pratishodh. - 9 books and stories free download online pdf in Gujarati

પ્રતિશોધ - ૯


કેબિનમાં સોફા પર બેભાન પડેલી રૂપ પાસે બેઠોલો મોન્ટી ડૉક્ટરની દસ્તક પર વર્તમાનમાં પાછો ફર્યો.

"ડૉક્ટર પ્લીઝ જુઓને રૂપને શું થઇ ગયું છે?”
ડૉક્ટર રૂપને ચેક કરે છે અને “બધું નોર્મલ છે હમણાં ભાનમાં આવી જશે કહીને તેને ગોળીઓ આપતાં કહે છે, બહુ સ્ટ્રેસ લીધું હોય કોઈ વાતનું, તો ક્યારેક આવું થાય. બાકી ઘભરાવા જેવું કશુ જ નથી. ઓકે મિસ્ટર મોન્ટી, હવે મને રજા આપશો અને સાથે આ સ્ટ્રેસ દૂર કરવા ક્યાંક ફરી આવો તો વધારે સારું.”
“થેન્ક યુ ડોક્ટર” (મોન્ટીની જાન માં જાન આવી આટલું જાણીને કે રૂપ ઠીક છે. ડૉક્ટર મોન્ટીના ફેમિલી ડૉક્ટર હોવાથી તેઓ રૂપને જાણતા હતા, ઘણીવાર ફેક્ટરી વર્કર્સના ચેક અપ માટે આવી ચુક્યા હતા.)
તે રૂપ ભાનમાં આવે એની રાહ જોતા ત્યાં જ બેસી ગયો..વિચારોમાં લિન..
બોલ ને રૂપ...કરીશ ને લગન મારી સાથે?”
રૂપાલીની આંખોમાંથી આંસુ આવી ગયા અને તેને મોન્ટીને ભેટતા જ “હા” ભરી દીધી.
બન્નેજણા પ્રેમની અભિવ્યક્તિમાં - એકરાર તલ્લીન હતા, ત્યારે ત્યાં પડેલો લેન્ડલાઈન ફોન વાગ્યો, આંસુ લૂછતાં રૂપાલીએ રિસીવ કર્યો તો રિસેપ્શન પર બેઠેલા સ્ટાફનો ફોન હતો, તેણે કહ્યું કે “કોઈ ઇન્સ્પેક્ટર મોન્ટી સરને મળવા આવ્યા છે.”
રૂપાલીએ રિસીવર સાઈડમાં ખસેડી તરત મોન્ટીને બોલી : “કોઈ ઇન્સ્પેક્ટર આવ્યા છે, તને મળવા.”
તેના હાથમાંથી રિસીવર લેતા મોન્ટીએ જવાબ આપ્યો... “કોણ છે? એને મારા કેબિનમાં બેસાડો, હું આવું છું.” (અને ફોન મૂકી દીધો.)
“રૂપ તૂં અહીંજ રહેજે પ્લીઝ, જુલીએ કદાચ મારી પોલીસ કમ્પ્લેઇન કરી છે, હું તને આ મામલામાં નહીં આવા દઉં, તું દુર જ રેહજે ઓકે?”
આટલું બોલીને તે ઝડપભેર પોતાના કેબિન તરફ જવા નીકળી ગયો. એના કેબીનમાં એક ઇન્સ્પેક્ટર બેઠો હતો.
“હું મોન્ટી ડી’કોસ્ટા... શું થયું ઇન્સ્પેક્ટર સાહેબ?"
“ઓહ...તમે મિસ્ટર મોન્ટી...તમારી કાર આગળના ચાર રસ્તા પાસે કચડાયેલી હાલતમાં મળી છે,એમાં તમારી વાઈફ જુલીનું એક્સીડેન્ટ થયું છે.”
“જુ...લી...નું એક્સીડેન્ટ...?? કઈ કઈ રીતે? એ અત્યારે ક્યાં છે? એ જીવતી છે કે...? (આટલું બોલતાં તો તે અટકી ગયો..કારણ કે સામે એક પોલીસવાળો હતો. ને વાક્યમાં સુધારો કરતા બોલ્યો) : એને કંઈ થયું તો નથી ને?”
“મિસ્ટર મોન્ટી તમારી વાઈફ જુલીનો ગંભીર અકસ્માત થયો છે. તેમાં તેમના બન્ને પગ છૂંદાઇ ગયા છે. તમારે અમારી સાથે પેહલા પોલીસે સ્ટેશન આવવું પડશે અને પછી જ તમે હોસ્પિટલ જઈ શકશો. તમારા વાઈફ જુલી ૧૧૦ ની સ્પીડમાં ગાડી ચલાવી રહ્યા હતા અને કાર તમારા નામની છે તો....”
“હા... હા... સર, ચાલો જલ્દી પ્લીઝ..!!”

મોન્ટી પોલીસે સ્ટેશનમાં જઈને ડોક્યુમેન્ટ્સની ફોર્માલિટી પતાવીને તરત હોસ્પિટલ પહોંચે છે. તે આઈ સી યુ બહાર ઉભો રહીને કાંચમાંથી જુલીને જુવે છે.

તેના બંને પગ કપાઈ ગયા હતા. તે નિસાસો નાખતા ત્યાંજ બેસી જાય છે.
તે ક્ષણે જ તેના મગજ માં શેતાની વિચારો આવવા લાગે છે...આ મરી કેમ ના ગઈ? આ બોજ બનીને મારા માથે પડી રહેશે? હું અંદર જઈને એને ખતમ કરી દઉં?? ના ના પોલીસ કેસ ચાલે છે એટલે આને જો અહીં મારીશ તો હું જ ફસાઈ જઈશ..હે ભગવાન, શું કરું હું? ક્યાં ફસાઈ ગયો..? આ મારી ગઈ હોત તો હું ને રૂપ એક થઇ જાત." બસ ત્યારથી મોન્ટી જુલી થી વધારે નફરત કરવા લાગ્યો. કેમ કે જુલી હવે સાચ્ચે જ રૂપાલી અને મોન્ટીના પ્રેમની વચ્ચે હતી.
મોન્ટી એ જેમ તેમ પોતાને શાંત પાડ્યો અને આમાંથી બહાર આવવા માટે રસ્તો શોધવા વિચારી રહ્યો.
દિવસ ને રાત વિતતા ગયા..રૂપાલી અને મોન્ટી રોજ હોસ્પિટલ આવતા અને જોડે પાછા જતા. ૩ દિવસ પછી જુલીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરતા હતા ત્યારે તેણે રૂપાલીને પણ મોન્ટી સાથે જોઇ અને તે ત્યાંજ બુમો પાડવા લાગી, ગાળો બોલવા લાગી : "વ્હોટ ધ હેલ યું બીચ, હાઉ ડેર યુ ? આઈ વિલ કિલ યુ, ગેટ લોસ્ટ..જસ્ટ ગેટ લોસ્ટ ફ્રોમ હીઅર. (તારી હિમ્મત કેવી રીતે થઇ આવવાની? જતી રહે અહીથી, નહીંતર હું તને મારી નાખીશ.)”
મોન્ટીએ જુલી ને રોકતાં કહ્યું કે ચૂપ થા.હવે કઈ પણ ના બોલતી,તારે જે કરવું છે એ ઘરે પહોંચ્યા પછી કરજે. અને રૂપાલીને પોતાની ગાડી પાસે પાર્કિંગમાં વેટ કરવા કહ્યું.
મોન્ટી તેને વ્હીલચેરમાં બેસાડી હોસ્પિટલના પાર્કિંગ તરફ જવા વળ્યો, ત્યાં રૂપાલી પહલે થી ઉભી હતી. તેણે રૂપાલીની મદદથી જુલીને કારમાં બેસાડી અને વ્હીલચેર પણ ફોલ્ડ કરીને અંદર મૂકી. જુલીએ બંને જોઈ રહી હતી. પાછળની સીટ પર જુલી અને તેની વ્હીલચેર અને આગળની ડ્રાઇવિંગ સીટ પર મોન્ટી અને તેની બાજુની સીટમાં રૂપાલી બેઠી. જુલી આ જોઈને વધારે ભડકી ઉઠી અને કારમાં જ રૂપાલી ને સંભળાવા લાગી : "કારમાં ભલે જગ્યા કરી લીધી તે,પણ હું મારા ઘરમાં તારી જગ્યા નહીં થવા દઉં. તારા જેવી સ્ત્રીઓને હું સારી રીતે ઓળખું છું, પૈસા ખાતર પોતાનું શરીર જ નહીં ઇમાન પણ વેચી નાખે. તું વેશ્યાઓ કરતા પણ હલકી ઉતરી.એ બધીઓ તો પેટિયું રળવા...મજબૂરીમાં આવું કામ કરે,પણ તું?? તું તો...
“શટ અપ જુલી શટ અપ, હવે એક પણ શબ્દ બોલી તો..”
“તો શું કરીશ?? આવી રાંડ માટે તું મને ચુપ કરાવીશ?”
રૂપાલી આ બધું સાંભળીને સુન્ન થઈ જાય છે અને રડવા લાગે છે. એને રડતી જોઈને મોન્ટી વધારે દુ:ખી અને ગુસ્સો થાય છે, તે કારની ઝડપ વધારે છે અને રૂપાલીને ઓફિસ પાસે ઉતારી જુલીને ઘરે લઇ જાય છે.
(ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED