અને ભાય જોરદાર ગાડિ ની બ્રેક મારી હો ગાડી એકદમ ખીલો થય ગય...)
મતલબ તે તારા બાપા ને કિધું તું કે તારે મારી હારે આવું છે કોલેજ માં મારી બાઇક પર એમ...
હાસ્તો લે...
પણ કેમ યાર....
કેમ કે....
અરે કેમ કે વ્હોટ યાર....
કેમ કે આઇ થીંક...
ઓકે વેલ.... વેરી ગુડ....યું કેન થીંક પણ શું....?
આઇ......
નય નય નય....એક મીનીટ ઉભી રે...પ્લીઝ એમ નય બોલતી કે હું તને લવ કરું છું એમ...
અરે હા આ જ બોલવાની હતી...તમને કેમ ખબર...
અરે શું....! શું ખબર યાર....મારી લાયફ નો સવાલ છે યાર,આમ હું લવ ના કરી શકું,મારે મારી કારકિર્દી ઘડવાની બાકિ છે ને તું લવની પીપુડી વગાડિને ફુલ સ્ટોપ નો લગાડ પ્લીઝ....
શુ તમેતે પણ...કોણ છોકરી આવી હિંમત કરે કે એના બાપા ને છોકરા ભેગી જાવાની વાત કરે...
વૈશાલી વેઅપ યાર,ડોન્ટ બી ફુલ યાર,
ના હું તમને એપ્રિલ ફુલ નથી બનાતી રીયલી કહું છુ,બસ તમે જ નજર આવો છો બધી તરફ,હું શું કરું...
તો એને લવ માની લેવાનો,
તો લવ કોને કેવાય...તમે ક્યો...???
(કોલેજ ના ગેઇટ પર વાત ચાલતી હતી અને ભાઇ કલયુગ ના રાવણ ની એન્ટ્રી થય હો,સતયુગ માં રાવણ પુરુષ હતો પણ મારા ચાલતા યુગ માં રાવણ એક સ્ત્રી છે રાગિણી મહેતા...)
શું ચાલે છે અંઇઆ કોલેજ ના ગેઇટ પર હમમમ...
અરે કાંઇ નય બસ જો એન્ટર કરીએ છીએ અંદર...અમમ વૈશાલી તું રાગિણી સાથે અંદર જા ત્યાં હું બાઇક પાર્ક કરતો આવૂ...
(હું બાઇક પાર્ક કરવાં અંદર ગયો ત્યાં મારા પાર્કિંગની જગ્યાએ કોઇક બીજાની બાઇક પાર્ક હતી,અને બીજે જગ્યા પણ નો તી...અને ભાયડા એ મોટા અવાજે ડહાડ નાખી હો,જાણે હાવજ ગાંડો થયો હોય જંગલ માં એમ કોલેજ માથે લીધી)
એલા એયયયયયય,આ બાઇક કિયા બાપના દિકરાની હે..?સામે આવે જલ્દિ થી નયતર હવા કાઢી ને સાયડ માં મુકી દયસ...
અચ્છા મર્દ નો દિકરો હોય તો બાઇક ને હાથ અદાળી ને દેખાડ...
(પાછળ થી અવાજ આયવો,હાવજ ને પડકારો દેવા શિયાળુ મેદાન આયવુ હોય એવું લાગતૂ હતુ,એનું કદ જોયને એવા દાત આયવાને કે વાત નો પુછો,ડોઢ ફુટ જેવડો છોકરો આવીને પહાડ ચિરવાની વાત કરે,કેવું લાગે કા...)
ઓય તું નવૉ લાગશ કા....
હા તો,
હા તો બેટા ચડ્ડી માં રેતા શીખી જા...
નયતર...
(એની હિંમત તો એવી હતી જાણે ઉભે ઉભો મને ચિરી નાખશે,પણ ચીરવા માટે લંબાઇ તો જોઇને,મારી છાતી એ પણ નોતો પહોચતો.)
અરે બાપ રે બાપ...એલા એય કોઇક મારી રક્ષા તો કરો યાર,મને બોવ ડર લાગે છે...
ડરવું જ જોઇએ નહિં તો સસલાઓ સિંહ પાસે પણ વસુલી કરવા આવી જાય....
અરે બાપ રે સિંહ ને તૂ....
હા તો કાંઇ શક...
બેકશક તારૉ શક દુર કરવો જ પડશે...(એ ડોઢફુટીયા ની નજીક જયને એક હાથે કાથલો પકડી ને 15મીનીટ હવા માં રાખ્યો અને એની બધી હવા નીકળી ગય,એને બધી ટ્રાઇ કરી છોડવાની પણ સિંહ ના મોઢા નો કોળીયો અને દિપક ગઢવી ના હાથનો પકડાવો એ એમ નેમ ના છુટી શકે...ત્યાં પ્રિન્સિપાલ સર આયવા...)
શું ચાલે છે આ બધું ગઢવી સાહેબ...
કાય નય દેસાઇ સાહેબ આતો અમે એક બીજા ને ઉપાડવાની સરતો લગાડિ છી,કેમ એલા દોઢ ફુટીયા સાચું ને,,,,
જો ગઢવી સાહેબ કોઇના દિકરા ને આવું ના બોલાય,
અરે શું દેસાઇ સાહેબ જે છે અને જે દેખાઇ છે એજ બોલું છુ,કોણ જાણે આ આવો છે આનો બાપો કેવો હંઇસે કા સાહેબ...
ઓ હેલો એ દોઢ ફુટીયો મારો દિકરો છે....
(અને ભાઇ ઇ દોઢ ફુટીયો મારા હાથે થી છુટી ગ્યો અને ઘડડડામ થયને પડ્યો...)
શું વાત કરો સાહેબ...
હા તો કાય શક....
ના એટલે તમારી હાઇટ અને આની હાઇટ માં જીરાફ અને કાગારુ જેટલો ફરક લાગે છે એટલે પૂછ્યું...
(એકો એક છોકરા છોકરીઓ હસવા લાગ્યા)
કમ ટુ માય ઓફિસ રાઇટ નાવ...
હા બસ તમે જાઉ હુ તને ફોલ્લો કરતો આઊ છુ દેસાઇ સાહેબ....
એલા એયયયય એટલે આટલો પાવર કરતો હતૉ કે તારો બાપો પાવર હાઉસ છે....
હા ભાઇ સોરી ભાઇ...હુ પ્રિતેસ...
હા સારુ હાલ હવે તારા બાપાને સમજાવ કે મારી નય તારી ભુલ હતી એમ...અને આ તારી બાઇક હટાવ આઇથી...
હા બોસ હમણા લય લવ...
(હું પ્રિન્સિપાલ ની ઓફિસમાં ગ્યો અને હસવું એટલું આવતું હતું કે શું કવ યાર,)
બોવ હસવું આવે છે તમને ગઢવી સાહેબ...
શું કરું દેસાઇ સાહેબ મને તો હજી વિશ્વાસ નથી આવતો એ તમારો દિકરો છે,,,
શું કરું કમનસીબે એ એની માઁ પર ગયો છે...
ઓહહહ અચ્છા,હા બોલો સર આ મજાક માટે કેટલા દિવસ ની સજા મડશે...
અરે ના હવે આખું ગામ મજાક ઉડાવે છે તમે ઉડાવો એમાં કાઇ નવાય નથી ગઢવી સાહેબ...
હા તો સર શું કામ હતું....
આ અઠવાડીયામાં રામ નવમી ના રામયણ નું નાટક કરવાનું છે અને રાવણ બીમાર છે....
મતલબ...?
કોણ રાવણ,,,અરે તમારો નામેરી દિપક પંડ્યા...
ઓહહહહ,તો હવે...
તો તમે બની જાવ ગઢવી સાહેબ બીજું કાઇ નો થાય...
અરે ના ના દેસાઇ સાહેબ હોતા હયશે કાય,હનુમાન બનતો વ્યક્તિ અચાનક રાવણ બનતા સારો લાગે કાઇ, અને આ બોડિ હનુમાનજી માટે સેટ થાય રાવણ માટે થોડિ થાય....
અરે ગઢવી સાહેબ બેવ અભિનય તમારે જ કરવાના છે,
અચ્છા તો ભરી સભામાં રાવણ ની સામે હનુમાનજી બની ને હુ ને હું જાયશ...
ના હવે એ તો પ્રિતેસ ને રાવણ નો ગેટઅપ પેરાવી ને બેહાડિ લેશું...
અરે એ રાવણ ની ખુરશી માં લોકો ને દેખાશે પણ નય શું દેસાઇ સાહેબ તમે પણ...અને લોકો મજાક ઉડાવે એ પાછુ નવું....
હા તો તમે ક્યો શું કરવું જોઇ...
અનુરાગ ને રાવણ બનાવી દો દોડશે...
શું દોડશે,એ ચશ્માં વગર એક પગલું નથી હાલી શકતો ને તમે ગઢવી સાહેબ એને દોડાવાની વાત કરો છો...
હાલે હવે મોર્ડન જમાના માં બધું હાલે,
અરે ગઢવી સાહેબ પ્લીઝ તમે સમજો...
અરે હું કવ છું ને હાલશે એની જવાબદારી મારી,
અરે નો હાલે એને દસ માથા પેરવાના હોય અને એના કાન માથી ચશ્માં કઢાવા પરે...શું તમેય ગઢવી સાહેબ...
ઓહ.....હા કા...એનો જુગાર છે આપણી પાસે બસ તમે અનુરાગ નું નામ લખી લ્યો...
પેલા એને પુછી લ્યો....
એક મીનીટ હું પુછતો આવુ...
ઓયયયયય ચશ્માં ઘર આયા આવ...
હા બોલો ને સરકાર...
રાવણ માટે તું ફાઇલ છો ઓકે...
મતલબ...
અરે રામ નવમી ના દિવસે રામયણ નાટક માં તું રાવણ ફિક્સ....
તો ઓલા રાવણ ક્યાં છે...
એ બીમાર છે....
અચ્છા રાવણ પણ બીમાર પડે...
ઓ ચશ્માંઘર એ પંડ્યા છે,રાવણ નો રોલ કરે છે,
ઓ હા કા...પણ હું ચશ્માં નય કાંઢુ...
હા ઇ કાઢવાની જરુર પણ નથી,નયતર રામયણ માં મહાભારત ચાલું થય જાશે અને તું ધુતરાષ્ટ્ર બની જાયશ...ખબર છે,પણ એનો જુગાર થય ગ્યો છે,ચાલ મારી હારે....
અરે પણ ક્યાં....
હાલ તુ...
દેસાઈ સાહેબ આ અનુરાગ ફાઇલ ઓકે,અને હું એના લેન્સ બનવા માટે લય જાઉ છું તો આજ ના બધા લેક્ચર કેન્સલ...
કેન્સલ મતલબ કે તમારે લેવા ના ને....!
હા મારે લેવા ના કેન્સલ...
તો ભલે નયતર મને એમ કે તમે બધા પ્રોફેસરો ને લેક્ચર લેવાડાવાનું કેન્સલ કરવાનુ ક્યો છો...
ના હવે ચલો બાઇ,,,,જય જીનેન્દ્ર હું અને અનુરાગ નિકળી છી....
ઓકે જય જીનેન્દ્ર....
રામ,લક્ષ્મણ,હનુમાનજી,રાવણ,અરરરરે આ સીતા મૈયા કેમ મીંસિંગ છે....રામ અને રાવણ બેવ અંઇઆ છે તો સીતા મૈયાને કોણ ઉપાડિ ગ્યું....
(વૈશાલી એ સીતા મૈયા હતી,અને એ નાટક કરવાની ના પાડતી હતી કેમ કે એમા હનુમાનજી ને પુત્ર કહેવાનું હોય અને હનુમાનજી એ સીતા મૈયા ને માતે કહેવાનું હોય છે...અને હનુમાનજી નો રોલ હુ કરતો હતો)
અરરરે કોઇ વૈશાલી ને ગોતી લાવો યાર,રિયસલ માં મોડું થાય છે,
(અને મે રાગિણી ને વૈશાલીને બોલાવા મોકયલી અને પછી જે મહાભારત થય છે,બાપ રે બાપ...)
વૈશાલી હાલ ને સ્ટેજ ઉપર બધા આવી ગયા તારી જ રાહ જોવાય છે,
(વૈશાલી રોવા જેવી થય ગય હતી)
શું થયુ....એતો કે....
અરે યાર કોઇ એના પ્રેમી ને પુત્ર કેમ કહી શકે....
મતલબ....?
હું દિપક ને લવ કરુ છું....
શું મગજ ની મા......
નય યાર સાચેજ....
અને દિપક....એ લવ કરે છે....???
ના એણે મને જવાબ આપ્યો નથી....
સારુ તું એવું ના વિચાર આ જસ્ટ એક પ્લે છે યાર,એમાં તારે રોલ પ્લે કરવાનો છે,એને સાચેજ દિકરો બનાવીને ટેડિને ઘરે નથી લય જવાનો.....
ના યાર મારાથી નય થાય.....
તને ખબર છે મધર ઇન્ડિયા માં નરગીસ એ સુનીલદત ના માતા બન્યાં હતા...
હા પણ ત્યારે એના લગન નોતા થીયા...
પણ એ બંને એકબીજા ને પ્રેમ તો કરતા જ હતા ને,અને તું તો દર વરસે સીતા બનશ ને....
હા પણ એ મારી ભુલ હતી....
તો એક વાર પાછી ભુલ કરી નાખ...
આમેય હવે એક્સામ નજીક જ છે...
ના પ્લીઝ આવું પાપ મારે નથી કરવું....
અચ્છા....એક મીનીટ દિપકા ને બોલાવું...
ઓયયયય દિપડા આયા મરતો...
ઓહહહહ આવું છુ પણ રાડુ શું પાડસ,અને આ કય ભાષા છે મને બોલાવાની...
ભાષા ની ક્યાં પયરણસ,,,આ હું શું સાંભળું છું કે ઓલો તેલ નો ડબ્બો તારા પ્રેમ માં ઉંઘો વળી ગ્યો છે...!
હા તો...
હા તો ની ક્યાં મા.....
બસ બસ શાંતી લાવ ભય આટલી બગડે છે શું કામ પણ...
શાંતી ગય હમણા કવ ન્યાં....મારા સીવાય બીજી ની સામું જોયુ છે તો આંયખુ કાઢીને કાગડા ને ખવડાવી દયશ...
તું પણ ચાલું થય ગય...માંડ એક થી જાન છોડાવી ત્યાં બીજે હલવાણી...આતો છત સે ગીરે ઝાડ પે અટકે એના જેવું થ્યું....
મતલબ તે એને ના પાડી દીધી...???
અરે તે દિવસે હું ના પાડવા જ જતો હતો ત્યાં તું આવી ગય...
હા તો હવે પાડતો આવ જા...જા જા જલ્દિ જા...
પણ હું તને પણ હા નથી પાડતો હો...મારે મારુ કરિયર બનાવું છે,એમાં વધારે ધ્યાન દેવું છે,નય કે તમારા બધા માં હો....
હવે જા ને કરિયર વાળીની પેલા ઓલા તેલ ના ડબ્બા ને સાફ શબ્દો માં ના પાડતો આવ જા,પછી મને ના પાડજે....

બસ એ દિવસ થી રાગિણી અને વૈશાલીને જાણે ચાઇના અને અમેરિકા જેવા સંબંધ નો થય ગ્યા હોય મતલબ કે એક બીજા ના દુશ્મન થય ગયા હતા ...હું એનું નામ લયને ઘણી વખત રાગિણી થી પીછો છોડાવતો આવું છું જેમ કે આજે છોડાવ્યો એમ,એવું લાગે છે લાયસન્સ વગર ગાડી ચલાવતા રસ્તા માં જેમ ટ્રાફિક પોલીસ પડકે એમ રાગિણી મને પકડતી અને હું જાણે વૈશાલી કેમ એ સિ.ટી ની એસ.પી હોય એમ એનૂ નામ દય આઝાદ થય જાતો....

તો ફાઇનલી હું સ્કાઇ હાઇટ બીલ્ડીંગ પાસે આવી ગયો રામચંદ્રભાણ ની મુલાકાતે,કાજલ નામના ભુતની ઈન્વેસ્ટીગેશન કરવા...
હેલ્લો સર હું દિપક ગઢવી...
હા બોલો ને...
જી અંઇઆ કોઇ કાજલ નામની છોકરી રહેતી હતી...
કાજલ...???
જી દેસાઇ એમની સરનેમ હતી....
ઓહ અચ્છા હા,બોવ સરસ ફેમીલી હતું,સારા સંસ્કાર હતા એ દિકરી માં...એમના માતા પિતા પણ સારા હતા,
પરંતુ અચાનક એમના પિતાજી એટલે કે વેલજીભાઇ ને પેરેલેસીસ નો અટેક આવ્યો અને એમની જમણી બાજું ના અંગો કામ કરતા બંધ થય ગયા હતા,દિકરી બોવ સેવા કરતી એમની,તમે ચા લેસો...???
જી હું ચા નથી પીતો....
તો કોફી ચાલશે....???
જી ફિલ્ટર વાળી....
ઓકે,
પછી શું થયું અંકલ...
બસ એ કામ કરતી,પણ એ ક્યાં કામ કરતી એ તો નથી ખબર,અને હારે ભણતી પણ હતી,અને એમના પિતાજી ને અઠવાડિયે બે વાર હોસ્પિટલમાં સારવાર માટે લય જાતી,
પણ અંકલ એ ક્યાં છે....
એની તો ખબર નહીં પણ હા એમના પિતાજી હારે મારી વાત થાતી ત્યારે એ એમના ગામની વાતો કરતા,આ લ્યો કોફિ,
થેન્કસ અંકલ,અચ્છા કયુ ગામ એમનું...???
જી મંઢોળ અંઇયા થી કમ સે કમ 500કિમી દુર થાય...
ઓકે,જીલ્લો કયો આવે,
પોરબંદર આવે કદાચ...
અચ્છા....!
ઓકે અંકલ તો હું રજા લવ...
એક મીનીટ...એ છોકરી ખુબ સારી હતી અને જયારે એ લોકો અંઇઆ રહેતા એ છોકરી અચાકનક કોઇને કિધા વગર ક્યાંય જતી રહિ અને એના મા બાપે પોલીસ માં જાણ પણ કરી પરંતુ પોલીસ નાકામયાબ રહિ અને અંતે એ લોકો કંટાળી અને દુખી થયને મંઢોળ જતા રહ્યા પણ તમે કેમ પુછપરછ કરી કાજલ બારા માં...
કંઇ નહિ બસ એમજ,અમે હારે જોબ કરતા હતા,અને અચાનક એ ગાયબ થય ગય અને મારી પાસે એમનો કૉઇ કોન્ટેકટ પણ નથી,અને એ અંઇઆ થી અપડાઉન કરતી એટલે અંઇઆ આવ્યો...
મતલબ તમને કાઇ ખબર નથી એના બારા માં....
જી ના અંકલ...
ખબર હોત તો તમને થોડા હેરાન કરત...
ના ના બેટા એમાં શું હેરાન હવે...ચાલો જય માતાજી
જી અંકલ જય માતાજી...
કાજલ ખોવાય ગયા નો પોલીસ માં રિપોર્ટ લખાવ્યો હતો અને પોલીસ નાકાયાબ રહિ,આ ચોકઠું મગજ માં ફિટ થતું નથી,અને એ લોકો ગોતવાની કોંશીશ કરી હશે કે નય એ તૉ કેમ ખબર પડે,એક આંટો મારી આવું પોલીસ સ્ટેશનમાં,જોઇએ તો ખરી શું થયું હતું,
મારો મિત્ર ચાર્લી ઉર્ફે ચાર્સ જોસેફ મારો ફ્રેન્ડ હતો જે અત્યારે કદાચ એ પોલીસ પ્રશાસન માં છે,લાવ ને કોલ કરી જોવું,
હાલો કોણ,
સી.આઇ,જોફેસ બોલું છું તમે કોણ...
ચાર્લી....???
અમમમમમ અનુરાગ...????
ના તારો બાપો....
ઓહ.જીસસ....ગઢવી સરકાર તમે....????
હા યાર કેમ છે....
ધણા સમયે યાદ આવી....આ શું નંબર બદલી કાઢ્યા,,,???
અરે ના યાર સીમ ખોવાઇ ગ્યુ,સીમ શું મોબાઈલ જ ખોવાઇ ગ્યો તો પછી કંપની વાળાએ એ નંબરનું સીમ નય મડે એમ કિધું, ડોક્યુમેન્ટ મીસ મેચ થતા હતા...
ઓહકે બોલો બોલો શું ચાલે છે,ક્યાં છો ગઢવી સરકાર,
બસ એક દમ મસ્તી માં,ચાલ ભેગો થા...
ક્યાં છો તમે...???
નારોલ પાસે એક સ્ટાઇ હાઇટ બીલ્ડીંગ પાસે છુ,,,
વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને આવી જાઉ...હુ ત્યાં છુ...
આવ્યો ચાલ...

હાસ ચાર્લી થી થોડી મદદ મળશે અને બાકિ તો ત્યાં ગયા પછી ખબર પડે કે ડાળ માં કંઇક કાળુ હતુ કે આખી ડાળ કાળી હતી...
હાય યાર ચાર્લી....
હાય ગઢવી સરકાર,ચાલો ચા પીવા જઇએ,
અરે ના ના તને તો ખબર છે કે હું ચા નથી પીતો...
હા તો મને ખબર છે તમને શું ભાવશે...
ભૈલા એક ચા અને એક ફિલ્ટર કોફિ...
ઓકે સર...
હા બોલો ગઢવી સરકાર કામ કાજ ક્યાં ચાલું છે...???
ભાઇ તને ભરોશો નય આવે કે મારી નવી બોસ કોણ છે..!
રાગિણી...!
તને કેવી રીતે ખબર પડી...?
કેમ તમે કોલેજ ના વ્હોટ્સપ ગ્રુપમાં નથી...?
ના મને કોઇએ એડ નથી કર્યો....
હા તો હમણા કરી દઉ..
ના ના હમણા નય યાર,નયતર રાગિણી ને શક થાશે કે હું તારી સાથે છું એમ...
મારા સિવાય બધા પાસે તમારો નંબર છે અને એ લોકો એ તમને ગ્રુપમાં એડ કરવાની ના પાડેલી...
કેમ એવું....
કેમ કે તમે કોઇને યાદ નથી કરતા એટલે...
અરે હોતા હશે યાર,એ કોલેજ ના દિવસો ની યાદો જ મને જલશા કરાવે છે,નયતર આ ભાગદોડ વાળી જીંદગી માં ક્યાં ખુશી ના પલ શોધવા જાવા...
ઓહો શું વાત છે,પ્રેમ માં તમે તો કવિ બની ગયા...
યાર તને આ પ્રેમ લાગે છે.?
કેમ તમને નથી લાગતું...!
યાર મને તો આ જરુરીયાત જેવું લાગે છે...!
અરે પણ કયા આધારે કય શકો તમે સરકાર...
રાગિણી નો કોઇ ભાઇ છે નહીં અને એના બાપાનુ મગજ કામ કરતું નથી,આમ તેમ ખોટા રુપિયા નાખી ને બ્રાંચુ ખોલ્યા કરે છે,એટલે રાગિણી નો પતિ જે થાય એ આ બધો કારોબાર સંભાળે,અને હું શરૂઆત થી એમની હારે છું એટલે અનુભવ ની કમી નહિં પ્લસ રાગિણી ને હું ગમુ છુ, પણ મને ક્યાંય ને ક્યાંક આ બધું ખોટુ લાગે છે...
સરકાર એક વાત કહું તમને સ્ટેફિની ખબર છે ને કોઇ દિવસ ખોટું ના બોલે,સ્ટેફિની અને રાગિણી વીકેન્ડ માં ભેગા થાય ત્યારે તમારી જ વાતો અને તમારુ જ નામ હોય છે રાગિણી ના મુખ માં,
હા હું માનું છું બોયલે અને સ્વભાવ ની થોડી તીખી છે પણ એ બોવ પ્રેમ કરે છે તમને એ 100%...
અચ્છા તો મારી હારે ઇ લાડ અને નાટક કરે છે એમને...
હા કારણ કે એ પ્રેમ જતાડવામાં નહિં પણ અંદરખાને થી પ્રેમ કરવામાં માને છે,
થેન્કસ યાર તું મને ભેગો ના થયો હોત તો હું પ્રપોઝલ રીજેક્ટ કરવાનો હતો,
સારુ થયું એ મારી પાસે આવી ગ્યા રીજેકટ કર્યા પેલા નયતર તમે સ્વર્ગમાં હોત અને રાગિણી જેલ માં....
હાહાહાહા....મારી નાખે કા મને...
હા એ એમ માની લે દિપક રાગિણી નો નય તો કોઇનો નય અને ચાકુ થી ખચાખચ કટકા કરી નાખે...
હાહાહાહા હા યાર 100% વાત સાચી...
તો ગઢવી સાહેબ લગન નુ મુર્હત કાઢી નાખો ભાઇ...
હા યાર પણ મમ્મી પપ્પાની આજ્ઞા આપે એટલે 100% કરી નાખીશ,પણ એની પેલા મારે તારુ કામ છે ભાઇ,
હુકમ કરો ભાઇ...
એક છોકરી છે,કાજલ દેસાઇ,જે છેલ્લા પાંચ સાત વર્ષ થી ગાયબ છે અને એની તપાસ કરવા માટે પોલીસ માં રિપોર્ટ પણ લખાવ્યો હતો,પણ પોલીસ નાકામયાબ રહિ,
જો સાત વર્ષ ઉપર થયા હશે તો સરકારે એને ર્મુત ધોશીત કરી નાખી હશે,કેમ એ નિયમ છે,
અરે પણ જેવી તેવી ઈન્વેસ્ટીગેશન ના આધારે સરકાર આવો નિર્ણય કેમ લય શકે...
એવું ના હોય ગઢવી સાહેબ,ઈન્વેસ્ટીગેશન રિપોર્ટ ફુલ ફિલ હોય તોજ ર્મુત ધોશીત કરી હોય,
વિધાઉટ એની બોડી....????
હા તો..... સુભાષચંદ્ર બોઝ સાહેબ ની બોડી મડી હતી.!નય ને છતાય એમને ર્મુત ધોશીત કરી કરી નાખ્યા ને,
યાર મારે આ કેસ ના ઈન્વેસ્ટીગેશન ઓફિસર ને મડવું છે અને બધી માહીતી જોઇએ છે,
કયો એરિયો હતો...?
નારોલ રોડ,સ્કાઇ હાઇટ બીલ્ડીંગ,
ઓકે તો નારોલ પોલીસ સ્ટેશન જવું પડશે...
તું આવી શકિશ...
અરે હોય કાય યાર,ગઢવી સાહેબ,હું બસ ખાલી જાણ કરતો આવું તમે અંઇઆ રહો...
ઓકે ભાઇ...
હાસસસસ બસ એક ક્લુ મડે ને તો કાફિ છે,બાકિ રાતે મીટીંગ તો કરવી જ પડશે,એમા નય હાલે,ભલે જે થવું હોય તે થાય,
હા તો ગઢવી સાહેબ મારુ બાઇક લય લઉ કે શું...???
ના આપણે પોલીસ સ્ટેશન જયને પછી ઓફિસની બાજું મસ્ત રેસ્ટોરન્ટ છે નીયા આપણે ત્રણ જણા લંચ લેશું અને હું પાછો તને અંઇઆ મુકિ જાયશ...
ઓહહહ તો આજે રાવણ ના દર્શન થાશે એમ ને...
હા ભાઇ ખબર નથી પડતી કે હું રામ છું કે સીતા...
હાહાહાહા...અચ્છા ગઢવી સરકાર આ કાજલ કોણ છે અને તમે આ બીડું કેમ ઉપાડ્યુ...
યાર તને કયશ તો તું માનીસ નય,મને ભુત પ્રેત આત્મા ના દર્શન થાય છે,
ઓહ અચ્છા.....શું કિધું....???ભભભભભુત...
જી હા બરાબર સાંભળીયુ...
અરે શું તમેય તે...
અરે હા મજાક નથી કરતો યાર,એને મુક્તિ આપવા માટે આ બધું કરુ છું...
ગઢવી સાહેબ હવે તમે મને ચિંતા માં નાખો છો હો...
અરે કાઇ ચિંતા નય કરવાની બધી આત્માઓ ફિલ્મો જેવી નો હોય,કોઇને શોખ નો હોય આત્મા થયને ભટકવાનો,
એની હારે નો બનવાનુ બન્યું હોય અથવા અધુરી ઈચ્છાઓ રહિ ગય હોય તો એ 100% અને ચોક્કસ આવે જ,
શું વાત કરો છો,તમે એમની સાથે વાત કરો છો...???
હા વાતો કરુને,(મન માં તો હુય ફાટી પડતો હતો પણ કોઇને કેવાય કે જતાડાય નય,હું એકદમ નોર્મલ વાતો કરતો હતો ચાર્લી સાથે જેથી કરીને એને એમ નો લાગે કે મારી ફુલ ફાટે છે ભુત પ્રેત થી.)
તો તમને એનાથી ડર નો લાગે...
આપણને કાઇ ડરબર નો લાગે,ઇ એની રીતે ને આપણે આપણી રીતે હો,(મન માં થાય કે કદાચ અત્યારે ચાર્લી એકાએક રાડ પાડે તોય ફાટી પડું ને વાત કરૂ છું ફુક મારી ને પહાડ ભાંગવાની)
અરે તમે તો બોવ ડેરીંગ હો બાકિ...
હોય જ ને ગાંડા,એ આપણી જેમ નોર્મલ જ હોય ફરક ફક્ત એટલો જ કે આપણા માં જીવ હોય એનામાં ના હોય,
ઓહહહ એવું...
આમ દેખાઇ કેવા એ...???
માણસ જેવા હુબહુ...!
ફિલ્મો માં ટુટેલા ફુટેલા દેખાતા હોય એવા ના હોય ને...!
ના ના જરાય સેજ અમથો પણ ડેમેજ નય હો,એકદમ ઓરીજીનલ,
હા બસ અંઇઆ રાખો આવી ગ્યુ પોલીસ સ્ટેશન...
ઓકે ગુડ...
પણ ગઢવી સાહેબ એક સમસ્યા છે...
એ કંઇ...?
જો એને ર્મુત ધોશીત કરી હશે ને તો આપણે એ ફાઇલ રિઓપન નય કરી શકિએ અને એના માટે હાય કોર્ટ ની પરમીશન લેવી પડશે...
ના ના માતાજી કરે અને એ ર્મુત ધોશીત ના કરી હોય,હે મારી માઁ એક દિકરી નો અને એના દુખીયા માઁ બાપની આબરુ નો સવાલ છે હો,જોજે લાજ રાખજે...
હાલ તો ખરી માતાજી નું નામ લયને જાય...
જય માતાજી માંડો તય તમારા પગલા...
તુ વાત કરજે ઓકે...
હા સારુ...
ચાર્લી એ ત્યાંના સિનીયર ઇન્સપેક્ટર ને માંડિને બધી વાત કરી તો જાણવા મડ્યુ કે ફાઇલ રિઓપન કરી શકો છો હજુ સાત વર્ષ થવાને બે મહિના બાકિ છે,
પછી મે ચાર્લી ને કિધું કે આ કેસ તું હાથ માં લે તો એના માટે શું કરવું પડે,
તો ગઢવી સાહબ એના માટે મારે એસ.પી પાસે જવું પડે અને એને આ સંપૂર્ણપણે અને વિસ્તાર થી કહેવું પડે...
હા તો હાલને રિક્વેસ્ટ કરતા આવીએ..
યાર એના માટે મારે એ પીલીસ સ્ટેશન ની પરમીશન લેવી પડશે જેમાં હું અત્યારે ડ્યૂટી કરું છું...
હા તો હાલ એમા શું...
તમને શું લાગે છે એ મને આ કેસ માં કામ કરવા દેશે...!
હાલને એક ટ્રાઇ તો કરીએ નયતર આખી લાઈફ પછતાવો થાસે કે એ છોકરી આત્મા ને મુક્તિ અપાય એમ હતી પણ મે કોશીંશ કે હિંમત ના કરી...
