પ્રતિશોધ - ૧૦ Kaamini દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રતિશોધ - ૧૦

રૂપાલી આ બધું સાંભળીને સુન્ન થઈ જાય છે અને રડવા લાગે છે. એને રડતી જોઈને મોન્ટી વધારે દુ:ખી અને ગુસ્સો થાય છે, તે કારની ઝડપ વધારે છે અને રૂપાલીને ઓફિસ પાસે ઉતારી જુલીને ઘરે લઇ જાય છે.


ઘરે જતા જ જુલી તો જાણે સિંહણની જેમ તરાપ મારવા જ બેઠી હતી એમ મોન્ટી પર કડવા શબ્દોથી હુમલો જ કરે છે. મોન્ટી તેને ગુસ્સામાં ૨ ૪ લાફા મારી દે છે. અને જુલી ને ધમકાવતાં કહે છે : “પડી રે હવે અહીં, તારો ને મારો સંબંધ હવે પૂરો. તે એક નિર્દોષને રોવડાવી છે, તું ભોગવીશ હવે,જોજે..!” આટલું કહીને મોન્ટી ત્યાંથી નીકળીને સીધો ઓફિસમાં રૂપાલી પાસે પહોંચે છે. રૂપાલી તેના કેબીનમાં ઉદાસ બેઠેલી, ત્યારે મોન્ટી તેની રડી રડીને સૂજેલી લાલ ચોળ આંખો અને ગમગીન ચેહરો જોઈને તેને જુલી પર વધારે ગુસ્સો આવે છે. રૂપ મોન્ટી ને જોતા જ ભેટી પડે છે અને ડૂસકાં ભરીને ફરી રડવા લાગે છે.મોન્ટી તેની આંખો લૂછતાં,તેના પર ચુંબન કરતાં કહે છે: “રૂપ તને હું આજ પછી ક્યારેય રડવા નહિ દઉં. હવે, તને રડાવાવાળી રડશે. તને મારી વાઈફનુ સ્થાન આપીને જ રહીશ. હવે એના માટે મારે ગમે તે કેમ ન કરવું પડે?”
***
ધીરે ધીરે રૂપ ભાનમાં આવે છે..મોન્ટીના ખોળામાં એનું માથું ને શરીર ના હલનચલનથી મોન્ટી પણ ભૂતકાળમાંથી બહાર આવીને રૂપ ને જોઈ રહે છે. રૂપ ને ટેકો આપીને સરખી બેસાડે છે અને પૂછવા લાગે છે : "રૂપ...શું થયું હતું? તું અચાનક જ બેભાન કેવી રીતે થઇ ગઈ?”
રૂપાલીને ફરી બધું યાદ આવી ગયું અને એ આંખોમાં આંસુ સાથે મોન્ટીને કહેવા લાગી: “તું મારી પર વિશ્વાસ જ નથી કરતો મોન્ટી...કોઈ સ્ત્રી છે..?! ખબર નથી પડી રહી કે એ શું છે..એ... એ.... કોઈ... સ્ત્રીનુ “ભૂત” છે. એનો કોહવાઈ ગયેલો બિહામણો ચહેરો, ખૂની લાલ આંખો, ખુલ્લા વિખરાયેલા વાળ... એ મને મારી નાખવા માંગે છે..મને સતત એ મારી આસ પાસ જ છે.. એવું ફિલ થાય છે મોન્ટી..આ મારો વહેમ નથી. પ્લીઝ ટ્રસ્ટ મી. ઘરથી લઈને અહીં સુધી તે જાણે મારો પીછો કરી રહી છે.”
મોન્ટી ચુપચાપ તેની આ બધી વાતો સાંભળી રહ્યો હોય છે.
“હમમ...ડાર્લિંગ કંઈક મોટી પ્રોબ્લેમ લાગે છે,ચાલ... હમણાં તું મારી સાથે ઘરે ચાલ..હું આ પ્રોબ્લમનો રસ્તો શોધું છું,તારે અત્યારે આરામની જરૂર છે અને હા બીવાની જરૂર નથી..હું તારી સાથે અને પાસે જ છું હની..ઓલ્વેઝ..!!”
(તે રૂપાલી ને કારમાં ઘરે લઇ જાય છે. તેને જમાડીને દવા આપીને સુવાડી દે છે અને પોતે સિગારેટ પીતો પીતો બેડરૂમની બહાર, ઘરની લોબીમાં ઉભો રહીને તે રૂમને ખૂન્નસથી જોઈ રહ્યો હોય છે.)
બીજી તરફ ઇન્સ્પેક્ટર કુમાર રાજકોટ પાસે આવેલા હાઈવે બાજુના જંગલમાં પોતાની ટીમની સાથે શોધખોળ કરી રહ્યા હોય છે ત્યારે ત્યાં તેઓને ડોગ્સની મદદથી જમીનમાં દટાયેલ એક લાશને શોધીને બહાર કઢાવડાવે છે. કોહવાઈ ગયેલી, સડી ગયેલી એ લાશ ને જોતા તેને ચેહરો એટલી હદે સડી ગયો હોય છે કે તેની ઓળખાણ અત્યારે કરવી શક્ય નથી. દુર્ગંધ મારતી એ લાશ ને બહાર કાઢીને, ફોરેન્સિક ટિમ કામે લાગી જાય છે. પણ એ કોઈ સ્ત્રીની લાશ હતી તે જોવાથી જ ખબર પડી રહી હતી.
***
અચાનક જ મોન્ટીને પોતાના અને રૂપના રૂમથી ધડાકાભેર કઈ પડવાનો અવાજ આવે છે અને તે લોબીમાંથી સીધો પોતાના રૂમ તરફ દોટ મૂકે છે. બેડરૂમ ના દરવાજા પાસે પહોંચતા તે જે દૃશ્ય જુવે છે ત્યાંજ તેના પગ થંભી જાય છે. રૂપાલી પલંગથી ઉપર ખુલ્લા વાળમાં... હવામાં ઉડતી...અધ્ધર લટકી રહી હતી...તેને પલંગને બીજી દિશામાં ફેંકીને ઊંધો કરી દીધો,તે જોઈને આજે પહેલી વાર મોંટીના શરીરે પરસેવો ફૂટી ગયો.
- “રૂપ?? રૂ...પ...રૂ...પા...લી... આ શું થયું તને?”
- “આવી ગયો મોન્ટી?? તારી રૂપ નું રૂપ તને બહુ ગમે ને? હવે જો..હુ શુ કરુ છુ આનું... હા..હા..હા..હા..હા..”
રૂપાલીનો અવાજ બદલાયેલો હતો.. તે રૂપ નહતી..તે વાત મોન્ટી સમજી ચુક્યો હતો. એટલામાં રૂપાલી એ સામે રાખેલ ડ્રેસિંગ ટેબલના કાંચ પર ઉડીને પોતાનું માથું મારી દીધું અને એનો આંખો ચેહરો લોહી નિતરતી હાલત માં મોન્ટી તરફ વાળ્યો.
- “જો...કેવી લાગી રહી છે તારી રૂપ..?? મો......ન્ટી.........આવને...પ્રેમ કરને...રૂપને.... હા..હા...હા...!! ”

- “શું જોઈએ છે તારે? એને છોડી દે...”

- “મારે...?? તું જોઈએ છે મોન્ટી... હા..હા...હા...પ્રતિશોધ જોઈએ છે... પ્ર...તિ...શો...ધ...”

(ક્રમશ:)