હા યાર સાચી વાત છે હાલો તો જાય....હા પાડે તો આપણા ભાગ્ય ના પાડે તો એ છોકરી ના નશીબ બીજું શુ...!
પણ ચાર્લી એક વાર આપણે એ છોકરી ને પણ મડશું,અને વધારે માહિતી એના સિવાય બીજું કોણ આપી શકે,
ના બાબા ના હું એ ભુત ને નય મડુ હો,મારી પાસે મારુ ફેમીલી છે યાર,
અરે ઓ ફેમીલી આ આત્મા છે પણ બોવ સારી છે,બીવરાવે એવી નથી યાર,
અરે ગઢવી સાહેબ આત્મા એટલે આત્મા,એનું કાઇ નક્કી નય કયે એનો મગજ ફરી જાય,એના કરતા આપણે એના ગામ જયશુ,શું નામ એના ગામનુ....????
મંઢોળ,,,પણ ત્યાં જવા માટે કમસે કમ આખો દિવસ તો નીકળી જ જાય,મંઢોળ જાવા નુ સહેલુ કે રાત્રે કાજલ ના ભુત સાથે મડિ ને મડવું સહેલુ...!!!
આમ તો મંઢોળ જ જવાય, ગઢવી સાહેબ કેમ કે છોકરી
એનું અકાલ મૃત્યુ થયું છે અને એ ગુસ્સામાં મને નુકસાન થશે ને તો આખી જીંદગી....!
અરે આવું કાઇ નો થાય બકવાસ ના કર યાર ચાર્લી તુ,
અરે ગઢવી સાહેબ આમ તો નીયાને નીયા ફાટી પડીશ,એટલે આખી જીંદગી નો તો સવાલ જ નથી....
યાર તુ આવા નબળા વીચારો વિચારવાનું બંધ કરી નાખ,
શું કરું જીસસ કઇક રસ્તો સુજાડો યાર....
યાર મંઢોળ ગયા પછી મારે ત્યાં રોકાઈ ને બધી પુછપરછ કરવી પડશે અને એના માટે ટાઇમ જોઇએ અને હુ ટાઇમ નો ગુલામ છું અને બોસ મારી રાગિણી છે,
હા તો રાગિણી ને હું સમજાવીસ બસ....
અને જો હું રાગિણી ને આમા સામેલ કરુ તો ઘડીક માં ઇ માનસે પણ નહિં યાર અને એને સમજવામાં કલાકો લાગી જશે અને એને સંમજાવામાં મારુ મગજ કામ કરતું બંધ થઈ જાશે....
અરે કાંઇ નો થાય યાર ગઢવી સાહેબ...
અરે મને ખબર છે એના મગજ ની યાર,પણ એની પેલા તારા પોલીસ સ્ટેશને જાય અને આ કેસ માં કામ કરવાની પરમીશન લય આવી....
હુ અને ચાર્લી અમે બે એના સિનિયર જોડે આ કેસ બાબત ની વાત કરવાં ગયા અને મને શું સુજ્યુ તી આંખો બંધ કરીને મે કાજલને મનમાં યાદ કરતા બોલ્યો,
કાજલ હું તારા કેસ ને રિઓપન કરવાં માંગુ,તારા સપોર્ટ ની અમને ખુબ જરુર છે,અને સાથે ભગવાન કરે અને ચાર્લી ના સિનિયર સાહેબ એને આ કેસ માં કામ કરવાની પરમીશન આપી દે તો હું તને ન્યાય અપાવી શકું,
ત્યાં અચાનક કાજલ મારી કારની આગલી સીટ પર આવીને બેસી ગય અને એ બોલી,
તમને શું મડશે મારી મદદ કરવામાં,
હું કાઇ સમજ્યો નહીં,
મતલબ આટલી હમદર્દિ કેમ જતાડો છો,
હમદર્દિ નથી જતાડતો કાજલ(ડરતા અવાજ માં બોલ્યો,અને ધર્મ ના કામ ધાડ પડતું હોય એવું લાગતુ હતુ.)
તો આટલું બધું કેમ કરો છો,
જો કાજલ તારા માઁ બાપે તને કેટલાય વર્ષોથી જોઇ નથી, અને તું જીવીત છો કે મુર્ત્યુ પામી છો એ પણ એ લોકો ને ખબર નથી,તો એ દુખીયા ને ન્યાય અપવામાં માટે આ બધું કરું છું,
તો આ બધું બંઘ કરી દો....
અરે પણ કેમ,,,હેલ્લો કાજલ(બંધ કરો એ બોલી ના અદ્રશ્ય થઇ ગઇ)
અરે ઓ ગઢવી સાહેબ કેમ એકલા એકલા રાડુ પાડો છો, કોની હારે વાતો કરતા હતાં,
અરે ત્યાં અંદર શું થયું એ કે ને યાર.......please
બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED